અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૦) Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૦)

ગતાંકથી....
વાતચીત પૂરી થતાં જ બારણા ખુલ્યું ને એક માણસ બહાર આવ્યો. રૂમમાંથી પ્રકાશ બહાર પડ્યો. તે પ્રકાશમાં ડેન્સીએ એકદમ ભયભીત આંખે જોયું કે એ પેલો કપાળ પર ઘા વાળો બદમાશ અબ્દુલા જ ત્યાં આવ્યો છે.

હવે આગળ.....
ડેન્સી દિવાલ સાથે પોતાનું શરીર એકદમ ચીપકાવી દઈ અંધકારમાં છુપાઈ ગઈ. અબ્દુલ્લા બારણું બંધ કરી બીજી બાજુએ ચાલ્યા ગયો. ડેન્સી જરાક વાર માટે થઈને બચી ગઈ.
અબ્દુલા ના અદ્રશ્ય થઈ ગયા પછી ડેન્સી ધીરે ધીરે પેલા રૂમ તરફ જવા લાગી. પોતાના બોસ રૂમમાં બંદીવાન છે. તેણે ગમે તે ભોગે તેમને છોડાવવા જ જોઈએ.
આમ વિચારતી બારણા પાસે આવી .તેણેશજોયું કે બારણું બંધ છે. ધક્કો મારવા છતાં અંદરથી કંઈ અવાજ આવ્યો નહીં. ડેન્સીએ ધીમા અવાજે કહ્યું :" મિ. વાંગડું !" જવાબ ન મળ્યો.
"આદિત્ય બાબુ ! મિ.વાંગડું !"
કોઈપણ જાતનો જવાબ ન મળ્યો. કદાચ આદિત્ય બાબુ બેભાન થયા હશે.
હવે ડેન્સી પોતાના રૂમમાં જવા ઉતાવળ કરવા લાગી જો કોઈ તેને આ સ્થળે જોઈ જાય તો ભારે મુશ્કેલી માં ફસાઈ પડે તેવું હતું .પરંતુ ક્યાં રસ્તે જવું ?તે વ્યાકુળ ચિતે સામે બાજુએ આગળ વધી. થોડે દૂર એક નાના બારણા ની તિરાડ માંથી પ્રકાશ આવતો જણાયો. તેને લાગ્યું કે તેની પહેલી બાજુ કોઈ છુપો રૂમ હશે ,અને તેમાંથી લાઈટ નો પ્રકાશ આવતો હશે . ડેન્સીએ પ્રકાશ તરફ ચાલવા લાગી.
બારણા ની તિરાડમાંથી તેમણે અંદર નજર નાખી. તો તેમણે એક અસાધારણ દ્રશ્ય જોયું ઓરડો ફર્નિચરથી ભરપૂર હતો‌ .તેના મધ્ય ભાગમાં એક સુંદર આરામ ખુરશી પર બેસી એક માણસ હૂકાની ગુડ..ગુડ કરતો હતો તે ખુબ જ ઊંડા વિચારમાં હોય તેમ લાગતું હતું .તેના પર નજર પડતા જ ડેન્સી ઉપર જાણે વીજળીનો કડાકો થયો હોય તેમ ચમકી. તે આદિત્ય વેંગડું હતા. તેમના બોસ. ડેન્સીનું માથું ફરવા લાગ્યું. તે એક પણ સેકન્ડ ત્યાં ઊભી ન રહેતા ચાલવા માંડી. ઘણીવાર આમતેમ આંટા ફર્યા બાદ છેવટે તે પેલી સુરંગ માંથી નિર્વિઘ્ને બહાર આવી. અને લાઈબ્રેરીનો બારણું ખોલી ધીમે પગલે તે પોતાના બેડરૂમમાં આવી પહોંચી.
આજે જે રહસ્યમય ઘટના તેણે નજરો નજર નિહાળી તે વિશે વિચાર કરતા તેનું મગજ ભમવા લાગ્યું તે ઉશ્કેરાયેલા અંતઃકરણે આમતેમ રૂમમાં આંટા ફરવા લાગી. તેણે નક્કી કર્યું કે આ બાબતમાં દિવાકરની અવશ્ય સલાહ લેવી આ ઘનઘોર અંધારી રાતના પોતે જે ભેદભરમ જોયા તે પોતે ઉકેલી શકે તેમ નથી.

*****************************
ડે‍ન્સી જ્યારે આવી ચિંતાતુર બની આમતેમ ફરી રહી હતી. બરાબર એ જ સમયે હેમલતા દેવીના બેડરૂમમાં સંતાઈ દિવાકર તકની રાહ જોઈ રહ્યો હતો. તેના ખિસ્સામાં એક નાની ગન અને તેજૂરી તોડવાના હથિયારો હતા . આ બે સાધનો તે સાથે જ લાવ્યો હતો.


સમાજના આગળ પડતા કાયૅ કરનાર આ લેડી ના સંબંધમાં દિવાકર બહુ જાણતો હતો. જે મોતીની માળા તેઓ પહેરતા હતા. તેની ખ્યાતિ બહુ દૂર દૂર સુધી ફેલાયેલી હતી‌ પરંતુ બધા જાણતા નહોતા છતાં દિવાકર જાણતો હતો કે હેમલત્તા દેવી હંમેશા માટે જે માળા વાપરતા તે અસલ નહોતી .તે અસલમાળાની હુબહુ નકલ હતી .આ વાત કદાચ તેની ટોળીનો સરદાર જાણતો નહીં હોય.
દિવાકરને આ કામ સોંપી જુલીએ તેને કહ્યું હતું કે સવારના પહોરમાં એક માણસ તમારી મુલાકાત લેશે. તમારે તે માણસ જે કામ સોંપે તે વગર આનાકાની કરવાનું છે. જો કદાચ આ કામ કરતા તમે પકડાવ તો ટોળકી વિશે કંઈ પણ હકીકત પોલીસને જણાવવાની નથી. જે ગેગને ખાતર જેલ સહન કરે છે તેને છૂટ્યા બાદ પુષ્કળ બદલો પણ મળે છે.
સવાર પડતા જ પેલો માણસ આવી પહોંચ્યો. તે જ વખતે દિવાકરને એમ લાગ્યું કે હમણાં ને હમણાં રાજશેખર સાહેબ પાસે જઈને બધી હકીકત એમને જણાવી આવું. પરંતુ તરત જ તેને આ વિચાર ફેરવવો પડ્યો. વિચાર ફેરવવાના બે કારણો હતા .પહેલું તો એ કે ગેંગના છુપા જાસુસ તેની પાછળ પડ્યા હતા. તે પોલીસ પાસે જશે કે તરત જ તેઓ સાવચેત થઈ જશે અને તેનો મૂળ હેતુ માર્યો જશે. બીજું એ કે પોતાના હાથમાં જ્યાં સુધી પૂરતી સાબિતી ન આવે ત્યાં સુધી રાજશેખર સાહેબને હેરાન કરવા એ યોગ્ય નથી.પોતે જે ગેંગમાં જોડાયો છે તે ગેંગ સંબંધી સંપૂર્ણ માહિતી અને હકીકત જાણ્યા સિવાય તેને કંઈ પણ જણાવવું જોઈએ નહીં.

સવારમાં જે માણસ તેને મળવા આવ્યો તેની સાથે વાત કરી દિવાકરે હેમલતા દેવીની મોતીની માળા ના સંબંધમાં પોતે આ કામ અચુક જ નિર્વિધ્ને પાર પાડશે તેવું નક્કી કર્યું . દૈવયોગે તેને આજે એ કામ પાર પાડવાની મહાન તક મળી ગઈ. તે જ દિવસે સાંજના હેમલતાદેવીએ પોતાના બંગલે કોઈ ભોજનની વ્યવસ્થા કરી હતી‌ દિવાકરે તે જ રાતે પોતાનું કામ પાર પડે‌ તેવી વ્યવસ્થા કરી. કદાચ તે રાત્રે હેમલતાદેવી પોતાના બધા દાગીના પહેરે અને તેમ બંને તો તો દિવાકરને પોતાનું કામ પાર પાડવામાં જરા કે પણ અડચણ પડે તેમ નહોતું.
હેમલતા દેવી ના વિશાળ હવેલીના નીચલા ભાગમાં ભોજન સમારંભ ચાલી રહ્યો હતો. તે દરમિયાન દિવાકર અને તેમનો સાથી બંગલાની પાછલી વંડી કૂદી અંદર આવ્યા. હેમલતા દેવીના બેડરૂમની નીચે ગાર્ડન હતો એ ગાર્ડનની અંધારી ઝાળીઓમાં ઊભા રહી દિવાકરે કહ્યું : "તમે અહીં રાહ જુઓ બીજે ક્યાંય જશો નહીં હું માળા લઈ ઝાળી થી બહાર ફેંકીશ તમે એ લઈને ચાલ્યા જજો.
સાથીદારે પૂછ્યું : "અને તમે ?"
મારી ચિંતા કરશો નહીં હું તક જોઈને ભાગી છૂટીશ.

ભોજન સમારંભ પત્યા પછી હેમલતા દેવી સુવા માટે આવશે ત્યારે કામ ખતમ કરીશ હું ઉપર જાવ છું તમે હોંશિયાર રહેજો ડરથી ભાગી જતા નહીં‌.
દોરડા ની સીડી ની મદદથી બહુ ઓછી મહેનતે દિવાકર ઝરૂખામાં થઈ હેમલતા દેવીના બેડરૂમમાં આવી પહોંચ્યો. બેડરૂમમાં જ્યારે ઘોર અંધારું છવાયેલું હતુ ‍.એક પડદા પાછળ છુપાય તે ધડકતા હૃદયે હેમલતાદેવીની રાહ
જોવા લાગ્યો. જીવનમાં તેણે અનેક બનાવો બનતા નિહાળ્યા છે .અનેક નવીન ઘટનાના પ્રવાહમાં તણાઈ જતા નવા નવા અનુભવ મેળવ્યા છે .પરંતુ આજની આ ઘટના અને અવસ્થા તેને માટે અણધારી હતી તેમજ અદ્ભુત પણ હતી.
નીચેના માળે ભોજન પર નો કલરવ ચારે તરફ છવાયેલો હતો. મહેમાનોની આગતા સ્વાગતા અને ભોજન ની ક્રિયા લગભગ પૂરું થવા આવી હતી. ત્યારબાદ વિદાયની શરૂઆત થઈ દિવાકરે કાન માંડી સાંભળ્યું કે એક પછી એક નિમંત્રિત મહેમાનો આ ગૃહ સ્વામીની હેમલત્તા દેવીની રજા લઈને રવાના થાય છે. કાર ચાલુ કરવાના અવાજથી બંગલાનો આગળનો ભાગ જીવંત થઈ રહ્યો છે.
મહેમાનો ને વિદાય કરી હેમલતા દેવી ધીરે ધીરે પોતાના બેડરૂમમાં આવ્યા.
અસ્પષ્ટ અવાજે મહેમાનો માટે એકાદ અભિપ્રાય દર્શાવી તે પોતાના પહેરેલા વસ્ત્રો સંકેલી ગળામાંથી માળા કાઢી પાસે પડેલા ડ્રેસિંગ ટેબલ પર મુકવા લાગ્યા. ત્યારબાદ કોણ જાણે શું સાંભળ્યું કે નોકરને બોલાવતા બોલાવતા માળા ટેબલ પર એમ જ રાખી રૂમની બહાર નીકળી ગયા.

કહેવાય છે ને કે જ્યારે ઈશ્વર કૃપા હોય ત્યારે આવા જ સુયોગ પ્રાપ્ત થાય છે. એક ક્ષણમાં દિવાકરે પડદા પાછળથી ટેબલ પાસે આવી ડ્રેસિંગ ટેબલ પર પડેલી માળા ઉપાડી લીધી અને ઝરૂખા પાસે આવીને ઉભો રહ્યો. નીચે તેનો સાથીદાર ઉભો હતો. દિવાકરે અગાઉ થી નક્કી કરેલો તેના કંઠમાંથી કાઢ્યો કે તે અવાજ સાંભળી તેણે ચકિત નયને ઉપર જોયું કે તરત જ માળા તેના પગ પાસે આવી પડી. તેણે તરત જ એ માળા લઈને તરત જ પલાયન કર્યું

તે સાથે દિવાકર પણ જરીક પણ વિલંબ ન કરતા દોરડાની સીડી ની મદદથી નીચે ઉતરી ગયો. આ રીતે અતિશય સહેલાઈથી વિના વિઘ્ને ટોળીની પહેલી પરીક્ષા માંથી હેમખેમ પસાર થયો.

શું દિવાકર ને આ ગેંગ સ્વીકાશે ?આગળ દિવાકર પોતાના મિશનમાં સાંગોપાંગ પાર ઊતરશે?સવાલો અનેક છે ને જવાબ માત્ર એક જ...વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ..........