રાની પીનાકીનને અસલીયત સમજાવી આંસુભરી આંખે બહાર દોડી ગઈ... પીનાકીન પીને ધૂત થયેલો પરંતુ જ્યાં વાસંતીનું નામ આવ્યું એનો અડધો નશો ઉતરી ગયો. પીનાકીન થોડીવાર એમજ બેસી રહ્યો... એણે વિચાર્યું ભાઉ બધાને મદદ કરે છે. એ શું કામ મારી સાથે એવું કરે ? દાવડે તો પહેલેથીજ નામચીન છે...
રાની અત્યારે દાવડેને દોષિત કહે છે પોતે શું કરતી હતી ? દાવડે જયારે ચાલમાં આવતો એની સાથે જાતજાતનાં ચાળા કરતી... મેં મારી નજરે જોયું છે ... રાનીને ખબર હતી હું એને પસંદ કરું છું છતાં મારી સામેજ દાવડે સાથે...
દાવડે કોઈ મહાત્મા થોડો છે ? રાનીને એણે મારી સામેજ કીસ કરેલી દારૂ પીને છાટકો થઈને રાનીનાં ઘરમાંજ રાનીને... ચૂંથી હતી... રાનીએ મને ક્યારેય ફરીયાદ નથી કરી... આજે નિર્દોષ હોવાનું નાટક કરી દાવડેની ફરીયાદ કરે છે.
એ વિચારતો વિચારતો રૂમની બહાર આવ્યો ત્યાં વિજયરાવે પીનાકીનને બૂમ પાડી બોલાવ્યો. પીનાકીન વિજયરાવ પાસે ગયો. વિજયરાવે દાવડેનાં હાથમાંથી બનાવેલો પેગ લીધો અને પીનાકીનને એનાં હાથથી પીવરાવી "વિજય" મળ્યાની ખુશી જાહેર કરી બોલ્યો “પીનાકીન કાલે સાંજે ઓફીસે આવી જજે તારી નોકરીનું કંઈક નક્કી કરી દઈશું મેં પાલિકા મેનેજરને પણ બોલાવ્યો છે અમારી પાસે ત્રણ માણસ ને નોકરીએ રાખવાનો હક્ક છે અને ભલામણ કરી શકીએ છીએ.”
પીનાકીને હાથમાં ગ્લાસ લઇ એક સાથે પી ગયો અને વિજયરાવનાં પગમાં પડી ગયો બોલ્યો “ભાઉ તમે મારાં ભગવાન છો હું સાંજે આવી જઈશ.” વિજયરાવે હસતાં હસતાં દાવડે સામે જોયું અને આંખ મારી કંઈક સમજાવ્યું.
દાવડે એ પીનાકીનને કહ્યું "કાલે સાંજે ઓફીસ આવી જજે બીજું પણ કામ છે તારી નોકરી તો પાકીજ઼ એ સમજી લેજે” એમ કહી વિજયરાવ અને દાવડે ત્યાંથી નીકળી ગયાં. પીનાકીન તો ખુશીથી નાચવા માંડ્યો એની ટોળકી પાસે જઇ દારૂની જ્યાફ્ત ઉડાવવા માંડ્યો. રાની એને દૂરથી દુઃખી થઈને જોઈ રહી હતી...
********
સાવી સોહમને વાસંતી વિશે વાત કરી રહી હતી. સાવીએ સોહમને કહ્યું “આ વાસંતીનો દેહ અભડાયેલો છે એક વેશ્યા તરીકે એ ચૂંથાયેલો લૂંટાયેલો છે પણ એની પાછળ વાસંતીનો કોઈ વાંક નથી એને શિકાર બનાવવામાં આવી હતી એની વાત કરતાં કરતાં હું થથરી જઉં છું મારાં પર તો હુમલો થયો... પણ આ વાસંતીની કથા એટલી દર્દનાક છે કે...” કહેતાં કહેતાં સાવીની આંખમાં આંસુ આવી ગયાં...
સોહમે કહ્યું “આખી મુંબઈમાં કેટલી વાસંતીઓ ફરતી હશે ? કેટલાં આવાં નીચ પુરુષો શોષણ કરી લાજ લૂંટીને કોઠે બેસાડી દેતાં હશે ? એમની મદદ માટે કોણ આવતું હશે ?”
સાવીએ કહ્યું “આવી લાચાર અને સંજોગોનો શિકાર થયેલી સ્ત્રીઓની મદદે કોઈ નથી આવતું ત્યાં આવનાર દરેક પુરુષની આંખમાં વિષય વાસના હોય છે તેઓ એમનાં દેહ ચૂંથવા જ આવતા હોય છે એમને શરીરની અંદર રહેલાં હ્ર્દય અને લાગણીઓ સાથે કોઈ મતલબ નથી હોતો.”
“શરીર સુખ માટે પૈસા ચૂકવાય છે દેહ ચૂંથાય છે વેશ્યા બનેલી સ્ત્રીનાં શરીર પર થૂંકીને ચાલ્યાં જાય છે... પતિત સ્ત્રીને પતિતા બનાવી સ્ત્રીનેજ ગુનેગાર દોષિત ઠરાવી પોતે દંભનો ચહેરો ઓઢી બજારમાંથી બહાર નીકળી જાય છે... આજ છે કડવી વાસ્તવિકતા. હું જાણું છું”
અમુક છોકરીઓ -સ્ત્રીઓ પૈસા- મોજશોખ માટે પણ દેહવિક્રયનો ધંધો કરે છે પરંતુ ૮૦% સ્ત્રીઓ સંજોગોનો શિકાર જ હોય છે.” સોહમે કહ્યું “સાવી... વાસંતીનું શું થયું ? પીનાકીનને પાલિકાની નોકરી મળી ? એવું શું થયું કે વાસંતી કોઠા પર આવવા મજબુર થઇ ?”
સાવીએ કહ્યું “પીનાકીન બીજા દિવસે સાંજે પાલિકાની ઓફિસે અપટુડેટ તૈયાર થઈને પહોંચી ગયો. ત્યાં પહોંચી જોયું ભાઉ કે દાવડે ત્યાં કોઈ નથી એ થોડો નાસીપાસ થયો એને થયું મને તો અહીંજ બોલાવેલો... ભાઉ કેમ નથી આવ્યાં ? પાલિકાનાં પટાવાળાએ કહ્યું "તું અહીં કેમ આવ્યો ? ઓફિસ તો બંધ થઈ ગઈ અત્યારે કોઈ નહીં આવે કાલે આવજે.”
ત્યાં પાલિકા પાસે જીપ આવીને ઉભી રહી પીનાકીને જોયું જીપમાં વિજયરાવ દાવડે અને પાલિકા મેનેજર બધાં આવ્યાં છે એ એમની પાસે દોડી ગયો. વિજયરાવે કહ્યું “તું આવી ગયો ? જો આ પાલિકાનાં મેનેજર છે એ તને નોકરી પર રાખશે. ચાલ પહેલાં અંદર જઈએ.” પટાવાળાને કહ્યું “ખોલ ઓફીસ...” પટાવાળો દોડીને પહેલાં ઓફીસ ખોલવાં માંડ્યો.
પાલિકા ઓફિસમાં મેનેજરની ખુરશી પર વિજયરાવ બેસી ગયો... મેનેજરે કહ્યું “ભાઉ બોલો મારે શું સેવા કરવાની છે ? મને પહેલેથી ખબર હતી કે પાલિકાનો આ વિભાગ તમારી પાસેજ આવશે.”
વિજયરાવે તુચ્છકારથી એની સામે જોયું એને બોલ્યો " સાવંત આ પીનાકીન એને તમારી ઓફિસમાં નોકરીએ રાખવાનો છે એનાં પેપર્સ તૈયાર કરો એનો નિમણુંક પત્ર બધું અત્યારે બનાવો અને એને હાથમાં આપો.”
સાવંતે કહ્યું “પણ સર... ઉપર મારે...” વિજયરાવે કહ્યું “ઉપરનું બધું હું કરી લઈશ તું એપોઇન્ટમેન્ટ લેટર બનાવ મારી પાસે સત્તા છે હું તને હુકમ કરું છું આજની તારીખમાં બનાવ હું પાલિકાની સભામાં આ નિમણુંક પાસ કરાવી દઈશ. આ મારો ખાસ માણસ છે એને મેં વચન આપેલું તને નોકરી અપાવીશ. “
પીનાકીન તો બધું જોઈને વિજયરાવ પર જાણે આફ્રિન થઇ ગયેલો એ એટલો ગદગદ થયો કે વિજયરાવનાં પગમાં પડી ગયો. વિજયરાવે કહ્યું “પીનાકીન મેં મારુ કહેલું પૂરું કર્યું... હવે તું હું કહું એમ... “
વધુ આવતા અંકે - પ્રકરણ 101