સૂર્યનાં કિરણો વિવાનનાં ચહેરા પર પડતાં જ એ જાગી ગયો એને જોયું તો મીસ્ટી શાંતિથી સૂઈ રહી છે, વિવાનએ પ્રેમથી મીસ્ટીને નિહાળી રહ્યો ને સુર્યનાં કિરણો મીસ્ટીનાં ચહેરા પર પડતાં એ વધારે ખીલી ઉઠ્યો, મીસ્ટી બાર્બી ગર્લ જેવી લાગે, મીઠી મીઠી, ગોરી ગોરી, હરણ જેવી મોટી આંખોને ગોળ એવો માપસરનો ચહેરો અને બાળક જેવી નિર્દોષતા તેના ચહેરા પર, વિવાન વિચારતો કે જ્યારે મીસ્ટી કઈક બોલશે તો કેવી લાગશે? જ્યારે એની આંખો ખોલશે તો કેવી હશે? આ બધું જ વિચારતા વિવાન હસી પડ્યો, વિવાન ઊભો થયો ને બારી પાસે જઈને પડદા લગાવી દીધા.
પડદા લગાવીને એ પાછો મીસ્ટી પાસે આવ્યોને એને જોયું તો મીસ્ટીનાં હાથની આંગળીઓ હલી રહી છે ત્યાં જ વિવાન મીસ્ટીની નજીક જાય છે ને ત્યાંજ..
ભા.... ઇ.....તમે....
ઓય ચૂપ! વિવાનએ જોયું તો આરવએ જોરથી ચીસ પાડી ને જાણે પોતે કઈ ખરાબ કરવા જતો હોયને ભાઈ રોકવા આવી ગયા.
"હે ભગવાન" વિવાન મનોમન બોલ્યો.
આરવએ મીસ્ટી તરફ જઈને વિવાનને પાછળ કર્યો ને મીસ્ટીનાં બેડ જોડે ઊભો રહી ગયો.
હું મીસ્ટી સાથે કઈ ખરાબ નહિ થવા દઉં, સમજી ગયા તમે? હું નથી ડરતો તમારાથી આટલું બોલીને એણે જોયું વિવાન ગુસ્સામાં એની તરફ આવી રહ્યો છે.
ઓકે ઓકે ....આરવએ હવે વધારે બોલવું ઠીક નાં લાગ્યું ને વિવાનને એક ચેર પર બેસાડી ને એની સામે બેસી ગયો.
"યુ લવ હર?" આરવએ પૂછ્યું ને વિવાન આશ્ચર્યથી તેના સામે જોવા લાગ્યો
"નાં હવે" વિવાનએ આરવનાં સામે જોયા વગર કહ્યું.
એના સામે જોઈને બોલો તો, આરવએ કહ્યું ને વિવાનએ મીસ્ટી સામે જોયું.
હવે બોલો...આરવ એ કહ્યું.
જઈને બેગ લઈને આવ, આજે 16 માર્ચ છે ખબર છે ને? બેગમાં જે ડોક્યુમેન્ટ હોય એ બેસીને તારી સાઈન કરી દેજે અને જે પેમેન્ટ કરવાનું થાય એ કરી દે ત્યાં સુધી હું ઘરે જઈને તૈયાર થઈને એક વાર ડોકટરને મળી લઉં પછી ઓફિસ જાઉં! આરવ કોઇ બીજો સવાલ પૂછે એની પહેલા જ વિવાનને એ બધું કઈ દીધું ને એનો જવાબ ના દેવાનો રસ્તો સાફ કરીને નીકળી ગયો, આરવ હજી પણ પોતાના ભાઈને સમજવા મથી રહ્યો!
મીસ્ટી મને શું લાગે છે ખબર છે? જ્યારે તું ભાઈ ને રિજેક્ટ કરીશ ને ત્યારે ભાઈને અકલ આવશે, હુંહ આરવએ કહ્યું ને મીસ્ટી સામે સ્મિત કરીને જતો રહ્યો.
મીસ્ટીની હાલત માં સુધાર જોતા ડોકટરએ નર્સને મીસ્ટીનું ધ્યાન રાખવા કહ્યું ને બે દિવસ વીતી ગયા રિપોર્ટ આવ્યાને હજી સુધી મીસ્ટીને હોશ નહતો આવ્યો, કોઈક વાર આંખો ખોલતી ને તરત બંધ પણ કરી દેતી દિવસમાં ઘણી વાર આવું થતું. વિવાન પણ એનું કામ કરતો ને સમય કાઢીને મીસ્ટીને મળવા આવી જતો, તો ક્યારેક આરવ મીસ્ટીની ખબર વિવાન સુધી પહોંચાડી દેતો.
રાતના બાર સવાબાર વાગી ગયા છે, રાત પણ ઘણી થઈ છે ને હજી સુધી મને રહેવા માટે ઘર પણ નથી મળ્યું, કઈક તો કરવું જ પડશે! એક છોકરી સૂમસામ રસ્તા પર ચાલતા બડબડાટ કરી રહી છે ને તેને જોઈને કોઈ પણ કહી શકે કે તે ચિંતામાં છે, ને ત્યાં જ તેના સામે ફૂલ સ્પીડ એક કાળા કલરની કાર આવી....એ કઈ કરે એની પહેલા જ તેના જોડે અથળાઈને એ છોકરી જમીન પર પડી ગઈ એના હોઠમાંથી ડરના કારણે ચીસ નીકળી ગઈ ને તેને પોતાનાં બંને હાથ પેટ પર વિતાળી દીધા.
એ ચીસ સાંભળીને નર્સ જાગી ગઈ ને સાથે મીસ્ટી પણ રાત જતી રહી સામે સૂરજના કિરણો તેના ચહેરા પર પડ્યા કે એને આંખોના સામે હાથ લાવી દીધો.
નર્સએ જોયું તો મીસ્ટીનું કપાળ પરસેવાથી રેબઝેબ થવા લાગ્યું છે ને આંખો થોડી લાલ થઈ ગઈ, મીસ્ટીએ જોવાનો પ્રયત્ન કરવા લાગી એને જોયું તો સામે સફેદ કલરનો કોટ પહેરીને એક છોકરી ઊભી છે ને એને આજુ બાજુ જોયું, નર્સ કઈ પૂછે એની પહેલા જ ફરીથી મીસ્ટી ઢળી પડી બેડ પર. મીસ્ટીની ચીસ સાંભળી ડોકટરને આરવ બંને આવી ગયા ને મીસ્ટી બેડ પર છે ને, એ બંનેએ નર્સનાં સામે જોયુ.
મીસ્ટી જાગી ને ચીસ પાડી, એને કોઈ ખરાબ સપનું જોયું હશે, હું વધારે કઈ બોલું કે કહું એના પહેલા જ મીસ્ટી બેડ પર ઢળી પડી ને મે એને ઊંઘનું ઈન્જેકશન આપ્યું છે ડોકટર, એક શ્વાસે નર્સ બોલીને ડોકટરનાં સામે જોવા લાગી ને આરવ મીસ્ટી પાસે ગયો.
કઈ વાંધો નહિ નેહા (નર્સનું નામ) તમે અને આરવ અહીંયા જ રહેજો કદાચ અત્યારે ઈન્જેકશનનાં કારણે મીસ્ટી નહિ જાગે પણ થોડી વાર પછી જરૂર જાગશે. ડોકટરે કહ્યું ને આરવ અને નેહાએ બંનેએ સાથે હા કહ્યું. નેહાએ બાટલા ને બધું ચેક કર્યું ને આરવ ત્યાં બેસીને વિવાનને જે થયું એ કહ્યું.
બંનેનાં મગજમાં બસ એક જ વાત ચાલતી હતી કે જ મીસ્ટીને એ રાત યાદ આવી ગઈ તો શું એ ભાઈને ઓળખી જશે? શું ભાઈને માફ કરશે? આરવ ચિંતામાં હતો ને એને વિવાન અને મીસ્ટી બંનેની ચિંતામાં લાગી ગયો.
નેહાએ આરવના સામે જોયું ને તેને આરવને કહ્યું. ડોન્ટ વરી, આવા કેસિસમાં થતું રહે છે ચિંતા નાં કરીશ, એક
ડોકટર થઈને આટલી ચિંતા કેમ કરે છે? તેને સ્મિત આપતા
કહ્યું ને આરવએ તેના સામે પરાણે સ્મિત કર્યું.
વિચિત્ર આરવના ફિકા સ્મિત ને જોઈને નેહા મનમાં જ બોલી.
વિવાન ચિંતામાં આટા મારી રહ્યો છે, જ્યાંથી તેને ખબર પડી કે મીસ્ટીને હોશ આવી ગયો ત્યાર થી બસ એક ચિંતા તેને ખાઈ રહી છે કે જો એને બધું યાદ હશે તો? એ વધુ કઈ વિચારે એની પહેલા જ એનો ફોનમાં રીંગ વાગી.
ડોકટર! નામ વાંચીને વિવાનએ કોલ ઉપાડ્યો.
વિવાન ક્યાં છો? ડોકટરે પૂછ્યું.
ઓફીસ! અમમ... ડોકટર મારે તમારી મદદ જોઈએ, થોડું વિચારીને વિવાન સીધું જ બોલી ગયો.
મીસ્ટીને હોશ આવી ગયો છે ને જો એ ચાલી શકે કે બહાર ફરવા એટલે ક્યાંય આ હોસ્પિટલના વાતાવરણમાં... અમ...તમે સમજો છો ને? વિવાન કઈ રીતે વાત કરે એણે ખબર ના પડી પણ ડોકટર જરૂર સમજી ગયા.
વિવાન દેખ તું મીસ્ટીને લઇ જઇ શકે છે પણ એક વાર એને હોશ આવે જેમાં એ 15 કે વધારે મિનિટ સુધી કોઈ નાં પણ જોડે વાત કરે અને એ પરથી ખ્યાલ આવશે કે એને કોઈ ચિંતા છે? એને કોઈ ચકકર કે કઈ આવે છે માણસનાં વાત કરવા નાં અંદાઝ થી ખબર પડી જાય છે કે હવે તેને કેવું છે એટલે એ ઠીક છે કે બીમાર, મીસ્ટીને ઈન્જેકશન આપ્યું છે ને હવે ઉઠે એટલે ખબર પડશે, તો રિપોર્ટ ને બધું સારું રહ્યું તો તું તેને બે દિવસમાં લઈ જઇ શકે છે ઓકે! ડોકટર એ કહ્યું ને વિવાન ખુશ થઈ ગયો.
Thank u doctar! વિવાન એ કહ્યું ને એ આરવને કોલ કરવા લાગ્યો પણ આરાવનો કોલ વારંવાર વ્યસ્ત બતાવે છે.
ક્યાં છે આ! વિવાન એ કહ્યું ને ત્યાંજ અવાજ આવ્યો.
તમે કંઈ બોલો તેની પહેલા મારી વાત સાંભળો! આરવ ઓફિસમાં આવતા પહેલા જ ચાલુ પડી ગયો.
ભાઈ દાદી નો ફોન છે, વાત કરી લો ને યાર, મને ધમકાવે છે કે લગ્ન કરાવી દઈશ તારાને તારાભાઈ, કોલ નાં ઉપાડ્યો તો!
આરવ ઓફિસમાં આવ્યો ને દાદીને કોલ કરીને વિવાનને આપ્યો વિવાનએ આરવ સામે જોયું ને હજી એ મોઢું બગાડીને ઊભી હતો!
ચા મંગાવી લે, વિવાનએ ફોન હાથમાં લેતા કહ્યું ને આરવ નો ચહેરો ખીલી ઊઠયો.
વિવાને દાદી સાથે વાતો ચાલુ કરી.
ક્રમશઃ