મારા સ્વપ્નનું ભારત - 28 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

મારા સ્વપ્નનું ભારત - 28

પ્રકરણ અઠ્ઠાવીસમું

ગ્રામ-પ્રદર્શનો

ગામડાં કેવળ ટકી ન રહે પરંતુ મજબૂત અને સમૃદ્ધ પણ બને એમ જો આપણે ઈચ્છતા હોઈએ અને માનતા હોઈએ તો તેને માટે ગ્રામદ્રષ્ટિ એ જ એકમાત્ર સાચી દ્રષ્ટિ છે. જો આ સાચું હોય તો આપણાં ગ્રામ-પ્રદર્શનામાં શહેરોના ભપકા અને ઠાઠ માટે કોઈ સ્થાન નથી. એમાં શહેરોના ખેલતમાશા કે બીજાં મનોરંજનોની પણ કંઈ જરૂર ન હોવી જોઈએ. ગ્રામ-પ્રદર્શન એ તમાશો ન બને; એ કમાણી માટેનું સાધન પણ ન બને. વેપારીઓના માલની જાહેરાતનું સાધન તો એ કદીય ન જ બનવું જોઈએ. ત્યાં કોઈ ચીજનું વેચાણ ન થવા દેવું જોઈએ. એટલે સુધી કે ખાદી કે ગ્રામોધોગની ચીજો પણ એમાં ન વેચાવી જોઈએ. ગ્રામ-પ્રદર્શન એ કેળવણીનું સાધન બનવું જોઈએ. એ આકર્ષક હોવું જોઈએ અને એ જોઈને ગ્રામવાસીને એક અથવા બીજો ગ્રામોધોગ અપનાવવાનું મન થાય એવું હોવું જોઈએ. આજના ગ્રામ-જીવનના તરી આપતા દોષો અને ઊણપો એમાં બતાવવાં જોઈએ અને એને દૂર કરવાનો ઉપાય પણ બતાવવો જોઈએ. ગ્રામ-સુધારણાનો વિચાર જ્યારથી પ્રચલિત થયો છે અને એનો અમલ કરવામાં આવ્યા છે ત્યારથી આજ સુધીમાં આ દોષો અને ઊણપો દૂર કરવામાં કેટલી સફળતા મળી છે એ પણ ત્યાં બતાવવું જોઈએ.

ગ્રામજીવનને કળાપૂર્ણ અને સુંદર કેવી રીતે બનાવાય એ પણ પ્રદર્શનમાં શીખવવું જોઈએ.

ઉપરની શરતો મુજબ ગ્રામ-પ્રદર્શન કેવું હોવું જોઈએ એ હવે જોઈએ.

૧. પ્રદર્શનમાં ગામોના બે નમૂનાઓ હોવા જોઈએ-એક આજના ગામડાનો નમૂનો અને બીજો સુધરેલા ગામડાનો નમૂનો. સુધરેલું ગામ આખું તદ્‌ન સ્વચ્છ અને સુધડ હશે. એનાં ધરો, એના રસ્તાઓ, એની આજુબાજુની જગ્યા અને એનાં ખેતરો બધું સ્વચ્છ હશે. ઢોરોની હાલત પણ સુધરવી જોઈએ. કયા ગ્રામોધોગોમાંથી વધારે આવક થાય છે અને તે કઈ રીતે એ બધું બતાવવા માટે પુસ્તકો, ચિત્રો અને નકશાઓનો ઉપયોગ કરવો જોઈએ.

૨. જુદા જુદા ગ્રામોધોગો કેવી રીતે ચલાવવા, એને માટેનાં જરૂરી ઓજારો ક્યાંથી મેળવવાં અને કેવી રીતે બનાવવાં વગેરે પ્રદર્શનમાં બતાવવું જોઈએ. દરેક ઉધોગની બધી જ પ્રક્રિયા પ્રત્યક્ષ બતાવવામાં આવે.

એની સાથે સાથે નીચેની બાબતોને પણ પ્રદર્શનમાં સ્થાન આપવું જોઈએઃ (ક) ગામડાનો આદર્શ ખોરાક

(ખ) ગ્રામઉધોગો અને યંત્રઉધોગોની સરખામણી (ગ) પશુપાલનનો પ્રત્યક્ષ પાઠ

(ઘ) કળા વિભાગ

(ડ.) ગામડાના પાયખાનાનો નમૂનો

(ચ) ખાતર અને રાસાયણિક ખાતર

(છ) ઢોરનાં ચામડાં, હાડકાં વગેરેના ઉપયોગ (જ) ગ્રામ-સંગીત, જુદી જુદી જાતનાં ગ્રામ-વાજિંત્રો, ગ્રામનાટકો (ઝ) ગામડાની રમતગમતો, ગામડાના અખાડાઓ અને જુદી જુદી કસરતો

(ગ) નઈ તાલીમ

(ટ) ગામડાનાં દવાદારૂ

(ઠ) ગામડાનું પ્રસૂતિ-ગૃહ

ઉપર બતાવેલા ધોરણને અનુસરીને આ યાદીને હજી લંબાવી શકાય. મેં અહીં જે કંઈ સૂચવ્યું છે તે ઉદાહરણ તરીકે જ સૂચવ્યું છે. આને સંપૂર્ણ કે સર્વગ્રાહી માની ન લેવું જોઈએ. મેં ચરખા અને બીજા ગ્રામઉધોગોનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે તે તો આવી જ જાય એમ માની લીધું છે. એ ન હોય તો પ્રદર્શન તદ્‌ન નકામું ગણાય.