માંન્યાની મઝિલ ચેપ્ટર - 19 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 19

બીજા દિવસે સાંજે પિયોની અને અશુમન એક કેફેમાં સાથે બેસિને કોફી પિતા હતા બને એક્સાથે એવી રીતે બેઠા હતા કે તેમને જોઇને લાગતું નહોતું કે હજી એક દિવસ પહેલા જ બને ઓફીશયલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બન્યા હોય અશુમન

માટે તો આ કંઈ નવાઈની વાત નહોતી. તેના લિસ્ટમાં માન્યા ઉર્ફે પિયોનીએ 13મી ગર્લફ્રેન્ડ રૂપે નામ નોંધાવી લીધું હતું. એટલે તેના માટે તો આ લવીડવી મુલાકાત બહુ કોમન હતી પણ પિયોની અત્યારે પોતાની જાતને ક્વીન ઓફ ધ વર્લ્ડ ફીલ કરી રહી હતી. આખરે તેને પોતાનો કિંગ અંશુમન જો મળી ગયો હતો. થોડું ગભરાતી, થોડું શરમાતી, થોડું હિચકિચાતી તે અંશુમનની અડોઅડ બેઠી હતી. થોડા-થોડા સમયે તે થોડું ખસવાનો પ્રયત્ન કરતી હતી પણ તેના હાથમાં પરોવાયેલી અંશુમનની આંગળીઓ તેને એક ફૂટ પણ દૂર ખસવા નહોતી દેતી. અંશુમનનું આ વર્તન પિયોનીને પ્રેમમાં તરબોળ કરી ગયું હતું. છેલ્લા અડધો કલાકથી પિયોની અંશુમન સાથેના આ ક્વોલિટી ટાઈમને એન્જોય કરી રહી હતી. એટલામાં અંશુમને વેઈટરને બોલાવીને એક કોફીઅને સેન્ડવીચનો ઓર્ડર આપ્યો. 10 મિનિટમાં વેઇટર ઓર્ડર લઈને આવી ગયો. એક કોફીમાં એક સ્ટ્રો જોઈને અંશુમને વેઇટરને આંખના ઈશારાથી એક એક્સ્ટ્રા સ્ટ્રો લાવવાનું કીધું. વેઇટરે એક્સ્ટ્રા સ્ટ્રો લાવીને કોફીના કપમાં મૂકી. આ જોઈને પિયોનીના ગોરા ગાલ પર લાલી આવી ગઈ. બંનેએ એક જ કોફીના કપમાંથી બે સ્ટ્રો નાંખીને કોફી પીધી. પિયોનીને લાગ્યું કે બસ આ પળ અહીંયા જ રોકાઈ જાય અને આજીવન અંશુમન સાથે તે આ રીતે રહે. પિયોની હજી તો આ વિચારોમાં જ હતી કે તેણે જે હાથથી સ્ટ્રો પકડી હતી તે હાથ ઉપર અંશુમને એક કિસ કરી દીધી. અંશુમનની અચાનક આવી હરકતથી પિયોની ગભરાઈ ગઈ

અને ગભરાટના માટે તેણે આજુબાજુ જોઈ લીધું કે કોઈએ જોયું તો નથી ને. આ જોઈને અંશુમનને હસવું આવી ગયું. તે માન્યાનો ઈનોસન્ટ ફેસ જોતો રહી ગયો. અંશુમનને પોતાના પર હસતો જોઈને પિયોનીને ગુસ્સો આવી ગયો અને તે મોઢું ચઢાવીને બીજી સાઈડ ફરીને બેસી ગઈ. 'અરે બેબી...આઈ એમ સોરી. હું તારા પર નહોતો હસ્યો.' 'મારે તારી સાથે કોઈ વાત નથી કરવી.' પિયોની અંશુમન સામે જોયા વગર જ બોલી. પિયોનીનો હાથ હજી પણ અંશુમનના હાથમાં જ હતો. તેને ખબર હતી કે રૂઠેલી ગર્લફ્રેન્ડને કેવી રીતે મનાવવી? આખરે તે રોમેન્સનો કિંગ હતો. તેણે ચુપકેથી પિયોનીના હાથ પર ફરી કિસ કરી લીધી અને શરમના મારે પિયોની તેની આ હરકત પર ફરી હસી પડી. બંને વચ્ચે વાતવારણ ફરી લવીડવી થઈ ગયું, “યુ આર સચ અ નોટી અંશુમન.' ‘તું છે જ એટલી હોટ. આઈ કુડન્ટ કન્ટ્રોલ માયસેલ્ફ.' અંશુમન આંખ મારતા બોલ્યો. 'બહુ સારુ, ચાલ, હવે મારે જવું પડશે. હું બહુ નહીં રોકાઈ શકું.” ના, આટલી જલ્દી તો હું તને નહીં જવા દઉં.' અંશુમને ફરી પિયોનીનો હાથ પકડી લીધો. 'સમજ યાર, હું ઘરે કહીને આવી છું કે ફ્રેન્ડના ધરે જઉં છું. હવે હું વધારે નહીં રોકાઈ શકું.' 'પણ હજી તો મેં તને સરખી રીતે જોઈ પણ નથી. મારે તારી સાથે કેટલી બધી વાતો કરવી છે. આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ માય ગર્લ' 'કાલે ફરી મળીશું બસ પણ અત્યારે મને જવા દે

પિયોની ધીરે રહીને અંશુમનના હાથમાંથી પોતાનો હાથ છોડાવતા બોલી. “એક જ શરત ઉપર જવા દઉં.' ગાલ ઉપર આંગળી મૂકીને અંશુમને તેને કિસ કરવાનો ઈશારો કર્યો. 'ગાંડો છે તુ? હું નથી કરવાની.‘ ‘ઓકે તો તને જવા પણ નહીં મળે.' અંશુમને પિયોનીના બંને હાથ જોરથી પકડી લીધા. અંશુમન અત્યારે જવા દે પ્લીઝ, મારે બહુ જ મોડું થાય છે.' પિયોની અંશુમનના હાથોમાં કેદ થઈ ગઈ હતી. 'હા તો મેં તને જવાની ક્યાં ના પાડી? બસ જલ્દી મારી ડિમાન્ડ પૂરી કરી દે. હું તને ફ્રી કરી દઈશ.' પિયોની ના-ના કરતી રહી અને અંશુમનના હાથમાંથી પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરતી રહી. અંશુમનને લાગ્યું કે આ નહીં માને એટલે તેણે તેનું છેલ્લું શસ્ત્ર અજમાવ્યું. ઝાટકા સાથે તેણે પિયોનીના હાથ છોડી દીધા અને મોઢું ચઢાવીને બેસી ગયો. પિયોની લાગ્યું કે ખરેખર અંશુમનને ખોટું લાગ્યું છે અને તે અંશુમનને ઉદાસ કરવા નહોતી માંગતી. ધીમે રહીને તે અંશુમનની તરફ સરકી. કોઈ જુએ નહીં તે રીતે એક જ સેકન્ડમાં તેણે અંશુમનના ગાલ ઉપર કિસ કરી દીધી અને હસતી-હસતી તે કેફેની બહાર જવા નીકળી, કાફેના એક્ઝિટ ગેટ તરફ જઈને તેણે ઉંધુ ફરીને જોયું તો અંશુમને આંખ મારીને તેને ફ્લાઈંગ કિસ આપી અને પિયોની શરમાતા-શરમાતા બહાર નીકળી ગઈ.

ઘરે આવતાવેંત પિયોની પોતાના રૂમમાં જતી રહી. કમરે ભરાવેલું પર્સ તેણે હવામાં ઉછાળ્યું અને બેડ પર પડેલા તેના ટેડીબેરને ઉંચકીને તેણે ડાન્સ શરૂ કરી દીધો. તેના દિલમાં આજે ખુશી સમાઈ નહોતી રહી. ટેડીબેરને પકડીને તે નાચી રહી હતી, બેડ પર કૂદી રહી હતી અને જોરજોરથી ગીત ગાઈ રહી હતી. તેને લાગ્યું કે બસ તેના જીવનમાં આનાથી વધારે ખુશીનો દિવસ કોઈ હોઈ નહીં શકે. એટલામાં તો સીડી ઉપરથી કોઈ ઉપર આવતું હોય તેવો અવાજ આવ્યો અને બીજી જ મિનિટે માન્યા પિયોનીના રૂમમાં હતી. પિયોનીને આમ પલંગ ઉપર નાચતા જોઈને માન્યા આંખો ફાડીને પિયોનીની સામે જોઈ રહી હતી.

(શું હજી પણ પિયોની માન્યા સામે અંશુમનની વાત છુપાઈ શકશે કે પછી આવેશમાં આવીને તે માન્યાને અંશુમન વિશે જણાવી દેશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)