શ્વેત, અશ્વેત - ૪૭ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૪૭


પછી જે દિવસે ક્રિયાનું બેસણું હતી, તે જ દિવસે સુર્યસિંહના ઘરે પણ ઠાઠળી ઉઠાવવામાં આવી. તેના ઘરે ઘણો સંતાપ હતો. સુર્યસિંહના ઘરે એક ચાર વર્ષનો છોકરો હતો. અને તેની માતાની આંખમાં તો આંસુ સુકાતા જ ન હતા. સુર્યસિંહના મૃત દેહને અંજલિ આપવામાં આવી. ત્યારે ક્રિયાના માં - બાપ પોતાની જુવાન જ્યોત બાળકી પાછળ વિલાપ કરી રહ્યા હતા. દુખ કરતાં ડર વધુ હતો. કારણકે ક્રિયાને જે કોઈએ મારી હતી - સામર્થ્ય  – તે હવે બહાર હતો. પોલીસ વાળાએ તો કીધું હતું કે તેઓ પોતાનો “પૂરતો પ્રયાસ” કરી રહ્યા હતા. પણ પૂરતો પ્રયાસ નિષ્ફળ સાબિત થયો તો? હવે તો તનિષ્ક પણ પાછા આવી ચૂક્યા હતા. જો કોઈ કીલર તેમના પર કઈક કરશે.. તો?

વિશ્વકર્મા અને જ્યોતિકા સાથે ક્રિયાના મામી  – પપ્પા જ્યારે વાત કરી રહ્યા હતા, ત્યારે તેઓને કઈક અજીબ લાગી રહ્યું હતું. વિશ્વકર્મા અને જ્યોતિકા એક બીજાની સામે જોવાનું ટાળી રહ્યા હતા. તે વાત હજુ ક્રિયાના માંબાપને ખબર ન હતી, કે થોડાક જ સમય પહેલા જ્યોતિકાએ પોતાનો અફેર જગ  – જાહેર કર્યો હતો. 

કૌસરને ક્રિયાના મમ્મીએ ધિક્કાર રાખી અંદર બોલાવી. તેમના નજરમાંથી કૌસર ઉતરી ચૂકી હતી. તેઓ એક ઘાયલ માણસને બિ ન પકડી શક્યા? ખરું કેહવાય. જ્યારે કોઈ સુર્યસિંહને જોવા આવ્યું ત્યારે ત્યાંથી તે કીલર ભાગી ચૂક્યો હતો. કોઈએ ગાડીને આવતા  – કે જતાં  – જોઈ ન હતી. એટલે પોલીસ હજુ એજ ભ્રમમાં હતી કે સામર્થ્ય ઓન ફૂટ હતો, અને તેની પાસે ગન હતી. હાલાકે એ લોકોને કારના ટાયર ઇમપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. હજુ એ ચોક્કસ ન હતું કે એ ગાડી કયા સમય એ ત્યાં આવી હતી. એ રસ્તા પર પણ કોઈ આવન  – જાવન ન હતી. તેટલે પોલીસ હજુ ઓન - ફૂટ વાળો એંગલ કન્સિડર કરી રહી હતી. 

તનિષ્ક અહી કોઈ બેસણા માટે આવ્યા ન હતા. તેઓ પોતાને આ બધામાંથી ઉગારવા માંગતા હતા. જે અકાઉંટમાં તેઓ પોતાની ભૂત - બંગલામાં રહવાસ દેખાળતા હતા, તે અકાઉંટમાં અચાનક ફોલોવર્સ વધી ચૂક્યા હતા. તેને પૂરતી “મીડિયા કવરેજ” મળી રહી હતી. તેની પાછળ કોણ હતું, એ હજુ તનિષ્કને ખબર ન હતી. તેઓના પરિવારની આબરૂ પર આ બધાથી કોઈ અસર ન થાય, તે માટે તનિષ્કના પિતાએ તેમણે અહી મોકલ્યા હતા. કેસ ખતમ કરો, કે પછી બંધ કરો. તનિષ્કને પણ આ બધા ઝમેલામાં સંડોવાઈ જવામાં કોઈ જ રસ ન હતો. 

સિયાની બોડીને અત્યરે ફોરેન્સિકવાળા ઓબસર્વશન માટે લઈ ગયા હતા. કોઝ ઓફ ડેથ તો પરખાઈ જાય તેમ જ હતો. કાચ તેના પેટમાં પેસવાના કારણે મૃત્યુ થઈ હતી. 

આગળ જતાં હવે શું કરવું તે માટે કૌસર ગમગીનીમાં હતી. હવે તેના ઉપરી અમલદાર તેને આ કેસ પરથી હટાવવાની ધમકી આપી રહ્યા હતા. કોઈ પોલીસવાળાની મૃત્યુ થઈ હતી જે અસહ્ય હતું. હજુ સુધી કોઈની અરેસ્ટ કરવામાં આવી ન હતી. કેસની બુનિયાદ જ “સરકંસટેન્શિયલ એવિડેન્સ” પર હતી. જે કોર્ટ ક્યારેય મંજૂર કરે તેમ ન હતું. 

તે પછી ત્રણ દિવસ વિત્યા ત્યારે વિશ્વકર્મા અને જ્યોતિકા કૌસરને મળવા આવ્યા. 

‘અમારી દીકરીને જેને પણ મારી હોય. હવે તે મુક્ત છે. હવે અમારે આ કેસ બંધ કરવો છે.’ વિશ્વકર્માએ કહ્યું. જ્યોતિકાની આંખોમાં આંસુ હતા. પણ હવે થાય પણ શું? તેઓના ડિવોર્સ થવા ના હતા. નહીં દીકરી, નહીં વર. અને હવે તો શ્રીનિવાસન પણ ફોન ન હતો ઉપાળી રહ્યો. 

તેઓ નીકળ્યા, અને તેજ દિવસે સાંઝે તનિષ્ક કૌસરને મળવા આવ્યા. ત્યારે દરવાજાની બહાર નાઝ આવી. નાઝ એ તેમને કહ્યું, 

‘મે’મ હાલ કેબિનમાં નથી. તમારે મળવું હોય તો પ્લીસ વેટ કરો. કોઈ ખાસ કામ છે?’ ત્યારે કૌસર ફોરેન્સિક હેડને મળવા લેબ ગયેલ હતી. સિયાના બોડીને લઈને કોમ્પલિકાશન્સ આવી હતી. 

તનિષ્કને લાગ્યું કે જરૂર આ ગોરી સ્ત્રી કૌસરની ખાસ હસે. એટલે તેઓએ મીડિયાના ઇન્ટરવ્યૂને બધી વાત કરી. 

નાઝએ કહ્યું, ‘ઓહ, સિમ્પલ છે. તમારે ઈન્ટર્વ્યુ આપવો જ જોઈએ. હવે તો આમ પણ કેસ કલોસ થવાનો છે.’

નાઝને ખબર હતી, કૌસર ક દી એવું ન કહેત. અને કેસ કલોસ થવાનો છે, એ વાત તો હજુ ફાઇનલ પણ ન હતી. પણ નાઝને એક વાત ચોક્કસ ખબર હતી. આ કેસને કોઈ લોકલ ફોર્સ હેન્ડલ કરી શકે એમ ન હતું. તેના માટે એક્સપેરીએઈન્સડ લોકોની ટીમ જરૂરી છે. અને જો મીડિયા આમાં મદદ નહીં કરે.. તો કોણ કરશે?