ચિનગારી - 21 Ajay Kamaliya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ચિનગારી - 21

વાતાવરણ એકદમ શાંત, ટાંકણી પડે તો પણ અવાજ આવે એવા શાંત વાતાવરણમાં પોતાના મનમાં હજારો વિચારો ચાલતા વસંતભાઈનાં ફોનમાં કોલ આવ્યો ને નાના ઘરની એ ચાર દીવાલોમાં રીંગ ગુંજવા લાગી!

"હેલ્લો અંકલ, કેમ છો?" આટલું સાંભળતાં જ તેમના ચહેરા પર પરસેવો થવા લાગ્યો, તેમના પગ ધ્રુજવા લાગ્યા તેની હાલતની સામે ફોન પર વાત કરી રહેલા વ્યકિત જાણે મજા લઈ રહ્યું હોય તેમ હસવા લાગ્યો, તેની આ હસી સામે વસંતભાઈ માટે ભયાનક હતી! તે કઈ બોલી શકવાની હાલતમાં નહતા, તેમનો અવાજ બહાર આવવા માટે તરસી રહ્યો પણ અવાજ બહાર નાં આવ્યો તેમની ચૂપી જોઈને સામેવાડાને મજા આવી.

તારી હાલત જોઈને તો ખરેખર મજા આવે છે, સામે જો....આટલું કહ્યું ને વસંતભાઈ સામે જોયું, નાની બારી તેમના સામે હવા નાં કારણે ખુલી ગઈ તે કઈ વધારે વિચારે તેની પહેલા જ સામે થી સ્પીડમાં એક નાનો વ્હાઇટ કલરનો બોલ આવ્યો ને બારીના કાચને ચીરતો ઘરમાં આવી ગયો ને તે જમીન પર પછડાયો ને બધી બાજુ ધુમાડો ફેલાઈ ગયો! તે પોતાની જાતને સ્વર્ગ અથવા નર્ક બંનેમાંથી એકમાં જોવા લાગ્યા, હવે કઈ જ નહિ થઈ શકે એવો નિર્ધાર કર્યો આંખો મીચી દીધી.

"વિવાન અને મિસ્ટીએ સાથે મળીને મિટિંગમાં જવા લાગ્યા, વિવાનએ મિસ્ટીને સરસ રીતે બધું સમજાવી દીધું ને કઈ રીતે પ્રેસેન્ટ કરવાનું તે બતાયું, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આવી ગયા, સમીરને મિલી પણ આવી ગયા, તેમને જોઈને વિવાનને મિસ્ટીનાં હોશ તો ઉડ્યા પણ અત્યારે મિટિંગ માં કોઈ જાતના ભાવ પોતાના ચહેરા પર આવવા નાં દીધા, તે બંનેની હાલતની મજા સમીરનાં ચહેરો પરનું સ્મિત આપતું હતું, ખૂબ જ સરસ રીતે મિસ્ટીએ તેનું કામ કર્યું ને બધા એ તાળીઓથી તેને વધાવી!"

"ખૂબ જ સરસ રીતે તને આ પ્રેસેન્ટ કર્યું છે, અમને ખૂબ જ ગમ્યું, તમે જે દેશ માટે કરવા માંગો છો તે ખૂબ સારું કામ છે એ કામ માટે અમે પણ સહયોગ આપીશું, એટલે અમે બધા જ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર છીએ તમે તમારું કામ ચાલુ કરી દો", આટલું કહીને બધા એક બીજાની સામે જોવા લાગ્યા બધાના ચહેરા પર એક સંતોષ સારા કામ કર્યાનો, મિલીનો ચહેરો તો વધારે ખીલી ગયો તેને મનોમન સુધીરને યાદ કર્યો ને તે વધારે ખુશ થઈ ગઈ".

"થેંક્યુ સો મચ સર, તમારો આભાર કે તમે અમારી મદદ કરી રહ્યા છો," વિવાનએ ખુશ થતા કહ્યું ને આજે તે ખૂબ જ ખુશ તે મોટા હોદ્દા પર જરૂર હતો પણ તે બધાનું મહત્વ સમજતો, તે બધાને માન આપતો ને એટલે એ બધાનો ચહિતો રહ્યો છે, બધા ધીમે ધીમે વિખરાયા, વિવાનએ પર મિસ્ટીનો હાથ પકડ્યો આંખોથી સ્મિત આપીને આભાર માન્યો, તેને જોઈને તે પણ હસી ને, અહીંયા બધા જ ખુશ, હવે માત્ર ત્યાં મિલી, સમીર, વિવાન અને મિસ્ટી હતા, સમીરએ મિલીનો હાથ પકડ્યો ને મિલીએ હામાં માથુ ધુણાવ્યું".

"હેલ્લો મિસ?" મિલીએ નમ્રતા થી કહ્યું ને મિસ્ટીએ તેના સામે સરસ એવું સ્મિત કર્યું, તેને જોઈને મિલીએ હેન્ડશેક કરતા પોતાનો પરિચય આપ્યો, "હાઈ આઈ એમ મિલી”, હજી તે આગળ બોલવા જાય તેના પહેલા જ સમીર બોલી ઉઠ્યો, "ઓય ઓળખ્યો?" સમીરએ મોટી સ્માઈલ આપતા કહ્યું ને વિવાનને એ કાંકરીયા વાળો દિવસ યાદ આવતા તેના ચહેરા નાં ભાવ હવે કળવા મુશ્કિલ, મિલીએ તેના સામે જોયું ને પછી વિવાન સામે જોયું, "હાઈ તમે અહીંયા?" મિસ્ટી બોલી ને આ વિવાનને જરાય નાં ગમ્યું, તે તરત બોલ્યો, "બધા હાઈ હાઈ જ કરશો કે કઈક નાસ્તો પણ કરશો? વિવાન શાંત થતાં કહ્યું પણ તેના મનમાં તો આ ક્યારે જાય એ જ ચાલતું હતું.

"હા જરૂર સર, તમે કહો ને અમે નાં આવીએ એવું બંને?", સમીરએ તેને ચિડતા કહ્યું ને તેને પણ વિવાન કઈ ખાસ પસંદ નહતો પણ તેને તો તેના કામથી મતલબ!

........

ચારેય ને હવે સાથે કામ કરવાનું હતું, સિકયુરિટી ને બધું વિવાનની કંપની જોવાની હતી ને તેનું કામ અને કઈ બાજુ સેટ કરવું એ વિશ્વા ઇનફો એટલે મિલી ને સમીર જોવાનું હતું, વિવાન અને સમીરએ કામની વાતો ચાલુ કરી દીધી ને સામે મિલી ને મિટી એક બીજા વિશે વાત કરતા હતા.

"હેય તમને નથી લાગતું આપણા વચ્ચે કઈક તો કનેકશન જરૂર હશે? પહેલા તમે મારી મદદ કરી હોસ્પીટલથી ઘરે જવામાં અને પછી કાંકરીયા માં પણ મળ્યા ને હવે અહીંયા! કેવું સરસ કહેવાય ને", સમીરને આ રીતે વાત કરતા મિલીનાં તો હોશ ઉડ્યા સાથે વિવાનએ પોતાના હાથની મુઠ્ઠી વાળીને તે જ હાથથી તેને સમીરને મારવાનું મન થઇ ગયું, તેને જોઈને મિલી મનમાં જ હસી.

"હા અમારી કિસ્મત જો ખુલી ગઈ", આ જવાબ વિવાનએ આપ્યો એ પણ થોડા કડક અવાજમાં ને ચહેરા પર સ્મિત તેને જોઈને મિસ્ટી હસી.

"કિસ્મત તો અમારી ખુલી ગઈ છે સર હવે કામ કરવાની મજા આવશે", કઈક અલગ જ અંદાજમાં સમીરએ હસીને કહ્યું ને તેના ફોનની રીંગ વાગી.

"ઘરે આવ ફટાફટ", સામે સુધીરએ કહ્યું ને તેના અવાજમાં થોડી ચિંતા હતી.

"હા", આટલું કહીને સમીર ઊભો થયો ને વિવાન સામે સ્મિત આપ્યું ને મિસ્ટી સામે જોઇને બાય, હવે તો મુલાકાત થતી રહેશે કેમ સર? સમીરએ કહ્યું ને વિવાનએ હામાં માથુ ધુણાવ્યું ને તરત મિલીનો હાથ પકડીને સમીર ઊભો થઈને નીકળી ગયો.

"સારું કર્યું જતો રહ્યો, જેટલું જલ્દી બને એટલું જલ્દી કામ પતાવવું પડશે, બહુ ચિપકે છે મારી મિસ જોડે", વિવાનએ વિચાર્યું ને તેના સામે ચપટી વગાડીને મિસ્ટીએ તેના સામે જોયું.


........

સૂમસામ રસ્તા પર એક નાની ઝૂંપડી માં વસંતભાઈ રાખવામાં આવ્યા હતા, તે અત્યારે બેહોશ હતા પણ તેમના ચહેરા ચિતાની લકીર હતી.

........

ક્રમશઃ