The story of love - Season 1 part-30 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-30

ૐ નમઃ શિવાય

The Story Of love Part-30

અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવી એક થઇ જાય છે અને તે બન્ને એક બીજા ને બધી વાત કઈ દે છે....

માનવી અને મિહિર સાંજે બારે જાય છે અને જયારે પાછા આવે છે અને જોવે છે કે ત્યાં ગણા પોલીસ વાળા હોય છે અને એ બધા મળીને હોટેલ ના બધા લોકો ને ત્યાં થી નીકળતા હોય છે અને આ જોઈ ને મિહિર અને માનવી એક બીજા સામે જોવે છે...

મિહિર સીધો જઈને સામે જ્યાં જય ઉભો હોય છે ત્યાં જાય છે અને એને પૂછે છે કે શું થયું...

"અહીંયા સંદીપ આવ્યો તો અને અહીંયા હોટેલ બંધ કરવાનો ઓડૅર છે એની પાસે..."
જય બોલે છે...

"હું વાત કરું સંદીપ જોડે..."
મિહિર બોલે છે પણ માનવી તેને રોકી દે છે કે હું વાત કરું છું...

માનવી જાય છે સંદીપ પાસે અને એને પૂછે છે કે આવું કેમ કરે છે...

"આ જગ્યા માં રેવું એ સેફ નથી અને એના માટે જ સરકારે આ જગ્યા માં હોટેલ બંધ કરવાનો ઓડૅર આપ્યો છે..."
સંદીપ બોલે છે અને ત્યાં થી બધા ને લઈને જાય છે અને માનવી ને પણ સાથે આવાનું કે છે...

પણ માનવી નથી જતી અને સંદીપ બધા ને લઈને ત્યાં થી જતો રયો હોય છે...

મિહિર ગુસ્સા માં એના રૂમ માં જાય છે અને માનવી પણ તેની પાછળ જાય છે...

"મિહિર...મિહિર..."
માનવી તેની પાછળ બોલતી બોલતી જાય છે પણ મિહિર એટલી જલ્દી એના રૂમ માં જતો રે છે માનવી પણ તેની પાછળ જાય છે...

જય આ બાજુ અશોક ભાઈ અને દિપાલી બેન જોડે તેમના ઘર માં બેઠા હોય છે અને ત્યારે સુરજ તે બધા માટે જમવા નું લઈને આવ છે...

માનવી મિહિર ના રૂમ માં બેઠી હોય છે અને તે મિહિર ને મનાવી લે છે...

ત્યારે મિહિર બેડ ઉપર જઈને બેસી જાય છે અને માનવી ને તેના ખોળા માં સુવડાવી દે છે...

તે બન્ને ને એમના માં એટલા ખોવાયેલા હોય છે કે તેમને નથી ખબર હોતી કે રાત ના 12 વાગી ગયા હોય છે...

ત્યારે જ તે બન્ને ને જય નો આવાજ આવે છે અને આ સાંભળી ને તે બન્ને નીચે ભાગે છે...

નીચે જઈને મિહિર અને માનવી જોવે છે કે જય, અશોક ભાઈ, દિપાલી બેન અને સુરેશ ને ગણા પોલીસ વાળા એ પકડી ને રાખ્યા હોય છે અને આ જોઈ ને મિહિર બધા ને બચાવા માટે જાય છે અને જેવો તે જય તરફ જાય છે ત્યારે સંદીપ તેની પાછળ આવી ને તેના પર ચાકુ થી હુમલો કરી દે છે...

તે ચાકુ ચાંદી નું હતું અને એના લીધે મિહિર ત્યાં જ નીચે પડી જાય છે અને તડપવા લાગે છે અને ત્યારે જ માનવી ભાગી ને સીધી મિહિર પાસે જાય છે....

"મિહિર... તું ઠીક તો છે ને..."
માનવી રોતા રોતા બોલે છે...

ત્યારે સંદીપ બધા ને એ ચાકુ થી મારે છે અને ત્યાં થી બધા ને એ રીતે જ મૂકી ને જતો રે છે...

Present Time...
બધા આ સ્ટોરી સાંભળતા હોય છે...

"એ દિવસ પછી હજુ કોઈએ તે લોકો ને નથી જોયા..."
જયદીપ બોલે છે...

બધા સ્ટોરી માં ખોવાઈ ગયા હતા અને કોઈએ નતું વિચાર્યું કે આ સ્ટોરી નો અંત આવો હશે...

"પણ એના પછી એ લોકો ક્યાં ગયા..."'
માહી બોલે છે...

"એવું કહેવાય છે કે જે એમના જેવા લોકો હતા એ જ તેમને એમની સાથે લઇ ગયા હતા અને એમના પછી કોઈ એ બીજી વાર એમને નથી જોયા..."
જયદીપ બોલે છે...

"સંદીપ નું શું થયું..."
રોઝી બોલે છે ...

"એના વિશે તો નથી ખબર પણ આના પછી એ પણ અહીંયા થી દૂર જતો રહો હતો એનો બદલો પૂરો કરીને..."
જયદીપ બોલે છે...

"અરે આ સ્ટોરી ની જેમ જ વિચારો અને ચાલો હવે 10 તો વાગી ગયા છે તો ચાલો બધી તૈયારી કરો આ બન્ને નો જન્મદિવસ છે કાલે..."
જયદીપ બધા નો મૂડ ઠીક કરવા માટે બોલે છે...

"વરસાદ વધારે હતો અને જયદીપ કાકા બારે હતા એના માટે મેં એમની જોડે જ કેક લાવા માટે કીધું હતું..."
રોઝી બોલે છે અને તે માનવ અને માહી ને રૂમ માં જવા નું કે છે....

રોહિત જઈને નવ્યા ને ઉઠાડી ને આવે છે અને હવે એની તબિયત પણ પેલા કરતા સારી હોય છે...
તે ત્રણે તૈયારી કરવા લાગે છે...

બધી તૈયારી કરી ને તે બધા જઈને તૈયાર થઇ ને આવે છે અને એ બન્ને ને પણ નીચે લાવા માં આવે છે વચ્ચે તે બન્ને માટે એક એક કેક રાખવા માં આવી હોય છે અને તે બન્ને નીચે આવી ને તેમને પેલા તે કેક સામે ઉભા રાખે છે અને બધી લાઈટ બંધ કરવા માં આવે છે...
તે બન્ને જેવી ફૂંક મારવા જાય તેની પેલા જ ત્યાં દરવાજો ખુલે છે અને બે લોકો સામે ઉભા હોય છે તે બન્ને ભાગી ને આવે છે...

"બેટા તારા થી અમે કેટલો સમય દૂર રહ્યા..."
તે બન્ને બોલે છે...

પણ અંધારું એટલું બધું હોવા ના લીધે તેમને સમજાતું નથી કે કોણ છે આ લોકો...

હું આ સ્ટોરી ના અંત સાથે તમારા માટે અમુક સવાલો મૂકતી જાઉં છું અને આ સ્ટોરી ના અંત સાથે જ એક નવી શરૂવાત થશે...
આ સ્ટોરી આજે અહીંયા પુરી કરું છું આશા રાખીશ કે તમને બધા ને આ સ્ટોરી પસંદ આવી હશે...
તમારો પ્રતિભાવ મને જરૂર થી આપજો...
અને જોડાયા રહેજો મારી સાથે...
The story of love....


મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...