માંન્યાની મઝિલ ચેપ્ટર - 15 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 15

રાત્રે 9 વાગ્યે ઘરમાં આરવની એન્ટ્રી થતાં જ નાનીમાં થોડા ટેન્શનમાં આવી ગયા. પિયોનીએ તેમને સૌથી અઘરું કામ સોંપ્યું હતું. કાલની પાર્ટીમાં જવા દેવા માટે આરવ પાસેથી પર્મિશન લેવાની હતી. ડાઈનિંગ ટેબલ પર આરવ, નાનીમાં અને પિયોની સાથે જમવા બેઠાં. ધીમે રહીને નાનીમાંએ વાત કાઢી. પિયોની તું સાંજે મને શું કહેતી હતી કે તારે કાલે કોઈ પાર્ટીમાં જવાનું છે?' નાનીમાંએ ઈશારો કરીને પિયોનીને આગળ બોલવા કહ્યું. ’હા, મારા સ્કૂલની એક ફ્રેન્ડ છે, તેની કાલે બર્થ ડે છે. એક્ઝામ પત્યા પછી અમે બધા કેટલાં ટાઈમથી મળ્યા પણ નથી. તો કાલે એની બર્થ ડે પાર્ટીમાં અમારું રિયુનિયન છે, પણ મેં તેને કહી દીધું કે હું નહીં આવું.' ‘કેમ ના પાડી? તું નહીં જાય તો તારી ફ્રેન્ડને કેવું લાગશે.' નાનીમાંને ખબર હતી વાતને ટર્ન કેવી રીતે આપવો. 'હા તેને ખોટું તો લાગ્યું છે બટ આઈ ડોન્ટ હેવ અધર ઓપ્શન. ડેડી મને ક્યારેય પાર્ટીમાં જવાની પર્મિશન નથી આપતા.' પિયોનીએ સીધેસીધું ડેડી આરવ પર નિશાન તાક્યું.

આરવ ચુપચાપ આ બંનેનું કન્વર્ઝેશન સાંભળી રહ્યો. તેને ખબર પડી ગઈ હતી કે બંનેએ પહેલેથી આ વાત કરવાનો પ્લાન બનાવીને રાખ્યો છે. 'આરવ દીકરા, આવું શું કરે છે? છોકરીએ પહેલીવાર તારી પાસેથી કંઈ માંગ્યું છે. આ જ તો તેની ઉંમર છે. તે અત્યારે પાર્ટીમાં નહીં જાય તો ક્યારે જશે.' નાનીમાંએ પહેલું પાસું ફેક્યું. ‘તમને ખબર છે ને કે મને પાર્ટીઓથી સખ્ત નફરત છે. ત્યાં આગળ કોણ જાણે કેવું હોય. કેવા લોકો આવ્યા હોય? પિયોનીને કોઈ ભોળવાઈ જાય તો? આરવે દીકરી માટે ચિંતા વ્યક્ત કરી.

“એ નાની નથી રહી હવે. કાલે કોલેજમાં આવશે. તું હજી પણ તેની સાથે આવું વર્તન કરીશ તો બહારની દુનિયા તે ક્યારે જોશે? અને એમ પણ તે એકલી નથી જઈ રહી. માન્યા પણ સાથે જવાની છે. હવે તો તને કોઈ પ્રેબ્લેમ ના હોવો જોઈએ.' "પણ...' 'પણ બણ કંઈ નહીં. એક વાર જવા દે. તેને તેની જિંદગી માણવા દે. પછી તો તેનું ભણવાનું શરૂ થઈ જશે. અત્યારે વેકેશન છે તો તેને એન્જોય કરી લેવા દે.' નાનીમાં જાણે સંમત્તિ આપવાનો આદેશ કરતા હોય તેમ બોલ્યા,

આરવ મોટાભાગે નાનીમાંની કોઈ વાત ટાળતો નહોતો. આ વખતે પણ ના ટાળી શક્યો. આખરે તેણે પિયોનીને પાર્ટીમાં જવાની હા પાડી દીધી. પિયોની આ સાંભળીને અંદરથી તો બહુ જ ખુશ હતી પણ તેણે તેનો ઉત્સાહ બહાર ના દેખાડ્યો. જમ્યા પછી આરવના અંદર રૂમમાં ગયા બાદ તે નાનીમાંને ભેટી પડી અને જોરથી તેમના ગાલ પર એક કિસ કરી.

રાત્રે 12 વાગવામાં 5 મિનિટ બાકી હતી અને પિયોનીએ અંશુમનને ફોન કર્યો. તેની સાથે વાતો કર્યા બાદ એક્ઝેટ 12ના ટકોરે પિયોનીએ બર્થ ડે સોન્ગ ગાઈને અંશુમનને વિશ કર્યું.અંશુમને સામે ખુશ થઈને થેન્ક યુ કીધું. આગળ અંશુમન કંઈ બોલે તે પહેલાં તેના ફોન પર બીજા ફ્રેન્ડ્સના ફોન આવવા લાગ્યા. તેથી તેણે ફોન મૂકી દીધો.

બધાના ફોન અટેન્ડ થઈ ગયા બાદ અંશુમને પિયોનીને મેસેજ કર્યો. ‘હેલ્લો...આર યુ ધેર?' 'હેલ્લો બર્થ ડે બોય, બોલ કેવી રહી બર્થ ડે શરૂઆત? લાગે છે તારા ફેન ફોલોઈંગ બહુ છે.' છે ફેન ફોલોઈંગ ગમે તેટલા હોય પણ આજે તે મને સૌથી પહેલાં બર્થ ડે વિશ કર્યું એ મને બહુ ગમ્યું. મારી લાઈફની સૌથી ઈમ્પોર્ટન્ટ માણસ મારી ખુશીમાં મારી સાથે હતી. અંશુમન બોલ્યો, 'આઈ એમ યોર બેસ્ટ ફ્રેન્ડ. તો તને સૌથી પહેલા વિશ કરવાનો હક પણ મારો જ કહેવાય ને. અફકોર્સ, સારું ચલ તો હવે હું સુઈ જઉં છું. કાલે તો સવારે મારે કોલેજ પણ જવાનું છે અને બધા ફ્રેન્ડ્સને પાર્ટી પણ આપવાની છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, તને પણ મળવાનું છે. તો હું શ લાગતો હોવો જોઈએ ને.' અંશુમને આવતીકાલના દિવસનો આખો પ્લાન જણાવી દીધો. ‘યસ રાઈટ, ઓકે ગુડ નાઈટ એન્ડ વન્સ અગેઈન હેપ્પી બર્થ ડે ડિયર.' આ કહીને પિયોની સુઈ ગઈ.

સવારે ઉઠીને તૈયાર થઈને પિયોની માન્યાના ઘરે પહોંચી ગઈ. તેને ડર હતો કે સાંજે તે માન્યાનું નામ લઈને અંશુમનને મળવા જવાની હતી અને જો એ ટાઈમમાં માન્યા તેના ઘરે આવી જાય તો તેનો પ્લાન ફેઈલ થઈ જાય. આજના દિવસે તે કોઈ રિસ્ક લેવા નહોતી માંગતી. તેથી તેણે વાતવાતમાં માન્યાને કહી દીધું કે આજે સાંજે તેને ડેડી સાથે એક પાર્ટીમાં જવાનું હોવાથી તે ઘરે નથી.

થોડી ઘણી ગોસિપ કર્યા બાદ જમવાના સમયે પિયોની પાછી ઘરે આવી ગઈ. સાંજે 5 વાગ્યે અંશુમનનો મેસેજ આવ્યો. “આઈ એમ વેઇટિંગ ફોર યુ' ના મેસેજ સાથે તેણે હોટલનું એડ્રેસ અને મળવાનો ટાઈમ મેસેજ મોકલ્યો. પિયોની ફટાફટ તૈયાર થવા લાગી. તેણે નવું ખરીદેલું બ્લેક અને રેડ કલરનું વન પીસ પહેર્યું. કાનમાં લાંબી એરિંગ્સ અને હાથમાં પર્લનું બ્રેસલેટ પહેર્યું. વાળમાં સ્ટ્રેટનિંગ કરતા-કરતા તે અરીસામાં પોતાની જાતને નિરખી રહી હતી અને જાત સાથે સંવાદ કરવા લાગી, “જો આજે એવો કોઈ ચાન્સ મળશે તો હું અંશુમનને ચોક્કસ માન્યાની સચ્ચાઈ જણાવી દઈશ.' હાઈ હિલ્સના સેન્ડલ પહેરીને ટક-ટક કરતી પિયોની જ્યારે સીડી ઉતરીને નીચે આવી રહી હતી તે કોઈ હીરોઈનથી ઓછી નહોતી લાગી રહી.

નાનીમાં પણ તેને જોઈને આભા બની ગયા. ફટાફટ રસોડામાંથી લીંબુ-મરચાં લઈ આવ્યા અને પિયોનીની નજર ઉતારી લીધી. નાનીમાંને હગ કરીને અને અંશુમન માટે જે બર્થ ડૅ કાર્ડ લાવી હતી તે લઈને પિયોની એક્ટીવા ઉપર રવાના થઈ. રસ્તામાંથી તેણે અંશુમન માટે કેક લીધી અને જ્યારે તે હોટેલ ઉપર પહોંચી ત્યારે રાતના 8:30 થયા હતા.

63%

પિયોની જેમ-જેમ હોટેલના પગથિયાં ચઢી રહી હતી તેમ તેમ તેના દિલના ધબકારા વધી રહ્યા હતા. હોટલ ફાઈવ સ્ટાર હતી. ઈન્ટિરીયરથી લઈને લાઈટિંગ સુધી બધું જ આંખ આંજી દે તેવું હતું. રિસેપ્શન ઉપર પહોંચીને તેણે અંશુમનને ફોન કર્યો તો અંશુમને તેને અંદર આવીને ડાબી બાજૂ આવવાનું કહ્યું. અંશુમને એક પ્રાઈવેટ ડિનર ટેબલ બુક કરાવ્યું હતું. તે જેવી અંદર એન્ટર થઈ કે વાયોલિયને તેના વેલકમ માટે વાયોલિન વગાડવાનું શરૂ કરી દીધું. પિયોની આ જોઈને ચોંકી ગઈ. તેણે જોયું તો દૂર ટેબલ ઉપર અંશુમન બેઠો હતો અને માન્યાને આવતી જોઈને તે ઊભો થઈ ગયો.

(પિયોની અને અંશુમનની આ પહેલી મુલાકાત માન્યાના ખોટા ચહેરા પરથી પડદો ઉઠાવશે કે નહીં? અંશુમનની બર્થ ડે નાઈટ તેના માટે યાદગાર બનશે કે પછી તેને મળશે આઘાત? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)