ચિનગારી - 2 Ajay Kamaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિનગારી - 2

એ રાત જ ભયાનક હતી, કે પોતે બનાવી દીધી? મારા કારણે એ રાત પછી મિસ્ટીની સવાર ના થઈ!


ભાઈ આજે તમે વધારે જ પી લીધું છે, ઘરે ચાલો, હું ચલાવીશ કાર પ્લીઝ, આરવએ વિવાનને સંભાળતા કહ્યું કેમ કે વિવાનએ એટલું વધારે ડ્રીંક કર્યું હતું કે એના થી ઊભું પણ નહતું રહેવાતું!

મે કીધુ ને આરવ, જા અહીંયાથી, મારે કોઈ વાત નથી કરવી, એક વાર કીધું ને,

જા...આ.... વિવાન એટલું જોરથી બોલ્યો કે ક્લબ બહારની પબ્લિક બંને ભાઈને જોવા લાગી.

વિવાનની તીખી નજર બધા પર કરી તો બધા પોતાના કામ કરવા લાગ્યા ને એક ઝાટકે વિવાનએ આરવનાં હાથમાંથી કારની ચાવી લઈને નીકળી પડ્યો!

આરવએ વિવાનને જતા જોયો ને એક નિઃસાસો નાખ્યો ને એ પણ વિવાનની પાછળ જવા લાગ્યો!

વિવાનની કારની સ્પીડ રોજ કરતા વધારે હતી, રાત ની એ રાણી, છતાં ચાંદ ની દીવાની, એટલે કે પૂનમ હતી રાત જેનો પૂરો ચાંદ આજે ખીલી ઉઠ્યો હતો, વિવાન નીકળી પડ્યો, એને ગીતો ચાલુ કરવા માટે એનું થોડી વાર બાજુમાં નજર કરી કે સામે કોઈ આવી ગયું એવું વિવાનને લાગ્યું, હજી વિવાન કઈ કરે એની પહેલા વિવાનએ બ્રેક મારી, એ સાથે જ સામે રોડ ક્રોસ કરતી વ્યક્તિ જમીન પર પડી!

વિવાન જલ્દી બહાર આવ્યો ને,

એને જોયું તો ઘણું લોહી નીકળી રહ્યું હતું એને એ વ્યક્તિને ઉઠાવવાના પ્રયત્ન કર્યા પણ એ બેહોશ હતી,

વિવાન ખૂબ જ ડરી ગયો, આટલું બધું લોહી જોઈને વધારે ડરી ગયો,

એના હાથ ધ્રુજવા માંડ્યા,

એનું પૂરું શરીર કાપી રહી હતું,

શિયાળના ઠંડા પવનમાં પણ એ પરસેવાથી ભીનો થઈ ગયો, શું કરવું શું ના કરવું, આજ સુધી જે વિવાન પાસે બધી જ તકલીફનો ઉપાય હતો એ આજે નિસહાય થઈ ગયો, એને થોડી હિમ્મત કરી અને જોયું કે એ છોકરીનો શ્વાસ ચાલી રહ્યો છે,

વિવાનનાં જીવમાં જીવ આવ્યો,

એને આજુબાજુ નજર કરી તો દૂર થી એક કાર એમની નજીક આવી, એ કાર બીજા કોઈ ની નહિ આરવની હતી,

આરવએ જોયું ને એ પરિસ્થિતિ પામી ગયો,

એને વધારે સમય બગાડ્યા વગર, એ છોકરીને પોતાની કારમાં બેસાડી ને વિવાનને પણ બેસવા કહ્યું!
"ભાઈ જલ્દી બેસ, આને હોસ્પિટલ લઈ જવી પડશે, જલ્દી....છેલ્લો શબ્દ આરવ જોરથી બોલ્યો કે વિવાનને એની ભૂલ સમજાઈ રહી હતી, એ ચૂપચાપ બેસી ગયોને આરવ એ ફૂલ । સ્પીડમાં કાર ચલાવી, ત્યાં સુધીમાં વિવાન એ વર્લ્ડનાં બેસ્ટ ડોકટરને કોલ કરીને નજીકની સ્નેહ હોસ્પિટલમાં બોલાવી લીધા"!

"ભાઈ તમે તમારા કપડાં અને આરવ કઈ બોલે એની પહેલા જ હાથ નાં ઇશારાથી વિવાનએ એને ચૂપ રહેવા કહ્યું ને કાર લઈને નીકળી ગયો"

એક બાજુ એ છોકરીનું ઓપરેશન ચાલતું હતું ને બીજી બાજુ વિવાનએ જોરથી પોતાનો હાથ એના રૂમની દીવાલ પર પછાડ્યો, આજે એના કારણે એક જીવ જતા રહી ગયો,

કદાચ જતો પણ રહે!

વિવાનએ એના વિચારો કાબૂમાં રાખ્યાને, સરખી રીતે તૈયાર થઈને હોસ્પિટલ પહોંચ્યો,

આરવ બહાર જ હતો, વિવાન અંદર આવ્યો કે આરવને જોઈને એના જોડે જવા લાગ્યો!

"આરવ, પેલી છોકરી?" વિવાન હજી પણ ચિંતામાં હતો.

"ઠીક છે ભાઈ" શાંત અવાજમાં આરવ બોલ્યો કેમ કે એને ગુસ્સો આવી રહ્યો હતો વિવાન પર, એની બેદરકારીનાં કારણે આજે કોઈનો જીવ જોખમમાં પડી ગયો!

વિવાન નીચે જોઈ રહ્યો ને પછી ધીમેથી આરવને પૂછ્યું.

પેલી છોકરીને ક્યાં રાખી છે,

એટલે રૂમ નંબર બોલને મારે મળવું છે, પ્લીઝ,

વિવાનએ શાંતિથી આરવને કહ્યું ને એક પળ માટે આરવને આશ્ચર્ય થયું ને બીજી પળે ગુસ્સો આવ્યો!
102! અને હા એક બીજી વાત,

જો 24 કલાક માં હોશ નાં આવ્યો તો સમજી લેવું કે કોમામાં જતી રહી છે એ છોકરી, એ પણ તમારી મેહરબાનીથી, આરવ ગુસ્સામાં બોલ્યો ને વિવાન પલક ઝપકાવ્યા વગર આરવને જોઈ રહ્યો!

ટ્રુ ટ્રુ ટ્રુ ટ્રુ.......

ટ્રુ ટ્રુ ટ્રુ

એક વાર નહિ, બે વાર નહિ,

ચાર થી પાંચ વખત ઘરની ડોલ બેલ વાગી રહી હતી પણ વિવાન ગહેરી ઊંઘમાં જતો રહ્યો,

અંદરથી રામુ કાકા આવ્યાને એમને દરવાજો ખોલ્યો!

"કાકા કેમ આટલી વાર કરી" આરવ બોલ્યો ને જવાબ સાંભળ્યા વગર જ એ જલ્દી થી વિવાનના રૂમનો દરવાજો પછડાવવા લાગ્યો!

ભાઈ ઉઠ, જલ્દી ઉઠ યાર!

ક્રમશઃ