ગતાંકથી...
રામલાલ જેવો જ અંદર દાખલ થવાના રસ્તે ચડ્યો ને હજુ તે મકાનમાં પ્રવેશે એ પહેલાં જ પહેરેગીર જેવા
બે- ચાર લોકો રામલાલ પર એક સામટા તૂટી પડ્યા.
અચાનક જ આવા એકસાથે થયેલા હુમલા થી રામલાલ હજુ તો પોતાનો બચાવ કરવાની તૈયારી કરે ત્યાં દુશ્મનોએ તેના મોઢા પર કંઈ એક તીવ્ર ગંધવાળો રૂમાલ લગાવી દીધો અને થોડી જ ક્ષણમાં તે બેભાન બની ગયો.
હવે આગળ...
દિવાકર જે વખતે ભારત હોટેલમાં હતો. રામલાલ તે વખતે કાદરી મહમંદ ની ગલીના મથક પર બેભાન અવસ્થામાં સડતો હતો .ત્યારે વ્યોમકેશ બક્ષી ચીનાઓના કોઈ વિસ્તારની નાનકડી હોટલમાં જમવા બેઠો હતો. તેના નાનકડા પરંતુ અદ્ભુત મગજમાં અનેક પ્રકારની ચિંતાઓ કરતો વિચારોમાં મશગુલ બન્યો હતો.
દિવાકર નો આજે પણ કોઈ જ પત્તો મળ્યો નહોતો. તે ઉપરાંત તેનો નોકર રામલાલ પણ ગુમ થયો છે.એ વાતથી રાજશેખર સાહેબ બહુ જ ચિંતાતુર બની ગયા છે. વ્યોમકેશ બક્ષી આજ સુધીમાં તેને કંઈ જ મદદ કરી શક્યો ન હતો...
અચાનક જ હોટલ પર એવી ઘટના બની કે તેમની આ વિચાર માળા અટકી અને તેમનું ધ્યાન તે તરફ ખેંચાયું. હોટલમાં એક ખૂબ જ સુંદર યુવતી એ કાશ્મીરી યુવક સાથે આવી તે છોકરી વ્યોમકેશ બક્ષીને સારી રીતે ઓળખતી હતી .તેનું નામ હતું કોમલિકા ઐયર .કોમલિકા ઐયર પહેલા બદમાશોની ટોળીમાં જોડાણી હતી. હાલમાં તે ફિલ્મ સ્ટાર તરીકે પણ સારું એવું નામ કમાઈ ચૂકી હતી.
નજીક આવતા જ કોમલિકા વ્યોમકેશ ને જોઈ જરા છોભીલી ની પડી ગઈ. પરંતુ થોડીવારમાં તેને પોતાની જાતને સંભાળી લીધી. વ્યોમકેશ બક્ષીને નમસ્કાર કરી તે પાસેના પ્રાઇવેટ રૂમમાં જતી રહી.
આ ટોળકી વિશે ને તેના સાથે જોડાયેલા લોકોમાંના હજુ પણ કેટલાક લોકો સાથે પોલીસની જાણ બહાર કોમલિકા ઓળખાણ રાખી રહી હતી આથી જો તેની સાથે વાતચીત કરી શકાય તો કંઈક અગત્યની ખબર મળે એવો વિચાર આવતા વ્યોમકેશ કોમલિકા સાથે વાતચીત કરવા ઉતાવળો થઈ રહ્યો હતો .
કઈ રીતે કોમલિકાની મુલાકાત લેવી એ બાબતમાં તે વિચાર કરી રહ્યો હતો ત્યાં જ કોમલિકા અને પેલો કાશ્મીરી યુવક રૂમમાંથી બહાર આવ્યા અને હોટલ છોડી જવા લાગ્યા.
વ્યોમકેશ તરત જ ખુરશી પરથી ઉભા થઈ એ તરફ જવા લાગ્યો. તેને જોઈ કોમલીકા મંદ મંદ સ્મિત કરવા લાગી.
હવે વ્યોમકેશ શાંત રહી શક્યો નહીં તે બોલ્યો : "કોમલીકા ,મારે તમારી સાથે કેટલીક જરૂરી વાતચીત કરવી છે."
વ્યોમકેશના આ શબ્દો સાંભળી કોમલિકા સાથે નો માણસ તરત જ ઉભો રહ્યો.
કોમલિકાએ આ બોલનાર માણસને નમસ્કાર કર્યું હતું તે એના જાણવામાં હતું.
કોમલિકા પોતાના સાથે ના માણસના કાન માં બે ચાર વાત કરીને વ્યોમકેશ પાસે આવીને ઊભી રહી તેના ચહેરા પર જિજ્ઞાસા અને કુતુહલતા ની લાગણી તરવરી રહી હતી
વ્યોમકેશ બક્ષી એ તેના ચહેરા સામે જોઈ કહ્યું :" જો તમારે ઉતાવળ હશે તો હું ટૂંકામાં પતાવીશ .તમને મેં ઘણા દિવસથી જોયા નહોતા. કેમ છો ?"
કોમલિકા સમજતી હતી કે આ શરૂઆત તદ્દન નકામી છે. બક્ષી સાહેબ હજુ અસલી વાત કહેવામાં અચકાય છે. તે કોઈ અવસર શોધે છે. તેણે પાસે આવીને કહ્યું : "અહીં કંઈ જરૂરી કામ માટે આવ્યા લાગો છો ?"
વ્યોમકેશ બક્ષી એ કહ્યું : "ના રે ના . થોડા સમય માટે કલકત્તા ફરવા આવ્યો છું. તમારી નવી ફિલ્મ જોવા જવાની ઈચ્છા છે."
કોમલિકા એ મંદ સ્મિત કરી કહ્યું : "એની પણ ખબર રાખો છો ! કલકત્તામાં મજા કરવા આવ્યા છો ખરું?
પરંતુ એકાદ કામ મળી જાય તો ?"
"તો તો ઘણું સારું."
કોમલિકા ધીમેથી બોલી : " આ વાત હું આપને જ જણાવું છું. એન્ટોની માર્કેટની પૂર્વ બાજુએ કાદરી મહંમદની ગલીમાં એક ખુફિયા અડ્ડો જામ્યો છે .ત્યાં એવા એવા બનાવો બને છે કે લોકોની કલ્પનામાં પણ ન આવી શકે."
વ્યોમકેશ ના કાન પાસે પોતાનું મોં લાવી કોમલિકાએ કંઈક કહ્યું .એ સાંભળી વ્યોમકેશએ પૂછ્યું : " શું આ સાચી વાત છે?"
"તદ્દન સાચી. ખૂબ જ સાવચેત રહેજો."
વ્યોમકેશ મુખ મલકાવતો બોલ્યો : " આ ખબર માટે તમારો ખુબ ખુબ આભાર માનું છું."
કોમલિકા મીઠું સ્મિત કરતી બોલી : "ત્યારે હું જાઉં ! પહેલા સજ્જન બિચારા મારા માટે જ ઉભા છે ."
વ્યોમકેશે હકાર માં માથું હલાવી હા પાડી.
******************************
બીજા દિવસે રાત્રે....
એન્ટોની બજારની પૂર્વ બાજુએ કાદરી મહંમદની ગલીમાં જે મેલાં વસ્ત્રો વાળો, ભૂખ્યો ભડભડતો, ક્રૂર લાગતો માણસ ઉદ્દેશ્ય વગર આમતેમ ભટકતો હતો તેને જોઈ નજીકમાં નજીકનો સગું પણ તેને વ્યોમકેશ બક્ષી તરીકે ઓળખી શકે નહીં.
કોમલિકા ઐયરના કહ્યા મુજબ ગઈકાલ રાતથી જ તેણે પોતાની તપાસ શરૂ કરી દીધી હતી. તેના કપડામાં એક પિસ્તોલ છુપાવેલી હતી અને બે ખિસ્સામાં અફીણ ગાંજો અને કોકેન ના પડીકા હતા .એટલું જ નહીં પણ તે એક જેલમાં સડેલો કેદી હોય એના જેવી નિશાનીઓ પણ તેના કાંડા પર જોવા મળતી હતી
ગલીમાં ભટકતો ભટકતો તે એક સ્થળે આવી ઉભો રહ્યો. સામે જે જૂનું મકાન હતું તે કોમલિકાએ વર્ણન કરેલા મકાનને મળતું આવતું હતું. કે બીજે માળે ત્રણ જ
વેન્ટિલેશનના જાળિયા હતા. નીચે મુખ્ય પ્રવેશદ્વાર સિવાય બીજી બારી કે જાળી હતી નહીં. મકાનનું પ્લાસ્ટર ઠેકઠેકાણે ઉખડી ગયું હતું .અને ઈંટો બહાર દેખાતી હતી....
મકાન તો આજ !પરંતુ એની અંદર જવું કઈ રીતે? ખિસ્સામાં એક દોરડું હતું તે કાઢી તે ધીમે પગલે મકાનના પાછળના ભાગમાં આવી પહોંચ્યો.મકાનની પાછલી દિવાલ પર થઈ એક જાડો પાઇપ ઉપર અગાસી સુધી ગયો હતો .આ જોઈ વ્યોમકેશ પ્રફુલિત બની ગયો. દોરડું ફેંકી તેને ફસાવી બરાબર ચેક કરી તે પાઇપ દ્વારા તે ઉપર ચડવા લાગ્યો .આસપાસ નજર કરતાં કરતાં તે અગાસી પર થઈ નીચે ઉતારવાની સીડી દ્વારા બીજે માળે ઉતર્યો.
થોડા પગથિયાં ઉતર્યા પછી તેણે જોયું કે થોડે દૂર આવેલા એક રૂમમાંથી પ્રકાશ બહાર આવે છે અને તે રૂમમાંથી એક કરતાં વધારે માણસોનો અવાજ પણ સંભળાય છે.
વ્યોમકેશ બક્ષી શ્વાસ રોકી સીડી પર આડો પડી એ રૂમ તરફ નજર કરવા લાગ્યો.
અંદર રૂમમાં ચાર વ્યક્તિ બેઠા હતા; પરંતુ તેની નજર સૌથી પહેલી જેના પર પડી તેને જોઈ તે અચંબિત થઈ ગયો. તેની નવાઈનો પાર જ ન રહ્યો. આ તો પેલી ફૂલવાડી ! હા એ જ સુંદર છોકરી! આ છોકરીએ જ પાટીલને પોતાના હાથે ફૂલ આપ્યું હતું.
વ્યોમકેશ ને લાગ્યું કે રૂમમાં કોઈ ખાસ મિટિંગ ચાલી રહી લાગે છે ! એક કદાવર મુસલમાન યુવાન મેઈનચેર પર બેઠો હતો. તેના માથા પર કિંમતી ટોપી શોભી રહી હતી.
વ્યોમકેશ કાન માંડી તેની વાત સાંભળવા છુપાતો છુપાતો હજી થોડો નજીક જવા લાગ્યો.
વ્યોમકેશ કાન સરવા કરીને વાતચીત સાંભળવા લાગ્યો. પહેલો ટોપીવાળો માણસ કહેતો હતો કે : એક નંબરના હુકમ મુજબ આપણા નવા જોડાયેલ ઋષિકેશ મહેતા ને મળવાનું છે. અબ્દુલ્લા , ઋષિકેશને લઈ આવ."
શું વ્યોમકેશ બક્ષી તેના કાયૅ માં સફળ થશે? જાણવા માટે વાંચો આગળ નો...
ક્રમશઃ....