નેહા ક્યારની આરવને જોઈ રહી, આરવએ તેને બોલાવી પણ પછી પોતે ફોનમાં ઘૂસી ગયો, તેને ગુસ્સો આવતો હતો પણ રાહ જોવી પડે તેમ તેને લાગ્યું, આરવનું ધ્યાન ફોનમાં હતું પણ તેની નજર નેહાને મળતી ને એક સ્માઈલ આપતો ને ફરીથી ફોનમાં ઘૂસી તો, થોડી વાર આ રીતે જ ચાલ્યું ને લગભગ 15 થી 20 મિનિટ પછી આરવએ તેનો ફોન મૂકી દીધો ને નેહા પાસે જઈને બેસી ગયો!
શું હતું આ? નાં ચાહવા છતાં પણ નેહાના શબ્દો કડવા થઈને સવાલ કરી રહ્યા હતા, તેને આરવને નહતું પૂછવું પણ મન માનતું પણ નહતું.
શું? આરવએ શાંતિથી કહ્યું.
નેહાની ધીરજ ખૂટી ને તે આરવની નજીક જઈને ફોન તરફ ઈશારો કરીને બોલી, "એવું તો કોણ હતું જેના જોડે તુઆટલી બધી વાતો કરતો હતો, અને વાતે વાતે મેડમ મેડમ
પણ બોલતો હતો, શું હતું એ બધું?" નેહાએ આરવને પૂછ્યું
ને આરવ થોડો અકળાઈ ગયો.
અરે કહું છું શાંતિ રાખ, આમ નજીક નાં આવીશ મને કઈક થવા લાગે છે, આરવ બોલ્યો ને નેહા ઝીણી આંખે તેના સામે જોઈ રહી.
આરવ એ આખો બંધ કરી ને બોલ્યો,
"પેલો જે વેટર હતો ને તેનું ખૂન થઈ ગયું" આરવ બોલ્યો ને નેહા આશ્ચર્યથી તેની સામે જોઈ રહી.
તે વેટર તો વિવાન હતો ને? અને તે કહ્યું વિવાન તો મિસ્ટી પાસે છે તો તેનું ખૂન? કઈ રીતે? પોસીબલ નથી! નેહાને ગભરામણ થવા લાગી તેને જોઈને આરવ થોડો ડરી ગયો તેના માટે આ નવું નહતું પણ નેહા તેને તો હજી કંઈ ખબર પણ નથી, આરવને વધારે વાત કરવી ઠીક નાં લાગી, કદાચ ભાઈ જ સારી રીતે તેને સમજાવી શકે છે! આરવએ વિચાર્યું ને તેને નેહા સામે જોયું, તે હજી પણ થોડી ડરેલી હતી.
આરવએ નેહાના બંને હાથ પકડ્યા ને આંખોમાં જોઈને કહ્યું, "નેહા ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું તને બધું જ સમજાવી શકું છું પણ તારી આવી હાલત જોઈને હું નહિ કહી શકું, હું ઘરે જઈને ભાઈને બધી વાત કરું, તે પોતે તને સમજાવશે, અત્યારે તું ને મિસ્ટી ઘરે જાવ, આટલું કહીને આરવ વિવાન જોડે જવા લાગ્યો ને નેહા મિસ્ટી પાસે!
નેહા મિસ્ટી પાસે આવી, વિવાનને જોઈને સ્માઈલ આપી ને કહ્યું, "મિસ્ટી ચાલ ઘરે જવું છે કે પછી અહીંયા જ રહેવાનું છે?”
"હા" મિસ્ટી આટલું બોલીને ફટાફટ ઊભી થઈ ગઈ ને નેહા સાથે ચાલવા લાગી ત્યાંજ પાછળ થી વિવાનની ચીખ નીકળી!
આહ....શું થયું? ભાઈ! આરવ વિવાન પાસે જલ્દી આવ્યો ને નેહા એ પણ પાછળ ફરીને જોયું, વિવાનએ તેનો એક હાથ તેના ગાલ પર રાખીને પ્રેમથી હથા ફેરવતા કહ્યું “કોઈ મચ્છર કરડ્યું ગયું"
નેહાએ આરવ સામે જોયું ને ત્યાંથી મિસ્ટી સાથે ઘરે જવા નીકળી ગઈ, તેના જતા જ આરવે એક જોરદાર ધબ્બો વિવાનને પીઠ પર માર્યો, આ બીજું મચ્છર હતું કેવું લાગ્યું? આરવએ કહ્યું ને વિવાનએ તેને મુક્કો માર્યો, ભાઈ.........તમારા હાથને મારા પર નાં અજમાવો, ઢાઈ કિલોનો હાથ છે થોડી શરમ રાખો! આરવ બોલ્યો ને ત્યાંથી ભાગીને કારમાં બેસી ગયો.
"હવે નાં કરતો મારા સાથે મજાક", ડ્રાઇવિંગ કરતા વિવાનએ કહ્યું ને હસવા લાગ્યો!
તમારા સાથે મજાક કરવી એટલે હાથ પગ તોડાવવા બરાબર થાય, મને એમ કે હવે સુધરી ગયા હશો પણ હજી પણ એવા જ છો! આરવ ચિડાઈને બોલ્યો ને પોતાના હાથને પંપાળવા લાગ્યો તેને જોઈને વિવાન હસ્યો ને તેને મિસ્ટીની વાત યાદ આવી ગઈ.
વ્યાસ મેન્શન! સુરતના સૌથી મોટા બે વેપારીનું ઘર, કોઈ પણ મહેમાન આવે ને તો આ ઘરની અને આ ઘરના લોકોની વાહ વાહ જ કરતું, મોટું નામ તો હતું જ પણ ખુશીઓ નું તો આ ઘર હતું, અને આજ ખુશીમાં આજે ધમાલ પણ થવાની હતી, રોજના જેમ સૂરજ ઊગ્યો ને સાથે, સાથે પૂરા ઘરમાં પ્રકાશ ફેલાઈ ગયો! આજે પણ રોજના જેમ થવાનું હતું પણ આજે કઈ વધારે કેમ કે આંજે બંને ભાઈ ઘરે સાથે રવિવારની મોજ! એક કહે આમ તો બીજું કહે તેમ,...પૂરા ઘરમાં તોફાન ચાલુ હતા, સવિતાબેન અને તેમની દેરાણી એટલે રીમાંબેન બંને રસાઈ ઘરમાં પૂરા ચાર કલાક થી હતા કોણ જાણે શું આજે નવું જમવા મળશે, તેમની વાતો પણ એટલી કે આજુબાજુ વાળા પણ તેમની સાથે વાતોમાં જોડાઈ ગયા! તો બીજી બાજુ શૈલેષભાઈ ને રાજેશભાઈ બંને ઘરના મોટા ગાર્ડન માં દશ બાર નાના છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યા!
"એ ચિન્ટુ જોરદાર સીક્સ મારજે એટલે કાકા પકડી જ નાં શકે બોલ, એક તેર વર્ષનાં છોકરાએ તેના જેટલી ઉંમરના મિત્રને જોશમાં કહ્યું ને તેની સામે કાકા એટલે રાજેશભાઈ એ મોઢું બગાડ્યું ને તેમને આમ કરતાં જોઈને શૈલેષભાઈએ ટપલી મારી"
ચિન્ટુનો હાથમાં બેટ ને બધા તેને જોઈ રહ્યા, સચિનનાં જેમ બેટ પકડ્યું ને તેની સ્ટાઈલ થી મજબૂત બેટ ને સામે ધારદાર નજર બોલરનાં સામે જોયુ, જેવો બોલ તેના સામે આવ્યો તેને "આરવ" જોરથી બોલ્યો ને બોલ હવામાં લહેરાતો પવન સાથે રસોઈ ઘરનાં બારીનો કાચ તોડીને અંદર ગયો!
ચિન્ટુ ભાગ! શૈલેષભાઈ બોલ્યા ને રાજેશભાઈએ એક એક કરીને બધા બાળકોને ઘરે મોકલી દીધા!
ભાઈ એ બધા તો પોતાના ઘરમાં જતાં રહ્યા પણ આપણે? આપણે કઈ રીતે જઈશું? રાજેશભાઈએ ચિંતામાં પૂછ્યું ને શૈલેષભાઈ તેમના ખંભા પર હાથ મૂકીને હિમ્મત આપતા બોલ્યા,
"પહેલા જોઈએ, કોઇને કંઇ વાગ્યું તો નથી ને? ભાઈ વાગ્યું હોય તો 108 આવી જાય અત્યાર સુધીમાં અને આપણે આટલી વાર સુધી બહાર ઊભા પણ નાં હોત,.. 108 તો હવે આપણા માંટે આવશે એવું લાગે છે મને! રાજેશભાઈએ ડરતા ડરતા ઘરમાં પગ મૂક્યો ને તેમને જોઈને શૈલેષભાઈ હસવા લાગ્યા!
તમને કઈ વાતનું હસું આવે છે? કડક અવાજમાં સવિતાબેન બોલ્યા ને શૈલશભાઈ હસતા બંધ થઈ ગયા ને ગંભીતાપૂર્વક બોલ્યા "ભાગ્યવાન હું તો તમારું મુખ જોઈને જ હસી પડ્યો, કહેવાનો અર્થ એ છે કે હું ફરીથી તમારા પ્રેમમાં પડી રહ્યો છો, ડૂબી રહ્યો છું, જ્યારે જ્યારે હું તમને મારી નેત્ર સમક્ષ જોવ છું તો હું કોઈ બીજી જ દુનિયા માં પહોંચી જાવ છું, શું તમને પણ મારા સાથે એ દુનિયામાં આવવાનું પસંદ કરશો?" શૈલેષ ભાઈએ ખૂબ જ પ્રેમથી કહ્યું ને બીજા બધા ફાટી આખે તેમને જોઈ રહ્યા ને થોડી વાર પછી અચાનક બધા ખડખડાટ હસવા લાગ્યા! બધા ને આવી રીતે હસતા જોઈને સવિતાબેન ગુસ્સામાં બોલ્યા, "સુધરો હવે જવાન છોકરા છે ઘરમાં અને મમ્મી સામે પણ આવી વાતો, શરમ છે કે નહિ? સવિતા બેન બોલતા તો બોલી ગયા પણ જે શરમ થી તેમના ગાલ લાલ હતા તેના કારણે તેમનો ગુસ્સો અત્યારે બધા ને પ્રિય લાગતો"
ભાગ્યવાન તમારા જે જવાન છોકરાઓ છે ને! એમને જ અમને તમારું ધ્યાન રાખવા કહ્યું છે, તમને ખબર ના હોય તો કહી દઉં, દિવસમાં ચાર વાર ફોન કરે અને બસ એટલું પૂછે! “પપ્પા કેમ છો? બાકી તો બધું મમ્મી, દાદી અને કાકી બસ આટલું દેખાય! અમે તો કોઈને દેખાતાં જ નથી" શૈલેષભાઈએ પણ ખોટો ગુસ્સો કરતા કહ્યું ને રાજેશભાઈને પકડીને પોતાના રૂમમાં લઈ ગયા!
"હમણાં મનાવવા આવશે તારા ભાભી જોજે સાથે રીમા પણ આવશે, શૈલેષભાઈ રૂમમાં આવીને હસતા બોલ્યા ને રાજેશભાઈ પણ હસવા લાગ્યા"
.
જોયું મમ્મી કેવા નાના બાળકો જેવું વર્તન કરવા લાગ્યા છે. મને તો લાગે છે જેટલું જલ્દી થાય એટલું જલ્દી વિવાન અને આરવ નાં લગ્ન કરાવીને અહીંયા બોલાવી લઈએ! સવિતાબેન બોલ્યા ને તેમની આ વાત પર દાદી હસ્યાા
"તારી ઈચ્છા જલ્દી જ પૂરી થશે બેટા, જા જઈને આરામ કર, સવારની રસોઈ બનાવે છે, અને આ રીમા ક્યાં છે? દાદી એ પૂછ્યું ને સવિતાબેન એ સીડી ચડતા રીમાબેન તરફ ઈશારો કરીને બતાવ્યો.
"કેટલા ભોળા છે મારા દેરાણી, મનાવવા પણ જાય છે જે ગુસ્સે પણ નથી!" સવિતાબેન બોલ્યા ને દાદી પણ આગળની ધમાલ જોવા ઉત્સુક થઈ ગયાં!
....
ક્રમશઃ