The story of love - Season 1 part-26 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-26



ૐ નમઃ શિવાય


The Story Of love Part-26



અત્યાર સુધી આપડે જોયું કે મિહિર માનવી ને મળવા માટે આવે પણ ત્યાં મિહિર કાય બોલતો જ નથી અને આ વાત માનવી ને થોડી અજીબ લાગે છે...

થોડી વાર પછી ફરી જયારે માનવી મિહિર સામે જોવે છે ત્યારે એની આંખો માં જોતા જ માનવી સુઈ જાય છે અને એના પછી માનવી થોડી વાર માં જેવી ઉઠે છે તો તેની જોડે કોઈ નથી હોતું...

"આ એક સપનું હતું મને લાગ્યું મિહિર તું આવી ગયો મારી પાસે..."

આટલું બોલી ને માનવી ત્યાં જોર જોર થી રોવા લાગે છે અને મિહિર ત્યાં જ પરદા ની પાછળ ઉભો હોય છે અને આ સાંભળી ને તે સમજી જાય છે કે તેના માટે માનવી થી દૂર જ રેવું જ સારું છે અને માનવી ઉભી થાય છે અમે મિહિર નું આપેલું બેસ્લેટ લે છે અને પોતાના હાથ માં રાખી ને ફરી સુઈ જાય છે...

ત્યારે મિહિર તેની જોડે આવે છે અને એના માથા ઉપર હાથ ફેરવે છે અને એની શક્તિઓ થી એના થી જોડાયેલા દરેક વ્યક્તિ અને પોતાની જેટલી યાદો હોય છે તે બધી માનવી ભૂલી જાય છે...

મિહિર ત્યાં થી નીકળી જાય છે પણ એના થી દૂર થયા પછી પણ ગણી વાર મિહિર માનવી ને જોવા માટે આવતો હતો અને તેની ગણી એવી જાણકારી પણ તેની પાસે રાખતો...

તેના જીવન માં આવતી બધી મુશ્કેલી ને દૂર કરતો અને તેના જીવન માં કોણ કોણ છે તેની બધી જાણ તેને રેતી અને એટલા માટે જ તે પ્રિયા ને પણ ઓળખતો હોય છે...

તે ભલે તેના થી દૂર થઇ જાય છે પણ તેના માટે નો પ્રેમ તેનો દિવસે ને દિવસે વધતો જાય છે...

હવે તે બધા મહેલ માં રેવા લાગે છે અને તેની બાજુ માં નાનું ઘર બનાવી ને એમને જરૂરી એવી વસ્તુ જે કોઈ ના નજર માં ના આવી જોઈએ એ બધું ત્યાં રાખી દે છે...

જય જે હવે એક જ માણસ તેમની સાથે રયો હોય છે તેમને બધા ને તેની ચિંતા થવા લાગે છે કે તે બધા તેને પણ નુકસાન ના પહોંચાડે...

તે માટે જય નો એક અલગ જ રૂમ બનાવ્યો હોય છે જ્યાં ચાંદી નો ઉપયોગ કર્યો હોય છે જેના થી તે રૂમ માં કોઈ પણ ના આવી શકે...

તેમની જરૂર પુરી કરવા માટે તે લોકો તે મહેલ ને હોટેલ ની જેમ બનાવી દે છે અને જે પણ ત્યાં ફરવા આવતા હતા તે વ્યક્તિ જયારે ત્યાં રે અને એમને રાતે બેહોશ કરી તેમના માં થી થોડા પ્રમાણ માં લોહી લઇ લેતા અને તે એટલા પ્રમાણ માં જ લેતા કે તે વ્યક્તિ ને કોઈ નુકસાન ના થાય અને તે હંમેશા તે બધા નું દયાન પણ રાખતા...

આ બધી વસ્તુ મિહિર અને જય ને નતી ગમતી પણ તેમના પાસે આના સિવાય કોઈ બીજો રસ્તો પણ નતો...

તે લોહી ને એક કેપ્સુલ ના રૂમ માં તૈયાર કરી દેતા અને બધા વેમ્પાયર એ રીતે જ લોહી લેતા હતા...

મિહિર અને તેનો પરિવાર હંમેશા આવા પ્રકાર ના કેપ્સુલ તેમની પાસે રાખતા જેના થી કોઈ પણ નું લોહી જોઈને તે લોકો તેમને નુકસાન ના પહોંચાડે...

ધીમે ધીમે મિહિર પણ હવે એના મમ્મી પપ્પા સાથે બધું ભૂલી ને વાતો કરવા લાગ્યો અને તે હવે તેના પરિવાર સાથે ખુશ હતી...
હવે એવું લાગતું હતું કે બધું સારું થઇ ગયું છે અને તે લોકો સમય ની સાથે જીવતા હતા અને ત્યારે ત્યાં એક છોકરી રેવા માટે આવે છે અને એ છોકરી લગભગ ૨૦ થી ૨૨ વર્ષ ની લગતી હતી અને દેખાવ માં સુંદર હોય છે તે તેના રૂમ ની ચાવી લઈને એના રૂમ માં જાય છે...
તેને આવે ૨ દિવસ તો થઇ ગયા હોય છે અને બીજા દિવસે સવારે તે પાછી જવા ન હોય છે...

તે દિવસે રાતે તે ખુશી થી આવે છે અને તેના રૂમ માં જાય છે...

જયારે રાતે બધા જમીને સુઈ ગયા હોય છે ત્યારે દિપાલી બેન સુરજ પાસે જાય છે...

"બધા એ જમી લીધું..."
દિપાલી બેન બોલે છે...

"હા બધા ને હમણાં જ જમવા નું આપી દીધું છે અને થોડી વાર પછી કામ ચાલુ કરી શકીએ..."
સુરજ બોલે છે અને ત્યાં થી નીકળી જાય છે...

થોડી વાર પછી સુરજ બધા ના રૂમ ની ચાવી લઈને આવે છે અને તે બધા એક એક રૂમ માં જઈને તેમનું લોહી પિતા હોય છે અને જયારે તે છોકરી ના રૂમ માં જાય છે તો તે સૂતી હોય છે...

દિપાલી બેન તેની જોડે જાય છે એને જેવું એના ગરદન પર પોતાના બન્ને નુકીલા દાંત મૂકે તે પેલા તે છોકરી ઉઠી જાય છે અને તેની સામે દિપાલી બેન નું આવું ભયાનક રૂપ જોઈ ને તે ડરી ને ત્યાં થી ઉભી થઇ જાય છે...

ત્યારે દિપાલી બેન ની નજર ત્યાં જોડે પહેલા જમવા ની થાળી પર જાય છે અને તે સમજી જાય છે કે તે છોકરી જમી નથી તેના દીધે તે જાગી રહી છે અને તે જમવા માં જ તો ગોળી મેળવી હતી...
તેમને તેમની ભૂલ તો સમજાઈ ગઈ હોય છે પણ હવે તેમને તેમની ભૂલ સુધારવાની હોય છે...
તે તેની યાદો મિટાવા માંગતા હતા અને તે કરે તે પેલા તે છોકરી બાર ની તરફ ભાગવાની કોશિશ કરે છે પણ ત્યાં સુરજ ને જોઈ ને બાથરૂમ તરફ ભાગે છે અને જયારે દિપાલી બેન અંદર જાય છે તેની પાછળ તો તે જોવે ચ કે તે છોકરી જામીન પર લોહીલુહાણ પડી હોય છે...
પડી જવા ના કારણે તેના માથા પર ગહરી ચોટ આવી હોય છે અને આ જોઈ ને દિપાલી બેન અને સુરજ રૂમ ને બંધ કરી ને ત્યાં થી નીકળી જાય છે...
દિપાલી બેન પોતાના રૂમ માં જાય છે પણ તેમને ચેન નથી મળતો કે તેમને આ જે કર્યું છે તે ઠીક છે કે નઈ અને તેમને સમજાતું નથી કે હવે તે કઈ રીતે આ વાત બધા ને કેસે અને જયારે આ વાત મિહિર ને ખબર પડશે તો તે શું કરશે...
બીજા દિવસે સવારે દિપાલી બેન અને સુરજ પોતાના કામ કરતા હોય છે અને કોઈ ને જાણ નથી કરતા કે કાલ રાતે તે છોકરી સાથે શું થયું હતું...
ત્યારે જ ત્યાં પોલીસ ની જીપ આવે છે અને એમાં થી એક ઈંસ્પેક્ટર હોટેલ ની અંદર આવે છે અને તેને જોઈ ને સુરજ અને દિપાલી બને એક બીજા ની સામે જોવા લાગે છે...


"શું તે છોકરી હજુ જીવતી હશે અને તેને જ પોલીસ ને બોલાવી હશે...?"
"હવે સુરજ અને દિપાલી બેન નું શું થશે...?

સવાલો વધતા જાય છે અને એના જવાબો જાણવા માટે તો તમારે મારા આગળ ના ભાગ માં જોડાવું પડશે...

તો જોડાયા રહો મારી સાથે...
The story of love....