પ્રેમ - નફરત - ૮૩ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૮૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮3

રચનાએ જાણે એક નિર્ણય લઈ લીધો હોય કે હું મરું પણ તને રાંડ કરુંએમ એક પછી એક જોખમી વિચાર રજૂ કરી એને અમલમાં લાવી રહી હતી. એને એમ થઈ ગયું હતું કે હવે એ પોતાનો બદલો પૂરો કરવા ગમે તે હદ સુધી જશે. કંપની અલગ કરાવ્યા પછી એને ગીરવે મૂકવાની વાત એણે રજૂ કરી દીધી હતી. એની એવી ગણતરી હતી કે પોતાની કંપની વેચાય પછી હિરેન અને કિરણ સાથે જોડાઈને એમની કંપનીનો ખાત્મો બોલાવી દેવાનો. એના પર હવે ન જાણે એક ઝનૂન સવાર થઈ ગયું હતું. જે કંપનીના માલિકોએ એના બાપને સ્વધામ પહોંચાડયા હતા એ કંપનીને અને એના માલિકોને જેટલી બને એટલી સજા આપવા માગતી હતી.

રચનાની વાતથી ચોંકેલા આરવે કહ્યું:રચના... તું ગાંડી તો થઈ ગઈ નથી ને? આમ પણ આપણે ખોટમાં છીએ અને દેવું ચૂકવવાનું બાકી છે. નવો મોબાઈલ લોન્ચ કરવા મૂડી ઊભી કરવા આ કંપનીને ગીરવે મૂકવાની વાત ખોટી છે. આ તો આપણે પ્રગતિ કરવાને બદલે બરબાદી તરફ આગળ વધી રહ્યા છે...

હું એ જ તો ચાહું છું.એમ સ્વગત બોલીને રચના હસતાં હસતાં બોલી:તું બહુ ડરપોક છે. આટલી મોટી કંપનીનો માલિક થઈને ડરે છે? ગીરવે મૂકીએ છીએ ને? વેચી તો રહ્યા નથી ને? બજારમાં આપણા પિતા લખમલભાઈની એટલી તો શાખ છે કે કોઈપણ એના પર જોઈએ એટલી રકમ આપી દે...

મને હવે તારી વાત સમજાતી નથી. મારું માનવું છે કે જો ખોટ જઈ રહી હોય તો મોટું દેવું ના કરવું જોઈએ. આપણે નાના પાયે મોબાઈલ લોન્ચ કરીશું પણ કંપનીને ગીરવે મૂકવી નથી.આરવે પોતાનો સ્પષ્ટ વિચાર દર્શાવી દીધો.

તેને રચનાનું વલણ છેલ્લા કેટલાક દિવસોથી સમજાઈ રહ્યું ન હતું. રાત્રે તે એના પ્રેમમાં એવી ગુંગળાવી દે છે કે સરખી વાત કરવાની તક મળતી નથી! રાત્રે એના પ્રેમમાં પાગલ થઈ જવાય છે અને એની કોઈપણ વાતને સંમતિ આપી દેવાય છે. એના રૂપ અને શરીરના આકર્ષણમાં બીજી કોઈ વાતનું ભાન રહેતું નથી.

આરવ, તું ભૂલી બહુ જાય છે. કાલે રાત્રે તને અડધી ઊંઘમાંથી પ્રેમ કરવા જગાડયો અને મારી સાથે પ્રેમ કરવામાં તું તલ્લીન હતો ત્યારે મેં તને યાદ કરાવ્યું હતું કે આપણે કંપનીને ગીરવે મૂકીને પણ નવો મોબાઈલ મોટાપાયા પર લોન્ચ કરીશું. એ સફળ થયા પછી તરત જ કંપની છોડાવી લઈશું. કોઈને ખબર પડશે નહીં. મને લાગે છે કે તને ત્યારે કંપનીની વાતમાં નહીં મારા શરીરમાં વધારે રસ હતો!રચના હસીને બોલી.

એવું બની શકે! તું રાત્રે વધારે કાતિલ અદા સાથે મને પ્રેમ કરે છે!કહી એને કેવી રીતે સમજાવવી એનો આરવને ખ્યાલ આવતો ન હતો. એણે સહેજ અટકીને કહ્યું:મને વિચારવા માટે બે દિવસનો સમય આપ.અને મનમાં જ બોલ્યો:મારે કોઈ અનુભવીની સલાહ લેવી છે.

રચનાને એને બે નહીં ચાર દિવસ વિચારવા કહ્યું. એને ખાતરી હતી કે એના મોહપાશમાં એવો જકડાયો છે કે બીજો કોઈ રસ્તો નથી. એને સફળતાના સપનાં એવા બતાવ્યા છે કે આખરે કંપની ગીરવે મૂકવા તૈયાર થઈ જશે.

આરવને બંને તરફના વિચાર આવતા હતા. એક તરફ રચનાની વાત સાચી લાગી રહી હતી. ભાઈઓને પોતાની સફળતા બતાવી દેવાની રચનાએ એને ચાનક ચઢાવી હતી. બીજી તરફ આમ કરવામાં મોટું જોખમ દેખાઈ રહ્યું હતું. તેને જ્યારે પણ પોતાના વિચાર ડગમગતા લાગે ત્યારે એ પિતાની સલાહ લેવામાં માનતો હતો.

પપ્પા, એક ખાનગી સમસ્યા લઈને આવ્યો છું...કહી આરવે પોતાની ઉલઝન રજૂ કરી દીધી.

લખમલભાઈએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહી દીધું:કંપની તારી છે. તું ગીરવે મૂકી શકે છે...

આરવને એ વાતનો વિશ્વાસ આવતો ન હતો કે આ તેના પિતા બોલી રહ્યા છે.

ક્રમશ: