માંન્યાની મઝિલ ચેપ્ટર - 14 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 14

અંશુમનને મળવા માટે પિયોનીએ હા તો પાડી દીધી પણ અંદરોઅંદર તેનું મન અંશુમનનો સામનો કરવા માટે ડરી રહ્યું હતું. એકવાર તો તેને વિચાર આવ્યો કે તે અંશુમનને મળીને પોતાની સચ્ચાઈ જણાવી દે પણ બીજી બાજૂ તે એ વિચારથી ડરી ગઈ કે અંશુમન નારાજ થઈ જાય અને કાયમ માટે તેની ફ્રેન્ડશિપ તોડી નાંખે તો? આ દિવસે અંશુમનને નારાજ કરવું પિયોનીને પોસાય તેમ નહોતું. તેથી મન સાથે ઘણું મનોમંથન કર્યા બાદ તેણે બધું નસીબ પર છોડી દીધું અને વિચારોના વમળમાંથી બહાર આવીને તે અંશુમનની બર્થ ડેની તૈયારીઓમાં લાગી ગઈ.

હવે તો અંશુમનને મળવા જવાનું હોવાથી પિયોનીએ નક્કી કરી લીધું કે તે અંશુમન માટે સ્પેશિયલ કેક બનાવડાવશે અને તેના માટે બર્થ ડે કાર્ડ લઈને તેની ઉપર પોતાના હાથથી એક સ્વીટ બર્થ ડે મેસેજ લખશે બટ વોટ અબાઉટ આઉટફિટ? પિયોની પાસે આમ તો કપડાંની કોઈ કમી નહોતી. તેના વોર્ડરોબમાં દરેક લેટેસ્ટ ફેશનના આઉટફિટ મળી રહેતા પણ પેલી કહેવત છે ને કે લગ્ન-લગ્ને કુંવારા એમ પિયોની માટે પણ એવું જ હતું, ક્યાંય પણ કોઈ નાના-મોટા ફંક્શનમાં જવાનું આવે કે તે તરત નવા કપડાં ખરીદી લાવતી. 'કાલે ફર્સ્ટ ટાઈમ હું અંશુમનને મળી રહી છું. તો મારું ડ્રેસિંગ પણ એવું હોવું જોઈએ કે તે મને જોઈને ઈમ્પ્રેસ થઈ જાય. તો કાલે શું પહેરું? શુડ આઈ વેર વન પીસ ઓર જીન્સ એન્ડ ટોપ? ના, જીન્સ અને ટોપ એટલું ખાસ નહીં લાગે. મારે વન પીસ જ પહેરવું જોઈએ પણ મારી પાસે તો કોઈ સારું વન પીસ પણ નથી. એની વે, આઈ વિલ બાય ન્યુ વન.' માન્યા સ્વગત બોલી.

સાંજે 6 વાગ્યે પિયોની નીચે આવી અને તેણે નાનીમાંને કીધું કે તેને કાલે એક ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં જવાનું છે એટલે તેના માટે ગિફ્ટ લેવા જવાનું બહાનું કરીને ઘરમાંથી નીકળી ગઈ. પિયોની પહેલી વાર એકલી પોતાનું શોપિંગ કરવા જઈ રહી હતી. અત્યાર સુધી કોઈ પણ નવી વસ્તુ લેવી કે કપડાં ખરીદવા હોય તે માન્યાને પોતાની સાથે લઈને જ જતી. બંનેની ચોઈસ પણ સિમીલર હતી, તેથી વસ્તુ પસંદ કરવામાં સુમેળતા રહેતી અને એટલે જ પિયોનીને માન્યા અત્યારે ખૂબ જ યાદ આવી. તેને મનમાં ગિલ્ટી પણ ફીલ થઈ કે તેના જીવનમાં આટલી મોટી ઘટના બની રહી છે પણ તે તેની માનુને નથી જણાવી શકતી. બીજીબાજૂ પિયોનીને એક પણ શોપમાં કોઈ પણ કપડાં પસંદ નહોતા આવી રહ્યાં. તે જેટલા વધારે ડ્રેસ જોતી તેટલી જ વધારે કન્ફ્યુઝ થતી જતી હતી. તેને થતું કે જો માન્યા મારી સાથે હોત તો 10 મિનિટમાં તેણે ડ્રેસ સિલેક્ટ કરી લીધો હોત. આખરે એક શોપમાં તેણે રેડ એન્ડ બ્લેક કલરના વન પીસ ઉપર પસંદગી ઉતારી. ફટાફટ બિલ ચુકવીને પિયોની એક ગિફ્ટ શોપમાં ગઈ અને અંશુમન માટે તેણે બર્થ ડે કાર્ડ લીધું.

પિયોની આ બધું લઈને ઘરે આવી ત્યારે નાનીમાં બહાર જ ઊભા હતા. પિયોનીનો નિયમ હતો કે તે કંઈ પણ વસ્તુ નવી લાવતી તો તે નાનીમાંને અચૂક બતાવતી. એટલે તેણે ફ્રેન્ડ માટે લીધેલું બર્થ ડે કાર્ડ અને ફ્રોક બંને બતાવ્યા.

નાનીમાં તો પિયોનીનું વન પીસ જોઈને ખુશ-ખુશ થઈ ગયા પણ બંનેની ખુશી પર બ્રેક ત્યારે લાગી ગઈ જ્યારે પિયોનીને યાદ આવ્યું કે તેણે ડેડીને પાસેથી તો પાર્ટીમાં જવાની પરમિશન લીધી જ નથી. પિયોનીને ખબર હતી કે ડેડી પાસેથી પાર્ટીમાં જવાની પરમિશન લેવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. માન્યાના ઘરે નાઈટ આઉટનો પ્લાન બન્યો હોય તો પણ ઘણીવાર એવું બન્યું હતું કે ડેડી પાસેથી પરમિશન ના મળતા પ્લાન કેન્સલ કરવો પડ્યો હતો. તેથી તેને ટેન્શન થઈ ગયું કે એકવાર અંશુમનને મળવા માટે હા પાડી દીધા બાદ જો તે નહીં જઈ શકે તો અંશુમનને કેટલું ખરાબ લાગશે. તેનો મૂડ પણ ખરાબ થઈ જશે. અચાનક પિયોનીને આઈડિયા આવ્યો. નાનીમાં પ્લીઝ તમે મારું એક કામ કરશો?' 'હા, બોલને દીકરા.' નાનીમાંએ જવાબ આપ્યો. “પ્લીઝ, તમે આજે રાત્રે ડેડી આવે એટલે તેમની પાસે મારા માટે કાલની પાર્ટીમાં જવાની પરમિશન લઈ લેશો?' પિયોનીએ રિસ્કી કામ નાનીમાને સોંપી દીધું. પિયુ તને ખબર છે ને કે આરવને મનાવવો બહુ અઘરું કામ છે. તે આવી રીતે તને એકલા પાર્ટીમાં જવાની ક્યારેય પરમિશન નહીં આપે. 'પણ હું એકલી ક્યાં છું? માન્યા પણ તો હશે મારી જોડે અને ત્યાં બીજા બધા ફ્રેન્ડ્સ પણ.' પિયોનીને ખબર હતી કે માન્યાનું નામ લઈશ તો કદાચ તેને પરમિશન મળી શકે તેમ છે. એટલે તેણે બીજા જુઠને છુપાવવા તેણે વધુ એક જુઠ બોલી નાંખ્યું. 'ઓકે, હું ટ્રાય કરીશ કે આરવને મનાવી લઉં પણ ગેરટી નથી આપતી.' નાનીમાં પિયોનીને સાંત્વના આપતા બોલ્યા. પિયોની ઉદાસ ચહેરો બનાવીને ઉપર પોતાના રૂમમાં જતી રહી અને નીચે નાનીમાં આરવ સાથે કેવી રીતે વાત શરૂ કરવી તે વિચારમાં લાગી ગયા.

ઉપર જઈને પિયોનીએ જોયું તો અંશુમનનો મેસેજ આવીને પડ્યો હતો. એટલે તેણે રિપ્લાય કર્યો. 'હા બોલ. શું કરે છે તું? 'લાગે છે કે કાલે તુ મને મળવા માટે એટલી એક્સાઈટેડ નથી. કોણે કીધું તને આવુ? હું તો બહુ જ એક્સાઈટેડ છું. આઈ એમ ઈગરલી વેઈટિંગ ફોર ટુમોરો.' માન્યાએ પોતાનો ઉત્સાહ શબ્દોમાં વર્ણવ્યો. ’મી ટુ. તારા માટે કાલે એક સરપ્રાઈઝ છે.' અંશુમન આવતીકાલની ડેટ માટે ક્યુરિયોસિટી વધારવા બોલ્યો. 'સરપ્રાઈઝ? શું?' પિયોની પણ આ સરપ્રાઇઝ જાણવા ઉતાવળી બની. “ઈટ્સ સરપ્રાઈઝ ડિયર. હું તને કહી દઈશ તો પછી સરપ્રાઈઝ કેવી રીતે રહેશે!!.' 'આવું ના ચાલે પાર. હવે મને આખી રાત તારા સરપ્રાઈઝના વિચારમાં ઊંઘ નહીં આવે.' 'હાહાહા...બી રેડી ફોર અવર ફર્સ્ટ ડેટ માન્યા.”

(શું હશે અંશુમનની સરપ્રાઈઝ? શું આરવ પિયોનીને પાર્ટીમાં જવાની પરમિશન આપશે? જો પરમિશન મળી જશે તો અંશુમન અને પિયોનીની ફર્સ્ટ ડેટ તેમની લાઈફનું કયું નવું ચેપ્ટર ખોલશે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)