હિંદુ ધર્મનું હાર્દ - 15 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ધર્મનું હાર્દ - 15

(15)

(‘પ્રાર્થનાનો મર્મ’માંથી)

ક્વેટાના ધરતીકંપ માટે લોકોને પ્રાર્થના અને પ્રાયશ્ચિત કરવાની સપાહ આપનારી થોડીક લીટીઓ મેં ગયે અઠવાડિયે લખી તે ઉપરથી કેટલોક ખાનગી પત્રવ્યવહાર થયો છે, એક પત્રલેખક પૂછે છે : “બિહારની ધરતીકંપ વખતે આપે કહેલું કે અને સવર્ણ હિંદુઓએ અસ્પૃશ્યતાના પીપની સજા માનવી જોઈએ. ત્યારે આ ક્વેટાનો વધારે ભીષણ કંપ કયા પાપને માટે હશે ?” લેખકને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. જેમ મેં બિહાર વિશે કહ્યું તે વિચારપૂર્વક કહેલું તે જ પ્રમાણે ક્વેટા વિશેનો લેખ પણ વિચારપૂર્વક લખ્યો છે. આ પ્રાર્થના માટેનું આમંત્રણ એ આત્માનો તલસાટ છે. પ્રાર્થના એ પશ્ચાતાપની નિશાની છે; વધારે સારા, વધારે શુદ્ધ થવાની આતુરતાની સૂચક છે. પ્રાર્થનાપરાયણ માણસ ભોતિક વિપત્તિઓને ઈશ્વરી સજા લેખે છે. એ વ્યક્તિઓ તેમ જ રાષ્ટ્રે બંનેને માટે હોય છે. બધી સજાઓ લોકોને એકસરખા ચોંકાવતી નથી. કેટલીક સજા માત્ર વ્યક્તિઓને જ લાગુ પડે છે; બીજી કેટલીક મંડળોને અથવા રાષ્ટ્રોને સહેજસાજ લાગુ પડે છે. ક્વેટાના જેવી આપત્તિઓથી આપણે સ્તબ્ધ બની જઈએ છીએ. આપત્તિઓ રોજ રોજ પડવા લાગે એટલે એને વિશે અતિપરિચયથી આવતી અવજ્ઞા આવી જાય છે.

ધરતીકંપ રોજ થતા હોત તો એના તરફ આપણઉં ધ્યાન ન જાત. આ ક્વેટાના કંપથી આપણાં મનમાં બિહારના કંપથી થયેલી એટલી વ્યથા નથી ઉપજી.

પણ આખા જગતનો એવો અનુભવ છે કે જ્યારે જ્યારે વિપત્તિ પડે ત્યારે સમજુ માણસ ઘૂટણિયે પડે છે. તે માને છે કે એ એનાં પાપનો ઈશ્વરે વાળેલો જવાબ છે ને તેથી પોતે હવે પછી સારું વર્તન રાખવું જોઈએ. એનાં પાપથી એ અતિશય નિર્બળ બની ગયો હોય છે, ને એ નિર્બળતામાં તે ભગવાનને વહારે ધાવા પોકારે છે. આમાં કરોડો મનુષ્યોએ પોતા પર પડેલી વિપત્તિનો આત્મશુદ્ધિને માટે ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રો પર વિપત્તિ પડે ત્યારે તેમણે ભગવાનની મદદ માગ્યાનાં દૃષ્ટાંતો જાણ્યાં છે. તેમણે ભગવાનની આગળ નમ્ર બનીને પ્રાર્થના, પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિના દિવસો ઠરાવ્યા છે.

મેં નવી મૌલિક એવી કશી વસ્તુ સૂચવી નથી. અનાવસ્થા એ ફૅશન

મનાય છે એવા આ જમાનામાં સ્ત્રીપુરુષોને પશ્ચાતાપ કરવાનું કહેવું એમાં કંઈ

હિંમતની જરૂર પડે જ છે. પણ હું હિંમતને માટે કશો યશ લઈ શકું એમ

નથી. કેમ કે મારી નિર્બળતાઓ કે વિચિત્રતાઓ જગજાહેર છે. જેમ હું બિહાર અને બિહારીઓને જાણું છું એમ ક્વેટાને જાણતો હોત તો ક્વેટાનાં પાપનો ઉલ્લેખ હું જરૂર કરત; જોકે અસ્પૃશ્યતા એ જેમ બિહાર એકલાનું પાપ નહોતું તેમ એ પાપો એકલા ક્વેટાનાં ન હોય એમ બની શકે, પણ આપણે સહુ - રાજ્યકર્તા તેમ જ પ્રજા - જાણીએ છીએ કે આપણે વ્યક્તિગત તેમ

જ રાષ્ટ્રીય એવાં ઘણાં પાપોનો જવાબ દેવાનો રહેલો છે. આ સૌને પશ્ચાતાપ,

પ્રાર્થના અને નમ્રતાને માટે આમંત્રણ છે. સાચી પ્રાર્થનામાંથી નિષ્ક્રિયતા પેદા થતી નથી. એમાંથી તો અવિરત, નિઃસ્વાર્થ કાર્યને માટે શક્તિને ઉત્સાહ પેદા થાય છે. સ્વાર્થનો વિચાર કરી આળસુ બેસી રહેનાર કદી આત્મશુદ્ધિ કરી શકતો જ નથી; એ તો નિઃસ્વાર્થપણે ઉદ્યમ કરનારને જ પ્રાપ્ત થાય છે.

૭૨. શ્રદ્ધા વિ. બુદ્ધિ

માંડલેથી એક એમ.બી.બી.એસ. ડૉક્ટરે એક પ્રશ્નમાળા મોકલી છે એમાંનો પહેલો પ્રશ્ન આ છે :

“આપે

માં એક વાર આપનો અભિપ્રાય જમાવેલો કે જ્યાં બુદ્ધિની ગતિ અટકી જાય છે ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે. એટલે હું ધારું છું કે જો કોઈ માણસ એવી વસ્તુ માને જેને વિશે તે કંઈ કારણ ન આપી શકે, તો આપ એને શ્રદ્ધા કહો. ત્યારે એ ઉપરથી એમ ચોખ્ખું નથી દેખાતું કે શ્રદ્ધા એટલે બુદ્ધિથી ઊલટી માન્યતા ? કોઈ માણસ બુદ્ધિ બતાવે એથી ઊલટું માને તો એમાં સત્ય કે ન્યાય છે એમ આપને લાગે છે ખરું ?

હું તો માનું છું તે એવી રીતની માન્યતા એ મૂર્ખાઈ છે. આપનું વકીલી મગજ એને શું કહેશે એ હું નથી જાણતો. જો આપનો વિચાર મારા જેવો જ હોય

તો આપ શ્રદ્ધાને મૂર્ખાઈ સિવાય બીજું કશું નામ નહીં આપો ?”

આ ડૉક્ટરસાહેબ જો મને ક્ષમા કરે તો હું કહું કે એમના સવાલ

પરથી જણાય છે કે તેઓ મારા કથનનું તાત્પર્ય સમજ્યા જ નથી. જે વસ્તુ બુદ્ધિથી પર છે તે બુદ્ધિથી ઊલટી નથી. બુદ્ધિથી ઊલટી માન્યતા એટલે આંધળી શ્રદ્ધા. એ ઘણી વાર તો વહેમ હોય છે. જે વસ્તુની સાબિતી આપી શકાય એમ હોય તે વસ્તુ સાબિતી વિના માની લેવાનું કોઈને કહેવું એ બુદ્ધિથી ઊલટું છે ખરું. દાખલા તરીકે, કોઈ માણસને કશી સાબિતી આપ્યા વિના કહેવામાં આવે કે ત્રિકોણના ખૂણાઓનો સરવાળે બે કાટખૂણા બરાબર છે એમ માની લો, તો એ બુદ્ધિથી ઊલટું છે. પણ જો કોઈ અનુભવી માણસ ઈશ્વર છે એ વસ્તુ પોતે તર્કથી પુરવાર ન કરી શકે છતાં બીજાને એ માની

લેવાનું કહે, તો તે નમ્રપણે પોતાની મર્યાદા કબૂલ કરી લે છે, અને સામાને પોતાનું અનુભવવાક્ય શ્રદ્ધાથી સ્વીકારી લેવાનું કહે છે. એમાં તો કેવળ પેલા

માણસની વિશ્વાસપાત્રતાનો જ સવાલ રહ્યો. જીવનના સામાન્ય વહેવારમાં આપણે જેમના પર વિશ્વાસ રાખવાનું પસંદ કરીએ છીએ અને એમાં આપણે ક્યાં ઘણી વાર છેતરાતા નથી ? ત્યારે જીવન અને મરણના સવાલોમાં આપણે દુનિયાભરના ઋષિમુનિઓનું આપ્તવાક્ય, એમનું અનુભવવચન કેમ ન સ્વીકારીએ ? તેઓ કહે છે કે ઈશ્વર છે, અને સત્ય અને નિષ્પાપતા (અહિંસા)ની સાધના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે છે એ વચન આપણે કેમ

ખરું ન માનીએ ? મને ઘણા ડૉક્ટરો સાજો ન કરી સક્યા હોય છતાંયે પત્રલેખક ડૉક્ટર મને એમની પોતાની દવા શ્રદ્ધાપૂર્વક લેવાનું કહે તો તે અજુગતું ન ગણાય. તે જ પ્રમાણે, જે જાતપુરાવો આખી દુનિયાના સંતોએ આપ્યો છે તેના પર શ્રદ્દા રાખવાનું હું એમને કહું તો તે પણ એટલું જ વજૂદવાળું છે. હું એમ કહેવાની હિંમત કરું છું કે શ્રદ્ધા વિના તો આ દુનિયા ક્ષણવારમાં શૂન્યમાં મળી જાય. જે માણસોએ પ્રાર્થના અને તપસ્યાથી પવિત્ર થયેલું જીવન ગાળ્યું છે એમ આપણે માનીએ તેના બુદ્ધિશુદ્ધિ અનુભવોનો આપણે ઉપયોગ કરવો એનું નામ તે સાચી શ્રદ્ધા. તેથી, અતિ પ્રાચીન યુગમાં થઈ ગયેલા ઋષિઓ, પેગંબરો અને અવતારો પર શ્રદ્ધા રાખવી એ નર્યો વહેમ નથી, પણ અંતરમાં ઊંડે ઊંડે જે આધ્યાત્મિક ભૂખ રહેલી છે તેની તૃપ્તિ છે. એટલે, આપણા આચારમાં અનુસરવાને માટે હું નમ્રતાપૂર્વક એે સૂત્ર મૂકું છું કે જે વસ્તુની પ્રત્યક્ષ સાબિતી આપી શકાય એમ હોય તેને શ્રદ્ધાથી માની

લેવાની સાફ ના પાડવી; અને જે વસ્તુ જાતિઅનુભવ વિના બીજી રીતે પુરવાર ન થઈ શકે એવી જ ન હોય તેને નિઃસંશયપણે શ્રદ્ધાથી સ્વીકારી લેવી.

પત્રલેખકનો બીજો સવાલ આ છે :

“૯મી ડિસેમ્બર, ૧૯૨૬ના

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

માં કોઈ છાપામાંથી એક ઉતારો પ્રગટ થયેલો કે ડૉ. હૅરલ્ડ બ્લૅઝર નામના એક શખ્સે પોતાનું મરણ નજીક આવતું જોઈને અને પોતાના મરણ પછી દીકરીની સંભાળ લેનાર કોઈ

નથી એમ લાગવાથી દીકરીને ક્લૉરોફૉર્મ આપી દીધું હતું. એના પર કેસ

ચાલતાં એને સંપૂર્ણ નિર્દોષ ઠરાવીને છોડી મૂક્વામાં આવ્યો. ડ૧. બ્લૅઝરના વકીલ મિ. હાઉરીએ કહ્યું, ‘અપંગ છોકરી બીજાઓ પર બોજો થઈ પડે એ સ્તિતિ અટકાવી, એમાં બ્લૅઝરે યોગ્ય અને નીતિશુદ્ધ કામ કર્યું છે.’ આને વિશે આપે આપનો અભિપ્રાય આપેલો કે, ‘ડૉ. બ્લેઝરે દીકરીનો જીવ લીધો એ ખોટુંકર્યું; કારણ એણે પોતાની આસપાસના લોકોની દયાબુદ્ધિ પર વિશ્વાસ ન રાખ્યો. એની દીકરીની સંભાળ બીજું કોઈ ન લેત એમ માની લેવાનું એને કશું કારણ નહોતું.’ આમાં આપ જેવા વકીલને શોભે એવી દલીલ નથી રજૂ કરી શક્યા. એ વિશે હું આપને ફરી વિચાર કરી જોવા વીનવું છું, કારણ મને

લાગે છે કે આ વાત નાનીસૂની નથી, કેમ કે એનો અર્થ તો એ થાય કે સમાજ ઉપર નકામો બોજો નાખતાં આપને આપની ધર્મબુદ્ધિ આડે આવતી નથી, કારણ સમાજ એ બોજો ઉપાડી લેશે એવી આપને શ્રદ્ધા છે ! આની નિરુપયોગી, અરે, હાનિકારક શ્રદ્ધા અમારામાં ન હોય તો ઈશ્વરને ખાતર અમને માફ કરજો. હું ખરા અંતરથી માનું છું કે આપની આવી શ્રદ્ધા

હિંદુસ્તાનના હિતને અતિશય નુકસાન પહોંચાડનારી છે. ડૉ. બ્લેઝરના વકીલે શું કહ્યું તે તો જુઓ. એણે કહ્યું છે કે નિરુપયોગી છોકરીને સમાજ પર ભારરૂપ થતી અટકાવી એમાં ડૉ. બ્લેઝરે યોગ્ય અને નીતિશુદ્ધ કામ કર્યું છે.

સમાજ છોકરીની સંભાળ લેત કે નહીં એ સવાલ જ અસ્થાને છે. હું આપને એક પ્રશ્ન પૂછું : હજુ ઘણાં વરસ હિંદુસ્તાનની એકનિષ્ઠ સેવા કર્યા પછી જો આપ આંધળા, મૂંગા ને બહેરા ઈત્યાદિ થઈ જાઓ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો સમાજને સારુ તદ્દન નિરુપયોગી થઈ જાઓ, તોપણ આપ એમ

ઈચ્છો ખરા કે આપમાં હજી જીવ ટકી રહ્યો છે એટલા સારુ અથવા આપે આટલી સરસ સેવા કરી એટલાની ખાતર સમાજ આપનું પોષણ કરે ?

અહિંસા વિશે આપના મગજમાં કેવા વિચારો ભરેલા છે એ હું જાણતો નથી; પણ મારો જવાબ ચોખ્ખો છે. ઘણાં વરસની સેવા પછી પણ હું સમાજને તદ્દન નિરુપયોગી થઈ જાઉં તો હું સમાજને ભારરૂપ થાઉં તેના કરતાં મને

મારી નાંખવામાં આવે એ હું વધારે પસંદ કરું. કારણ હું માનું છું કે મને મારી

નાંખવામાં આવે તો હું સમાજને લાભકર્તા નીવડીશ, કેમ કે એ રીતે જે સમાજને હું ચાહું છું તેના પરનો બોજો હું દૂર કરું છું. જે માણસો અને જાનવરો ઉપયોગી છે તે બધાંની સંભાળ રાખવી એ સમાજનો ધર્મ છે એ વાત તદ્દન જુદી છે.”

હું અવશ્ય માનું છું કે જૂરીએ ડૉ. બ્લેઝરને છોડી મૂક્યો એ બરાબર કર્યું, છતાં કેવળ નૈતિક દૃષ્ટિથી જોઈએ તો ડૉ. બ્લૅઝરે ખોટું કર્યું. આ પત્રલેખકે જે સિદ્ધાંત રજૂ કર્યો છે એના કેવા કેવા અર્થ નીકળે અને એમાંથી કેવાં ભયંકર પરિણામો આવે એ વાત તે ઉપયોગિતાવાદના આવેશમાં ભૂલી જાય છે. એમના સિદ્ધાંત પ્રમાણે તો એમનો પોતાનો ધંધો જ બંધ થઈ જાય.

એક નવાસવા ડૉક્ટરને લાગ્યું કે અમુક દર્દીને સાજો નહીં કરી શકાય, અને એ સમાજ ઉપર બોજો થઈ પડશે. આ જુવાન ડૉક્ટરે દર્દીને ક્લૉરોફૉર્મ આપીને સ્વધામ પહોંચાડ્યો. પાછળથી આપણા આ મોટા ડૉક્ટરે જોયું કે પેલો દર્દી તો જરૂર સાજો થઈ શકે એવો હતો. હવે આ કિસ્સાને વિશે આ ડૉક્ટર શું કહેશે ? કોઈ પણ દર્દીની સારવાર કરતાં રોગ સર્વથા અસાધ્ય જ છે એ

માનવામાં નથી આવતું એવું કહેવાનું અભિમાન વૈદકશાસ્ત્ર નથી લેતું ? મારી વાત કરું તો, હું જ્યારે નિરુપયોગી અને ભારરૂપ ચીજ થઈ જાઉં ત્યારે મારા દેશભાઈઓ મારું પોષણ કરે એવી અપેક્ષા હું જરૂર રાખું છું - જો એવી સ્થિતિમાં પણ મારામાં જિજીવિષા રહી હોય તો. એટલું જ નહીં પણ એવું બને તો મારા દેશભાઈઓ મારું પોષણ કરે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ પત્રલેખકનો એવો તો વિચાર નથીને કે દુનિયાનાં બધાં રક્તપિત્તિયાં, આંધળાં અને બહેરાંને એક રાત્રે ક્લૉરોફૉર્મ આપીને કાયમની મધુરી નીંદરમાં સુવાડી દેવાં ! અને છતાં સાધુ ડેમિયેન રક્તપિત્તી હતો, અને મિલ્ટન કવિ અંધ

હતો. મનુષ્ય એટલે કેવળ આ માટીની કાયા નથી, પણ અનંતગણી ઉચ્ચ વસ્તુ છે.

પત્રલેખકનો ત્રીજો સવાલ આ પ્રમાણે છે.

“એ જ ‘શ્રેયવાદ’ વાળા લેખમાં આપે લખેલું, ‘અહિંસાનો પૂજારી ઉપયોગિતાવાદમાં સિદ્ધાંતને ફૂલ ન જ ચડાવી શકે. એ તો સમસ્ત સૃષ્ટિના શ્રેયને અર્થે મથશે અને એ આદર્શને સત્ય કરવાના પ્રયત્નમાં મરશે. આમ બીજા જીવે એટલા ખાતર પંડે મરવા તે હંમેશાં ખુશી હશે.’ આ પરથી હું એમ માની લઉં કે ઝેરી સાપ આપને કરડે અને આપનું મરણ નીપજે એ આપ પસંદ કરો. પણ પોતાને બચાવવા જતાં સાપને મારો નહીં ? મારું આ અનુમાન ખરું હોય તો હું કહું કે સાપને મારવા કરતાં સાપ કરડે તો કરડવા દેવામાં આપ ભારેમાં ભારે પાપ કરશો. એ રીતે એક નુકસાનકારક જીવતા પ્રાણીને બચાવવાનો પ્રયત્ન કરીને, અને આપના ‘સર્વોદય’ને નામે ઓળખાતા આદર્શને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીને આપ હિંદુસ્તાનનું ભારેમાં ભારે નુકસાન કરશો. હવે આપને સ્પષ્ટ સમજાયું કે નહીં ? હવે સૌનું ભલું કરવા વિશેનો આપનો મત આપ નહીં બદલો ? મને ભય છે કે આખા જગતનું ભલું કરવા જતાં આપ હિંદુસ્તાનનું બૂરું કરશો. આપ કબૂલ કરો છો કે આપ અપૂર્ણ માનવી છો. તેથી આખા જગતનું ભલુ કરવું આપને સારુ અશક્ય છે. આખા હિંદુસ્તાનનું બધી રીતે ભલું કરવું એ પણ આફના ગજા બહારની વાત છે.

તેથી નિરપવાદપણે સૌનું ભલાનું તેમ જ બૂરાનું, ઉપયોગીનું તેમ જ નિરુપયોગીનું, માણસનું તેમ જ જાનવરનું - વધારેમાં વધારે ભલું કરવાનો ડોળ છોડી દો અને ‘વધારે સંખ્યાનું વધારે ભલું’ કરીને સંતોષ માનો એ જ યોગ્ય છે.”

આ સવાલનો જવાબ આપ્યા વિના ચાલી શકે તો હું જરૂર ચલાવું.

એનું કારણ મારામાં શ્રદ્ધાનો અભાવ છે એમ નથી પણ મારામાં પૂરતી હિંમત નથી. પણ મારી શ્રદ્ધાની કસોટીનો વખત આવે ત્યારે એ પ્રમાણે વર્તન કરવાની હિંમત મારામાં ભલે ન હોય, મારે મારી શ્રદ્ધા તો છુપાવવી ન જોઈએ. એટલે મારો જવાબ આ છે : કોઈ પણ પ્રાણીને - સાપનો પણ -

જીવ લઈને હું જીવવા માગતો નથી. એને મારવા કરતાં હું એને મને કરડવા દઉં અને મરી જાઉં. પણ એવું બને કે જો ઈશ્વર મને એવી ક્રૂર કસોટીએ ચડાવે અને સાપને મારા પર હુમલો કરવા દે, તો કદાચ મારામાં મરવાની

હિંમત ન રહે, ને મારામાં રહેલી પશુવૃત્તિ પ્રબળ થઈ જઈ આ નશ્વર શરીરને બચાવવાને સારુ હું સાપને મારવા મથું. હું કબૂલ કરું છું કે મારી શ્રદ્ધા મારામાં હજુ એટલે અંશે મૂર્તિમંત થઈ નથી કે જેથી હું ભાર દઈને કહી શકું કેમ કે મેં સાપનો ભય સમૂળો કાઢી નાખ્યો છે અને હું ઈચ્છું તેટલે અંશે હું એમને મારા મિત્ર બનાવી શક્યો છું. મારી તો પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે આપણાં અંતરમાં જે દુષ્ટ વિકારોને સંઘરીએ છીએ તેના બદલા તરીકે જ ઈશ્વરે સર્પવ્યાધ્રાદિ હિંસ્ર પ્રાણીઓ ઉપજાવ્યાં છે. ઍના કિંગ્સફર્ડે તો પૅરિસની શેરીઓમાં મનુષ્યોનાં અંતરમાં રહેલાં વ્યાધ્રાદિ પશુઓને શરીર ધારણ કરીને પરતાં પણ જોયાં. હું માનું છું કે જીવમાત્ર એક છે, ને વિચારો અમુક ચોક્કસ શરીર ધારણ કરે છે. વાઘ અને સાપ એ આપણાં સગાં છે. એમને પેદા કરીને ઈશ્વરે આપણને બૂરા, દુષ્ટ અને વિષયી વિચારોનો ત્યાગ કરવાની ચેતવણી આપી છે. માટે જો પૃથ્વીમાંથી ઝેરી પશુઓ અને સર્પોને નાબૂદ કરવાં હોય

તો મારે પોતે મારા અંતરમાંથી ઝેરી વિચારમાત્રને નાબૂદ કરવા જોઈએ. જો મારી અધીરાઈ અને અજ્ઞાનથી અને મારા શરીરની હસ્તી લંબાવવાની ઈચ્છાથી હું ઝેરી કહેવાતાં પશુઓને અને સર્પોને મારવાનો પ્રયત્ન કરું તો મંરાથી મારા ઝેરી વિચારો નાબૂદ નહીં થઈ શકે. એવાં પીડાકારક પ્રાણીઓની સામે બચાવ કરવા ન જતાં મારું મરણ નીપજે, તો હું મરીને વધારે સારો અને વધારે પૂર્ણ થઈ ફરી જન્મીશ. એવી શ્રદ્ધા મારામાં હોય તો પછી સાપમાં રહેલા મારા જેવા જીવને મારવાનો ઈરાદો હું કેમ રાખું ? પણ આ તો તત્ત્વજ્ઞાન થયું. હું ઈશ્વરની પ્રાર્થના કરું છું અને વાચકો એ પ્રાર્થનામાં જોડાય, કે ઈશ્વર મને આ તત્ત્વજ્ઞાન પ્રમાણે વર્તવાની શક્તિ આપે. કારણ આચરણ વિનાનું તત્ત્વજ્ઞાન એ ચેતન વિનાના ખોળિયા જેવું છે.

હું જાણું છું કે આપણા આ દેશમાં તત્ત્વજ્ઞાનના ઢગલા છે અને આચરણનાં વખાં છે. પણ હું એમ પણ જાણું છું કે જે નિયમોને આધારે મનુષ્યનું આચરણ ઘડાય છે તે નિયમોને હજી શોધવા બાકી છે. એ શોધની અનિવાર્ય અને અટલ શરત એ છે કે તે નિયમો આપણે કેવળ મરીને જ પામી શકીશું, મારીને કદી નહીં. આપણે સત્ય અને પ્રેમની સાક્ષાત્‌ મૂર્તિઓ થવું જોઈશે, કારણ ઈશ્વર સત્ય અને પ્રેમ સ્વરૂપ છે.