Chingari - 7 books and stories free download online pdf in Gujarati

ચિનગારી - 7

અનાથ આશ્રમ અમદાવાદમાં આવેલા હાથીજણ જતા એક રસ્તો પડે છે ત્યાં વચ્ચે જ છે ને તેનાથી થોડે આગળ જતાં સિદ્ધિવિનાયક ગણપતિ બાપા નું મંદિર હતું.

"અનાથ આશ્રમ" એવું મોટા અક્ષરે લખેલું બોર્ડ ત્યાં બહાર જ માર્યું હતું ને વિવાન એ કાર અંદર લીધી.

મિસ્ટી બહાર આવીને આશ્રમને જોવા લાગી, આશ્રમ એક ખુલી જગ્યા એ હતું, આજુબાજુ સરસ એવી હરિયાળી ને નીચે લીલી ઘાસ, જમણી બાજુ નાના નાના રૂમ અને બહાર જોકે લાંબી ઓશરી તેના આગળ જતા બગીચા જેવો જ પણ નાનો એવો અને એમાં પણ બેન્ચ અને એ બેન્ચ પર ઝાડથી ટપકતા નાના નાના સફેદ ફૂલો પડી રહ્યા, ખુલ્લું સુંદર આકાશ ને એમાં ધીમો ધીમો વરસાદ પડવાની રાહ જોતા કાળા વાદળ, હજુ આગળ મિસ્ટી કઈ વિચારે તેની પહેલા દાદી આવી ગયા.

દાદી અહીંયા આશ્રમનું નામ નથી લખ્યું કેમ? મિસ્ટીએ પૂછ્યું ને દાદી હસીને જવાબ આપવા લાગ્યા.

બેટા અહીંયા હું ને તારા દાદા આવ્યા કરતા કૉલેજનાં સમય પછી ને અમે પણ અહીંયા જ મળ્યા, અહીંયા બાળકોથી લઈને વૃદ્ધો અને બીજા બધા ને અમે બનતી મદદ કરતા, ત્યારે તો નાનું હતું પણ જેમ જેમ સમય ચાલ્યો એમ તારા દાદા પણ સફળતા મેળવતાં ગયા, હું હંમેશા તેમના પડખે જ ઊભી રહી છું, પહેલાથી જ તારા પરદાદા એટલે એમના પપ્પા પાસે ઘણા પૈસા હતા એટલે બિઝનેસ પર બસ મેહનતની અને સમજણની જરૂર હતી તે તારા દાદાએ સાચવી લીધું ને સફળતા મેળવતાં ગયા, અમે અહીંયા પણ આવતા, અહીંયા નાં મેનેજર રધુભાઈ એ પણ તારા દાદા કે મારા કે પછી અમારા સૂચન અનુસાર નામ રાખવા ઘણી વખત કહેતા પણ તારા દાદાએ કોઈ દિવસ કોઈનું નામ નાં આપ્યું, બસ અનાથ આશ્રમ એટલું જ અને અહીંયા દરેક ઉમરના વ્યક્તિ રહી શકે છે. દાદી બોલતા રહ્યા ને તેમના ચહેરાની ચમક બતાવી રહ્યુ કે તેમને દાદા પ્રત્ય કેટલો પ્રેમ છે, મિસ્ટી સાંભળતી હતી, તેને દાદા ને દાદી પ્રત્યે માન થઈ આવ્યું.

પાછળથી વિવાન આવ્યો ને મિસ્ટી સાથે ચાલવા લાગ્યો, મિસ્ટીએ સામે જોયું ને વિવાનએ સ્માઈલ કરી ને મિસ્ટીએ પણ સહેજ સ્માઈલ આપી. દાદીએ વિવાનને જોયો ને એમના પાસે બોલાવ્યો.

"વિવું હું પરી સાથે અહીંયા જ રહીશ થોડા સમય માટે તારે આમ પણ ઘણું કામ હોય છે તો થોડો આરામ કરીને નીકળી જાજે" દાદીએ વિવાનનાં માથા પર હાથ ફેરવતા કહ્યું ને વિવાનનાં વાળ વિખરાય ગયા.

દાદી મારા વાળ વિખરાય દીધા તમે વિવાનએ કહ્યું ને તેના વાળ સરખા કરવા લાગ્યો, તેમાંથી થોડા વાળ આગળ આવી ગયા મિસ્ટી વિવાનને પોતાના વાળ સરખા કરતાં જોઈ ી ને ત્યાજ ઊભી રહી ગઈ.

જો પરી તારા સામે જોવે છે કે જાઉં! દાદી હળવું હસ્યાને વિવાનને હા માં માથું હલાવ્યું.

વિવાન મિસ્ટ્રીને જોઈ રહ્યો ને ત્યાંજ મિસ્ટી પણ દાદી સાથે આગળ જતી રહી, વિવાન મનમાં જ મલકાયો.

મિસ્ટીએ થોડી વાર આરામ કરીને બહાર આવી ને જોયું નો સામે ચાર પાંચ અને બીજી બે નાની નાની છોકરીઓ રમતી હતી તે તેમની પાસે ગઈ ને તેના આગળ પાછળ બધા રમવા લાગ્યા, મિસ્ટી પણ ખુશ થઈને તેમના સાથે રમવા લાગી, અહીંયા ખરેખર ખૂબ જ મજા આવે છે ત્યાંજ નાની બાળી બોલી. પરી દીદી....તમે અમારા સાથે રોજ રમશો ને? એને કહ્યું ને મિસ્ટી તેના સામે જોઈને હા માં માથુ હલાવ્યું ત્યાંજ બીજી બોલી....દીદી મેં તમને હમણાં જ જોયા હતા તમે કેટલા મસ્ત લાગો છો, એક દમ હેરો..ઈન..એ પૂરુ બોલી નાં શકી પણ તેને ખૂબ જ મજા આવી,

મિસ્ટીએ બધાની વચ્ચે જ બેસી ગઈ ને, તે બધી મિસ્ટીનાં ગોળ ફરતે બેસી ગઈ.

તમે બધા મને એક એક કરીને પોતાનું નામ કહેજો, મિસ્ટીએ કહ્યું ને નાની નાની છોકરીઓ તો જાણે મજા પડી ગઈ હોય એમ ખુશ થઈ ગઈ.

આ બધી જ છોકરીઓ છ કે સાત વર્ષની હસે તેવું અનુમાન મિસ્ટીએ લગાવ્યું ને તેમને જોઈ રહી.

દીદી મારું નામ મીનલ,...મારું સ્વેતા, મારું કવિતા, મારું અનુ. ગયા. એમ કરીને બધા એ પોતાના નામ આપ્યાને ખુશ થઈ

અને તમારું? સ્વેતા બોલી ને મિસ્ટી જોઈ રહી તેને મિસ્ટીએ તેના ગાલ ખેંચ્યા ને પ્રેમથી બોલી, મિસ્ટી

પણ હું તો તમને પરી દીદી કહી ચાલશે ને? સ્વેતાએ કહ્યું હું ને મિટીએ તેને હા કહ્યું.

ત્યાર પછી પણ મિસ્ટી ખૂબ જ રમી તે લોકો સાથે, દોડ પકડ અને સાથે પાણી બરફ આવી કેટલી રમતો રમવા લાગી જાણે તેનું બાળપણ પાછું આવી ગયું હોય.

વિવાન આળસ મરડીને બહાર આવ્યો ને સામે મિસ્ટીને

દૂરથી રમતા જોઈ રહ્યો ને તેના ચહેરા પર એક સ્માઈલ

આવી ગઈ,

વધારે નાં જોઈશ, નજર લાગી જશે મારી દીકરીને, પાછળ થી અવાજ આવ્યો ને પળ ભરમાં તો વિવાન ગભરાઇ ગયો ને અવાજ ધ્યાનથી સાંભળતા દાદી સામે હસ્યો.

દાદી! શું તમે પણ. વિવાવને કહ્યું, દાદી તેના સાથે મિસ્ટીને જોઈ રહ્યા.

દાદી હું તમારા પાસે આજે કઈક માંગુ તો શું તમે મને

આપશો? વિવાન ગંભીર થઈ ને બોલ્યો.

તું માંગીને જો, મને લાગ્યું તો તારું, મે આજ સુધી કઈ નાં પાડી છે? સામે દાદીએ સવાલ કર્યો ને વિવાનએ નાં માં માથુ હલાવ્યું ને મિસ્ટી સામે જોવા લાગ્યો.

મને મિસ્ટીનાં જીવનમાં જગ્યા જોઈએ, નથી ખબર મને શું છે અત્યારે તેના મનમાં પણ મારે જાણવું છે, મને બસ તમે હા પાડી દો મિસ્ટી માટે, મને મિસ્ટી ગમે છે,...કઈ રીતે સમજાવું? વિવાન એ કહ્યું ને દાદી સામે જોયું.

તું જેમ તેને સમજીશ ને આપો આપ બીજાને સમજાવી દઈશ, કે મિસ્ટી તારા માટે શું છે! દાદીએ કહ્યું ને તેને પણ પોતાને અને મિસ્ટીને સમય આપવાનું બરાબર સમજ્યું.

પણ દાદી હજી એક સવાલ છે, મિસ્ટીનાં ભૂતકાળમાં શું હતું તેનાથી મને ફરક નથી પડતો પણ એક વાતથી પડે છે કે જો તેના દિલમાં કોઈ હસે તો? દાદીએ માં બનવાની હતી ને...તો કોઈ તો હશે ને? શું હજી તે મિસ્ટી સાથે છે? તેને શોધશે? શું તેને મળવા આવશે? તો મારું શું થશે? આટલું બોલીને વિવાન તો ચિંતામાં આવી ગયો.

પરીએ કહ્યું છે કે તેના જીવનમાં બાળક સિવાય કોઈ નહતું, એટલે તું સમજી જા,...બાકી હું તારા સાથે જ છું પણ મારી દીકરીને દુઃખી કરીશ તો હું નહિ છોડુ...આટલું કહીને દાદી ગુસ્સામાં વિવાનને ઘેરવા લાગ્યા.

દાદી શાંત, તમને લાગે હું આવું કરું? વિવાનએ કહ્યું ને દાદીને વાત સાંભળીને શાંતિ થઈ, હવે તે ગમે તેમ કરીને મિસ્ટીને પોતાની બનાવવા તૈયાર હતો પણ પ્રેમથી, જબરજસ્તીથી પ્રેમ થોડી થાય, વિવાન કંટ્રોલ, વિવાન મનમાં ને મનમાં કેટલું બોલી રહ્યો ને દાદી તો ચાલ્યા મિસ્ટી પાસે.
દાદીએ પણ બાળકો સાથે મળીને મિસ્ટીને હેરાન કરી...થોડી વાર પછી દાદીએ વિવાનને ઈશારો કર્યો ને એ પણ રમતમાં જોડાઈ ગયો.

કવિતાએ દૂરથી આવતા વિવાનને જોઈને તેના પાસે દોડી ગઈ ને વિવાનએ તેને ઊંચકી લીધી.

ભાઈ તમે આવી ગયા, તમે ઘણું મોડું કર્યું, જોવો આ પરી દીદી.....વિવાન મિસ્ટી જોડે પહોંચતા જ કવિતાને નીચે ઉતારી.

વિવાનએ મિસ્ટી સામે જોઇને સ્માઈલ કરી ને ત્યાં મિસ્ટી

સ્માઈલ આપી ને ત્યાંજ સ્વેતા બોલી.

દીદી મારે હવે નથી રમવું હું થાકી ગઈ, તે તો બેસી ગઈ ને બીજા બધા પણ નીચે બેસી ગયા.

હે દીદી? મિસ્ટીદીદી ને હું ભાઈ? હું અહીંયા સૈયા બનવાના સપના જોવ છું ને મને ભૈયા બનાવે છે આ ચકલીઓ તો, વિવાનએ બધા સામે જોયું ને નિરાશ થઈ ગયો. તેને જોઈને દાદી સમજી ગયા હોય તેમ મનમાં જ હસ્યા.

.......

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED