આજે ડોક્ટર્સ ડે છે. એ નિમિત્તે એક ' નિજ' રચિત સુંદર લેખ
Doctor ' s Life
' રોજનું એક સફરજન ખાઓ અને ડૉક્ટરને દૂર રાખો ' આ ફિલોસોફી સાંભળી હું સફરજન લેવા ગયો. મોટાભાગના ગોબાવાળા હતા ને તોય ભાવ 300 રૂપિયે કિલો ,સાંભળી હૃદયમાં ગોબો પડી ગયો. લીધા તો ખરા પણ pesticide વાળા હશે કે પછી બીજા કોઈ કારણોસર થોડા જ દિવસોમાં ડૉક્ટર પાસે જવું પડ્યું.
મલ્ટી સ્પેશિયાલિટીની ઓપીડી માં પુષ્કળ ભીડ. આઈપીડી (ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) પણ ભરેલું. મારે જે ડૉક્ટર ની ચેમ્બર માં જવાનું હતું તે ફીઝીશ્યનની ચેમ્બર હતી. એક ટિફિન એમની ચેમ્બરમાં ગયું.કદાચ ઘરેથી આવ્યું હશે.હવે મારો નંબર આવવાની તૈયારીમાં ને એટલામાં જ એક મેજર એક્સિડન્ટ નો કેસ આવ્યો. તરતજ ઓર્થોપેડીક, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન વગેરે ડોક્ટર્સ ભેગા થઈ ગયા. પેશન્ટ મોટી ઉંમરનું હતું એટલે ફીઝીશ્યનને પણ કોલ આવી ગયો.
લગભગ બે થી અઢી કલાક સુધી બધાજ ડૉક્ટર પેશન્ટ પાસે હાજર રહ્યા. પેશન્ટ સ્ટેબલ થયુ પછીજ બધા ડોક્ટર્સ પોતપોતાની ચેમ્બરમાં
આવી ગયા. અને પાછી ઓપીડી સ્ટાર્ટ થઈ. મારો વારો આવ્યો. ખૂબજ મીઠી મુસ્કાન સાથે મને બેડ પર લીધો. બીપી માપ્યું. જનરલ ચેકઅપ કર્યું. દવા લખી દીધી. મારી નજર એમના ટિફિન પર ગઈ. પ્રશ્નાર્થ નજરે એમની સામે જોયું.' અમારે રોજનું છે, સવાર સાંજ નસીબમાં હોય તો ગરમ ગરમ ખવાય. બાકી તો ઠંડુ ખાવાની હવે ટેવ પડી ગઈ છે '.
તો આ છે ડોક્ટર્સ લાઈફ.
હું તો આ ફિલ્ડનો જ છું એટલે આ લોકોની લાઈફ મેં નજીકથી જોઈ છે.
ઘણા ડોક્ટર્સ વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને પાંચ વાગ્યે તો હોસ્પિટલમાં રાઉન્ડ મારતા હોય છે.(સવારે પાંચ વાગ્યે તો મેડિકલ સ્ટોર પણ ખુલ્યા ન હોય.)પછી ઓપીડી, ઈમરજન્સી. વગેરે વગેરે, તમે નઈ માનો, રાતના અગિયાર થી બાર વાગતા હોય છે પથારી ભેગા થવામાં. અરે પેથોલોજિસ્ટ સુધ્ધા રાત્રીના લેબ પર આવીને અર્જન્ટ રિપોર્ટ કાઢતા હોય છે. અમુક રાત્રિ તો એટલા સેમ્પલ આવતા હોય છે કે રાત એમને લેબ માં જ કાઢવી પડે.
અમુક વાંકદેખાઓ એમની કમાણીને વાંકી નજરે જોતા હોય છે. પણ એની પાછળ એમની ભણવાની મહેનત જોતા નથી હોતા.મોટાભાગના ડોક્ટર્સનું ત્રીસ વર્ષ સુધી ભણવાનું ચાલુ રહેતું હોય છે. ( સમજોને કે એમના મેરેજ માં એમનું ફ્રેન્ડ સર્કલ પોતાના બાળકોને લઈને આવે.) મોટી મોટી મેડિકલ બુક્સ વાંચવાની હોય છે. મેડીકલ કોલેજનું રેગિંગ સહન કરવાનું હોય છે. અમુક મેડિકલ સ્ટુડન્ટ્સને તો મનોચિકત્સકની ટ્રીટમેન્ટ પણ લેવી પડતી હોય છે.
આટઆટલી મહેનત પછી એક ડોક્ટર બહાર પડતો હોય છે.
હમણાંની જમાત પાછી ગૂગલ વાળી. પોતાના શરીર ની તકલીફો ગૂગલ પર સર્ચ કરશે અને ડૉક્ટરને કહેશે કે મને તો આજ છે. સમજોને કે સવાયા ડૉક્ટર. અરે ભાઈ, તું ડૉક્ટર પાસે આવ્યો જ છે તો તકલીફો નું નિદાન પણ એજ કરશે ને?. અરે આ લોકો તો કહેશે પણ ખરા કે ડૉક્ટરની જ ભૂલ છે. આ ટ્રીટમેન્ટ આ પ્રમાણે કરવાની હતી પણ ડૉક્ટરે ભૂલ કરી.
અરે ભાઈ ડૉક્ટર શા માટે ભૂલ કરે?. એ એનું નામ શા માટે ખરાબ કરે? દરેક ડોક્ટર દર્દીઓ માટે બેસ્ટ જ ટ્રીટમેન્ટ જ કરતા હોય છે.
અરે કેટલાય ડૉક્ટર દર્દીઓના સ્વાસ્થ્યની ચિંતામાં પોતાનું સ્વાસ્થ્ય
સંભાળી શકતા નથી અને પોતાનો જીવ ગુમાવી બેસે છે.
આ ડોક્ટર સમાજનું અભિન્ન અંગ છે. સમજો ને સમાજનું હાર્ટ છે.
અને એ હાર્ટ સતત ધબકતું રહે છે એટલે જ સમાજ ધબકતો રહે છે.
અસ્તુ .
.
.
જતીન ભટ્ટ 'નિજ '
94268 61995