The story of love - Season 2 - Part 3 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 2 - Part 3

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Season-2 PART-3

અત્યાર સુધી આપડે જોયું કે જોસના બેન અને ભાવિક ભાઈ સુમસાન રસ્તા પર જતા હોય છે અને જોસના બેન ચિંતા કરતા હોય છે કે નીતિન અને માહી ઘરે એકલા છે, ત્યારે ભાવિક ભાઈ તેમને સમજાવે છે કે તેમની સાથે વિક્રમ ભાઈ છે તો ચિંતા કરવાની જરૂર નથી...

ત્યારે તે બન્ને ને સામે કોઈ ની કાર ઝાડ પર ટકરાય છે અને એ જોઈને તે બન્ને ડરી જાય છે ભાવિક ભાઈ જલ્દી થી કાર ને ઉભી રાખે છે અને જલ્દી થી ઉતરી ને તે તરફ જવા લાગે છે...

"સાંભળો છો આમ તમે ત્યાં ના જશો આપડે પેલા પોલીસ ને ફોન કરીએ..."

કાર માં બેઠા જોસના બેન બોલે છે પણ એમની વાત ને સાંભળ્યા વગર ભાવિક ભાઈ સીધા જ્યાં કાર ટકરાઈ હોય છે તે તરફ જતા રે છે...

ત્યાં કાર ની અંદર તે જોવે છે તો એમાં કોઈ નથી હોતું આ જોઈને એક વાર તો ભાવિક ભાઈ પણ ડરી જાય છે અને એમને આશ્ચર્ય થાય છે કે તેમને કોઈને ઉતરતા પણ નથી જોયા, તો આ કઈ રીતે બની શકે કે કાર માં કોઈ નથી...

તે પોતાની કાર તરફ પાછા આવે છે...

"જોસના કાર માં તો મેં જોયું કે કોઈ નથી..."

ભાવિક ભાઈ કાર માં બેસતા બોલે છે પણ જયારે તે બાજુ માં જોવે છે તો તેમની બાજુ માં કોઈ નથી હોતું આ જોઈને તે જલ્દી થી નીચે ઉતરી ને આમ તેમ જોવા લાગે છે પણ તેમને જોસના બેન નથી દેખાતા...

"જોસના....જોસના...ક્યાં છો તું..."
ભાવિક ભાઈ બોલી ને આમ તેમ ગોતવા લાગે છે અને ત્યારે જ તેમને એવું લાગે છે કે તેમને ચક્કર આવી રહ્યા છે...

જયારે તેમની આંખ ખુલે છે તો તે એક રૂમ માં હોય છે જ્યાં અંધારું હોય છે અને જયારે તે સામે જોવે છે તો ત્યાં જોસના બેન સામે હોય છે પણ જેવું તે તરફ જવાની કોશિશ કરે છે તો તેમને સમજાય છે કે તેમને બેઠેલા છે...

"જોસના...જોસના..."

ભાવિક ભાઈ જોર જોર થી બૂમો પાડવા લાગે છે તેમનો આવાજ આખા રૂમ માં ગુંજવા લાગે છે...

એ અવાજ સાંભળી ને દરવાજો ખુલે છે અને ત્યાં જ ભાવિક ભાઈ દરવાજા સામે જોવે છે...

ત્યાં 1 વ્યક્તિ જે આખા કાળા કપડાં પહેરેલા હોય છે તેના હાથ પણ નથી દેખાતા એવું એક વ્યક્તિ રૂમ માં આવે છે...

તેને જોઈને ભાવિક ભાઈ ડરી જાય છે...

"કોણ છે તું...?"

"અમને અહીંયા શું કામ લઈને આવ્યો છો...?"

ભાવિક ભાઈ બોલે છે પણ તે વ્યક્તિ કાય પણ ના સાંભળતો હોય એ રીતે નજીક આવે છે અને ભાવિક ભાઈ ના ફેસ પર કંઈક નાખે છે અને એના થી તેમની આંખો બંધ થવા લાગે છે થોડી વાર તે વ્યક્તિ પોતાના માથા પર થી તે કપડું હટાવે છે અને ભાવિક ભાઈ ને જોઈને સ્માઈલ કરવા લાગે છે પછી ફરી થી તે રૂમ ની બારે નીકળી જાય છે...

ફરી થી એ રૂમ માં અંધારું છવાઈ જાય છે...

બીજા દિવસે...

ભાવિક ભાઈ અને જોસના બેન બન્ને જાગી ગયા હોય છે અને એમની રૂમ માં એમની આજુ બાજુ 4 લોકો ઉભા હોય છે અને જે એમના હાથ પર કંઈક લગાવતા હોય છે...

"તું છે કોણ અને આ શું કરી રહ્યો છે...?"

ભાવિક ભાઈ ગુસ્સા માં બોલે છે પણ તે લોકો તેમનું કાય સાંભળતા નથી...

આ રીતે દિવસો વીતવા લાગે છે રોજ એ ચાર લોકો આવીને તે બન્ને નું લોહી લઇ જતા અને તે બન્ને ની જરૂર ની બધી વસ્તુ તે રૂમ માં હતી...

પણ એ રૂમ માં એક નાની બારી હતી જેમાં થી થોડો પ્રકાશ આવતો ભાવિક ભાઈ એ ગણી વાર ત્યાં ચડી ને બારે નીકળવાની કોશિશ કરી પણ આ વસ્તુ માં તે ક્યારે સફળ ના થઇ શક્યા...

આ રીતે દિવસો વીતતા હતા પણ ના તો તે બન્ને ને એ સમજાતું હતું કે તે ક્યાં હતા અને ના તો અહીંયા થી નીકળવા નો કોઈ રસ્તો હતો તેમની પાસે...

"આપડા વગર આપડા છોકરાઓ નું શું થશે અને આપડા ક્યાં સુધી અહીંયા કેદ રેશું..."

જોસના બેન રોતા રોતા બોલે છે...

"મને પણ નથી સમજાતું આ લોકો કોણ છે અને આપડી સાથે આવું કેમ કરી રહ્યા છે..."

ભાવિક ભાઈ ઉદાસ થઈને બોલે છે...

એક દિવસ ભૂલ થી તે ચાર લોકો ના ગયા પછી દરવાજો ખુલ્લો રાઈ જાય છે અને તેના લીધે ભાવિક ભાઈ અને જોસના બેન ભાગવા માં સફળ થઇ જાય છે...

જયારે તે રૂમ ની બારે નીકળે છે તો એક મોટો હોલ હોય છે અને ત્યાં નો દરવાજો ખુલ્લો હોય છે ત્યાં થી તે બન્ને બારે નીકળે છે આજુ બાજુ જોવે છે તો બસ જંગલો જ હોય છે આ જોઈને બન્ને ગભરાઈ જાય છે પણ બન્ને ત્યાં થી ભાગવા લાગે છે...

એક જ ઉમીદ એ બન્ને ને હોય છે કે બસ તે ગમેં તે કરી ને પોતાના ઘરે પોચી જાય...

તેમને એ પણ નથી ખબર હોતી કે કેટલા સમય થી તે બન્ને અહીંયા કેદ હતા...

"જોસના જલ્દી ભાગ અહીંયા થી આપડે હવે જલ્દી થી ઘરે જઈએ..."

ભાવિક ભાઈ બોલે છે અને જયારે તે પાછળ જોવે છે તો એ જ ચાર લોકો જે રોજ કાળા કપડાં પેરીને તેમની પાસે તેમનું લોઈ લેવા આવતા હતા તે તેમની પાછળ આવતા હતા...

આ જોઈને બન્ને ડરી જાય છે પણ તે ઉભા નથી રહેતા અને વધારે સ્પીડ માં ભાગવા લાગે છે...

ત્યારે જ જોસના બેન ના પગ માં કોઈ વસ્તુ આવી જાય છે જેના થી તે ત્યાં જ પડી જાય છે...

ભાવિક ભાઈ જોસના બેન ને ઉભા કરે તે પેલા તે ચાર લોકો તેમની આજુ બાજુ ગોઢ્વાઈ જાય છે અને તેમને પકડી ને ફરી થી એક રૂમ માં લઇ જાય છે...

ખબર નઈ કેટલા દિવસ પછી આજે અહીંયા થી નીકળવાની એક ઉમીદ તે બન્ને ને મળી હતી પણ એ આજે તૂટી ગઈ...

તે બન્ને ને રૂમ માં લઇ જઈને બાંધી દે છે અને તે ચાર લોકો એજ રૂમ માં ઉભા રે છે...

"અમે તમારું શું બગાડ્યું છે તો તમે આમારી સાથે આવું કરી રહ્યા છે..."

જોસના બેન રોતા રોતા બોલે છે...

ત્યારે જ રૂમ નો દરવાજો ખુલે છે અને રૂમ માં 2 લોકો આવે છે તે પણ તે ચાર લોકો ની જેમ કાળા કપડાં પેરીને આવ્યા હોય છે પણ તેમને જોઈને જોસના બેન બોલવાનું બંધ કરી દે છે...

"જોસના બેન અને ભાવિક ભાઈ અહીંયા થી કઈ રીતે બચ્યા...?"
"તે ૨ લોકો કોણ છે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...