The story of love - Season 2 - Part 2 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

The story of love - Season 2 - Part 2

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Season-2 PART-2

એક આલીશાન બંગલો, જે કોઈ મહેલ થી ઓછો નથી. જેમાં કોઈ પણ લાઈટ ચાલુ નથી ઘોર અંધારું છે અને જે દિવસે એટલો સુંદર લાગે છે કે દરેક વ્યક્તિ ને ત્યાં રેવાનું મન થાય પણ રાત થતા જ ત્યાં જવાથી ડર લાગે. આજુ બાજુ બસ ઝાડ જ છે અને શહેર થી દૂર હોવા ના લીધે ત્યાં ના તો કોઈ અવાજ કે ના તો ગાડી નો કોઈ સોર સંભળાય છે...

બસ તેના પર પડતી ચંદ્ર ની એ શીતળ છાયા જેવા થી તેની સુંદરતા વધતી જાય છે બસ ત્યાં જ એક રૂમ જ્યાં એટલું અંધારું હોય છે કે કોઈ પણ વસ્તુ જોવી શક્ય નથી, ત્યારે જ ત્યાં એક પ્રકાશ સાથે આવાજ આવે છે એ આવાજ સાંભળી ને ત્યાં બેડ પર સૂતો તે છોકરો પોતાના બ્લકેટ માંથી હાથ બારે નીકળી ને ફોન હાથ માં લે છે અને તેના પર નામ જોયા વગર જ ફોન કાપી છે ફરી સુઈ જાય છે...

ફોન ની લાઈટ થી રૂમ માં થોડું અજવાળું થાય છે અને ત્યાં એક મોટો બેડ જેના પર સૂતો ૨૨ થી ૨૩ વર્ષ નો એક જુવાન જેના ચહેરા પર કોઈ ભાવ નથી અને જાણે તે સુવાની જ કોશીશ કરતો હોય છે ત્યાં ફરી ફોન ની રિંગ વાગે છે અને તે રિંગ વાગતા જ તે ચિડાઈ જાય છે...

પોતાનું બ્લકેટ ગુસ્સા માં બીજી તરફ કરી ને તે બેડ પર બેસી જાય છે અને ફોન ઉપાડી લે છે...

"કોણ છે જે આટલી રાતે મને ફોન કરવાની હિંમત કરી રહ્યું છે..."

તે ગુસ્સા માં બોલે છે...

"હું બોલું છું..."

સામે થી આવાજ આવે છે અને આ બોલતા જ તે છોકરો પોતાના બેડ પર બેસી જાય છે...

"હા તો શું એ કેવા ફોન કર્યો છે કે કામ થઇ ગયું છે..."

તે છોકરા નો કોઈ ભાવ વગર નો આવાજ આવે છે...

"ના પણ અહીંયા થોડી ગડબડ થઇ ગઈ હોય એવું લાગી રહ્યું છે..."

સામે થી ફોન માં આવાજ આવે છે...

"તમારા પર કામ સોંપીને મેં મોટી ભૂલ કરી દીધી છે...

તમે લોકો કોઈ કામ ના જ નથી હું આવું છું ત્યાં..."

આટલું બોલી ને સામે વ્યક્તિ બોલે તે પહેલા તે પોતાનો ફોન સામે દીવાલ પર ફેકી દે છે અને ઉભો થઇ ને રૂમ ની બારે જાય છે...

ફરી એ રૂમ માં જેવું હતું એવું જ અંધકાર ફેલાઈ જાય છે...

સામે જે વ્યક્તિ હોય છે એ ડર થી કાય બોલી જ નથી શકતો અને તેની આજુ બાજુ ઉભેલા ગણા બધા લોકો તેને જોવે છે અને શું વાત થઇ તે જણવા માટે તત્પર હોય છે...



*****

આ બાજુ રાત ના ૩ વાગ્યા હશે અને ત્યારે જ માહી ના ફોન ની રિંગ વાગે છે અને તેના થી માહી અને નવ્યા બન્ને ની આંખ ખુલી જાય છે...

"નવ્યા જોને કોનો ફોન આવે છે એ પણ આટલા વેલા..."

માહી બોલે છે...

નવ્યા ના બેડ ની બાજુ ના ટેબલ પર જ ફોન હોય છે...

"નીતિન નો ફોન છે..."

નવ્યા બોલે છે...

"નીતિન...."

માહી બોલે છે અને સીધો ફોન પોતાના હાથ માં લઈને વાત કરે છે વાત કરતા કરતા એના ચહેરા ના ભાવ બદલાવ લાગે છે અને તે ફોન મૂકી ને સીધી નવ્યા પાસે આવે છે...

"શું થયું તને...?

શું કીધું નીતિન એ...?"

નવ્યા બોલે છે પણ માહી બસ તેની સામે જ જોયા રાખે છે...

"વિક્રમ અંકલ..."

માહી આટલું પણ ગણી મુશ્કેલી થી બોલી શકે છે અને સીધી નવ્યા ના ગળે લાગી જાય છે...

"શું થયું પપ્પા ને...?"

નવ્યા બોલે છે...

"વિક્મ અંકલ ને કોઈ ગુંડા ઉપાડી ગયા છે અને હમણાં તે ક્યાં છે એ કોઈ ને ખબર નથી..."

માહી આટલું એક શ્વાસ માં જ બોલી જાય છે...

"પણ કોણ અને કઈ રીતે..."

નવ્યા બોલે છે અને ત્યાં બેસી ને રોવા લાગે છે...

પેલા તો માહી તેને સાચવે છે અને સમજાવે છે...

"તું ચિંતા ના કર...

નીતિન હમણાં પોલીસ પાસે જ ગયો છે..."

માહી બોલે છે...

નવ્યા ની સાથે તે તેના મમ્મી પપ્પા ના રૂમ માં જાય છે અને એમને બધી વાત કરે છે જેવી આ વાત તમને કે છે તેમના ચેહરા પર ચિંતા ની લકીરો વધતી જાય છે...

"તમે બન્ને અહીંયા જ બેસો..."

આટલું બોલી ને ભાવિક ભાઈ જલ્દી થી દરવાજો બંધ કરી દે છે...

"તમને બન્ને ને નથી ખબર કે અમે 5 વર્ષ થી ક્યાં હતા અને આ બધું એ લોકો એ જ કર્યું હશે..."

જોસના બેન બોલે છે...

"કોણ લોકો મમ્મી..."

માહી બોલે છે...

"નીતિન ને હમણાં જ ફોન કરી ને અહીંયા બોલાવી લે અને તમે બન્ને અહીંયા રૂમ માં આમારી સાથે જ રેજો..."

ભાવિક ભાઈ બોલે છે પણ આ વાત નવ્યા અને માહી ને નથી સમજાતી...

માહી ના મન માં હવે સવાલો વધતા જતા હતા પણ તેને હવે ચિંતા પણ વધતી હતી કે આ બધું અચાનક એના જીવન માં શું થઇ રહ્યું છે...

પેલા તો માહી નીતિન ને ફોન કરે છે અને તેને ત્યાં આવાનું કે છે...

સવારે જયારે માહી ની આંખ ખુલે છે તો રૂમ માં બસ એ અને નવ્યા હોય છે તે રૂમ ની બારે જાય છે અને નીચે જ બધા બેઠા હોય છે...

માહી નીચે જ હજુ કાય બોલે તે પેલા જ ત્યાં નીતિન આવી જાય છે અને તેને જોતા જ માહી સીધી તેના ગળે લાગી જાય છે અને જોર જોર થી રોવા લાગે છે...

બધા ની નજર તે બન્ને પર જ હોય છે...

નીતિન એના મમ્મી પપ્પા પાસે જાય છે અને ગળે લાગી જાય છે તે બઉ જ ખુશ હોય છે તેમને સામે જોઈને...

"હવે તો મને કો કે આ બધું શું થઇ રહ્યું છે...?

મારા પપ્પા ક્યાં છે...?"

નવ્યા જે નીચે આવતા બોલે છે...

આ સાંભળી ને બધા ની નજર તે તરફ જાય છે...

"બધા બેસી જાઓ હું કઉ તમને કે શું થયું હતું અને આપડે કેટલી મુસીબત માં છીએ...?

ભાવિક ભાઈ બોલે છે અને ત્યાં બધા બેસી જાય છે...

5 વર્ષ પહેલા...

એક કાર જે એની સામાન્ય ગતિ સાથે આગળ વધી રહી હતી અને આજુ બાજુ બસ જંગલો જ હતા. રાત ના અંધારા માં ત્યાં બીજી કોઈ સાધન પણ દેખાતું નતું આવા સમય માં તે કાર માં બેઠેલા તે વ્યક્તિ ચિંતા માં દેખાતા હતા...

"અરે તમે જલ્દી ચલાવો છે ત્યાં માહી અને નીતિન આપડી રાહ જોતા હશે..."

જોસના બેન બોલે છે...

"હા તું ચિંતા ના કર તેમની સાથે વિક્રમ ભાઈ છે...."

ભાવિક ભાઈ બોલે છે અને કાર ની સ્પીડ થોડી વધારે છે...



"તે છોકરો કોણ છે...?"
"વિક્રમ ભાઈનને લઇ જવા વાળું કોણ હશે....?

"આટલા સમય થી માહી ના મમ્મી પપ્પા ક્યાં હતા...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...