ઈન્સાફ કા ફરિસ્તા
એ દિવસો પ્રજા માટે આતંકદાયી હતા. યવનોના આક્રમણો એ સામાન્ય ઘટના બની ગઈ હતી. માંડુનો સુલતાન બાઝબહાદુર વીર હતો.
બાઝ બહાદુર જેઓ વીર હતો તેવો જ ઉત્તમ શાયર પણ હતો. હિન્દી-ઉર્દૂના ક્લેવરને ઘડવામાં બાદશાહ બલ્બનના સમયથી સચોટ પ્રયત્નો થયા હતા. એમાં શીર્ષ સ્થાને અમીર ખુશરો હતા. પછી ‘પદ્માવત’ ના રચયિતા મલિક મહંમદ જાયસી અને હવે દિલ્હી દરબારમાં રહીમ ખાનખાનાન તથા માળવામાં બાઝ બહાદુર એને આગળ ધપાવી રહ્યા હતા.
સુલતાન બાઝ બહાદુર કહેતા," ઉર્દૂ જબાન તો મુસ્લીમ શાયરો અને હિંદુ કવિઓ કબીર ,તુલસીદાસ , નાનક , મીરાં એ સજાવેલો અણમોલ ખજાનો છે.”
માંડુના સુલતાન ની શાયરી માળવામાં પ્રખ્યાત હતી.
પ્રજા પોતાના પ્યારા સુલતાન પર ફિદા હતી. એના માંડવગઢના અભેદ કિલ્લાપર પર આક્રમણ કરતાં દુશ્મનો વિચાર કરતાં. સુલતાન આમ તો નિરુપદ્રવી હતો. પોતાના રાજ્યના વિકાસ તરફ જ એ પોતાનું સમગ્ર ધ્યાન પર હતો.
પરંતુ દુશ્મનો બર્બર હતા. સંસ્કારિતા અને માનવતા સાથે એમને કોઈ લેવાદેવા ન હતી.
તે વેળા દુશ્મનો માંડુની આજુબાજુના ગામડાઓમાં ભૂખ્યા વરુ ની માફક તૂટી પડતાં. એમનો ઊભો પાક નષ્ટ કરી દેતા. તેઓ મંદિરો તોડી પાડતાં. સર્વત્ર ત્રાસનું સામ્રાજ્ય ફેલાઈ જતું. પ્રજા આવા ખૂંખાર યવનોથી ભયભીત રહેતી.
એમાં યે, સ્ત્રીઓ માટે જીવવું દુષ્કર થઈ પડ્યું હતું. એકલદોકલ સ્ત્રીને ઘોડા પર નાખીને ઉપાડી જતાં. વાસનાના કીડા એવા આ શયતાનો લાગ જોઈને, ખૂબસૂરત સ્ત્રીઓને ઉપાડી જવા હંમેશા ટાંપી રહેતા.
રૂપવાન સ્ત્રીઓને હંમેશાં પોતાના રૂપનો ભય લાગ્યા કરતો. ગામડાંની સુંદર ભોળી છોકરીઓ આવા જાલીમોની વાસનાનો કેટલીયે વાર શિકાર બનતી.
દેશ આખો એ અફઘાન સત્તાના પતન પછી વેરવિખેર થઈ ગયો હતો. ઈ.સ ૧૫૨૬ પછી બાબર, હુમાયુ શેરશાહ અને તેના વંશજો અને ફરી હુમાયું ગાદી પર આવ્યા પરંતુ સ્થિર અને ન્યાયી, દેશવ્યાપી મજબૂત સત્તા જામી ન હતી.
એક રાજ્ય બીજા રાજ્ય સાથે લડવામાં એવું ગૂંથાઈ ગયું હતું કે, ક્યાંયે ઇન્સાફના દર્શન થતા ન હતા. રૂપ એ સ્ત્રીઓ માટે અભિશાપ બની ગયું.
સ્ત્રીઓ પણ સમયનો રંગ પારખીને તલવાર ચલાવતા, ભલો ફેંકતા, તીર તાકતા શીખતી. આત્મરક્ષા કરવાની તમન્ના ધીમે ધીમે બળવાન થવા લાગી હતી.
માંડુના સુલતાન બાઝબહાદૂરે આવા નાપાક દુશ્મનોની ખબર લેવા માંડી હતી. એ ખુદાના પાક બંદા હતા સ્ત્રીઓને માનની નજરે જોતો હતો. એની મેવાડના મહારાણા ઉદયસિંહ સાથે મિત્રતા હતી. હિંદુઓ સાથે એને દોસ્તીનો સંબંધ હતો
*****************************************************************
હિના રંગ લાતી હૈ,
પથ્થર પર ઘીસ જાને કે બાદ.
માળવાના પ્રદેશમાં સારંગપુર નામે એક સુંદર ગામ હતું. ત્યાં એક વેશ્યા રહેતી હતી એનું કામ કેવળ નાચવા અને ગાવાનું હતું. વેશ્યા બે પ્રકારની હોય છે. જે બદનનો વ્યાપાર કરે છે એને હલકી ગણવામાં આવતી. પરંતુ કેટલીક પ્રતિભાશાળી અને સંગીતકળામાં કુશળ સ્ત્રીઓ નૃત્ય અને ગાયન દ્વારા જ લોકોને રીઝવતી, આવી વેશ્યાઓ તરફ સૌ આદર થી જોતા.
આવી સ્ત્રી પણ પ્રેમ કરે છે પરંતુ તે કેવળ એક જ પુરુષને. પોતાના મનમાન્યા પુરુષને જોઈને એના મનનો મોરલો કળા કરતો મહોરી ઊઠે છે અને એ તેના ચરણોમાં સર્વસ્વ અર્પણ કરી દે છે.
આ વેશ્યાએ પણ એના હૈયાના હાર ને ધારણ કર્યો પ્રેમ ની પ્રસાદી રૂપે એક સુંદર પુત્રીનો જન્મ થયો.
સંગેમરમર પર તરાસેલી સૌંદર્યદેવી હોય એવી એ પુત્રી હતી. પરંતુ હાય રે ! પુત્રીએ જગતમાં શ્વાસ લીધો ત્યારે એનો જનક યુદ્ધમાં પ્રસ્થાન કરી ગયો. પછી ખબર પડી કે, એણે યુદ્ધમાં પ્રાણ આપી દીધા.
આખાયે જગતમાં એ વીરની યાદ સારંગપુરની આ વેશ્યાએ સંઘરી રાખી. એ ક્યારેય બહાર આવી નહીં.
જન્મેલી બાળકી રૂપરૂપનો ભંડાર હતી. માં એ એનું નામ જ રૂપમતી પાડ્યું. બાળવયથી જ એ બીજી બાળકીઓ કરતાં અલગ તરી આવતી હતી. એના રૃપનું તેજ એ સૌને આજી દેતું હતું.
રૂપમતી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનું રૂપ દ્વિગુણિત વિકસવા માંડ્યું. જ્યારે તે કિશોરાવસ્થાએ પહોંચી ત્યારે એનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું.
વારાંગનાની પુત્રી ખૂબસૂરત હોય જ, ન હોય તો માતા એવી પુત્રી ને ભગવાનનો અભિશાપ માને.
રૂપમતીની સુંદરતા નિહાળી વૈશાલીની નગરનારી આમ્રપાલીની સૌને યાદ આવી જતી. કેવા વિચિત્ર સંયોગ! ચોસઠ કળામાં પ્રવીણ, વૈશાલી ગણના મહાજનની પુત્રી આમ્રપાલી, જેના અગોચર મનમાં કોઈના ગૃહની નારી બનવાના સ્વપ્ન જગ્યા હતા. એ પ્રતિભાવાન આમ્રપાલીને વૈશાલીના યુવાનોમાં, એને પ્રાપ્ત કરવા પરસ્પર હોડ ન જાગે માટે નગરનારી, વારાંગના બનાવવામાં આવી અહીં એક નગરનારીની પુત્રીને ગૃહનારી બનવાના સ્વપ્ન સતાવતા હતા.
રૂપમતીની માને દીકરીના સૌંદર્ય અને શીલ માટે ગૌરવ હતું. રૂપમતી માત્ર સુંદરતામાં જ અદ્વિતીય ન હતી. એની બુદ્ધિ મેઘાવી હતી અને એમાં ગુણોનો ભંડાર ભર્યો હતો.
એની આ વિશેષતાના કારણે ચિંતિત માતાએ એને શસ્ત્રો શિખવાડાવ્યા હતા। એ યુગ જ એવો હતો કે, સુંદર નારીને બર્બક પુરુષોથી સતત પોતાની રક્ષા કરવા સાવધાન રહેવું પડતું.
રૂપમતી નીડર હતી. એણે શૂરવીરતા પ્રાપ્ત કરી હતી. ઘોડા પર બેસીને પુરુષવેશમાં, ગીચ જંગલોમાં તે વિહારતી. શીઘ્ર ગતિએ દોડી જતાં, જંગલી પ્રાણીઓનો, નિર્ભકતાથી ,તીર ચલાવી, ધરાશાયી બનાવી વધ કરવો એને માટે સાહજિક હતું.
સંગીત માટે સુંદર ગળું અને કાવ્ય રચવા માટે વિકસિત મસ્તિષ્ક તથા કલ્પનાશક્તિ એ એને પ્રાપ્ત થયેલી કુદરતી દેન હતી. આ લલિત કળાઓ અનાયાસ મેળવાતી નથી, એ તો જન્મજાત બક્ષિસ હોય છે, લાખોમાં એકાદને જ એ પ્રાપ્ત થાય છે. આવી વિરલ સિદ્ધિ, રૂપમતી એ સાહજિકતાથી પ્રાપ્ત કરી હતી.
કાવ્ય-રચનામાં એને દૈવીશક્તિ પ્રાપ્ત થઈ હતી. એટલે જ એની માતા, ગર્વ સાથે કહેતી.
હિના રંગ લાતી હૈ
પથ્થર પર ગીત જાને કે બાદ.
એ સ્વયં ગીતો રચતી. પછી મધુર સ્વરે, પ્રકૃતિના પ્રાંગણમાં, મુક્ત કંઠે ગાતી ત્યારે તો પ્રકૃતિમાં પણ યૌવનના પૂર આવતાં. એના મધુર ગીતોને સાંભળવા, એના રૂપની સુષમાને માણવા જાણે પ્રકૃતિદેવી રોકાઈને સ્તબ્ધ થઈ ગઈ ન હોય !
ભૂતકાળમાં પૃથ્વીરાજ ચૌહાણના જનાનખાનામાં કર્ણાટકી એક પ્રતિભાશાળી વારાંગના હતી. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઊથલપાથલ સર્જનારા પ્રતિભાવંત ચૌલાદેવી પણ પ્રસિદ્ધ હતી. જેમના વ્યક્તિત્વે રાજવીઓ આકર્ષાયા હતા. રૂપમતીની સુંદરતા પણ ભારતના રાજકીય ક્ષેત્રે મોટી હલચલ સર્જાશે એવા એંધાણ લાગતા હતા. એની માતાએ એને પ્રસિદ્ધિના મોહથી દૂર રાખી હતી.
આવી પ્રતિભાશાળી રૂપમતીને ધર્મમાં અટલ શ્રદ્ધા હતી. એના રૂંવે રૂંવે ભગવાન પ્રત્યે અપાર ભક્તિ હતી. જેમ સોનામાં સુગંધ મળે અને તેનો નિખાર આવે તેમ શ્રદ્ધા અને ભક્તિયુક્ત રૂપમતીનું વ્યક્તિત્વ ખૂબ જ ખીલી ઉઠ્યું. માલવ પ્રદેશના લોકો માટે રૂપમતીએ મોટું આકર્ષણ હતું.
રૂપમતીનો જન્મ વારાંગનાને ત્યાં થયો હતો. એ આ રીતે જન્મજાત વેશ્યા હતી પરંતુ એના કાર્યો અને આચાર ભદ્રવર્ગની મહિલા જેવા હતા. એનામાં ખાનદાની નિતરતી હતી.
રૂપવતી પોતાના શીલનું સત્વ જાણતી હતી. સ્ત્રીત્વને માણવા નીકળેલો પુરુષ શીલહીન નારીની ઘોર ઉપેક્ષા કરતો. ભલે એ સ્ત્રીત્વનો ભોક્તા પોતે હોય. ઝાંઝવાનાં જળ દેખાય પરંતુ હાથમાં ન આવે. ચતુર નારી પણ પોતાના રૂપને ઝાંઝવાનાં નીર જેવું બનાવી કામી પુરુષોને તૃષાતુર જ રાખે છે. સ્વયં નવયૌવના બની છતાં એણે પ્રાણના ભોગે સતીત્વની રક્ષા કરી હતી. પ્રયાસ પરિશ્રમ અને સાધના વડે એણે પોતાનું જીવન પવિત્ર રાખ્યુ હતું. અને એથી જ એ ‘મહાન સ્ત્રી’ તરીકે પંકાતી હતી.
ધર્મરાજના સત્યની માફક એણે પોતાના શીલનું ગૌરવ હંમેશા જાળવ્યું હતું ભક્તિ અને શ્રદ્ધા વડે સંયમની પાળ પ્રસન્નતાપૂર્વક એ બાંધી શકી હતી અને શક્તિની આરાધિકા હતી, શક્તિ વડે દુષ્ટોને દૂર રાખ્યા હતા.
આવી સુંદર યુવતીને સરિતા સાથે મમતા બંધાઈ ગઈ હતી. નર્મદા નદી એના માટે કેવળ નદી જ ન હતી. નર્મદા એના માટે માતાસ્વરૂપા જાજ્વલ્યમાન પૂજ્ય મૂર્તિ હતી. નર્મદા નદીના તટના પવિત્ર વાતાવરણમાં એ સઘળું ભૂલી જતી. એ માનતી કે, નદી આપણને ઈશ્વરનો આભાસ જરૂર કરાવે છે નર્મદાના ખળખળ વહેતા નીરથી એને જીવનપ્રવાહમાં પોતાની નાવ હંકારવાની પ્રેરણા પ્રાપ્ત થતી.
નર્મદાની પરિક્રમા કરવા જતા આવતા સાધુ, સાધ્વી, મહાત્માઓને તે ભાવપૂર્વક વંદન કરતી. તેમને ભોજન કરાવતી, પાણી પાતી. આશિર્વાદ મેળવતી. આવી સેવામૂર્તિ રૂપમતી નર્મદાને મૈયા માનતી.
આથી જ, રૂપમતીનો એક પણ દિવસ એવો નહીં ગયો હોય જયારે એણે નર્મદાના નીરના એકવાર પણ દર્શન કર્યા ન હોય. સંધ્યાદેવી જ્યારે નીલ ગગનમાં સિંદૂર લૂંટાવતી હોય ત્યારે રૂપમતી નર્મદાનદીના કિનારે ધૂળભર્યા પંથે, પોતાના રચેલા ગીતોની સ્વર-લહરી રેલાવતી,મૃગાક્ષી-શી ચાલી જતી હોય, આ વખતે રૂપમતી પ્રકૃતિમય બની જતી. એને પોતાના અસ્તિત્વનો પણ ખ્યાલ રહેતો નહીં.
ક્યાંથી રહે?
લાલી મેરે લાલ કી, જિત દેખો તિત લાલ.
લાલી દેખન મૈં ગઈ, મૈં ભી હો ગઈ લાલ.
-------૨-----
માળવાનો સુલતાન, માંડુ નરેશ બાઝબહાદુર. એક બહાદુર શાસક હતો. તે શક્તિશાળી અને નીડર હતો. તે હંમેશાં કહેતો કે, “યુદ્ધના મેદાનમાં હું સૈનિક પહેલાં અને સુલતાન પછી. તે દુશ્મનોને સંહારવા કૂદી પડતો, આવા બહાદુર સેનાનાયકનું અનુકરણ કરવામાં તેના સિપાહીઓ ગૌરવ અનુભવતા.
બાઝબહાદુર શાયરદિલ શાસક હતો. એટલે સંગીતનો રસિયો હતો. સંગીતના તાનમાં ડૂબી જતો ત્યારે એ જુદી જ દુનિયાનો આલૌકિક આનંદ અનુભવતો.
સંધ્યા સમયે, પોતાના પ્રિય અશ્વ પર બેસીને બાઝબહાદૂર ઘુમવા નીકળ્યો હવા ખુશનુમા હતી. રસ્તાની બંને બાજુ હરિયાળી જણાતી હતી સાથે નર્મદામૈયાના નીર નો પ્રવાહ, થોડે દૂર વહેતો હતો. માંડુનો નવજવાન, શાયરાના મિજાજ સુલતાન ઘોડા પર બેસીને ,પ્રકૃતિની સુષમા નિહાળતો નિહાળતો ચાલ્યો જાય છે. ત્યાં તો અચાનક એના કાને, મીઠી મધુર સ્વર-લહરી અથડાઈ.
ગીતના શબ્દો સુંદર હતા. એનો ભાવ અદભુત હતો. ગાવાની શૈલી સરસ હતી. અવાજમાં એક પ્રકારની ભીનાશ હતી. પછી સંગીતપ્રિય રાજવી, કેવી રીતે, આ મધુર સ્વર ને ઉવેખી શકે?
ગીતના સ્વરો શમી ગયા. સુલતાને મોડુ થવાથી અશ્વ ગઢ તરફ હંકારી મુક્યો.
બીજે દિવસે એ જ સ્થળે, એ જ સમયે સુલતાન બાઝબહાદુર ચૂપચાપ આવીને ઊભો રહી ગયો. એ જ મધુર ગીત એને સાંભળવા મળ્યું. ફરી પાછો એ ,એ મધુરતામાં ખોવાઈ ગયો. જ્યારે એને ભાન આવ્યું ત્યારે ગીત પૂર્ણ થઇ ચૂક્યું હતું.
સુલતાનનો ગીત સાંભળવા આવવાનો ક્રમ બંધાઈ ગયો. આખો દિવસ એ ઘણી વ્યાકુળતાથી પસાર કરતો, સાંજ પડતા જ યથાસ્થળે પહોંચી જતો. ગમે તેવું અગત્યનું કાર્ય હોય તોપણ એ બધાંને બાજુપર મૂકી. અચૂક પહોંચી જતો. મધુર લયમાં ગવાતું ગીત સાંભળતો ત્યારે તેને ચેન પડતું.
પ્રતિદિન જે સુંદર ગીત તે સાંભળતો એ ગીતને ગાનારને જોવા માટે ક્યારેય તેણે પ્રયત્ન કર્યો ન હતો. એણે ધારી લીધું હતું કે, ગીત ગાનારી અવશ્ય ભુવનમોહિની સુંદરી હશે. એ પવિત્ર અને ધાર્મિક વૃત્તિની સ્ત્રીને જો તે જોવા પ્રયત્ન કરશે તો કદાચ પોતાની સાધનામાં ખલેલ પડ્યું સમજી એ ગીત ગાવાનું બંધ કરી દેશે. તો પછી દરરોજ સાંભળવા મળતું આ સ્વર્ગીય ગીત પોતે કદી નહીં સાંભળી શકેએ ભીતિથી તે ગીત સાંભળીને તૃપ્તિ અનુભવતો. એને ગીત સાથે ઈશ્ક થઈ ગયો હતો. ગીતશ્રવણથી વંચિત થવાની તો એ કલ્પના પણ કરી શકતો ન હતો.
આ હતો એક સહ્રદયી સુલતાનનો કળા પ્રત્યેનો નિર્ભળ ,નિર્મળ પ્રેમ.
દરરોજ ,ગાયિકાને જોવાની જરાયે લાલસા વગર, એકાંતમાં અમૃત રૂપી ગીતનો આનંદ માણતો. સુલતાન એક સાચો એક સાચો કળાપ્રેમી આત્મા હતો.
અગ્નિ અને ઘી સમીપ આવે તો શુ થાય ? સુંદર સુંદર સ્ત્રી અને ગાયિકા, શાયર દિલ સુલતાન એનાથી ક્યાં સુધી દૂર રહે ? બાઝબહાદુરે , જેમ પતંગિયું દીપકની જ્વાળા તરફ ખેંચાઈ આવે તેમ સુંદરીને જોવા તલપાપડ થઈ ગયો. ઉરના એકાંત જ્યારે ભળકે બળે છે ત્યારે સંયમની પાળ , ચોમાસામાં બે કાંઠે વહેતી નદીની માફક તૂટી જાય છે.
પ્રેમની જ્વાળાઓથી ઘેરાયેલા સુલતાન બાઝબહાદુર રૂપમતીના સંગીતમાં પાગલ થઇ ગયો. હવે તો ચોવીસે કલાક. સંગીતની યાદમાં ઝૂરવા લાગ્યો. એનું મન રાજ ના કાજમાં ચોંટતુ ન હોતું સાંજ પડતા જ તે એકલો નર્મદાનદીના કિનારે ચાલ્યો જતો. તે મોડી રાતે પાછો ફરતો.
દરબારીઓ સુલતાનના આ પરિવર્તનથી ચિંતામાં પડી ગયા. પરંતુ કોઈની હિંમત આ અંગે સ્વયં સુલતાનને પૃચ્છા કરવાની ચાલી નહીં.
સુલતાન બાઝબહાદુર હવે નિરંકુશ બન્યો હવે એના ઉરમાં ગીતની ગાયિકા ને મળવાના કોડ જાગ્યા રોજ એ માટે ઘણી યુક્તિઓ વિચારતો પરંતુ જ્યારે ગીત સાંભળતો ત્યાં જ એની વાસના ઓગળી જતી કેવળ ગીત સાંભળીને જ પાછો ફરતો . ગાયિકાનો સ્વર અને પવિત્ર વાતાવરણ સુલતાન બાઝબહાદુરે સંચિત કરેલી અભિલાષાઓ ના વાદળને વિખેરી નાખતી.
“સુલતાન, પ્રેમી બાઝ, શાયર બાઝ તારી આગળ દબાઈ જાય છે. મનની મસ્તીને વહેવા દેવાનો સુલતાનને અધિકાર નથી ?”
સુલતાન હસતો, મોટાઈની વેદના તો નિજી સંપતિ છે. બીજાને એમાં ભાગીદાર ન થવા દેવાય.
જેમ જેમ સમય પસાર થવા માંડયો તેમ તેમ ગાયિકાના કેવળ દર્શનની ઝંખના તેના હૈયામાં બળવાન થવા માંડી.
દર્પણ સામે વાળના જુલ્ફાં સંવારતો છબીલો બાઝબહાદુર હસ્યો. એણે દાંત તળે હોઠ દાબ્યો.
“ આજે તો કોઈપણ હિસાબે , તે પોતાની પ્રિય ગાયિકાના દીદાર કરશે જ. એના નિર્ણયને આજે તો કોઈપણ શક્તિ ડગાવી શકશે નહિ.
અરીસામાં જોતા, વળી તે હસી પડ્યો.
“ બાઝ બહાદુર, અહીં તું ગમે તેટલી ડંફાશ મારે પણ નર્મદાકિનારે જતાં જ , એ ડગી જાય છે. એનું શું ? રોજની માફક આજે તો શિયાળ થઈને પાછો તો નહિ ફરેને?”
“ ના ,ના , બાઝ બહાદુર આજે તો નહિ ચળે ,” વળી તેનો અંતરાત્મા બોલી ઉઠ્યો ?”
રોજ કરતાં વહેલો એ રાજમહેલમાંથી અશ્વારોહી બની નીકળી પડ્યો. નિયત સ્થળે આવી પહોંચ્યો. એણે ,પોતાનો અશ્વ દૂર બાંધ્યો હતો. ઉપર નજર કરી તો ઘટાદાર વૃક્ષ હતું. છલાંગ ભરતો એ વૃક્ષપર ચઢી ગયો અને ઘટામાં સંતાઈ ને ગાઈકાની રાહ જોવા લાગ્યો.
ઘણો સમય પસાર થઈ ગયો. આમ પણ ઈંતજારની પળો લાંબી લાગે જ. આતુરતાથી તે થોડી થોડી વારે આમતેમ જોઈ લેતો હતો. બહુ જ બેચેનીથી એ પ્રતિક્ષા કરી રહ્યો હતો. પરંતુ જેના દર્શન ઈચ્છતો હતો એનું આગમન થતું જ ન હતું.
શું આજે એ નહિ આવે ? તો .. આનો જવાબ બાઝબહાદુર પાસે ન હતો.
સંધ્યાની સફર આગળ વધતી જતી હતી. ચારે બાજુ અંધકાર પોતાની સત્તા ફેલાવતો હતો. અચાનક ગીતની સ્વરલહરી તેના કાને અથડાઈ.
“આ દૈવી શક્તિ છે કે કોઈ મોહિની ? શું ? પોતે કોઈની જાળમાં ધીરે ધીરે ફસાઈ રહ્યો છે ?”
“ ના ,ના , એનો ચ્હેરો જોવાની ઉતાવળ કરવાની જરૂર નથી. સંગીતનો આનંદ જ બસ છે.”
ગીતમાં લીન થઈ ગયો. ગીત પૂરું થયા પછી એ પાછો રાજમહેલમાં ચાલ્યો ગયો.
આ ઘટમાળ કેટલાયે દિવસો સુધી ચાલી. ફરીથી સુલતાનના મનમાં દ્વદ્વ જાગ્યું. અંતે એ બગાવત કરી બેઠું. ગાયિકાનો ચેહરો જોવો જ, ગમે તે થાય.
અવાજ જ એ દિશામાંથી આવતો હતો, સુલતાન રાત્રિના અંધારામાં એ દિશામાં આગળ વધ્યો. કોકવેળા એ પથ્થર સાથે અથડાતો, કોકવેળા ટેકરા પરથી ગબળતો. કશાની પર્વ કર્યા વગર એ પોતાની મંઝીલ તરફ આગળ વધતો ગયો.
હવે ગીતના શબ્દો વધારે સારી રીતે સંભળાતા હતા. ગીત મોટેથી ગવાતું હતું. એણે વિચાર્યું, હવે મંઝીલ પાર કરી લીધી છે , પરંતુ આ શું ? ગીત એકાએક બંધ....
સુલતાન જડવત ઊભો રહ્યો. જ્યાંથી અવાજ આવતો હતો એ સ્થળ તરફ જોતો જ રહી ગયો.
શ્વેત વસ્ત્ર પરિધાન કરેલી, એક સંગેમરમરની પ્રતિમા જેવી લગતી સુંદરી એણે નિહાળી. એણે જોયું કે, એ સુંદરી ઊભી થઈ, બે હાથ જોડી, નર્મદાને પ્રણામ કર્યા અને ત્યાંથી ચાલી ગઈ. સુલતાન તો વિચારોની દુનિયામાં સરકી પડ્યો. સમય વિત્યે તે પોતાના મહેલ તરફ ચાલી નીકળ્યો.
બીજે દિવસે સુલતાન એ સ્થાને પહેલાંથી જઈને છુપાઈ ગયો. હવે એણે વિશ્વાસ થઈ ગયો ,કે આજે તેણે ગાયિકાનો ભેટો અવશ્ય થશે. સમય થયો એટલે સુંદરી આવી.
આજે પણ તેણીએ શ્વેત વસ્ત્રો પરિધાન કર્યા હતા. રૂપની સુષ્મા , ચંદ્રની ચાંદની માં અનેરો નિખાર લાવતી હતી. ધીમે ધીમે પગલાં માડતી તે આવી અને નર્મદા મૈયાને પ્રણામ કર્યા. અને એક જગ્યાએ સ્થાન ગ્રહણ કર્યું.
સંગીતની સ્વર-લહરીથી વાતાવરણ ગુંજવા માંડયું. સુલતાન ધીમે પગલે એ સુંદરી તરફ આગળ વધ્યો. એક જ કદમ અને સુલતાન પેલી સુંદરી સામે ખડો થઈ ગયો. હવે ગાયિકા ચોંકી , તત્ક્ષણ ગીત બંધ કરી , ઊભી થઈ ગઈ અને ક્રોધ ભર્યા સ્વરે બરડી ઉઠી “ કોણ છો તમે ? શ માટે મારો પીછો કરતાં કરતાં અહીં આવ્યા છો ?”
સુંદરીએ જેટલા ગુસ્સાથી સવાલ કર્યો એટલી જ નમ્રતાથી સુલતાને જવાબ આપ્યો. “ હું માળવાનો સુલતાન બાઝબહાદુર છું. કેટલાયે દિવસથી હું તમારું માધુર્યસભર , અલૌકિક સંગીત સાંભળતો રહ્યો છું. આજે આ અલૌકિક સંગીતની ગાયિકાના કેવલ દર્શનાર્થે , તમારી સમીપ આવ્યો છું. “ક્ષણભર તો ગાયિકા ડઘાઈ ગઈ અને મૌન થઈ ગઈ. પછી પોતાની જાતપર કાબૂ મેળવીને નિડરતાથી પ્રશ્ન કર્યો.
ભલે આપ મળવાના સુલતાન હો . પરંતુ રાત્રિએ , એકાંત સ્થાન પર આવીને કોઈ સ્ત્રીની સંગીત સાધનામાં વિધ્ન નાંખવાનો શો અધિકાર છે ? હું તો એક સાધારણ સ્ત્રી છું. મારા માર્ગમાં , આડા ફંટાઈને ઉભા રહેવું એ આપ જેવા સુલતાન માટે શોભે ખરું ? આપ તો સંસ્કારી , શાયર અને પ્રજાપાલક લોકપ્રિય સુલતાન છો.”
ગુસ્સે થવા જેવો પ્રશ્ન હોવા છતાં બાઝ ભાડૂરએ જરાયે વિચલિત થયા વગર જવાબ આપ્યો. “તમે મધુર સ્વરના સ્વામિની છો. તમારા સ્વરમાં ખુદાઈ કરિશ્મા છે. મારો હેતુ તમારી સંગીતની આરાધનામાં ભંગ પાડવાનો ન હતો. કળાની સાધનામાં લીન કળાકારને વિક્ષેપ પહોંચડવા જેવી બર્બરતા મારામાં નથી. સુંદરી , ભરોસો કરો. કે હું તમારા માર્ગમાં બાધા બનવા આવ્યો નથી. “
તો પછી કઈ મુરાદ તમને અહી ખેચી લાવી ? રૂક્ષતાથી રૂપમતી એ પૂછ્યું.
“એની સ્પષ્ટતા પણ કરી દઉં. હું કેવલ ગીત ગાનાર ગાંધર્વીના દર્શન જ ચાહતો હતો. મે આપના દર્શન કરી લીધા. હવે ઈજાજત ચાહું છું. કદાચ મરાઠી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા પ્રાર્થી છું., માળવાના સુલતાનને એક કલાકાર પાસે ક્ષમા માંગતા હીણપણ નહીં લાગે.”
આમ કહીને તરત જ સુલતાન મંદ પગલે ત્યાંથી ચાલ્યો ગયો. અવાચક રૂપમતી વીરમૂર્તિ બાઝ ની પીઠ ક્યાંય સુધી જોતી રહી. દાંત તળે હોઠ દબાવી , આંખો પહોળી , મંદ મંદ હસતી પોતાને ઘરે ચાલી ગઈ.
ચલિત મન સાથે સવ્યથાથી સુલતાને રાત પસાર કરી. હવે સુલતાનની ઈંતેજારી વધી પડી, ક્યારે સૂર્યાસ્ત થાય એની જોવા લાગ્યો. પરીક્ષા આપ્યા પછી ફળની ઘોષણા જોવા ઈંતેજારી સેવતા શિષ્યની માફક બાઝ બહાદુર સંધ્યાદેવીના આગમનની પ્રતીક્ષા આતુર નયને કરી રહ્યો. વ્હાલાના વર્તમાન લાવનાર પ્રેમીને એટલો જ પ્રિય લાગે છે. તો શું મને રૂપમતી સાથે ઈશ્ક થઈ ગયો છે ? તે હસ્યો. બાઝ , શું આને જ પ્રેમ કહેવાય ? આખરે સૂર્યાસ્ત થયો.
શીઘ્રાતિશીઘ્ર અશ્વપર આરુઢ થઈ સુલતાન નર્મદાકિનારે પોતાની મૂળ જગ્યાએ આવીને ચૂપચાપ બેસી ગયો.
રૂપવતી આવી , ગીત શરૂ થયું. પરંતુ આ શું ? ગાયિકાના સ્વરનો ઉમળકો ગાયબ હતો. એના સ્વરમાં સ્થિરતા ન હતી. તન્મયતા તો હોય જ ક્યાંથી ? હવે તે ડરી ગઈ હતી. ગાયિકાના મધુર સ્વરમાં કંપારી છુટતી હતી. એને ક્યાંક થી કોઈ આવી જશે એ દર સતાવતો હતો. પોતાનું ગીત જલ્દી જલદી આટોપી એ ચાલી ગઈ.
આથી સુલતાનને પસ્તાવો થવા લાગ્યો. શા માટે એ ગાયિકાની ભક્તિમાં ભંગ કરવા તેની સમક્ષ ખડો થયો. હવે એ સુંદરગીત , એ સુંદર વાતાવરણ એને કદી પ્રાપ્ત નહિ, થાય.
પરંતુ હવે શું ?
“ જબ ચિડિયા ચૂગ ગઈ ખેત .”
“ કયા હો સકતા હૈ જબ પાની સર સે ઉંચા ચલા જાય. “
કેટલા યે દિવસો સુધી આ ક્રમ પણ ચાલ્યો.
----3-------
“ હું મારી સ્વસ્થતા શા માટે ગુમાવી બેઠી ? મારી જ સાધનામાં ક્યાંક ખામી છે. મળવાના સુલ્તાનના શિષ્ટ વ્યવહાર છતાં મારા અગોચર મનનો ભય કેમ દૂર થતો નથી ?
રૂપમતીને આ વિચાર વારંવાર સતાવતો હતો. સુલતાનની મુલાકાતે એક માસ થવા આવ્યો હતો. તે રોજ સંધ્યાકાળે આવતી ગીત ગાતી. પરંતુ પહેલાંની મીઠાશ એના ગીતમાં ન હતી. એ તન્મયતા પ્રાપ્ત કરી શક્તી ન હતી. આ વીરાંગનાને જંગલના હિંસક પ્રાણીઓનો ભય કદાપિ સતાવતો ન હતો. જ્યારથી એણે સુલ્તાનને જોયો ત્યારથી મનુષ્યની હાજરીની કલ્પનામાત્રથી એ સ્થળે એને ડર લાગવા માંડયો.
એને લાગતું હતું કે, પોતે સંગીતની ટોચ પરથી ગબડી ચૂકી છે. જ્યારે તેણે અથાક મહેનત કરીને સંગીતનું ઉચ્ચ શિખર સર કર્યું અને એ શિખર પરથી જગતની સમગ્ર સુંદરતાને નિરખવા પ્રયત્ન કર્યો ત્યારે જ કોઈએ આવીને એણે ધક્કો માર્યો, એ ત્યારથી જ ગબડતી રહી છે. આવો એને ભાસ થવા માંડયો.
એના હૈયામાં,તીવ્ર વેદના ઉપડી, મધ્યરાત્રિએ એ ઉઠી, એણે દિપક પેટાવ્યો. કંઈક લખવા બેઠી.
“દીકરી, ઉંઘ, નથી આવતી? ઘણાં દિવસથી તું બેચેન જણાય છે.”
“ માં, મારા મનમાં વિચારો ગોટાયા કરે છે. મને થાય છે કે હું એક કવિતા લખી નાખું.”
“ ઓહ , દીકરી તું તો કવિ ગગનવિહરી , કલ્પનાની પાંખે ઉડનારી. તમારા વિચારોની પાંખડીઓ તો ગમે ત્યારે ખીલે, લખી નાખ કવિતા.” કહી હસતી હસતી પરમ સંતોષ સાથે માં નિદ્રાધીન થઈ ગઈ.
રૂપમતીએ કલમ ઉપાડી. કાગળપર અક્ષર માંડે ત્યાં એને બાઝબહાદુરનો હસતો ચહેરો દેખાયો. ભદ્ર સ્વરની ઝાંખી થઈ. એણે સુલતાનની અવહેલના કરતી કવિતા રચવા કલમ ઉપાડી. અને એના હાથે એક કરૂંણ ગીત રચાઈ ગયું. માનવીના મનોભાવ કરતાં કળાકારની સત્યતા બળવાન હોય છે. પોતાની અસ્વસ્થતા માટે એણે સુલતાનને નિર્દય કહ્યો પરંતુ મીઠાશભર્યા ઠપકાથી.
ગીત રચાઈ ગયું. રૂપમતીનું મન હળવું થઈ ગયું. એને સાચે જ મધુર ઉંઘ આવી ગઈ.
આજે સુલતાન બાઝબહાદુર પૂરા ઠાઠમાઠથી અશ્વારોહી બની નીકળ્યો. “ મારા લીધે ગાયિકા વ્યથિત થાય એ મારા માટે દુ:ખદાયી છે. આજે મારા જન્મદિવસે મારી રૈયતમાં ખુશી વહેંચાઈ છે તો આ ગાયિકા માટે મારે કાંઈક કરવું જોઈએ.”
ગાયિકા આવી. નર્મદાને વંદન કર્યા. ગીતની સ્વર- લહરી ગુંજાવા માંડી પહેલી જ પંક્તિમાં ગાયિકાએ સુલ્તાનને, “ઓ બેરહમ સુલતાન” કહીને સંબોધન કર્યું હતું.
આ એની ગુપ્તવ્યથા હતી. એને એ નિજી સંપતિ માનતી હતી. એમાં કોઈ હિસ્સેદાર બને એવું રજમાત્ર તે ઈચ્છતી ન હતી. એટલે તો એ આટલા એકાંતમાં ગાતી હતી. પરંતુ એને ક્યાં ખબર હતી કે, આ વ્યથા જેનાથી ગુપ્ત રાખવાની હતી તે જ તેને સાંભળવા રાત્રિના સમયે, ભર જંગલમાં, વૃક્ષની છાયામાં, થડ પાછળ સંતાઈને ઉભો હતો.
પોતાનું સંબોધન સાંભળતા એણે કાન વધુ સરવા કર્યા. આજે પહેલી જ વાર, ગીતમાં ગાયિકા એ પોતાનું અંગત દર્દ ઠળવ્યું હતું. મનની વ્યથા પ્રગટ કરી હતી. તેથી જ આજે ગીતમાં ગાયિકાનું દુખ ઊંડા દર્દ સાથે વ્યક્ત થયું હતું.
ગીતનો ભાવ આ પ્રમાણે હતો.
“ અરે ઓ, બેરહમ સુલતાન, તમે મારી મધુર વીણાના તારોને તોડી નાખવામાં બાઝ જેવી ઝડપ બતાવી, તોડી, મરોડી નાખ્યા છે. હવે હું ગાવા ઈચ્છું તો પણ કેવી રીતે ગાઈ શકું? હું તો એક સામાન્ય સ્ત્રી છું. સમાજની અમાન્ય અબળા છું. નર્મદા મૈયાને ઉપહાર સ્વરૂપે આપવા માટે મારી પાસે મારા ગીત હતા. હવે એ પણ મે ગુમાવી દીધા છે. કમળની પાંખડીઓને મદોન્મત્ત હાથી જેમ પોતાના સ્થંભ શા પગ વડે ક્ષત-વિક્ષત કરી નાખે તેમ મારી સંગીતની પાંખડીઓને તમે ચૂર ચૂર કરી નાખી છે. મારા મારા માટે મૃત્યુની વેદના આ વેદના કરતાં સરળ હોત. શું પોતાની જાતને શીલવાન, બહાદુર, શાયરના દિલ અને સંસ્કારી સુલતાન માટે એ ઉચિત છે કે, એ એક ગરીબ સ્ત્રીના એકમાત્ર ધન એના મધુર સંગીતને આ રીતે નષ્ટ કરી નાખે ?
આ સાંભળીને સુલ્તાનના હૈયામાં જબરો આંચકો લાગ્યો. હવે એનાથી મૌન રહેવાયું નહિ. હવે તટસ્થતા એને કાયરતા લાગી. એ હતું એટલું તમામ બળ ભેગું કરીને દોડ્યો. ગાયિકાન પગમાં પડી ગયો, પોતાના અપરાધ માટે ક્ષમા માંગવા લાગ્યો.
ગાયિકા તો અપ્રત્યાશિત સુલતાનની ઉપસ્થિતિથી સ્તબ્ધ થઈ ગઈ હતી. એ મૌન સાધીને ઊભી રહી.
“ સંગીતની આરાધિકા, દેવી, મે જે કાંઈ વર્તન તમારી સાથે કર્યું એ માટે હવે મને સખત દિલગીરી થાય છે. હું પરમ પુરુષાર્થ કરીને તમને જે નુકશાન થયું છે તેની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરીશ. “ સુલ્તાનના અવાજમાં મર્દવતા હતી.
“ પરંતુ તે કેવી રીતે ?” રૂપમતીના સ્વરમાં ઉત્સુકતા હતી.
“ તમે તમારો હાથ મારા હાથમાં સોંપી દો, મને એક મોકો આપો.
તુમ મુઝે એક ફૂલ ડે દો,
મે બાગોમેં બહાર લા દૂંગા.
હું જીવનભર તમારો ગુલામ બનીને રહીશ. રૂપ, હું તારો આરાધક બનીશ, બાધક નહીં. તારી તમામ અભિલાષાઓ પૂરી કરવાનું હું તને વચન આપું છું.
“ સુલતાન, આ સમયનો ઊભરો તો નથીને ? દેહનાં આકર્ષણે આવ્યા હો તો શીઘ્ર વાટ પકડી લો. કળાના પૂજારી બનીને આવ્યા હો તો મારા હૈયામાં કોત્તરાઈ જશો. પરંતુ હું કોણ છું એ જાણીને તમારો પ્રેમ ઓગળી તો નહિ જાય ને?”
“ રૂપમતી, પ્રેમની કસોટીમાં હું કાચનો ટુકડો નથી, સાચો હીરો છું. સારંગપુરની સુંદરી, તારું સ્થાન માળવાની મહારાણીનું છે. હું સર્વ વાતે વિદિત છું આમ્રપાલી માટે અજાતશત્રુ હતો તો પછી રૂપમતી માટે બાઝબહાદુર જ હોય ને? જો તારી અભિલાષા હોય તો હું તને અપનાવવા તૈયાર છું. મારી મારફતે તારી કળાને ખીલવવાનો મોકો મળશે તો સૌથી વધુ હર્ષ મને થશે.”
રૂપમતીએ સુલતાનનો હાથ પોતાના હાથમાં મૂક્યો અને બીજા હાથે ડાબી દીધો.
“ સુલતાન, હમ તુમ્હારે હો ગયે, અબ હમારે જીવન કી નાવ તુમ્હેં સોંપ દી. તુમ હમારે રાહબર હો.
હસતા હસતાં એણે સાળુ માથે ઓઢી લીધો.
ને અહીંથી તો નર્મદામૈયા સતત તેને પ્રત્યક્ષ જણાતા હતા.
સંપૂર્ણ વસ્ત્ર પરિધાન કરીને રૂપવતી મંદિરમાં ભગવાનની પૂજા કરીને પાછી આવતી હતી.
માં , એ ઘણા દિવસે, એના મુખ પર ઠાંસી ઠાંસીને ભરેલો હર્ષ જોયો. “રૂપ, આજે તું ખુશ છે.શી વાત છે ? “માં, તે દિવસે, રાતે રચેલ ગીતે મારી જિંદગી બદલી નાખી છે. તને નવાઈ લાગશે પરંતુ આજકાલમાં મળવાનો સુલતાન,.. “
હૈયાના બંધ ખુલી ગયા. રૂપમતીએ માંને સર્વ વાતે વિદિત કરી,
“ બેટી, તારી ખુશી મારી ખુશી. પરંતુ તું આગ સાથે ખેલી રહી છે. તારો આધાર કેવળ સુલતાન ની સંસ્કારિતા પર જ છે. “
“ માં , બાઝની આંખોમાં સચ્ચાઈ છે. એના શબ્દોમાં ખાનદાની છે.”
પછી તો થોડા સમયમાં જ , ધામધૂમથી સુલતાન શાદી કરીને રૂપમતીને સારંગપુર થી માંડવગઢ લઈ ગયો.
માંડુગઢના સૌથી ઊંચા રાજમહેલમાં રાણી રૂપમતી રહેવા લાગી. મહેલના સૌથી ઊંચા ઝરૂખે બેસી એ ગીત ગાતી અને સુલતાન સાંભળીને સુખાનંદમાં ડૂબી જતો. સુલતાનની શાયરીને રૂપનો કંઠ મળી ગયો. સંગીતની તરજોથી વાતાવરણ મહેકી ઉઠ્યું.
રાણી , તારા સૂર અને મારા ગીત બંને મળીને આપણી પ્રીત બની છે. આમ રાણી રૂપમતી સુલતાન બાઝ બહાદુરના પ્રેમસાગરમાં ડૂબી ગઈ બંનેના અદ્વિતીય પ્રેમની ગાથા માળવાના સિમાડા ઓળંગીને સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ.
---------------------------------૪ ------------------
ઈ સ ૧૫૬૦ની સાલ ચાલતી હતી આગ્રામાં તે વખતે બાદશાહ અકબરનું શાસન ચાલતું હતું.
૧૮ વર્ષનો જુવાન બાદશાહ આમ તો તરવરિયો હતો પરંતુ શાસનની લગામ બહેરામખાનના હાથમાં હતી. બહેરામખાન બાદશાહ હુમાયુનો બહાદુર સિપેસાલાર હતો વળી શાહી ખાનદાનમાં તેના લગ્ન થયા હતા તે અકબરનો ફુઓ થતો હતો.
ઉમરકોટના કિલ્લામાં હમીદાબાનુ બેગમે હુમાયુના શાહજાદાને જન્મ આપ્યો ઈ,સ. ૧૫૪૨ , બાદશાહે પોતાની પાસે રહેલી કસ્તુરીના કણ વહેંચીને પોતાના સરદારને કહ્યું, મારા વફાદાર સાથીઓ, ચારે બાજુ મુસીબતોનો સાગર ઉમટ્યો છે ભાઈઓ દુશ્મન બન્યા છે અફઘાનો મારુ મોત ચાહે છે મિત્રોમાં પણ બેવફાઈ ફૂટી નીકળી છે અમરકોટ ના રાણાએ આશરો આપી મારાપર મોટો અહેસાન કર્યો છે. આજે મારી પાસે મારી સલ્તનતના વારસદારના જન્મની ખુશાલીમાં વહેંચવા માટે કાંઈ નથી પરંતુ આ કસ્તુરીના પણ વહેંચી ને હું મુરાદ સેવું છું કે કસ્તુરીની સુગંધની માફક મુગલિયા શાહજાદાની કીર્તિ જહાંમાં પ્રસરે.”
પછી હુમાયુ ઈરાન ચાલ્યો ગયો. બે વર્ષ પછી માંડ માંડ બચેલા હમીદાબાનુ અને શાહજાદાનો મેળાપ ઈરાનમાં થયો. ઈરાનના શાહ તહમાસ્પે એને સૈનિક સહાયતા આપી. તે પોતે સુન્ની મુસલમાન હતો. પરંતુ તેણે શિયાપંથ સ્વીકારવો પડ્યો. પોતાના રાજ્યમાં શિયાપંથનો પ્રચાર કરવાનું વચન આપવું પડ્યું. ગંધાર જીતીને ઈરાનને આપવું.
ઈ. સ ૧૫૪૫માં હુમાયુએ કાબુલ અને ગાંધાર જીતી લીધું. પછી એના જ ભાઈ કામરાન સાથે ૧૫૪૬ ,૧૫૪૭ ,૧૫૪૮ અને ૧૫૪૯માં સંઘર્ષ થયો. યુદ્ધ અને માફીનો ક્રમ છેલ્લી લડાઈમાં ખતમ થયો.
ઈ. સ ૧૫૪૯માં તેણે કામરાનને કેદી બનાવ્યો. આંખો ફોડી નાખીને મક્કા મોકલી આપ્યો. જે ૧૫૫૭માં મૃત્યુ પામ્યો.
ઈ,સ ૧૫૫૫માં તેણે શેરશાહના વંશજો પાસેથી દિલ્હી જીતી લીધું. ૧૫ વર્ષે પોતાના હિંદના રાજ્યનો સ્વામી બનતા હુમાયુને અનેરો આનંદ થયો. ઉમરકોટના કિલ્લા પાસે, હુમાયુ સાથે જોડાયેલ જવામર્દ બહેરામખાન આ સમગ્ર સમય દરમિયાન પડખે જ રહેલો આથી હુમાયુ તેને નૂરે પરિવાર કહેતો.
ભણવામાં નિષ્ફળ નીવડેલો અકબર મહારમતિયાળ હતો. તે શિકારનો શોખીન હતો મનમોજી શાહજાદો મનફાવે ત્યારે ઘોડે સવાર થઈને જંગલમાં રખડવા નીકળી પડતો તે સાહજિક હતો તોફાની ઘોડાને વશમાં કરવાની તેને મજા આવતી. વિકરાળ જાનવર સામે ઝઝૂમવામાં એને આનંદ આવતો , પટ્ટાબાજી અને પોલોની રમત તેની પ્રિય હતી એ પાક્કો નિશાન બાજ હતો. એની સ્મરણશક્તિ ,કલ્પનાને જિજ્ઞાસા અદ્વિતીય હતા. હિંદના ભાવિ શહેનશાહના તમામ લક્ષણો એ ધરાવતો હતો.
માત્ર 13 વર્ષની ઉંમરે , પંજાબના મનકોટ નામના સ્થાન પર પિતાના અચાનક અવસાન પામ્યા ના સમાચાર સાંભળી , ફુઆ બહેરામખાનની સહાયથી ૧૪ ફેબ્રુઆરી ૧૫૫૬માં કલાનૂરમાં તે ‘મોગલ શહેનશાહ’ ઘોષિત થયો.
દિલ્હી પાછા ફરતા માર્ગમાં પાણીપતમાં પંજાબના આદિલશાહની એક લાખની સેના સાથે ટક્કર થઇ. ભાગ્યશાળી અકબર હતો કે જેથી આદિલશાહના સેનાપતિ હેમુની આંખમાં તીર વાગ્યું અને એની સેના સેનાનાયક વગર નાસભાગ કરવા લાગી અને મોગલસેના ને હાથે રહેંસાઈ ગઈ.
રાવ હેમુને કેદી બનાવી દિલ્હી દરબારમાં હાજર કરવામાં આવ્યો. આ મહત્વાકાંક્ષી હેમુએ પોતાનું નામ ‘વિક્રમાદિત્ય’ એવું ઉપનામ રાખ્યું. બહેરામખાને આ કાંટાને દૂર કરવાનો નિર્ણય કરી લીધો.
૧૪ વર્ષના બાદશાહ અકબર સામે જ ,તલવારના ઘાથી બહેરમખાને એનું મસ્તક ઉડાવી દીધું. પરંતુ ચાલાક અકબરે તે જ પળે બહેરામખાનની આપખુદી વખત જતા અંકુશમાં લેવાનો નિર્ધાર કરી લીધો.
એણે ચાર વર્ષ સુધી રાજ્યરક્ષક તરીકે એકચક્રી શાસન કર્યું. પરંતુ તે દરમિયાન અકબરે પૂરી તૈયારી કરી લીધી તે વિચારતો હતો હું ઇન્સાફના પાયાપર સલ્તનત ઉભી કરવા માંગુ છું. જો બહેરામખાન પર અંકુશ લાદવામાં નહીં આવે તો એ મારા માટે મુશ્કેલી ઉભી કરશે.
ગ્વાલિયર અને જોધપુરના વિજેતા બહેરામખાને , સત્તાના મદમાં આવી જઈને પોતાના માણસોને જ ઉચ્ચ હોદ્દા આપવા માંડ્યા. જનાનખાનાની બેગમો પર તેનો કડક અંકુશ હતો જેથી નારાજ થઈને બેગમો હંમેશા તેના વિરુદ્ધ બાદશાહ ને ફરિયાદો કરતી. અકબર પોતે સુન્ની હતો. જ્યારે બહેરામખાન શિયાપંથી હતો. એણે રાવ હેમુ અને તાર્કીબેગની જે કત્લ કરી હતી તે અકબરને નાપસંદ હતી. છેવટે બાદશાહ અકબરે બહેરામખાંને કેદ કર્યા. જો એણે અકબરના અંગત ખર્ચા પર કાપ મૂક્યો ન હોત તો કદાચ આ બનાવ મોડો બનત.
માળવામાં બાઝબહાદૂર સુલતાન હતો. તે ગાદીએ આવ્યો ત્યારથી માળવા જીતવાની તેની ઇચ્છા હતી.
હવે તે સ્વતંત્ર થઈ ગયો હતો. બહેરામખાન મક્કાની હજ કરવા જતાં પાટણમાં મરાયો.
“ માળવાનો સુલતાન દિવસે દિવસે લોકપ્રિય બનતો જાય છે આખા દેશમાં એની વીરતા ,એના પ્રણયના ગીતો , વાર્તાઓ , કથાઓ બધે ગવાઈ રહી છે. દેશની સામાન્ય જનતાનો લાડીલો વીર બનતો જાય છે .” અકબરને ગુપ્તચરો એ સમાચાર આપ્યા.
અકબર બાદશાહ પણ મહત્વકાંક્ષી હતા. એને આ દેશના મહાન બાદશાહ બનવું હતું. સુલતાન બાઝબહાદૂર જેવાને હટાવ્યા વગર એ પોતાની મંઝીલે કેવી રીતે પહોંચી શકે ?
માળવા પર જબરદસ્ત આક્રમણ કરવાની એણે તૈયારી કરી.
સેના તૈયાર હતી. હવે કયા સિપેસાલારને મોકલવો?
બાદશાહને એકાએક યાદ આવ્યું કે. ક્રૂર, ઘાતકી અને યુદ્ધખોર આદમખાન આ માટે યોગ્ય છે.
અકબરની દૂધમાતા માં માહમઅંગાનો તેના પર ભારે પ્રભાવ હતો ૧૮ વર્ષના અકબર એની દૂધમાતાનો ભરે હુકમ ચાલતો હતો. બીજી બાજુ એના સિપેસાલાર દીકરાએ સેનામાં પગ જમાવવા માંડ્યો હતો. તે ઈચ્છતો હતો કે, પોતાના માણસો ગોઠવી ને પોતે ખરી સત્તા ભોગવે અને બાદશાહ તરીકે અકબર પોતાના અંકુશમાં રહે.
” અમ્મા , બાદશાહ અકબર માળવા પર ચઢાઈ કરવા ઈચ્છે છે.”
હા, બેટા , બધું તૈયાર છે . ફક્ત એના સિપેસાલાર તરીકે કોણ જાય એની રાહ જોવાઈ રહી છે.
આઝમખાન બહાદુર હતો પરંતુ વિષયાંધ હતો. સુંદર સ્ત્રીઓ તેની નબળાઈ હતી. સામ્રાજ્યમાં તેની લીલા પર પડદો પડેલો જ રહેતો. એક તો તે લાચાર સ્ત્રીઓ ઉપર પંજો ઉગામતો બીજું , તેની માતા બાદશાહ પર અંકુશ ધરાવતી હતી તેથી ફરિયાદ કોણ કરે? એણે રાણી રૂપમતીના રૂપની પ્રશંસા વારંવાર સાંભળી હતી જો બાદશાહ પોતાની માળવા મોકલે તો બહુ દૂરની ખતમ કરી રૂપમતી જેવી અપાર સૌંદર્યવતી સ્ત્રીને પોતાની કરી શકુ.
માહમ અંગાએ આઝમખાન માટે ભલામણ કરી અને તરત જ સ્વીકારાઇ ગઇ.
માં બેટાની આશ્ચર્ય સાથે આનંદ થયો.
શહેનશાહ અકબર આદમખાનની મેલી મુરાદથી અજાણ હતો. એનું ધ્યાન માળવા પર વિજય પ્રાપ્ત કરી બાઝબહાદુરને નેસ્તનાબૂદ કરવાનો હતો.
એના કાને અંબરકુમારી જોધાબાઈના રૂપની વાતો આવી હતી , પરંતુ અત્યારે એ કંઈક સિધ્ધિ મેળવવા માંગતો હતો , એના હૈયામાં હજુ પ્રેમનો આતશ પ્રગટયો જ ન હતો. આથી રૂપમતી વિષે આદમખાન શું વિચારી શકે. એનો એને ખ્યાલ જ નહોતો.
વિશાળ સેના સાથે આઝમખાને ઈ. સ.૧૫૬૧માં પ્રયાણ કર્યું. પરિસ્થિતિ વિસ્ફોટક હતી તેથી દરેક રાજ્યના જાસૂસો દિલ્હીમાં , આગ્રામાં જાતજાતના વેશ સજીને રહેતા હતા. માળવાના ગુપ્તચરે હજુ તો આદમખાન , સેના સાથે આગ્રાનો કિલ્લો છોડે તે પહેલા સુલતાન બાઝ બહાદુરને સમાચાર મળી ગયા કે , મોગલોનું આક્રમણ આવી રહ્યું છે.
બાઝબહાદૂર વીર સુલતાન હતો. મોગલોના દુશ્મનોને કેટલીયે વાર બેધડકપણે માંડુમા આશરો આપ્યો હતો. એણે આક્રમણનો સજ્જડ પ્રતિકાર કરવાનો નિર્ણય કર્યો.
” સામ્રાજ્યવાદી બાદશાહોને ભૂમિની અને સત્તાની તીવ્ર ભૂખ હોય છે. મોટી માછલી હંમેશા નાની માછલીને ગળી જવા ઈચ્છે છે. માળવા ઝૂકે નહીં સામનો કરશે. ” સુલતાન બાઝબહાદુર બોલ્યો.
” પ્રિય, યુદ્ધ અનિવાર્ય હોય તો આપણે એક ખેલી લઈશું. હું પણ આપની સાથે જંગે મેદાનમાં આવીશ. મને શત્રુના દર્પદલનની તીવ્ર અભિલાષા છે.” રાણી રૂપમતીએ સુલતાન સમક્ષ પોતાની અભિલાષા વ્યક્ત કરી.
” રૂપ, હું તારા સાહસ અને ઉત્સાહથી હર્ષ અનુભવું છું. પરંતુ એક બહાદુર સિપાહીની નજર આવા સમયે પ્રિયાના નયનોમાં નહીં શમશેર તરફ હોય છે.”
આદમખાન અનુભવી સેનાપતિ હતો. માળવાના પ્રદેશમાં પ્રવેશતાં જ એણે માંડવગઢ જતા બધાં રસ્તા બંધ કરી દીધા. અનાજ વગેરેનો પુરવઠો રોકી દીધો.
યુદ્ધના નગારા ગાજી ઊઠ્યાં , બંને સેનાઓ સામસામે ટકરાવા અધીર થઈ ગઈ હતી.
” આપણે યુદ્ધના મેદાનમાં જવા પ્રસ્થાન કરીએ. માળવાની પ્રજા પણ જાણે કે એના રાજા-રાણી કેવળ પ્રેમ કરી જાણતા નથી. યુદ્ધ વેળા ભીષણ સંગ્રામ પણ કરી જાણે છે. પ્રજાની આક્રમણખોરોથી હિફાજત કરવી આપણી ફરજ છે.” રાણી રૂપમતી બોલી.
મર્દાના પોશાકમાં રાણી પણ બાઝ બહાદુર સાથે યુદ્ધમોરચે ચાલી ગઈ. ભયાનક યુદ્ધ થયું તેઓ દુશ્મનની સેનાને સચોટ ઘા કરતા હતા. આખો દિવસ યુદ્ધ ચાલ્યું. રણક્ષેત્ર લાશોના ઢગલાથી ઉભરાઈ ગયું.
હવે બંનેને સમજાઈ ગયું. વિશાળ સેના લઈને આવેલા દુશ્મનના હાથમાં સંગ્રામનો દોર ચાલ્યો ગયો છે. પરાજય વેઠવાનો વારો આવશે. છતાંયે બાઝ બહાદુરની શમશેર દુશ્મનોના મસ્તક કાપતી હતી અને રૂપમતી જુસ્સાભેર તીરોનો વરસાદ વરસાવતી હતી.
એણે સુલતાન બાઝને કહ્યું.
” તમે આગળ વધો. હું પણ આગળ વધુ છું. જીવતો નર ભદ્રા પામે.” કમને બાઝ બહાદુર ઘોર સંગ્રામ કરતો કરતો રણક્ષેત્રની લગભગ બીજે પાર પહોંચી ગયો. યુદ્ધના જુસ્સા માટે શરીરે પડેલા ઘાને વીસરી ગયો હતો પાછળ પડી ગયેલી રૂપમતી પણ ભુલાઈ ગઈ હતી છેવટે થોડા સાથીઓ સાથે તે એક સલામત સ્થળે આવી પહોંચ્યો.
” રહેમતખાં , રાણી ક્યાં?
સૌને ત્યારે જ ભાન થયું કે, રૂપમતી તો પાછળ રહી ગઇ છે. પરંતુ તેજ આ વખતે બાજ બહાદૂર બેભાન થઈ ગયો.
સુલતાનના ના વફાદાર કંઈક વિચારમાં પડ્યા.
હવે શું કરવું ? કિલ્લામાં રહી દિવસો સુધી ટકી રહેલા સૈનિકો અનાજનો પુરવઠો ન મળતા ભૂખે મરવા કરતાં યુધ્ધે ચઢયા. આઝમખાનની સેના દેખાતી હતી તેના કરતાં વિશિષ્ટ હતી. દૂર દૂરના સ્થળોએ એણે અનામત દળ રાખ્યું હતું. પરિણામે સુલતાનની આ હાલત થઈ હતી. સુલતાનને બચાવીને ચિત્તોડગઢના પંથે પ્રયાણ કરવું જરૂરી હતું.
તો રાણી રૂપમતીને પણ લાવવી જરૂરી હતી.
થોડા સૈનિકો ક્ષેત્રમાંથી રાણીને લાવવા તૈયાર થયા. બાકીના બાઝને લઈને આગળ વધ્યા.
રાણી રૂપમતી જંગમાં પરાક્રમ દાખવી રહી હતી. એના સૈનિકો દુશ્મનોને ભેદીને રાણી સમીપ આવી પહોંચ્યા. ત્યાં તો દૂર રહેલા આદમખાનની નજર આ માળવાના બહાદુરો પર પડી. એણે આ લોકોનો ખાત્મો બોલાવવા ટુકડી મોકલી.
હવે પરિસ્થિતિ વિકટ બની. ભાઝના આ સૈનિકો પોતાના પ્રયત્નોમાં આગળ વધતા હતા પરંતુ પેલી અનામત ટુકડીના હાથે રહેંસાઈ ગયા.
રાણી રૂપમતી ઘાયલ થઈ હતી એણે ભાન ગુમાવી.
તે પકડાઈ ગઈ. ધૂર્ત આદમખાન તેને કેદ કરીને માંડુના કિલ્લા તરફ આગળ વધ્યો. કિલ્લાની તરફ આગળ વધ્યો. કિલ્લાની માળવી સેના ઘણી જ ઓછી હતી. શક્તિભર સામનો કર્યા પછી રહેંસાઈ ગઈ. આમ, વિશાળ મોગલસેના વડે માંડુંના કિલ્લાને હસ્તગત કરવામાં આદમખાન સફળ થયો.
આદમખાન ખુશીથી પાગલ થઇ ગયો. બાદશાહ અકબરનું સપનું પૂરુ થયું. હતું. હવે એના મનોરથ પૂર્ણ થવાની ઘડી આવી પહોંચી હતી. માંડુ પર વિજય મળ્યો. હવે એની અદ્વિતીય રાણી રૂપમતી તેની પ્રિયા બનશે.
ખુશીથી તે મદહોશ બની થઈ ગયો. એ રૂપમતી પાસે પહોંચી ગયો.
રાણીએ જ્યારે આંખો ખોલી ત્યારે તે કેદ હતી. મોગલોએ ને બંદી બનાવી હતી સામે જ દૈત્ય શો આઝમખાન અટ્ટહાસ્ય કરતો હતો.
” અરે, હુશ્નની પરી, તારું સ્થાન હવે આગ્રામાં છે હું બાદશાહનો ભાઈ છું મારી માંના હાથમાં આખા સામ્રાજ્યનો દૂર છે. તું મારી દોર સંભાળી લે. હું તારા કદમોમાં જન્નતનું સુખ મૂકી દઈશ.”
મોગલ સેનાપતિ , દુનિયાની બધી જ વસ્તુઓ દોલતથી ખરીદી શકાય છે એમ શા માટે ધારી લો છો ? માંડુની મહારાણી આવી લાલચો ને ઠોકરે મારે છે. વાસનાના કીડાને પ્રેમની પવિત્રતા ક્યાંથી સમજાય, નહીં તો તું આવું બોલત નહીં , આ તુ બોલતો નથી.તારી અધમ મનોદશા વાચા ધારણ કરી રહી છે , તે મોગલોના વિજયને કલંક લગાડયું છે. વિજેતા અફઘાનો અને વિજેતા મોગલો શત્રુની સ્ત્રીઓની પણ ઈજ્જત અને હિફાજત કરે છે વીરો કદી સ્ત્રીઓ સાથે આવી ની ભાષામાં વાત કરતા નથી હંસા વિષ્ણુ ફરતો કાગડો લાગે છે.
રાણી રૂપમતીના અંગારા જેવા શબ્દો આદમખાનથી સહન ના થયા.
પરંતુ તે લાચાર હતો. બંદિની અને તે પણ સ્ત્રીની હત્યા કરનારને બાદશાહ કદી માફ કરતો નથી રાહ એમનું મસ્તક ઉડાવનાર બહેરામ ખાન ને બાદશાહે એ પ્રસંગ થી જ પતાવી મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો.
“ ચારે બાજુ કડક બંદોબસ્ત રાખજો કેદીની એક પણ સગવડ સાચવશો નહીં લાલઘૂમ આંખો ના ટોળા ફેરવતો, પગ પછાડતો મ્યાનમાંથી તલવાર બહાર કાઢી, શંકર તો જમી નાચીઝ એ મળતો a5 ઢગલા ચાલ્યો.
પાછું ફર્યું બરાડો પાડી બોલી ઉઠ્યો.
ઓ અભિમાની રાણી હવે હું માંડુંના કિલ્લાની જમીનદોસ્ત કરી નાખીશ માંડવીની પ્રજાની આંખની ચિતામાં શેકી નાખીશ ખેતરો ઉજાળી દઈશ કરો વાળી નાખીશ તેમુર અંગે જે હાહાકાર હિંદમાં એવું તાંડવ સરજી. તે મારા પ્રેમની ઠોકર મારી છે આ સિવાય બીજું કંઈ જ તને જોવા નહીં મળે. આ ગર્વની કારણે આ હરિયાળો મુલક રાખનો ઢગલો થઈ પડશે.”
પગ પછાડતો તે ચાલવા માંડ્યો.
રૂપમતી વિચારમાં પડી ગઈ પ્રજાએ મને પ્રાણથીય અતિ પ્રિય હતી. પ્રિય પતિ ની એ મોંઘી અમાનત હતી માંડવો નો કિલ્લો તેને પ્રિય હતો. તે એના વિનાશનું નિમિત્ત બની એ એના માટે અસહ્ય હતું. આવું બની ગઈ એ ચેનથી જીવી જ ન શકે ક્ષણાર્ધમાં એણે કંઈક વિચારી લીધું આવા કપરા સમયે પણ તેને આ મુર્ખ માનવી પણ હસવું આવ્યા વગર ન રહ્યું.
એણે હાક મારી.
આઝમખાન થોભી જાવ,”
હવે આગળ ખાન મલકાયો.
” કહો રાણી રૂપમતી? હું આપની શ્રી ખિદમત કરી શકું?
” તમારી માંગણી મને મંજુર છે સૌપ્રથમ મને મુક્ત કરો મહારાજ મારા મહેલમાં મારા ઓરડામાં આજની સંધ્યા પછી હું તમારી પ્રતીક્ષા કરી શ. ન જોયું હોય એવું રૂપ સજાવીને હું ત્યાં ઉપસ્થિત હોઇશ પરંતુ તમારે મને વચન આપવું પડશે માંડુ નો કિલ્લો અને પ્રજા સુરક્ષિત રહેશે.”
આગમખાન આંખોમાં ચમક આવી. એમાં ખુશીનો ની લહેરો ઉછળવા માંડી કારણ કે હવે તેને યકીન થઈ ગયું કે, રૂપમતીને તે પામશે. પરંતુ એને ક્યાં ખબર હતી કે દ્રૌપદી , સીતા આમ્રપાલી અને એવી અદ્વિતીય સુંદરીઓના મોહમાં કેટલાય સામ્રાજ્ય નષ્ટ થયા છે.
રૂપમતી વિચારતી હતી કે અંજામે ગાફિલ આદમખાન તારી મુરાદ બર તો નહીં જ આવે , આજ નો ચાંદ બતાવશે કે વિજય તો રૂપમતી એ જ મળ્યો છે.
” રાણી રૂપમતી, તું પ્રતીક્ષા કરજે મારું તને માંડું અને તેની પ્રજા માટે અભયવચન છે”
રાણી રૂપમતી એ સોળે શણગાર સજ્યા શણગાર સજવામાં એને કશી મણા રાખી નહીં જાણે પ્રિયતમ બાજ ને મળવા જતી ન હોય ! અતિથિનું સ્વાગત કરવા ઓરડો શણગારાયું.
સંધ્યા થવા આવી અત્તરની સુગંધથી ઓરડો મેં તો હતો સાત સ્વાગતના કશી મણા નથી રહી એમ ખાતરી કરીને રૂપમતી પલંગ પર આડી પડી થોડી વારમાં એ સુઈ ગઈ. બદનપર શ્વેત ચાદર ઓઢી લીધી.
આ બાજુ, ઈશ્કી મિજાજ ના આદમખાને પણ પોતાની બહુ જ સારી રીતે શણગાર્યો. સંધ્યાકાળ આગળ વધ્યો. અંધકાર પોતાનો દોરદમામ જમાવવા લાગ્યો ત્યારે તે રૂપમતી ના ઓરડે આવી પહોંચ્યો ચારેબાજુ ફેલાય અને પ્રસરતી જતી અત્તર ની સુગંધ, આદમખાન પોતાની તકદીરને વખાણવા લાગ્યો. આવનારી મધુર પળો ની સુંદર કલ્પનાથી તે રોમાંચ અનુભવવા લાગ્યો. તેનું મન પાગલ થઈ ગયું
સુંદર વસ્ત્રોમાં સજ્જ સુંદરી રૂપમતી શય્યામાં પોઢી હતી આઝમખાન આગળ વધતા વધતા બોલી ઉઠ્યો.
” પ્રિયે રૂપે, હું તને મારી બાહોમાં કસીને ઇશ્કની ગરમીને પ્રેમની શીતળતા માં ફેરવી નાખી. તું મારી બનીશ.”
આદમખાન તો વધુ માદક બની ને લવારો કરત પરંતુ એકાએક તેને યાદ આવ્યું કે, રૂપમતી નો કોઈ પ્રત્યુત્તર નથી. રૂપમતીગાઢ ઊંઘ લઈ રહી છે પ્રેમની અભિવ્યક્તિ નો દર્શક જ જો ન હોય તો મજા શી ?
મૌન થઈ તે વધુ આગળ વધ્યો.
” રાણી હું આવી ગયો છું તું મારી વાતનો જવાબ કેમ આપતી નથી.” અરે તું તો ગાઢ ઉંઘ લઈ રહી છે આને કેવી રીતે જગાડું?
સંભવ છે, થાક ના માર્યા આ સુંદરીને ઊંઘ આવી ગઈ હોય. થોડીવાર સુધી એ સ્થિર ઊભો રહ્યો. પરંતુ હવે અકળ મૌનભર્યું વાતાવરણ એને અકળાવવા લાગ્યું. આવી રૂપસુંદરી, આવું એકાંત અને શાંત સમય એ અધિર બની ગયો. કામદેવની ઝાડ હૈયા સુધી પહોંચી. મગજ પરનો કાબૂ જતો રહ્યો.
એક જ ઝપાટામાં, એણે રૂપમતીના બદનપર પડેલી શ્વેત રેશમી ચાદર ઉઠાવી લીધી. પરંતુ આ શું ? રૂપમતી નું શરીર સ્થિર અને શાંત છે. આખું તન લીલુંછમ બની ગયું હતું. ઠંડુ પડી ગયું હતું.
આદમખાનનું તો ઉરભંગ થવાથી સ્વપન રોળાઈ ગયું.
હવે આદમખાનને સમજતા વાર ન લાગી કે રૂપમતિએ વિષપાન કર્યું હતું. આવી શાંત પ્રસન્નચિત્ત આત્મહત્યા કદી એણે સાંભળી પણ ન હતી. અને આજે એકાએક તે ભયાનક દ્રશ્યો જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે જો વધારે વખતે ત્યાં ઊભો રહેશે તો પાગલ થઈ જશે.
” નહીં, નહીં, રૂપમતી તે શા માટે ઝેર ખાધુ ? આવડી મોટી સજા કરીને તે આદમખાનને જીવતો મારી નાખ્યો.”
હવે તેને ખ્યાલ આવ્યો કે , રૂપમતિના પ્રાણ તો ગયા પરંતુ બાદશાહ અકબર પાસે, પોતે આનો શો જવાબ આપશે ? એની રૂહ કાંપવા લાગી. બાદશાહ આવી ક્રૂરતા માફ નહીં કરે. પોતે આ શું કરી બેઠો ?
રાણી રૂપમતી એક વેશ્યાની દીકરી હતી છતાં એનામાં કેટલા ઉચ્ચ સંસ્કાર હતા ? પોતે મોગલ ખાનદાનની સલ્તનતના શહેનશાહની પાલકમાતાનો પુત્ર હતો છતાં કેટલી અધમ કક્ષાએ પહોંચ્યો હતો?
હવે આદમખાનમાં રહેલો શેતાન ભાંગી પડયો અને ઇન્સાન જાગી ઉઠ્યો. એણે રાણીના શબને આખરી સલામ કરી. તરત ત્યાંથી પાછો વળી ગયો પરંતુ રાણીને આપેલું વચન તેણે પાડ્યું.
મોગલ સેનાની આદેશ આપ્યો.
“ પાછા ફરતા લૂંટ કે અત્યાચાર ન થવો જોઈએ. “
પરંતુ આ પહેલા જે લૂંટ અને કત્લેઆમ ચલાવી છે એ ક્યાં કમ છે કેટલાક સરદારો મનોમન બબડ્યા.
” યા ખુદા ! મારી મુરાદ જ મેલી હતી. પરિણામે હું જીતીને પણ હારી ગયો. બાઝ અને રુપમતીનો પ્રેમ સાચો હતો જે અમર બની જશે.”
----- ----------------------------------
રાજધાનીમાં આદમખાનનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. બાદશાહ અકબર માહમ અંગાની સલાહ મુજબ વર્તતો હતો. માળવાના વિજયથી તે ઘણો ખુશ થયો હતો.
” માંડુની સલ્તનત જેની સ્થાપના હોશંગશાહે કરી હતી. એક જમાનામાં મહંમદશાહે ચિતોડના રાણાને પણ હરાવ્યો હતો. એ પરંપરાના છેલ્લા સુલતાન બાઝ બહાદુરને પરાસ્ત કરવાનું શ્રેય આદમખાને મળે છે એથી મને પણ આનંદ થાય છે.” બાદશાહ અકબરે આદમખાનને શમશેર આપતા કહ્યું.
” માંડુ માળવાનું એક સુંદર શહેર છે આ પ્રદેશમાં બાર તો સુંદર ઝરણાં છે. પહાડીની નીચે માઈલો સુધી જંગલ ફેલાયેલું છે જ્યાંથી સિંહની ગર્જનાઓ સંભળાયા કરે છે. માંડુ ૪૦૦ વર્ષથી વૈભવ ભોગવતું આવ્યું છે પરમાર વંશના રાજાઓએ અહીં શાસન કર્યું હતું. મુંજ તળાવ આજે પણ પરમાર મુંજ દેવના શાસનની યાદ આપે છે. છેક અલાઉદ્દીન ખીલજીના સમયથી અહીં મુસલમાની રાજ્ય હતું. ” અકબરને એનો ઇતિહાસ કહેવામાં આવ્યો.”
“ ત્યારે તો આ સ્થળ અવશ્ય જોવા જેવું હશે. બાદશાહની જિજ્ઞાસા જાગી.
યુવાન બાદશાહને રાજધાનીમાં શાંતિ જણાતી હતી. સલ્તનતમાં કડક ઇંતજામ હતો. એક રાતે મહેલની અટારીમાં મધ્યરાત્રીએ બાદશાહ ઉભો ઊભો આકાશ તરફ નિહાળી રહ્યો હતો. કાળી ચાદર ઓઢેલ બાદશાહને અમાવસ્યાની કાળી રાત્રિએ ચોકીદારો ક્યાંથી જોઈ શકે.
“ દિલાવરખાન એના સાથી જોરાવરખાનને કહી રહ્યો હતો.
” બાદશાહ કો ઇન્સાફ પે ક્યા રિશ્તા? મતલબ હો તો બેઈમાની સે ભી વો મોહબ્બત કરતા હૈ ઔર જબ અપનોને કિસી સે બેઈન્સાફી કી હો તો વહ ઇન્સાફ ક્યોં કરેગા ? ઇન્સાફ કી હી ગરદન તોડ દેગા તાકતવર ગુનાહાઓ કા દેવતા હોતા હૈ ફિર ભી ઉસકી પૂજા હોતી હૈ , સજા નહીં ઇન્સાફ કા મંદિર ખુદા કા ઘર હોતા હૈ ઐસા દુનિયાવાલે કહતે હૈ લેકિન બાદશાહો કે મહેલો મે ઇન્સાફ કહાઁ ? ઓર તો ઔર ઉન્હે ખુદા કી ભી જરૂરત નહિ પડતી ક્યોં કિ ઈસ ધરતી કે ખુદા વે અપને કો હી માનતે હૈ.
“ દિલાવરખાન તુમ્હારે વિચારો મેં શોલે ભડકતે હૈ લેકિન આપની સચ્ચાઈ જાને કી કોશિશ કહાઁ કી ? આપ કરતે હૈ ઐસે બાદશાહ ધરતી પર હો ગયે ઔર અભી મોજૂદ હૈ લેકિન આપ બાદશાહ જલાલુદ્દીન અકબરશાહ કો પહચાનને મે ગલતી કર રહે હો , વે નેક દિલ ઇન્સાનિયત કે આશિક ઔર ઇન્સાફપરસ્ત બાદશાહ હૈ. દેખના આને વાલા કલ દિખાયેગા કી વે હર હાલત મેં ઇન્સાફ કા ફરીસ્તા હિ સાબિત હોંગે. ઉન્હે ઈન્સાફ સે જિતના પ્યાર હૈ ,શાયદ અપને સે ભી નહીં, ફીર આપનોં કિ તો બાત હી કયા ? મૈ ફિર કહતા હું કિ , ભવિષ્ય દિખાયેગા કી બાદશાહ કા ઇન્સાફ સે ચોલી ઓર દામન જેસા હી રિશ્તા હૈ. સચમુચ જૈસે તુમ્હેં માલુમ હે કી માલવા મેં અત્યાચાર કિયા ગયા થા. ઉસકી રિયાયા કો કયામત કા દિન દેખના પડા થા. નિકમ્મા ખૂન બહાયા ગયા થા. તો ઉસે જાનતે બાદશાહ સિપેહસાલાર આદમખાન કો ભી ઉસકા દંડ અવશ્ય દેગા.”
બાદશાહ આ સાંભળી ચકિત થઈ ગયો. બીજે દિવસે સવારે એણે પોતાના વિશ્વાસુ સરદાર શમશુંદ્દીન મહમદ આતગાખાનને ખાનગી મંત્રણા ગૃહમાં બોલાવ્યો, રાત્રિની બે પેહરેગીરોની વાત જણાવી.
જહાંપનાહ, બેઅદબી માફ કરજો જરૂર કરતાં વધારે મહમઅંગાથી પ્રભાવિત થઈ ગયા છો. જાણકાર રાજનીતિજ્ઞો નું એમ કહેવું છે કે અમ્મા બહેરામખાન કરતાં વધારે મહાન મહત્વાકાંક્ષી છે. કુટિલ છે અને ખતરનાક છે. એ તો આપને બાજુ પર રાખી આદમખાનને સર્વસત્તાધીશ બનાવવા માંગે છે. અને આદમખાન ભયંકર ઇશકી આદમી છે માળવાની રાણી રૂપમતીની આત્મહત્યા આદમખાનની આ કમજોરીની ગવાહી છે. સામ્રાજ્યની આબરૂને માળવામાં ભયંકર બટ્ટો લાગ્યો છે.
તરીકે માત્ર આદમખાન નહીં પરંતુ આપ અને મોગલસેના પણ પ્રજાના માનસપટમાં અંકાઈ ગઈ છે.”
” શમશુદ્દીન, તું આટલું બધું જાણે છે છતાં મૌન કેમ રહ્યો ? મારા પગ તળેથી ધરતી ખસવા માંડે તો હું શાસન કેવી રીતે કરીશ?”
” બાદશાહ સલામત આપના કરતા જુલ્મગારોની ધાક બધા પર વિશેષ છે. આપ અમ્મા વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળવા તૈયાર થાત નહીં, મારા જેવો નાચીઝ સેવક પણ જો અમ્માની વિરુદ્ધ કહેવા જાત તો માર્યો જાત.”
શમ્શુદિન તુમ સબ મુજે પહેચાન મે ગલતી કરતે હો, અબ સે યાદ રખો મેં બાદશાહ હું કસાઈ નહીં , મેરી સલ્તનત મેં ઇન્સાફ કી તોહીન કરનેવાલા ચૈન સે બૈઠ નહી શકતા.મૈ તુમ્હે વચન દેતા હૂં કી આગમ ખાન કો ઉસકે બુરે કામ કી કિંમત ચૂકવવી પડે swayam વક્તાને પર ઉસે in મજબૂત હશે સજા દૂંગા આદમ આલમ હો બતા દુંગા કી મેરે હાથોમે મોગલ સલ્તનત કો સંભોગ કરને કી તાકત હૈ. તુમ કલ મેરે સાથ માલવા ચલો ય સફર ગુપ્ત રહેગા.”
ઉત્સાહી બાદશાહ અને વિશ્વાસુ સરદારે વેશ પરિવર્તન કર્યું. આદમ ખાને વર્તાવેલા કાળા કેની વાતો ત્યાંના પ્રજાજનોના સ્વમુખે સાંભળી. લુટેલુ પુષ્કળ ધન તેના ના સરદારો અને આલમખાન હજમ કરી ગયા હતા.
એણે જહાજ મહેલ જોયો જે એક ઝરણાં આગળ બંધાયેલો હતો સાગરમાં તરતાં જહાજ જેવો તેનો દેખાવ હતો. જહાંપનાહ , આ હોશંગશાહ નો મકબરો પઠાણોની કળાનો ઉત્તમ નમૂનો છે.”
અશરફી મહેલ ત્યાંની જુમ્મા મસ્જિદ દમાસક્સની મસ્જિદનો નમૂનો હતો એની છત પર ૬૧ મિનાર હતા.
બાદશાહ અને શમસુદ્દીન અતગાખાન માંડુ થી બે માઈલ દૂર ગયા આ સ્થાન રેવા કુંડ નામે ઓળખાતું હતું.
“જહાંપનાહ , રાણી રૂપમતી એ આ કુંડને ખોદાવીને વિશાળ બનાવ્યો હતો થોડે દૂર જે મહેલ દેખાય છે ત્યાં બાઝ અને રૂપમતી સંધ્યાકાળે રોજ આવતા.
પાંડુના એક વૃદ્ધ સૈનિક ના મુખે અજનબી બની બાદશાહ સ્વમુખે આદમખાનની અઘટિત માગણી અને તે કારણે કરેલી રૂપમતીએ વિષપાનયુક્ત આત્મહત્યાની ઘટના કહી સંભળાવી
પછી એક રસિક વાત એણે જણાવી.
રૂપમતી એક દોહો આત્મહત્યા પહેલા લખ્યો હતો જેમાં ખૂબ ખ્યાતિ પામ્યો છે.
તુમ બિન જીયા દુઃખ હૈ,
માગત હૈ સુખરાજ .
રૂપમતી દુખીયા ભઈ
બિના બહાદુર બાજ.
“હવે મને અહેસાસ થઈ ગયો કે આઝમખાન ગુજરી છે જ તેઓ રાજધાની પરત આવ્યા
અકબરે મહંમ અંગા ને તમામ ઘટના વર્ણવી બતાવી. માં એ આદમખાનનો ગુનો માફ કરવા કાકલુદી કરી. આદમખાન બાદશાહના ચરણોમાં પડી ગયો.
જહાપનાહ મારી ભૂલ માફ કરી દો આજે તો માફ કરી દઉં છું હવે પછી સલતનત માં બેઈન્સાફી કરીશ તો ભયંકર સજા પામીશ. અકબરે ચેતવણી આપી.
બાદશાહ અકબરે મહામંગા ની સલાહ લેવાનું બંધ કરી દીધું એ દરમિયાન રિયાસતે આંબેરની રાજકુમારી સાથે એના લગ્ન થઈ ગયા. સલ્તનતની મલિકા બાહોશ હતી. જનાનાનો પ્રભાવ તેણે બાદશાહ પરથી દૂર કર્યો.
આદમખાન નુ મહત્વ ઘટી ગયું એ દરમિયાન શમસુદ્દીન મહંમદ અતગા ખાનની સૂઝબૂઝથી અકબર ઘણો પ્રભાવિત થયો નેકદિલ પ્રમાણિક ઇન્સાન માટે અહોભાવ જાગ્યો. તેને સલ્તનતનો વજીર નિમ્યો. આ બાજુ માંહમંગા પોતાની ઉપેક્ષાથી મનમાં ભેગી થવા માંડી પોતાના અને પુત્રના પતન માટે આ ખાન જ જવાબદાર છે એમ માહમ અગા ને ખાતરી થઈ ગઈ.
સત્તાનો નશો ભયંકર હોય છે એકવાર જેને સત્તા ભોગવી હોય તેને સત્તા વિમુખ થતા ભયંકર એકલતા લાગે છે. માં અને પુત્રે આ ભયંકર દહાડાઓના સર્જકની ખતમ કરવાનો નિર્ણય કર્યો.
બાદશાહ ની ગેરહાજરી માં એક દિવસે આઝમખાને વજીર શમસુદ્દીન અતગાખાન ની હત્યા કરી ઘા પીઠ પાછળથી કરવામાં આવ્યો હતો. રાજધાનીમાં હાહાકાર મચી ગયો થોડા કલાકોમાં જ નાસી છૂટેલા આદમખાન પકડી લેવામાં આવ્યો.
જ્યારે બાદશાહ અકબરને વજીરની હત્યાના ખબર મળ્યા ત્યારે એ ગુસ્સાની આગમાં સળગી ઉઠયો. આ બાજુ માંહમ અંગાએ આ સમાચાર જાણ્યા એટલે તે સ્તબ્ધ થઈ ગઈ. થોડા સમય પહેલાં જ
જોનપુરના વિજેતા પરંતુ વિદ્રોહી સ્વભાવના આદમખાન હાથીના પગ તળે કચડાવી મારી નાખ્યો હતો.
તે દોડી બાદશાહ ને મળવા તેને ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે ન મળી શકી. બીજે દિવસે સવારે કિલ્લાના ઊંચા કાંગરેથી થી આદમખાનને ફેંકાવી દીધો. જમીન પર પછડાયો એવા જ એના પ્રાણ નીકળી ગયા.
હવે અકબર જાતે માહમ અંગા પાસે ગયો. એણે આ સમાચાર તેને આપ્યા.
શૂન્યમનસ્ક માહમ અંગા માત્ર એટલું જ બોલી, “ જહાપનાહ, આપે કર્યું, તદ્દન યોગ્ય જ કહ્યું છે.”
પરંતુ તે દિવસથી તેણે અન્ન, પાણી છોડી દીધા. ચાલીસમા દિવસે ૪૦મા દિવસે આ ખટપટી બાઈ નો અંત આવ્યો.
સૌ કોઈ કહેવા લાગ્યા. શહેનશાહ ઇન્સાફના ફરિશ્તા છે. ”