Manya ni Manzil - 11 books and stories free download online pdf in Gujarati

માંન્યાની મઝિલ ચેપ્ટર - 11

અંશુમનના મેસેજના રિપ્લાયની રાહ જોવામાં ફરી પિયોનીએ બે કલાક બગાડી નાંખ્યા હતા. પોતાના કિંગ સાઈઝ બેડમાં સૂતા સૂતા તે અંશુમનના વિચારોમાં ખોવાયેલી હતી, જ્યારે પણ તેનો ફોન મેસેજથી વાઈબ્રેટ થતો તો પિયોની એ જ આશામાં મોબાઈલ જોતી કે અંશુમનનો જ મેસેજ હશે!! પણ તેની બધી આશા પર પાણી ફરી વળતું જ્યારે કોઈ ફ્રેન્ડ્સના ફોરવર્ડ મેસેજ તેને જોવા મળતા. પિયોનીને હવે ખરેખર ગુસ્સો આવી રહ્યો હતો કે અંશુમનને તેની કંઈ પડી જ નથી!! પણ પિયોની તેનો ગુસ્સો ઉતારે પણ કોની ઉપર? એકવાર તો તેને વિચાર આવ્યો કે તે અંશુમનને ફોન કરી લે. અત્યાર સુધી અંશુમન અને પિયોનીએ માત્ર ટેક્સ્ટ મેસેજથી વાતો કરી હતી પણ ક્યારેય એકબીજાનો અવાજ નહોતો સાંભળ્યો.

અંશુમન દેખાવે આટલો સ્વીટ અને ક્યુટ લાગે છે, તો તેનો અવાજ કેવો હશે? તેને મળવાનું તો મારા નસીબમાં ખબર નહીં ક્યારે થશે? પણ, હું એટલીસ્ટ અત્યારે તેનો અવાજ સાંભળીને તો મારા મનને સંતોષી શકું છું ને!!!' પિયોની મનોમન બોલી. આ વિચારની સાથે જ પિયોનીએ મોબાઈલ હાથમાં લીધો અને અંશુમનનો કોન્ટેક્ટ નંબર ખોલીને ગ્રીન બટન દબાવ્યું અને હજી તો રીંગ જાય તે પહેલા જ તેણે ફોન કટ કરી નાંખ્યો. બીજી બે વાર તેણે આ જ પ્રક્રિયા કરી. પિયોની ફોનનું ગ્રીન બટન દબાવે ને તરત ફોન કટ કરી દે. તે મનમાં ને મનમાં મુંઝાઈ રહી હતી. તેને અંશુમનનો અવાજ સાંભળવાની તીવ્ર ઈચ્છા થઈ રહી હતી.

2 કલાકની રાહ જોયા બાદ પણ અશુમનનો કોઈ રીપ્લાય નહોતો આવ્યો. તેથી તે ફોન કરીને અંશુમનને મનાવવા માંગતી હતી પણ અત્યાર સુધી તેણે ક્યારેય અંશુમન સાથે ફોન પર વાત ના કરી હોવાથી તેને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક અંશુમન તેના ફોનથી ચોંકી ના જાય. શું તેને કંઈ કહ્યા વગર કે પૂછ્યા વગર ફોન કરવો બરાબર રહેશે? જાતજાતના સવાલો પિયોનીના મનમાં ઊઠી રહ્યા હતા. આખરે બીજો અડધો કલાક તેણે અંશુમનના મેસેજનો વેઇટ કરવાનું વિચાર્યું પણ તેની નજર તો ઘડિયાળના કાંટા પર જ મંડાયેલી હતી. અડધો કલાક પણ પસાર થઈ ગયો પણ અંશુમનનો કોઈ મેસેજ ના આવ્યો.

પિયોનીએ આ વખતે હિમ્મત કરી જ નાંખી. તેણે અંશુમનને ફોન લગાડ્યો. રીંગ પર રીંગ જવા લાગી પણ સામેથી કોઈ ફોન ઉઠાવી નહોતું રહ્યું. જેમ-જેમ રીંગ વાગી રહી હતી પિયોનીની આતુરતા બે ગણું સ્વરૂપ લઈ રહી હતી પણ તેની આતુરતા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે ફોનમાં તેને સાંભળવા મળ્યું, “ધ પર્સન યુ હેવ કોલ્ડ ઈઝ નોટ રિસ્પોન્ડિંગ આ સાંભળીને પિયોનીએ તેના ફોનનો છુટ્ટો ઘા કર્યો. ફોન નીચે જમીન પર પડવાને બદલે બેડની કિનારીએ અથડાયો. જો કે, પિયોનીને તરત જ એ વાતનું ભાન થયું કે તેના નવા ફોન તૂટી જશે તો તે અંશુમન સાથે વાત કેવી રીતે કરશે? ગભરાઈને તેણે ફોન ઉપાડીને જોયું તો ફોન સહી સલામત હતો તેથી તેણે રાહતનો શ્વાસ લીધો.

પિયોનીના મનમાં ફરી સવાલોનું યુદ્ધ ચાલુ થયું. 'કેમ અંશુમને મારો ફોન નહીં ઉપાડ્યો હોય? તેનો ફોન તેની પાસે નહીં હોય? શું તે ખરેખર ક્યાંય બિઝી હશે કે પછી મારી સાથે તેને ફોન પર વાત નહીં કરવી હોય? જાતભાતના સવાલો તેના મનમાં ઉદ્ભવી રહ્યા હતા પણ તેની પાસે એક પણ સવાલનો જવાબ નહોતો. ના તે તેની આ મનોવ્યથા કોઈને જણાવી શકતી હતી. અંદરોઅંદર દિલમાં ક્યાંક તેને રિયલાઈઝ થઈ રહ્યું હતું કે કાશ તેણે અંશુમનની વાત માન્યાને જણાવી દીધી હોત તો આજે આ સિચ્યુએશન જ ઊભી ના થઈ હોત પણ હવે કરવું શું? પિયોનીએ વિચારી લીધું હતું કે તે હવે ફરીવાર સામેથી અંશુમનને ફોન નહીં કરે. એટલામાં જ તો તેનો ફોન વાઈબ્રેટ થવા લાગ્યો અને ફોનમાં નામ ડિસ્પ્લે થયું અંશુમન.

(કેવી હશે અંશુમન અને પિયોનીની પહેલી ટેલિફોનિક ટોક? અંશુમનનો અવાજ સાંભળીને પિયોની કેવી રીતે રીએક્ટ કરશે? આ એક ફોન બંનેના જીવનમાં કર્યો નવો ટર્ન લાવશે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED