ચિનગારી - 23 Ajay Kamaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિનગારી - 23

નેહા ને મિસ્ટી પણ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા, આરવને ડર હતો કે મિસ્ટી આ બધાંની વચ્ચે નાં આવે એટલે જ તેને નેહા સાથે વાત કરીને રાતોરાત બંને ને ઘરે જવા કહ્યું.

"નેહા આટલી ઉતાવળ કેમ કરે છે?" નેહાની ઉતાવળ જોતા મિસ્ટીએ પૂછ્યું.

"મમ્મીની થોડી તબિયત ખરાબ છે એટલે ચિંતા થાય છે બસ એટલે", નેહાએ મિસ્ટી સામે જોયા વગર જ કહ્યું ને બંને બેગ લઈને નેહા બહાર આવી તેની પાછળ મિસ્ટી પણ આવીને તેને મદદ કરવા લાગી.

થોડી જ વારમાં બંને ઘરે પહોંચી ગયા, નેહાનું ઘર એટલું દૂર પણ નહતું અને એટલું નજીક પણ નહિ 30 કિલો મીટરનું અંતર તો બંનેની વાતો એ જ નીકળી ગયું.

"વૃંદા એવન્યું" ફ્લેટનું નામ ને 6 માળની એ બિલ્ડીંગ, નેહાનુ ઘર ત્રીજા ફ્લોર પર હતું જેથી બંને લિફ્ટમાં પહોચી ગયા હજી નેહા ડોર બેલ વગાડે તેની પહેલા જ નેહાના મમ્મી શોભાબેનએ દરવાજો ખોલી દીધો ને નેહાને વળગી પડ્યા.

"અરે મને અંદર તો આવા દો, પછી જેટલો પ્રેમ કરવો હોય એટલો કરજો", નેહાએ કહ્યું શોભાબેન અને મિસ્ટી બંને નાં ચહેરા સ્મિત આવી ગયું.

"આ છે મી...મિસ્ટી.. નેહા બોલે તેની પહેલા જ શોભાબેન બોલ્યા ને મિસ્ટીને ગળે લગાવી ને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો, નેહા પણ હસી ને સાથે મિસ્ટી પણ.

"કેમ છો માસી?", મિસ્ટીએ પૂછ્યું ને નેહા ધડામ દઈને સોફા પર જઈને બેસી ગઈ.

"હવે તમે બંને આવી ગયા ને તો બસ મજા", શોભાબેન

બોલ્યા ને નાસ્તો લેવા જતા રહ્યા.

"છે ને? મારા મમ્મી મસ્ત?" નેહાએ ખુશ થઈને બોલી ને તેના ચહેરા પર પોતાના ઘરે આવવાની ખુશી સાફ દેખાઈ રહી હતી. "હા યાર, મસ્ત છે",મિસ્ટી હસીને બોલી.

"વાતો પછી કરજો જાવ બંને ફ્રેશ થઈ જાવ ને નાસ્તો કરવો છે કે જમવું છે?", શોભાબેન બૂમ પાડીને પૂછ્યું ને નેહાએ મિસ્ટી સામે જોઇને જમવાનું કહ્યું.

નેહાને મિસ્ટી ફ્રેશ થઈને જમવા બેસ્યા, બે ની જગ્યા એ ત્રણ નો વારો હતો આજે, વાતો પૂરી થવાનું નામ નહતું. "આ પહેલી વાર બન્યું મિસ્ટી કે નેહા આવીને સીધી જમવા બેસી નહિ તો અત્યાર સુધી કોઈ દિવસ ઘરે આવીને નાં જમે, પહેલા નાસ્તો પછી જમવાનું", શોભાબેનએ કહ્યું તો નેહા ચિડાઈ અને તેને જોઈને મિસ્ટીને શોભાબેન હસ્યા.

જમીને હંમેશાની જેમ નેહા અને મિસ્ટી બંને બહાર આટો મારવા નીકળી પડ્યા, નેહાના ફોનની રીંગ વાગી ને તેને જોયું તો શોભાબેન નો કોલ આવતો હતો તેને કોલ રીસીવ કર્યો ને તે આગળ ચાલવા લાગી,મિસ્ટી પણ ખુલી હવામાં શાંતિથી ચાલતી હતી ત્યાંજ તેનો હાથ કોઈએ પકડ્યો ને પાછળથી તેના મોઢા પર રૂમાલ મૂકી દીધો જેથી તેનો અવાજ નેહા સુધી નાં પહોંચ્યો ને તે મિસ્ટીને લઈને નીકળી ગયો.

વિવાનએ રાતોરાત તેના માણસો પાસે માહિતી મેળવીને સુધીરને પકડી પાડયો, સુધીર પણ તેની સામે હસતા હસતા આવવા તૈયાર તેનું આ વર્તન જોઈને આરવ સહિત વિવાન આશ્ચર્યમાં હતો પણ તે બંને એ કઈ વધારે વિચાર્યા વગર તેમની છૂપી જગ્યા એ લઈ ગયા, બે કલાક નો રસ્તો પૂરો થયો ને ત્યાંજ વિવાનનાં ફોન ની રીંગ વાગી, સુધીરનાં હાથ બાંધેલા હતા ને તેના મુખ પર સ્મિત, પોતાની આવી કેદ થતી ઝીંદગી પર કદાચ તેને અફસોસની જગ્યા એ ગાંડપણ થઈ ગયું હસે એમ વિચારીને આરવએ વિવાનનાં સામે જોઈ રહ્યો, વિવાન કાર ડ્રાઇવ કરી રહ્યો હતો ને આરવ સુધીરનાં બાજુમાં પાછળની સીટ પર બેસ્યો હતો વિવાનએ ફોન પર જે વાત કરી તેના વિચાર આવતા તેને એક બાજુ કાર રોકીને આરવને કઈક મેસેજ કર્યો જેને જોઈને વિવાન અને આરવ બંનેએ સુધીર સામે જોઇને હસ્યા, હવે ચિંતા કરવાનો વારો સુધીરનો હતો.