વિવાન હજી બહાર જોઈ રહ્યો હતો, છેલ્લા એક મહિનાથી એ બે કલાક આ બેડ પર આવતો ને જોતો એ વ્યક્તિને!
એની પાસે આવીને પ્રેમથી એનો એક હાથ પકડ્યો ને પોતાના હાથમાં લઈને શાંતિ અનુભવી રહ્યો, કઈક નવું હતું, અજીબ સુકુન હતું, શાંતિ હતી, આ કરવું ખરેખર ખોટું છે કે એક અજાણી છોકરીને તમે આવી રીતે હાથ પકડો એ પણ પૂછ્યા વગર પણ હવે એ અજાણી નહતી, રોજ બે કલાક આવીને વિવાન એટલી વાતો કરતો કે એ ભૂલી ગયો કે એ કોઈ અજાણ્યા જોડે વાતો કરી રહ્યો છે!
બહાર થી ખડુસ ને ગરમ મગજ નો માણસ અંદર થી સાવ ને શાંત અને કોમળ છે એ વાત વિવાન પર બરાબર બેસતી હતી!
આજે પણ એ થોડી વાર એ હાથ પકડીને બેસી રહ્યો પણ આજે ગ્રૂપ હતો કઈ જ નાં બોલ્યો એ!
થોડીવાર પછી એ બારી પાસે આવીને આનંદ ભર્યા વરસાદ ને વરસતા જોઈ રહ્યો હતો, વરસાદ ના કારણે ઘણું પાણી ભરાય ગયું હતું, વિવાન એ એક નિઃસાસો નાખ્યો ને બેડ પર સૂતી છોકરીને જોઈને થોડુ હસ્યો ને માથા પર હાથ ફેરવવા લાગ્યો!
"લાગે છે આજે આ વરસાદ પણ તારા સાથે જ મને અહીંયા રોકાવાનું કહે છે"! વિવાન એ ખૂબ જ પ્રેમથી માથા પર હાથ ફેરવતાં કહ્યું ને જાતે જ જવાબ આપી રહ્યો હતો, હા પણ જો તું કહીશ ને કે વિવાન રોકાઈ જા, તો જ હું રોકાઈ જઈશ, નહિ તો હું જતો રહીશ,
10 મિનિટ પછી પણ એ છોકરી એમજ હતી, એ કઈ બોલી નહિ, વિવાનની ધીરજ ખૂટી!
સારું તો હું જાઉં છું.
તું એમ જ ચાહે છે ને કે હું પલળી જઉં અને કાલથી તને
મળવા ના આવું,
પણ સાંભળી છે.
જ્યાં સુધી તારા ઓળખતી કે કોઈ જાણીને નાં મળે ત્યાં
સુધી હું રહીશ,
તારા સાથે જ! સમજ.... છેલ્લું વાક્ય વિવાન થોડા ગુસ્સામાં બોલ્યો!
એ જાણતો હતો કે તેની વાતનો જવાબ નહિ મળે, એ ઉદાસ થઈ ગયો!
મને ખબર છે, તુ નારાજ છે મારાથી, થવું પણ જોઈએ,
મે જાતે કરીને નહતું કર્યું મીસ્ટી,
નશામાં હતો, ખબર નહિ કઈ રીતે તું અચાનક કાર આગળ આવી ગઈને, આ થઈ ગયું,
મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ!
બસ એટલું જ માંગુ છું તારા પાસે કે તું એક વાર ઉઠે તો
બસ મને માફ કરી દે, મારી
ભૂલ
માટે!
છેલ્લા એક મહિનાથી મીસ્ટી કોમામાં હતી!
વિવાન હજી પણ ત્યાંજ હતો,
હજી ઊંડા વિચારોમાં હતો, ત્યાં જ કઈક પડવાનો અવાજ આવ્યો, વિવાનએ અવાજની દિશામાં જોયું તો મીસ્ટીનો હાથ હલવાથી બેડ ની સાઇડ પર જે ગ્લાસ પડ્યો હતો એ નીચે પડી ગયો, એક પળમાં શું બન્યું એ વિવાન સમજ્યો નહિ ને બીજી જ પળે એ ખુશ થઈ ગયો!
વાહ, હું જેની રાહ આટલા સમયથી જોઈ રહ્યો હતો એ આવી જ ગયો. વિવાન જડપથી મીસ્ટી જોડે ગયો ને એનો હાથ પકડ્યો!
ભાઈ....
ભાઈ.....ભાઈ...પહેલા તમે મીસ્ટીને ડોક્ટરને બતાવો યાર, પછી આટલા ખુશ થઈ જાજો!
"તું અત્યારે અહી શું કરે?" વિવાનએ ગુસ્સામાં પૂછ્યું.
"સોરી ભાઈ એ મને કઈક પડવાનો અવાજ આવ્યો એટલે હું બસ જોવા આવ્યો" એ છોકરો જલ્દી જલ્દી બોલવા લાગ્યો ને દરવાજા પાસે હજી ઊભો હતો!
"સારું" વિવાન શાંત થતાં કહ્યું.
"હા હુ જાઉં" આરવે કહ્યું ને એ જવા લાગ્યો.
આરવ! વિવાનએ જતા પહેલા જ બોલાવ્યો ને એક નજર મીટી તરફ કરી મેં,
વિવાનએ ફરીથી આરવ સામે જોયુ ને બોલ્યો, તું પણ તો ડોકટર છે આરવ, જોઈને કે જલ્દી, મીસ્ટી ઠીક છે ને? હવે હું બહુ ખુશ છું........હજી આગળ વિવાન કઈ વધારે બોલે એના પહેલા જ આરવ એ કહ્યું!
હુ ડોકટર છું પણ નાનો અને તમારે કોઈ વર્લ્ડનાં મોટા ડોકટર જોઈએ ભાઈ,
હું ચેક કરી શકું પણ તમે જ કીધું હતું કે મીસ્ટી માટે બેસ્ટ
ડોકટર હોવા જોઈએ, હુહ, આરવ થોડું ચિડાઈને બોલ્યો પણ એ ખુશ હતો
વિવાન માટે અને ડર પણ કે જ્યારે મીસ્ટીને ખબર પડશે કે ભાઈ પોતે જ જવાબદાર છે એની આવી હાલત પાછળ તો ખબર નહિ શું થશે?
આરવ! વિવાન જોરથી બોલ્યો કે આરવ વિચારોની બહાર ફેંકાઈ ગયો ને વિવાનની આંખો જોઈને આરવને ખબર પડી ગઈ કે એને ડોકટરને બોલવાનું કહ્યું છે!
થોડીવારમાં જ વર્લ્ડના બેસ્ટ ડોકટર આવી ગયા ને મીસ્ટોને ચેક કરીને એમના ચહેરા પર સ્મિત આવી ગયું.
એ જોઈને વિવાન અને આરવ ને શાંતિ થઈ ગઈ કે કોઈ ગંભીર વાત નથી!
મિસ્ટર વિવાન ગુપ્તા પ્લીઝ કમ,
ડોકટર એ વિવાનને બહાર આવીને કહ્યું ને વિવાન એમના નજીક ગયો વાત કરવા!
વિવાન! વાત ગંભીર તો નથી પણ સારી છે, મીસ્ટી ધીમે ધીમે ઠીક થઈ રહી છે, કદાચ આ તમારું જ કામ છે, તમે મારી વાત ધ્યાનમાં લઈને રોજ બે કલાક નહિ તો વધારે સમય મીસ્ટી સાથે વિતાવો છો એટલે મીસ્ટી આપણને સાંભળી અને સમજી શકે છે!
શું? વિવાન લગભગ જોરથી બોલ્યો ને બીજા બધા જ એના સામે જોવા લાગ્યા, વિવાનને એ વાત ની ખુશી હતી કે મીસ્ટી સારી થઈ પણ એક વાતનો ડર હતો કે મીસ્ટીએ હમણાં ની વાત સાંભળીને જ રિએક્ટ કર્યું હશે, પણ એ સારું હતું કે ખરાબ? કેમ કે જો મીસ્ટીને બધું ખબર પડી જશે અને એ પોતાને કોઈ દિવસ માફ નહિ કરે તો? એક મહિનામાં મને એની એવી આદત પડી ગઈ છે કે શું કરું?
કંઈ ખબર નથી પડતી!
મિસ્ટર વિવાન? ક્યાં ખોવાઈ ગયા? ડોકટર એ વિવાનનો હાથ પકડીને વિચારોમાંથી બહાર લાવ્યા ને વિવાન એ સ્મિત કરીને thank you કહીને નીકળી ગયો!
વિવાન હજી રસ્તા પર ચાલતો હતો, એને એક કેપ અને ચેહરા પર રૂમાલ બાંધ્યો હતો જેથી કોઈ એને ઓળખી નાં શકે, વિવાન ઘરના રસ્તા પર ચાલવા લાગ્યો!
એક આલીશાન મોટા બંગલા સામે આવીને વિવાન ઉભો રહ્યો ને વિવાનને જોતા જ ચોકીદાર એ ગેટ ખોલ્યો, વિવાન અંદર જતો રહ્યો, થોડી આગળ જતા જ હોલ ને પછી એની બાજુમાં જતા સીડી આવે, એ સીડી ચડતા જ પહેલો રૂમ વિવાનનો અને પછી આરવનો!
વિવાન રૂમમાં આવ્યો ને સાથે જ એ બેડ પર પડીને આંખો બંધ કરીને મીસ્ટી વિશે વિચારવા લાગ્યો!
ક્રમશઃ