Hindu Dharmnu Hard - 3 books and stories free download online pdf in Gujarati

હિંદુ ધર્મનું હાર્દ - 3

(3)

ખ્રિસ્તી ધર્મના બિશપો અને પાદરીઓ સામે આ દેશમાં તેમ જ બીજા દરેક દેશમાં ઉગ્ર ટીકાઓ થયેલી છે, છતાં બીજા કોઈ પણ ધર્મને અનુસરનાર કે કોઈ પણ ધર્મને ન માનનારા માણસોના કોઈ પણ વર્ગે નથી કરી એટલી માનવસેવા આ લોકોએ કરી છે. ગમે તે માણસ એમની પાસે જઈ શકે છે, ખ્રિસ્તી મિશનો ધનિક નથી રહ્યાં પણ ઊલટાં ગરીબ બન્યાં છે; કેમ કે પશ્ચિમના દેશમાંથી જે લોકો મદદ આપતા તેમાંથી જેઓ આજે હિંદુ ધર્મની મહત્તા કબૂલ કરે છે તેઓ મદદ કરતા બંધ થયા છે, ને મિશનોને કહે છે કે તમે જાઓ ને પોતાનો પૈસે તમારા ભાંડુઓની સેવા કરો. ખ્રિસ્તી ધર્મના અધ્ષ્ઠાતાઓએ કરેલી માનવસેવા કબૂલ રાખવામાં આવે તો આજે જે દ્રવ્યનો દુરુપયોગ થઈ રહ્યો છે તેમાંથી કેટલુંક એ મિશનરીઓને અપાય એ સારું છે, એમ થાય તો તેઓ એમના પ્રામાણિક અને ઉત્તમ સંગઠન વડે એમની દયાવૃત્તિથી સેવાનું કાર્ય વધારી શકે. એવી સેવાની જનસમૂહને તો બહુ જ જરૂર છે.હિન્દુસ્તાનનાં ગામડાં એ જગતમાં ગંદામાં ગંદી, નિસ્તેજ ને રસકસ વિનાની જગાઓ છે; તેને માટે હિંદુ ધર્મે શું કર્યું છે ?કંઈ નહીં ! કંઈ જ નથી કર્યું ! સરકારી અમલદારોને એ જગાઓએ જવા માટે ભથ્થું જોઈએ છે, ને એમાં નવાઈ નથી. પશ્ચિમના યાંત્રિક સુધારાને હોંશે હોંશે વધાવી લઈએ.

પણ હિંદુઓના હાથમાં તે પણ મુંબઈના ચાલો જેવી ભૂંડી વસ્તુ બની જાય છે.

ઉઘાડી આંખે નિષ્પક્ષપણે જોનાર ગમે તે માણસ એ જોઈ શકે છે. આપને મિશનરીઓની દયાવૃત્તિની સેવા તો જોઈએ છે, અને છતાં હિંદુ ધર્મનાં મંદિરો અને મઠોમાં ભેગી થયેલી સંપત્તિ વડે કયા પ્રકારની સેવા થાય છે એનો વિચાર આપ કરતા નથી. આ ધર્મસંસ્થાઓ ગરીબ લોકોના ઘોર અજ્ઞાનનો લાભ ઉઠાવાને બદલે ન્યાતજાત કે ધર્મનો ભેદ ગણ્યા વિના સૌની સમાનભાવે સેવા કરશે ત્યારે હિંદુ ધર્મ ખરેખર જીવવા માંડશે.”

બીજાઓ આપણને જોતા હોય એવી રીતે આપણે પોતાને જોઈએ એ સારું છે. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ તોયે જેવા હોઈએ એવા પોતાને - ખાસ કરીને આપણી બૂરી બાજુને - ઓળખી શકતા નથી. એ તો ત્યારે જ જાણી શકીએ જ્યારે આપણે આપણા ટીકાકારો પર ક્રોધ ન કરતાં તેમને જે કંઈ કહેવાનું હોય તે સારા અર્થમાં લઈએ. ગમે તે હો, હું ઉપરની ટીકાને બની શકે એટલી અનાસક્તિપૂર્વક તપાસવા માગું છું. આજે જે હિંદુ ધર્મનું વ્યવહારમાં દર્શન થાય છે તેમાં ગંભીર ખામીઓ રહેલી છે એ કબૂલ કરવું જોઈએ. ઘણા મઠો ને તેનો વહીવટ હિંદુ ધર્મને શરમરૂપ છે એમાં શંકા નથી.

એમાંથી કેટલાકમાં જે પૈસા રેડવામાં આવે છે તે ઉપાસકોને સેવારૂપે પાછા કદી મળતા જ નથી. આ સ્થિતિ મટાડવી જોઈએ નહીં તો સુધારવી જોઈએ.

ખ્રિસ્તી મિશનો માનવસેવાનું જે કાર્ય કરે છે તે પણ કબૂલ કરવું જોઈએ.

પણ મારી આ કબૂલાતનો અર્થ એ નથી કે લેખકે તારવેલા નિર્ણયોને મારી સંમતિ છે. આર્થિક તેમ જ કેળવણીના વિષયમાં જેમ હરિજનોને તેમ ઘણાખરા ગરીબ હિંદીઓને પણ મદદ જોઈએ છે. પણ હરિજનોને કેટલાક ખાસ પ્રતિનિધિ વેઠવા પડે છે. કયા પ્રતિબંધો સામે એમને રોષ છે એનો સવાલ નથી. હરિજનો કેટલીક જંજીરોને વળગી રહેતા હોય તોપણ તે જંજીરો તોડવાના ઊંચા કહેવાતા હિંદુઓનો ધર્મ છે. વિવેકાનંદ અને રાધાકૃષ્ણને પ્રતિપાદિત કરેલો હિંદુ ધર્મ ભવ્ય અને ઉદાત્ત છે એટલું તો લેખક કબૂલ કરે છે, તો એના પરથી એને એટલું માલૂમ પડવું જોઈતું હતું કે એ ધર્મ છેક આમવર્ગ સુધી ઊતર્યો છે. હું હામ કરીને એટલું કહું છું કે ગ્રામવાસીઓમાં જે એણઘડપણું દેખાય છે તે છતાં, એક વર્ગ તરીકે વિચાર કરતા,

મનુષ્યસ્વભાવનો જે સારો અંશ છે તેની બાબતમાં તેઓ જગતના કોઈ પણ દેશના ગ્રામવાસીઓને મુકાબલે કંઈક ચડે એવા જ છે. હ્યુ એન સંગના કાળથી અત્યાર લગી જે પ્રવાસીઓએ પોતાના અનુભવ નોંધ્યા છે તેમાંનાં મોટા ભાગનાં લખાણ આ પુરાવાને ટેકો આપે છે. ભારતવર્ષનાં ગામડાં જે સ્વભાવસિદ્ધ સંસ્કારિતા બતાવે છે, ગરીબોના ઘરમાં જે કળાનું દર્શન થાય છે, ગ્રાવાસીઓ જે સંયમથી વર્તે છે તે બધાનો યશ એમને અનાદિકાળથી એક ગ્રંથિ વડે બાંધી રાખનાર ધર્મને જ છે.

હિંદુ ધર્મને ઉતારી પાડવાના ઉત્સાહમાં આ લેખક એક મોટી દીવા જેવી હકીકત પ્રત્યે આંખમીચામણાં કરે છે, તે એ કે હિંદુ ધર્મ અધર્મ, વહેમ અને કુરિવાજો સામે સફળતાથી લડનાર સુધારકોની એક અખંડ ધારા ઉત્પન્ન કરી છે.

જરાયે દાંડી પીટ્યા વિના હિંદુ ધર્મ ગરીબોને રાહત આપવાની જે પદ્ધતિ યોજી છે તે જોઈને ઘણા પરદેશી પ્રશંસકોને અદેખાઈ આવે છે. મને પોતાને લાગે છે કે હજુ એમાં ઘણી ખામી છે. એની બૂરી બાજુ પણ છે. પણ પરોપકારની દૃષ્ટિએ એ પ્રથાએ પોતાની યોગ્યતા સર્વાંશે સિદ્ધ કરી છે. પોતાના દાનની, છાપેલા અહેવાલો વગેરે દ્વારા જાહેરાત કરવાની હિંદુઓને ટેવ નથી. પણ દેશી ઢબે જ અનેનછત્રો અને મફત દવાખાનાં ચાલી રહેલાં છે તે તો હર કોઈ ઝોઈ શકે એમ છે.

આ લેખક ગામડાંના કામને ઉતારી પાડે છે. એમાં એનું ઘોર અજ્ઞાન

પ્રદર્શિત થાય છે. મઠો અને મહેસૂલી કચેરીઓ નાબૂદ થઈ જાય અને મફત નિશાળો ઊઘડે તોપણ લોકોમાં જડતાનો જે રોગ જામ્યો છે તે તો દૂર નહીં જ થાય.

મઠોમાં સુધારા થવા જ જોઈએ, મહેસૂલની પદ્ધતિ ધરમૂળથી બદલાવી જોઈએ,

મફત પ્રાથમિક શિક્ષણ આપનારી નિશાળો ગામડે ગામડે ઊઘડવી જોઈએ. પણ લોકો મહેસૂલ ન આપે, મઠોનો નાશ થાય અને ગામડે ગામડે નિશાળો નીકળે એથી ભૂખમરો નાબૂદ થવાનો નથી. ગાંડાંમાં તો મોટામાં મોટું શિક્ષણ એમાં રહેલું છે કે ગ્રામવાસીઓને આખું વરસ કાં તો ખેતીમાં કાં તો ગામડાંને લગતા ઉદ્યોગોમાં લાભ મળે એવી રીતે કામ કરવાનું શીખવવું જોઈએ ને તેમ કરવા તેમને સમજાવવા જોઈએ.

છેવટે આપણે મિશનરીઓ પાસેથી સેવાઓ સ્વીકારીએ છીએ તેથી આ પત્રલેખકને ચીડ ચડતી દેખાય છે. એમને શું આ મિશનરી સંસ્થાઓ સામે વિરોધની હિલચાલ જોઈએ છે ? એ સંસ્થાઓને ઈતરધર્મીઓ તરફથી મદદ શા માટે મળવી જોઈએ ? હિંદીઓ પાસે તમના પૂર્વજોના વિવેકાનંદ અને રાધાકૃષ્ણને પ્રતિપાદિત કરેલો ધર્મ પણ છોડાવવાના હેતુથી આ સંસ્થાઓ સ્થપાયેલી છે. એ સંસ્થાઓમાંથી આ બેવડો હેતુ પહેલાં કાઢી નખાય, તો પછી ઈતરધર્મીઓના મદદની અપેક્ષા રાખવાનો વખત આવશે. આ ટીકાકારોને એ વાતની ખબર હોવી જોઈએ કે અત્યારે પણ આમાંની કેટલીક સંસ્થાઓમે ઈતરધર્મીઓ તરફથી મદદ મળે છે. મારો મુદ્દો એ છે કે ઈતરધર્મીઓની ભાવના દુભાય એવું ધ્યેય જ્યાં લગી એ સંસ્થાઓમાં હોય ત્યાં લગી જો એમને એવી મદદ ન મળે તો એ વિશે ફરિયાદ ન થવી જોઈએ.

૧૦. હિંદુ ધર્મનો સાર

(૧૯૩૬માં ત્રાવણકોરના મહારાજાએ હરિજનો માટે મંદિરો ખુલ્લાં મૂકવાનો ઢંઢેરો બહાર પાડ્યો તો પછી ગાંધીજીએ ત્રાવણકોરનો પ્રવાસ કર્યો અને એ પ્રવાસ દરમિયાન ઘણી જાહેરસભાઓ સંબોધી. ક્વિલોનમાં થયેલી આવી જાહેર સભામાં ગાંધીજીએ ઉપનિષદ-મંત્રોમાં રહેલી હિંદુ ધર્મની સૈદ્ધાંતિક માન્યતાનો સારાંશ સમજાવ્યો અને ત્યાર બાદ પ્રવાહી અને સરળ ભાષામાં એ સર્વગ્રાહી મંત્રની અનેક ગૂંચવણો અંગે સમજૂતી આપી. આમાંના વ્યક્તવ્યો ‘સાપ્તાહિક પત્ર’માંથી લીધા છે.)

(ક્વિલોનમાં ભાષણ)

હિંદુ ધર્મનો સાર શામાં સમાયેલો છે, ને જે અનેક સાધુસંતોને વિશે આપણી પાસે ઐતિહાસિક નોંધો છે તે સંતોને પ્રેરણા કરનાર વસ્તુ શી છે એનો આપણે થોડી ક્ષણ વિચાર કરીએ. હિંદુ ધર્મે જગતને આટલા બધા ફિલસૂફો ને તત્ત્વદર્શીઓ કેમ આપ્યા છે ? હિંદુ ધર્મના ભક્તોને સેંકડો વરસથી ઉત્સાહ ચડાવનાર કઈ વસ્તુ હિંદુ ધર્મમાં છે ? તેઓ હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા જોતા અને છતાં તેના પર વારી જતા ! અસ્પૃશ્યતા સામેની મારી લડત દરમિયાન ઘણા સેવકોએ મને પૂછ્યું છે કે હિંદુ ધર્મનો સાર શો કહી શકાય ? તેઓ કહેતા કે ઈસ્લામમાં જેવો સાદો કલમો છે એવું કંઈ આપણી પાસે નથી ? કે બાઈબલમાં ૩.૧૬

ધ્ ખ્રિસ્તી ધર્મની કેન્દ્રીય માન્યતાનો ઉલ્લેખ છે એવું પણ કંઈ એમાં નથી. તત્ત્વનું ચિંતન કરનારા તેમ

જ વ્યવહારમાં રચ્યાપચ્યા રહેલા બંને પ્રકારના હિંદુઓને સંતોષ આપી શકે એવું આપણી પાસે કંઈ છે કે નહીં ? કેટલાકે કહ્યું છે ને એ સકારણ છે - કે ગાયત્રી એ એવો મંત્ર છે. ગાયત્રીનો અર્થ સમજ્યા પછી મેં એનો હજાર વાર જપ કર્યો છે. પણ મને લાગે છે કે એ મંત્ર મારી આધ્યાત્મિક આકાંક્ષાને પૂરેપૂરી સંતોષી શક્યો નથી. વળી તમે જાણો છો કે વરસો થયાં હું નો ભક્ત બનેલો છું, અને મેં કહ્યું છે કે એ મારી સર્વ કઠણાઈઓનું નિવારણ કરે છે ને શંકા ને મૂંઝવણને સેંકડો પ્રસંગે તે મારી કામધેનુ, મારી માર્ગદર્શક, મારો જીવનપથ ઉજાળનાર, મારો શબ્દકોશ બની છે. એણે મને મદદ ન કરી હોય એવો એક પ્રસંગ મને યાદ આવતો નથી. પણ એ પુસ્તક એવું નથી કે હું આ આખી સભા આગળ એને મૂકી શકું. એનો પ્રાર્થનાપૂર્વક અભ્યાસ કર્યા પછી જ એ કામધેનું પોતાના આંચળમાં રહેલું જ્ઞાનરૂપી દૂધ આપે છે.

પણ હું એક મંત્ર તમારી આગળ બોલી બતાવું છું, તેમાં હિંદુ ધર્મનો આખો સાર આવી જાય છે એમ હું માનું છું. મને લાગે છે તમારામાંથી ઘણા તો જાણતા હશો. મેં વરસો પહેલાં એ અનુવાદ અને ટીકા સાથે વાંચેલું. યરવડા જેલમાં મેં એ મોઢે કર્યું હતું. પણ ગયા થોડા મહિનાથી હું એના પર જેવો મુગ્ધ થયો છું તેવો તે વખતે થયો ન હતો. હવે તો હું એ અંતિમ નિર્ણય પર આવ્યો છું કે બધાં ઉપનિષદો અને બીજા બધા ધર્મગ્રંથો એકાએક અકસ્માતથી બળીને ભસ્મ થઈ જાય અને નો એક પહેલો શ્લોક જ હિંદુઓની સ્મડતિમાં કાયમ રહી જાય તોયે હિંદુ ધર્મ સદાકાળ જીવતો રહે.

આ મંત્રના ચાર ભાગ છે. પહેલો ભાગ :

એનો અર્થ હું એ કરું છું કે આ વિશાળ જગતમાં આપણે જે કંઈ જોઈએ છીએ તે તે બધું ઈશ્વરથી વ્યાપ્ત છે. પછી બીજો અને ત્રીજો ભાગ સાથે લેવાના છે :

હું એના બે ભાગ પાડું છું ને તેનો અર્થ આ પ્રમાણે કરું છું : એને તજો અને ભોગવો. આનો બીજો પણ અનુવાદ છે. જો કે એનો અર્થ પણ આ જ છે : એ તમને જે આપે તે ભોગવો. એમાં પણ બે ભાગ તો પડે જ છે. પછી છેલ્લો ને સહુથી મહત્ત્વનો ભાગ આવે છે :

એનો અર્થ આ છે : કોઈના ધનનો લોભ ના કરશો. એ પ્રાચીન ઉપનિષદના બીજા બધા મંત્રો આ પહેલા મંત્રની ટીકા છે અથવા તો એનો લંપૂર્ણ અર્થ આપવાના પ્રયત્નરૂપ છે. હું ગીતાની દૃષ્ટિએ આ મંત્ર વાંચુ છું કે આ મંત્રની દૃષ્ટિએ ગીતા વાંચું છું તો મને જણાય છે કે ગીતા આ મંત્રના વિવરણરૂપ છે, અને એ મંત્ર સમાજવાદી તેમ જ સામ્યવાદી તત્ત્વચિંતક તેમ જ અર્થશાસ્ત્રી એ સહુની ઝંખના તૃપ્ત કરે એવો લાગે છે. જેઓ ધર્મે હિંદુ નથી એવાઓને કહેવાની હામ કરું છું કે આ મંત્ર એમની પણ ઝંખનાને તૃપ્ત કરે એવો છે.અને જો એ સાચું હોય - હું તો માનું છું - તો આ મંત્રના અર્થથી વિસંગત કે વિરોધી એવું જે કંઈ હિંદુ ધર્મમાં હોય તે તમારે સ્વીકારવાની જરૂર નથી. એક અદ્વિતીય ઈશ્વર, અને ભૂતમાત્રનો સ્રષ્ટા અને સ્વામી આખા વિશ્વના અણુએ અણુમાં વ્યાપી રહેલો છે, એના કરતાં વધારે સામાન્ય માણસ શું શીખવા માગે ?

એ મંત્રના બીજા ત્રણ ભાગ પહેલા ભાગમાંથી સીધી રીતે ફલિત થાય છે. ઈશ્વરે જે કંઈ સરજ્યું છે તે સર્વમાં એ વ્યાપ્ત છે એમ તમે માનો તો તમારે એમ પણ માનવું જોઈએ કે એણે આપ્યું નથી એવું કંઈ તમારાથી ભોગવી શકાય નહીં. અને એ એનાં અગણિત બાળકોનો સ્રષ્ટા છે એ જોતાં એ પણ ફલિત થાય છે કે તમે કોઈના ધનનો લોભ ન કરી શકો. તમે એની અગણિત પ્રજામાંના એક છો એમ ધરવી. એનો અર્થ એ છે કે સર્વ વસ્તુનો ત્યાગ એ માત્ર શારીરિક કે ભૌતિક ત્યાગ નથી પણ દ્વિજત્વની, નવા જન્મની નિશાની છે. એ વિચારપૂર્વક કરેલું કર્મ છે, અજ્ઞાનજનિત કર્મ નથી. એટલે એ પુનર્જન્મ છે. અને એ દેહ ધારણ કરે છે તેણે ખાવું પીવું પહેરવું તો જોઈએ જ, એટલે જે કંઈ જોઈએ તે બધું ઈશ્વરની પાસેથી યાચીને જ લેવું જોઈએ. એ બધું એને એના ત્યાગના સ્વાભાવિક ફળરૂપે મળી રહે છે. જાણે આટલું પૂરતું ન હોય તેમ એ મંત્રને અંતે આ ભવ્ય વિચાર મૂકેલો છે : કોઈના યે ધનનો લોભ ન કરશો. જે ક્ષણે તમે આ ઉપદેશોને આચારમાં મૂકો છો તે ક્ષણે તમે જગતના જ્ઞાનવાન નાગરિક બનો છો ને ભૂતમાત્ર સાથે મૈત્રીપૂર્વક રહો છો. એ મંત્ર માણસની ઈહલોક તેમ જ પરલોકની ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને તૃપ્ત કરે છે. જે માણસ ઈશ્વરને ને તેના અદ્વિતીય અવિચળ સમ્રાટપદને માનતો નથી તેની આકાંક્ષા તો એથી તૃપ્ત નહીં જ થાય.

ત્રાવણકોરના મહારાજા પદ્મનાભદાસ અમસ્તા નથી કહેવાતા. એ એક બહુ જ ઊંચી કલ્પના છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે પોતે દાસાનુદાસ એ પદ ધારણ કરેલું છે. બધા જ રાજાઓ જો પોતાને ઈશ્વરના સેવક કહેવડાવે તો પોતાને સાચે નામે ઓળખાવે છે એમ કહેવાય. પણ તેઓ પ્રજાના સેવક બન્યા વિના ઈશ્વરના સેવક બની ન શકે. અને જો જમીનદારો અને ધનિકો ને માલમત્તાવાળા સર્વ માણસો પોતાને એ ધનના ટ્રસ્ટી માને ને મેં વર્ણવ્યો છે એવો ત્યાગ કરે તો આ જગત સુખી, નંદનવન સમાન બની જાય.

(‘હરિપાદ’ના ભાષણમાંથી)

કાલે રાતે ક્વિલોનમાં મળેલી સભામાં હિંદુ ધર્મનો સંદેશ મેં સમજાવેલો. તેને વિશે થોડીક મિનિટ તમારી આગળ બોલવા ઈચ્છું છું. એ સભામાં મેં કહેલું કે આખા હિંદુ ધર્મનો સાર ના પહેલા શ્લોકમાં સમાઈ જાય છે. મેં એમ પણ કહેલું કે બીજા બધા હિંદુ ધર્મગ્રંથો બળીને ભસ્મ થઈ જાય ને ભુલાઈ જાય, ને આ એક જ શ્લોક આપણી પાસે રહી જાય તો બાકીના ગ્રંથોના નાશથી આપણને કશી ખોટ જાય નહીં તોપણ હિંદુ ધર્મ તો આપણી પાસે રહી જ જાય. એ મંત્રની મૂળ સંસ્કૃત ભાષા સંસ્કૃત શીખનાર નાનો છોકરો પણ સમજી શકે એટલી સહેલી છે. આ ઉપનિષદ વેદની મૂળ સંહિતાનો એક ભાગ જણાય છે એવી એની પ્રતિષ્ઠા છે. આપણે જે ઉપનિષદો જાણીએ છીએ તેમાં એ ટૂંકામાં ટૂંકું છે. પણ મેં કહ્યું છે તેમ આપણી પાસે એ ઉપનિષદનો એક પહેલો મંત્ર જ બાકી રહી જાય તો તેનાથી આપણી બધી જ્ઞાનપિપાસા શમી રહે. એ મંત્ર મારા સદોષ ઉચ્ચારમાં બોલી બતાવું :

જેઓ જરાક પણ સંસ્કૃત જાણતા હશે તેઓ જોશે કે બીજા વૈદિક મંત્રોમાં હોય છે એવું અઘરું કે અટપટં આમાં કશું નથી. એનો અર્થ આટલો જ છે : આ જગતમાં નાનું મોટું જે કંઈ છે તેમાં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ સુધ્ધાંમાં, ઈશ્વર વ્યાપી રહેલો છે. એ સર્જક છે, રાજા છે, ઈશ એટલે રાજ્ય કરનાર છે. જે સર્જક છે તે એના સર્જકપણાના અધિકારથી જ સ્વાભાવિક રીતે રાજા, શાસક પણ બને છે. આ મંત્રમાં મંત્રદ્રષ્ટા ઋષિએ પ્રભુને માટે ‘ઈશ’ સિવાય બીજું કશું વિશેષણ વાપર્યું નથી, ને એના શાસનમાંથી એક પણ ચીજને બાકી રાખી નથી. એ કહે છે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરથી વ્યાપ્ત છે. એમાંથી એ મંત્રના બીજા ભાગ સ્વાભાવિક રીતે ફલિત થાય છે. ઋષિ કહે છે, સર્વનો - આ વિશ્વમાં જે કંઈ છે તેનો, આપણી પૃથ્વીના આ ટચૂકડા ગોળાનો જ નહીં પણ સમસ્ત વિશ્વનો ત્યાગ કરો. એનો ત્યાગ કરવાનું ઋષિ આપણને એટલા માટે કહે છે કે આપણે એવા અતિઅલ્પ, સૂક્ષ્મ પરમાણુ છીએ કે આ વિશ્વમાં કંઈ આપણું છે એવા સ્વામિત્વનો ખ્યાલ રાખીએ તો એ હાંસીપાત્ર ગણાય. પછી ઋષિ કહે છે ત્યાગનો બદલો છે

એટલે કે તમારે જે જોઈએ તે બધું ભોગવો પણ ‘ભોગવો’ એમાં એક અર્થ રહેલો છે - એની જગાએ જોઈએ તો વાપરો, ખાઓ, ગમે તે શબ્દ વાપરો, - એનો અર્થ એ છે કે તમારા વિકાસને માટે જે આવશ્યક હોય તેના કરતાં વધારે તમારાથી ન લેવાય. એટલે કે ભોગ કે વાપરમાં બે શરતોની મર્યાદા રાખેલી છે. એક તો એ કે ત્યાગવૃત્તિ રાખવી, અથવા તો ભાગવતકાર કહે છે તેમ એ ભાવના મનમાં રાખીને ભોગવવું. જે ભાગવત ધર્મને માને છે તે સૌને રોજ પ્રાતઃકાળે પોતાનાં વિચાર, વાણી ને જીવનને માટે આવશ્યક હોય એટલાં અન્ન, વસ્ત્ર ને આશ્રમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે તમને ફાવે એ રીતે જુઓ - ભોગ કે વાપર એ ત્યાગનો બદલો છે એમ માનો - આપણા જીવનને માટે, આત્માને માટે ત્યાગ એ અતિ આવશ્યક છે. અને જાણે એ મંત્રમાં આપેલી શરત અધૂરી હોય તેમ ઋષિ તરત જ એ પૂરી કરવા ઉમેરે : ‘જે કંઈ બીજાની માલિકીનું છે તેનો લોભ નહીં કરતા.’ હવે હું તમને કહું છું કે જગતમાં કોઈ પણ ભાગમાં મળી આવતું તત્ત્વજ્ઞાન કે ધર્મતત્ત્વ આ મંત્રમાં સમાઈ ગયેલું છે, ને એથી ઊલટું જે છે તે સર્વનો એમાં અસ્વીકાર કરેલો છે. શાસ્ત્રાર્થના જે નિયમો છે તે પ્રમાણે જે કંઈ શ્રુતિનું વિરોધી હોય - ને એ શ્રુતિ જ છે - તેનો સર્વથા અસ્વીકાર જ કરવો રહ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED