માંન્યાની મઝિલ ચેપ્ટર - 10 mahendr Kachariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મજબૂત મનોબળ

    આપણે મજબૂત મનોબળ કંઈ રીતે કેળવી શકીએ??         મનનું "બળ" મન...

  • રાય કરણ ઘેલો - ભાગ 7

    ૭ થોડો પૂર્વ ઈતિહાસ   આ વ્યાપક અવિશ્વાસનું કારણ સમજવા મ...

  • ફરે તે ફરફરે - 58

    ફરે તે ફરફરે - ૫૮   પ્રવાસના જે પડાવ ઉપર હું પહોંચ્યો છ...

  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

શ્રેણી
શેયર કરો

માંન્યાની મઝિલ ચેપ્ટર - 10

પિયોની તું મારાથી કંઈ છુપાવતી તો નથી ને?' `માન્યા હું તારાથી શું છુપાવવાની હતી યાર?' પિયોની એક્સપ્રેશન બદલતા બોલી, 'એ મને નથી ખબર કે તું મારાથી શું છુપાવે છે? પણ હા, એ મેં નોટિસ કર્યું કે તે તારો મોબાઈલ ફોન સાઇડ ટેબલના ખાનામાં મૂકી દીધો. પિયોનીની ચોરી પકડાઈ જતા તે માન્યા સામે ઝંખવાણી પડી ગઈ પણ પિયોની તો પહેલેથી છે જ એક્સપ્રેશન ક્વીન. તેથી તેણે ફટાક દઈને પોતાના ચહેરાના હાવભાવ બદલી નાંખ્યા અને સિચ્યુએશન હેન્ડલ કરવાનો ટ્રાય કર્યો. 'માન્યા આર યુ મેડ? હું તારાથી કંઈ છુપાવું એવું બની શકે?' 'તો પછી તે તારો મોબાઈલ ખાનામાં કેમ મૂકી દીધો?' માન્યાના સવાલો પિયોનીને અકળાવી રહ્યા હતા. ’અરે યાર, એ તો તું આવી છે એટલે.

પિયોનીના અવાજમાં અકળામણ વધી રહી હતી. તે વાત વાળવાનો જેટલો વધારે ટ્રાય કરતી હતી તેટલી જ તે માન્યાના સવાલોમાં વધારે ફસાતી જતી હતી. 'હું આવી ને તે ફોન ડ્રોવરમાં મૂકી દીધો તેને શું લેવા-દેવા?' 'હા મેં ફોન ડ્રોવરમાં મૂકી દીધો, કારણ કે, મારે તને એકલીને અટેન્શન આપવું હતું. પછી તને એવું થાય છે કે મારા નવા મોબાઇલ ફોનના કારણે હું તને ઈગ્નોર કરું છું. એટલે મેં ફોન જ એવી જગ્યાએ મૂકી દીધો કે ગમે તેટલા ફોન આવે કે મેસેજ, મારું ધ્યાન ફક્ત આપણી વાતોમાં જ રહે.' આ સાંભળીને માન્યાના ચહેરા પર મોટી સ્માઈલ આવી ગઈ. તેને ખરેખર એવું લાગ્યું કે પિયોની તેના મોબાઈલ કરતા તેને વધારે પ્રાયોરિટી આપી રહી છે. કારણ કે, માન્યાએ નોટિસ કર્યું હતું કે જ્યારથી પિયોનીનો નવો ફોન આવ્યો છે ત્યારથી તેણે મારી સાથે સરખી રીતે વાત પણ નથી કરી અને મારા ઘરે મને મળવા પણ નથી આવી. પિયોનીએ માન્યાને પોતાની ગોળગોળ વાતોમાં ફસાવીને પોતાની વાત આખરે મનાવી જ લીધી.

ત્યારબાદ પૂરા બે કલાક માન્યા અને પિયોનીએ મન ભરીને ગોસિપ કરી. જો કે, માન્યા સાથે વાત કરતાં પિયોનીનું અડધું ધ્યાન તો એ વિચારોમાં જ લાગેલું હતું કે અંશુમનના કેટલાં મેસેજીસ આવીને પડ્યા હશે. હું કંઈ કહ્યા વગર જતી રહી તેને ફરી ખોટું તો નહીં લાગી ગયું હોય ને!! પરંતુ તે અત્યારે કંઈ કરી શકે તેમ નહોતી. હવે પિયોનીને પોતાની જાત ઉપર ગુસ્સો આવતો હતો કે તેણે મોબાઇલ ફોન ખાનામાં કેમ મૂકી દીધો!! ઍટ લીસ્ટ માન્યાને વાતોમાં બિઝી રાખીને અંશુમનને એટલો મેસેજ તો કરી દેત કે બિઝી છું પછી વાત કરીશ. ‘ઓ મેડમ...ક્યાં ખોવાઈ ગઈ? માન્યા પિયોનીની આંખ સામે ચપટી વગાડતાં બોલી. 'ક્યાંય નહીં.બોલને તું શું કહેતી હતી? બંને બહેનપણીઓની વાતો ખૂટવાની નામ જ નહોતી લઈ રહી. બપોરે આવેલી માન્યા છેક સાંજે 6 વાગ્યા પછી તેના ઘરે ગઈ. પિયોની માન્યાને બાય કહેવા અને તેને મૂકવા નીચે મેઇન ડોર સુધી આવી. હજી તો માન્યા પિયોનીના બંગલાના ગેટની બહાર પણ નહોતી નીકળી કે પિયોની ફટાફટ સીડી ચઢીને ઉપર પોતાના રૂમમાં પહોંચી ગઈ. તેણે ખાનામાંથી મોબાઇલ કાઢીને જોયો તો અંશુમનના 52 ટેક્સ્ટ મેસેજીસ હતા. (તે સમયે વોટ્સએપ નહોતું આવ્યું. તેથી ટેક્સ્ટ મેસેજનો જ વધુ ઉપયોગ થતો.) પિયોની ફટાફટ એક પછી એક બધા મેસેજીસ સ્ક્રોલ કરવા લાગી. તેને એકબાજૂ ટેન્શન થઈ રહ્યું હતું અને બીજી બાજૂ પોતે કરેલા કારનામા પર ગુસ્સો પણ આવી રહ્યો હતો. પિયોનીએ અંશુમનના મેસેજીસ વાંચવાનું ચાલુ કર્યું. શરૂઆતના થોડા મેસેજમાં અંશુમને શાંતિથી તેને બોલાવી હતી. તેના અચાનક જતા રહેવા પર સેડ સ્માઇલી મોકલ્યા હતા. ત્યારબાદ તેના ક્વેશ્ચન માર્ક કરેલા મેસેજીસ વધતા ગયા પરંતુ સામેથી કોઈ રીપ્લાય ના આવતા તેણે છેલ્લે ખૂબ ગુસ્સે થઈને બાય કહી દીધું હતું.

અંશુમનના આ મેસેજ જોઈને પિયોનીથી મનમાં બોલી પડાયું, "હાઉ સ્વીટ હી ઈઝ!! કેટલો કેરિંગ છે મારા માટે..' અત્યાર સુધી પિયોની ઉપર આટલા હકથી કોઈએ ગુસ્સો નહોતો કર્યો અને એમાં અંશુમન તરફથી આવું વર્તન પામીને પિયોનીના દિલમાં પહેલા પ્રેમના લડુ ફૂટી રહ્યા હતા. તેને લાગ્યું કે કદાચ તેના જીવનમાં એ વ્યક્તિ આવી ગઈ છે જેને તે પોતાની માની શકે. પિયોનીએ ફટાફટ અંશુમનને સોરીનો મેસેજ કર્યો અને સાથે ક્યુટ સ્માઇલી બનાવીને મોકલ્યા પરંતુ અંશુમન તરફથી તે મેસેજનો કોઈ રિપ્લાય ના આવ્યો. પિયોનીને લાગ્યું કે કદાચ તે ક્યાંક બિઝી હશે તેથી તેણે રિપ્લાય નહીં કર્યો હોય. આમ કહીને તેણે પોતાનું મન મનાવ્યું. અંશુમનનો રિપ્લાય ના આવે ત્યાં સુધી ફેસબુક અકાઉન્ટ ખોલીને ટાઇમ પાસ કરવાનું તેણે વિચાર્યું.

2 દિવસ પછી તે પોતાનું ફેસબુક અકાઉન્ટ ખોલી રહી હતી. ન્યુઝફીડમાં અપડેટ જોયા બાદ તેણે પોતાનું અકાઉન્ટ બંધ કર્યું અને માન્યાનું અકાઉન્ટ ઓપન કર્યું. તેને માન્યા અને પિયોનીના ફોટા ઉપર બહુ લોકોની લાઇક્સ અને કમેન્ટ્સ જોવા મળી. લોકોની કમેન્ટ્સને રીપ્લાય આપ્યા બાદ તેણે ફરીથી અંશુમનની ફેસબુક પ્રોફાઇલ ખોલી અને તેના ફોટાને તાકતી રહી. તે વિચારી રહી હતી કે તે અંશુમનને તેની આંખો સામે તે ક્યારે જોશે? ક્યારે એ ટાઇમ આવશે જ્યારે તે અંશુમન સાથે હશે? પરંતુ બીજી જ ક્ષણે તે એ વિચારથી ધ્રુજી ઊઠી કે તે માન્યાના ખોટા નામ અને વ્યક્તિત્વ સાથે અંશુમનનો સામનો કેવી રીતે કરશે?

(શું પિયોની અને અંશુમનની મુલાકાત ટૂંક સમયમાં જ થશે? જો આ બંને સામેસામે આવશે ત્યારે પિયોની તેનું બોલેલું જૂઠ અંશુમનને કહેશે કે નહીં? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)