માંન્યાની મઝિલ ચેપ્ટર - 20 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 20

તેને નવાઈ લાગી રહી હતી કે પિયોનીને અચાનક શું થઈ ગયું? તે કેમ આવી રીતે નાચી રહી છે? કૂદી રહી છે? હજી તો તે કંઈ વિચારવા જાય તે પહેલા પિયોની પોતાની ધૂનમાં નાચતી-નાચતી બેડ પરથી નીચે ઉતરી અને માન્યા સાથે અથડાઈ. ત્યારે તો તેને ભાન આવ્યું કે માન્યા તેના રૂમમાં ઊભી છે. પિયોની છોભીલી પડી ગઈ શું કરવું શું કહેવું તે તેને સમજમાં ના આવ્યું. માન્યાએ પણ પિયોનીનું આ અજીબ વર્તન નોંધ્યું. ‘શું વાત છે આજે મારી બેસ્ટી ફુલ ઓન મૂડમાં લાગે છે.' માન્યા બોલી, 'ના...ના...એવું કંઈ નથી. આ તો બસ મારા ડાન્સિંગ મુલ્ઝની પ્રેક્ટિસ કરતી હતી.' ‘હેં? ખરેખર? જોઈને તો લાગતું નહોતું કે તુ કોઈ ડાન્સની પ્રેક્ટિસ કરી રહી હતી. તુ તો ડાન્સની માસ્ટર છે. આવો ગાંડા જેવો ડાન્સ તું તુ. ના કરી શકે.' પિયોની હજી પણ માન્યા સામે કંઈ બોલવાની પરિસ્થિતિમાં નહોતી આવી. તેથી તે શું બોલવું તે માટે શબ્દો ગોઠવવા લાગી.

‘માન્યા સાચે કહું છું. મને કંટાળો આવતો હતો. કંઈ કરવા માટે હતું નહીં તો મને થયું કે લાવ બહુ ટાઈમથી ડાન્સની પ્રેક્ટિસ નથી કરી તો કરી લઉં અને એમાં મારું ફેવરિટ સોન્ગ વાગતું હતું તો ક્યારે મને મરી ચઢી ગઈ તેની મને જ ખબર ના પડી.' આખરે પિયોનીની આ દલીલ માન્યાના ગળે ઉતરી ગઈ અને આ સાંભળીને તે ખડખડાટ હસવા લાગી.

માન્યાને આ રીતે હસતા જોઈને પિયોનીના મનમાં ઠંડક પડી. તેને તો લાગ્યું હતું કે આજે તો તેનો ખેલ ખતમ જ થઈ ગયો. માન્યા તેનું જુઠ્ઠાણું તરત જ પકડી લેશે. 'ઓકે મેડમ, 2 દિવસથી તુ ક્યાં ગાયબ છે? જે દિવસથી પેલી બિઝનેસ પાર્ટીમાં જઈને આવી છે તે પછી તારો ના તો કોઈ ફોન છે કે ના મેસેજ. આટલી ક્યાં બિઝી થઈ ગઈ છે? માન્યા પિયોની ઉપર થોડી નારાજ હતી. સૌરી ડાર્લિંગ...નાનીમાં સાથે થોડી બિઝી હતી. તને તો ખબર જ છે ને તેમનો પગનો દુખાવો. તો નાનીમાંને લઈને હું ડોક્ટરના ત્યાં ગઈ હતી. બધા રિપોર્ટ્સ કઢાવ્યા. તે પછી તેમને એક્સરસાઈઝ કરાવવા લઈ ગઈ એન્ડ ઓલ સ્ટફ. કાલનો મારો દિવસ તો ક્યાંય પતી ગયો મને ખબર જ ના પડી. આજે મેં વિચાર્યું હતું કે તારા ઘરે આવીશ પણ લાગે છે કે તને ટેલિપથી થઈ ગઈ કે હું તને મિસ કરુ છું એટલે તું જ આવી ગઈ. એમ આઈ રાઈટ?” એકીશ્વાસે પિયોની મનમાં જે સ્ટોરી આવી તે બોલી ગઈ.

‘યસ એબ્સોલ્યુટલી...કેટલા દિવસથી આપણે સારી રીતે મળ્યા નહોતા તો મેં વિચાર્યું કે આજે રાત્રે તારા ઘરે જ રોકાઈ જઉં. એટલે જ તો જો હું નાઇટડ્રેસ પહેરીને જ આવી ગઈ છુ.' આ સાંભળતાના સાથે જ પિયાનાના ચહરા પરના હસા ગાયબ થઈ ગઈ. ખુશ થવાના બદલે તેનો ઉદાસ ચહેરો જોઈને માન્યા પણ પ્રશ્નાર્થ નજરે તેને જોતી રહી ગઈ. 'મને લાગ્યું કે તું આ સાંભળીને કૂદી પડીશ અને આપણે નાઇટ આઉટના મસ્ત-મસ્ત પ્લાન બનાવીશું પણ અહીંયા તારો ચહેરો તો કંઈક અલગ જ કહે છે.' 'ગાંડી છે તું? આઈ એમ રિયલી હેપી ડાર્લિંગ. આપણે બહુ જ મજા કરીશું, મસ્તી કરીશું. ધમાલ મચાવી દઈશું આખી રાત.' પિયોની ચહેરા પર ફેક સ્માઇલ સાથે બોલી. 'સારું બોલ તો શું પ્લાન કરવો છે?' માન્યાએ પૂછ્યું. ‘લેટ મી થિંક.' પ્લાન વિચારવાના બહાને પિયોનીએ અંશુમન વિશે વિચારવાનો સમય માંગી લીધો હતો. ‘જો માન્યા આજે આખી રાત અહીંયા રોકાશે તો હું અંશુમન સાથે વાત કેવી રીતે કરીશ? પણ આજે તો મારી પાસે એવું કોઈ બહાનું પણ નથી કે હું માન્યાને પાછી ઘરે મોકલી શકું અને જો હું અંશુમન સાથે વાત નહીં કરું તો તે ફરી મારી પર નારાજ થઈ જશે.” પિયોની રૂમમાં આંટા મારવા લાગી. આટલું બધું ટેન્શન કરવાની જરૂર નથી. આપણે એક્ઝામ આપવા નથી જવાનું. ચિલ મારવા માટે કોઈ પ્લાન ના બનાવાય ગાંડી.' પિયોની માન્યાનું મન રાખવા ફેક હસી પડી પણ તેની આ ફેક મુસ્કાન માન્યાને એ શક કરવા પર મજબુર કરી ગઈ કે આખરે ચક્કર શું છે? તેને લાગ્યું કે ચોક્કસ એવું કંઈક છે જે પિયોની મારાથી છુપાવી રહી છે. જો કે, તેનો આ શક સાચો છે કે નહીં તેના વિશે હજી માન્યા પોતે પણ કોન્ફિડન્ટ નહોતી એટલે તેણે નક્કી કરી લીધું કે જે પણ હશે આજે રાત્રે તે પિયોની પાસેથી જાણીને રહેશે.

રાતના 9 વાગવા આવ્યા હતા એટલે પિયોની અને માન્યા બંને ડિનર માટે નીચે ગયા. નાનીમાંએ જમવાનું તૈયાર જ રાખ્યું હતું. બધાએ સાથે બેસીને ડિનર કર્યું અને ડાઈનિંગ ટેબલ ઉપર માન્યા અને પિયોનીની મસ્તી ચાલુ થઈ. મજાક મજાકમાં માન્યાએ સૌથી પહેલો ટાર્ગેટ નાનીમાંને બનાવ્યો, નાનીમાં, કેવું છે હવે તમને પગે? કાલે ડોક્ટરને બતાવવા ગયા હતા તો ડોક્ટરે શું કીધું? આ સાંભળતા જ પિયોનીના હાથમાં રહેલો કોળિયો હાથમાં જ રહી ગયો. એસી ડાઈનિંગ હોલમાં પણ તેને પરસેવો છુટી ગયો. ‘ડોક્ટરના ત્યાં? હું ક્યારે ગઈ ડોક્ટરના ત્યાં? ડોક્ટરની અપોઈનમેન્ટ તો આવતા અઠવાડિયે છે. ત્યાં સુધી તો હજી મારે એ જ દવા ચાલુ રાખવાની છે.'

આગળ હજી માન્યા કંઈ બોલે તે પહેલા પિયોનીએ ગળામાં કંઈક ફસાઈ જવાથી ઉધરસ ખાવાનું શરૂ કરી દીધું. નાનીમાંએ ફટાફટ ઊભા થઈને પિયોનીને પાણી આપ્યું અને તેની પીઠ થાબડવા લાગ્યા. આ જોઈને માન્યાનો શક વધારે પાક્કો થઈ ગયો કે ખરેખર પિયોની તેનાથી કંઈક છુપાવી રહી છે. માન્યા આગળ કંઈ બોલી નહીં. પિયોનીએ પણ એ નોંધ્યું કે માન્યા તેની ઉપર શક કરી રહી છે. જમ્યા પછી બંને ઉપર રૂમમાં જતા રહ્યા. વૉશરૂમ જવાના બહાને પિયોની અંદર બાથરૂમમાં ગઈ. આ સાથે માન્યાએ એ પણ જોયું કે પિયોની અંદર બાથરૂમમાં મોબાઈલ લઈને ગઈ. આ જોઈને માન્યાનો શક વિશ્વાસમાં બદલાઈ ગયો કે ખરેખર કંઈક એવું છે જે પિયોની છુપાવી રહી છે. અંદર જઈને ફટાફટ પિયોનીએ અંશુમનને મેસેજ કર્યો અને કહ્યું કે આજે તેના ઘરે ફ્રેન્ડ્સનું નાઇટ આઉટ છે તો તે વાત નહીં કરી શકે. આ સાથે તેણે સોરી લખીને હગ અને કિસના સિમ્બોલ મુક્યા. તેમજ તેના ફોનમાં પાસવર્ડ રાખી દીધો.

રાતના 2 વાગવા આવ્યા હતા પણ માન્યા અને પિયોનીની વાતો ખૂટી નહોતી રહી. ધીમે-ધીમે પિયોનીને ઊંઘ ચઢી હતી, ઊંઘ તો માન્યાને પણ આવી રહી હતી પણ આજે પિયોની સુઈ જાય તે પછી કોઈ પણ હિસાબે માન્યાને જાગવાનું હતું. બીજી અડધો કલાક વાત કરીને પિયોની અને માન્યા સુઈ ગયા, પાંચ મિનિટમાં પિયોનીના નસકોરા બોલવા લાગ્યા પણ માન્યા હજી પણ જાગી રહી હતી. ધીમેથી તે ઊભી થઈ અને પિયોનીના ઓશિકા નીચે દબાવેલો મોબાઈલ તેણે કાઢ્યો અને સ્ક્રિન ઓન કર્યો તો તેણે જોયું કે ફોનમાં પાસવર્ડ રખાઈ ગયો છે. આ જોઈને માન્યાને ઝાટકો લાગ્યો કે પિયોની મારાથી એવું તો શું છુપાઈ રહી છે? માન્યા રૂમમાં આમથી તેમ આંટા મારવા લાગી અને વિચારવા લાગી કે હવે તે શું કરે?

અચાનક તેને ફેસબુક યાદ આવ્યું. તેને લાગ્યું કે પિર્યોનીના ફેસબુક અકાઉન્ટમાંથી કંઈક જાણવા મળી શકે. પિયોની ઊંઘે છે તેની ખાતરી કરી લીધા પછી તેણે રૂમમાં રહેલું કમ્પ્યુટર તેણે ચાલુ કર્યું અને પિયોનીનું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું. પાસવર્ડ તો માન્યાને ખબર જ હતી. તેણે 10 મિનિટ સુધી મેસેજથી લઈને નોટિફિકેશન અને ફોટા બધું જ ચેક કર્યું પણ તેને કંઈ અજીબોગરીબ જોવા ના મળ્યું, નિરાશ થઈને તેણે ફેસબુક અકાઉન્ટ બંધ કર્યું પણ અંદરથી તો તેને હજી પણ એવી જ ફિલીંગ આવી રહી હતી કે પિયોની તેનાથી કંઈક છુપાવી રહી છે. અચાનક તેને વિચાર આવ્યો કે તેણે પિયોનીનું અકાઉન્ટ ચેક કર્યું તો પોતાનું પણ કરી લે કદાચ તેને કંઈક મળી જાય. ઈમેઈલ અને પાસવર્ડ નાંખીને તેણે પોતાનું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું. નોટિફિકેશન્સ જોયા અને બાજુમાં આવેલા મેસેજના સિમ્બોલ પર તેણે ક્લીક કર્યું. જેમાં સૌથી ઉપર તેને મેસેજ જોવા મળ્યો જેમાં નામ હતું અંશુમન અને સાથે તેનો છેલ્લો મેસેજ હતો, ’ગુડ નાઇટ બેબી...મિસિંગ યુ લોટ...'

(અંશુમનના મેસેજ વાંચીને માન્યા કેવી રીતે રીએક્ટ કરશે? શું માન્યા અને પિયોનીની ફ્રેન્ડશિપનો આવી જશે ધિ એન્ડ કે પછી પિયોની અને અંશુમનની લવસ્ટોરી પર લાગી જશે બ્રેક? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)