Geetabodh - 3 books and stories free download online pdf in Gujarati

ગીતાબોઘ - 3

અધ્યાય ત્રીજો

સોમપ્રભાત

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ સાંભળીને અર્જુનને થયું કે માણસે શાંત થઈને બેઠા રહેવું જોઈએ. એના લક્ષણમાં કર્મનું તો નામ સરખુંયે તેણે ન સાંભળ્યું. તેથી ભગવાનને પૂછ્યું : કર્મ કરતાં જ્ઞાન વધારે એમ તમારા બોલ ઉપરથી લાગે છે તેથી મારી બુદ્ધિ મૂંઝાય છે. જા જ્ઞાન સારું હોય તો મને ઘોર કર્મમાં કેમ ઉતારો છો ? મને ચોખ્ખું કહો કે મારું ભલું શેમાં છે.

ત્યારે ભગવાને ઉત્તર આપ્યો :

હે પાપરહિત અર્જુન ! અસલથી જ આ જગતમાં બે માર્ગ ચાલતા આવ્યા છે, એકમાં જ્ઞાનને પ્રધાનપદ છે ને બીજામાં કર્મને. પણ તું જ જોઈ શકશે કે કર્મ વિના મનુષ્ય અ-કર્મી ન થઈ શકે, કર્મ વિના જ્ઞાન આવે જ નહીં, બધું છોડીને માણસ બેસી જાય તેથી તે સિદ્ધ પુરુષ થઈ ગયો એમ ન કહેવાય. તું જુએ છે કે, હરકોઈ માણસ કંઈક ને કંઈક કર્મ તો કરે જ છે. તેનો સ્વભાવ જ તેની પાસં કંઈક કરાવશે. આમ જગતનો કાયદો હોવા છતાં જે માણસ હાથપગ ઝાલી બેઠો રહે ને મનમાં અનેક જાતના ઘોડા ઘડ્યા કરે તે મૂરખમાં ખપે ને મિથ્યાચારી પણ ગણાય. તેના કરતાં સારું તો એ જ નથી કે ઈન્દ્રિયોને વશમાં રાખીને રાગદ્વેષ છોડી, ધાંધલ વિના, આસક્તિ વિના એટલે અનાસક્ત રહી હાથેપગે કંઈક કર્મ કરે, કર્મયોગ આચરે ? નિયત કર્મ - તારે ભાગે આવેલું સેવાકાર્ય - તું ઈન્દ્રિયોને વશમાં રાખીને કર્યા કર. આળસુની જેમ બેસી રહેવા કરતાં એ જ સારું છે. આળસુ થઈને બેસી રહેનારું શરીર છેવટે પડી જાય. પણ કર્મ કરતાં એટલું યાદ રાખવું કે યજ્ઞકાર્ય સિવાયનાં બધાં કર્મ લોકોને બંધનમાં રાખે છે. યજ્ઞ એટલે પોતાને અર્થે નહીં પણ બીજાને સારુ, પરોપકાર સારુ ઉઠાવેલો શ્રમ, એટલે ટૂંકામાં સેવા. અને જ્યાં સેવાનો અર્થે જ સેવા કરાય ત્યાં આસક્તિ, રાગદ્વેષ ન હોય. આવો યજ્ઞ, આવી સેવા તું કર્યાકર. બ્રહ્માએ આ જગત પેદા કર્યું તેની જ સાથે યજ્ઞ પણ પેદા કર્યો, કેમ જાણે એમ મંત્ર આપણા કાનમાં ફૂંક્યો : ‘પૃથ્વીમાં જાઓ, એકબીજાની સેવા કરો ને વૃદ્ધિ પામો - જીવમાત્ર દેવતારૂપ જાણે, એ દેવોની સેવા કરી તમે તેને પ્રસન્ન રાખો, તેઓ તમને પ્રસન્ન રાખશે. પ્રસન્ન થયેલા દેવો તમને વણમાગ્યાં મનવાંછિત ફળ આપશે.’ એટલે એમ સમજવું જોઈએ કે લોકસેવા કર્યા વિના, તેમનો ભાગ તેમને પ્રથમ આપ્યા વિના જે કાય છે તે ચોર છે. અને જેઓ લોકનો, જીવમાત્રનો ભાગ તેઓને પહોંચાડ્યા પછી ખાય છે એ કંઈ ભોગવે છે અને તેમને તે ભોગવવાનો અધિકાર છે એટલે તે પાપમુક્ત થાય છે. એથી ઊલટું જેઓ પોતાને અર્થે જ કમાય છે, મજૂરી કરે છેે તે પાપી છે ને પાપનું અનાજ ખાય છે. સૃષ્ટિનો નિયમ જ એવો છે કે અન્નથી જીવો નભે છે. અનેન વરસાદથી પેદા થાય છે ને વરસાદ યજ્ઞથી એટલે જીવમાત્રની મહેનતથી પેદા થાય છે. જ્યાં જીવ નથી ત્‌આં વરસાદ નથી જોવામાં આવતો, જ્યાં જીવ છે ત્યાં વરસાદ છે જ. જીવમાત્ર શ્રમજીવી છે. કોઈ પડ્યું રહીને ખાઈ નથી શકતું, અને મૂઢ જીવોને વિશે આ સાચું છે તો મનુષ્યને સારુ કેટલે વધારે અંશે લાગુ પડવું જોઈએ ? તેથી ભગવાને કહ્યું, કર્મ બ્રહ્માએ ઉત્પન્ન કર્યું, બ્રહામાની ઉત્ત્તિ અક્ષરબ્રહ્મમાંથી, એટલે એમ જાણવું કે યજ્ઞમાત્રમાં - સેવામાત્રમાં અક્ષરબ્રહ્મ પરમેશ્વર બિરાજે છે. આવી ઘટમાળને જે માણસ નથી અનુસરતો તે પાપી છે અને ફોગટ જીવે છે.

(મંગળપ્રભાત)

જે મનુષ્ય અંતર-શાંતિ ભોગવે છે ને સંતુષ્ટ રહે છે તેને કંઈ કરવાપણું નથી એમ કહી શકાય, તેને કર્મ કરવાથી કંઈ લાભ નથી. ન કરવાથી પણ નથી. કોઈને વિશે કંઈ સ્વાર્થ તેને નથી છતાંય યજ્ઞકાર્યને તે છોડી નહીં શકે. તેથી તું તો કર્તવ્યકર્મ નિત્ય કરતો રહે પણ તેમાં રાગદ્વેષ ન રાખ, તેમાં આસક્તિ ન રાખતો. જે અનાસક્તિપૂર્વક કર્મ આચરે છે તે ઈશ્વરસાક્ષાત્કાર કરે છે. વળી જો જનક જેવા નિઃસ્પૃહી રાજા પણ કર્મ કરતા કરતા સિદ્ધિ પામ્યા, કેમ કે તેઓ સોકહિતને સારુ કર્મ કરતા, તો તારાથી કેમ એથી ઊલટું વર્તન કરાય ? નિયમ જ એવો છે કે, જેવું સારા ને મોટા ગણાતા માણસ આચરણ કરે તેની નકલ સામાન્ય લોકો કરે છે. મને જો. મારે કાર્ય કરીને કયો સ્વાર્થ સાધવાનો હતો ? પણ હું ચોવીસ કલાક થાક ખાધા વિના કર્મમાં જ પડેલો છું અને તેથી લોકો પણ તે પ્રમાણે વત્તાઓછા પ્રમાણમાં વર્તે છે. પણ જો હું આળસ કરી જાઉં તો જગતનું શું થાય ?

સૂર્ય, ચંદ્ર, તારા ઈત્યાદિ સ્થિર થઈ જાય તો જગતનો નાશ થાય એ તું સમજી શકે છે. અને એ બધાને ગતિ આપનાર, નિયમમાં રાખનાર તોહું જ રહ્યો ના ? પણ લોકોમાં ને મારામાં આટલો ફેર છે ખરો : મને આસક્તિ નથી; લોકો આસક્ત છે, સ્વાર્થને વશ રહી મજૂરી કર્યા કરે છે. તારા જેવો ડાહ્યો જ્ઞાની જો કર્મ છોડે તોપણ તેમ કરેને બુદ્ધિભ્રષ્ટ થાય. તારે તો આસક્તિ છોડીને કર્તવ્ય કરવું જોઈએ જેથી લોકો કર્મભ્રષ્ટ ન થાય ને ધીમે ધીમે અનાસક્ત થતાં શીખે. મનુષ્યના સ્વભાવમાં જે ગુણો રહ્યા છે તેમને વશ થઈને તે કાર્ય કર્યા જ કરવાનો. મૂરખ હોય તે જ માને કે ‘હું કરું છું.’ શ્વાસ લેવો એ જીવમાત્રની પ્રકૃતિ છે, સ્વભાવ છે. આંખ ઉપર કંઈ બેસે કે તુરત માણસ સ્વભાવ પ્રમાણે જ પાંપણ હલાવે છે. ત્યારે નથી કહેતો, ‘હું શ્વાસ લઉં છું, હું પાંપણ હલાવું છું.’ આમ જેટલાં કર્મ કરવાં તે બધાં સ્વભાવે જ ગુણ પ્રમાણે કાં ન થાય ? તેને વિશે અહંકાર શો ? અને આમ મમત્વ વિના સહજ કર્મ કરવાનો સુવર્ણમાર્ગ એ છે કે, બધાં કર્મો મને અર્પણ કરવાં ને મારે નિમિત્તે મમત્વ કાઢી નાંખીને કરવાં. આમ કરતાં જ્યારે મનુષ્યમાંથી અહંવૃત્તિ, સ્વાર્થ નાશ પામે છે ત્યારે તેનાં કર્મમાત્ર સ્વાભાવિક ને નિર્દોષ થઈ જાય છે, તે ઘણી જંજાળમાંથી છૂટી જાય છે. તેના સારું પછી કર્મબંધન જેવું કંઈ નથી. અને જ્યાં સ્વભાવ પ્રમાણે કર્મ થાય ત્યાં બળાત્કારે ન કરવાનો દાવો કરવો તેમાં જ અહેતા રહેલી છે. એવો બળાત્કાર કરનાર બહારથી ભલે કર્મ ન કરતો લાગે, અંતરમાં તો એનું મન પ્રપંચો રચ્યા જ કરે છે. આ બાહ્ય ચેષ્ટા કરતાં એ ભૂંડું છે ને વધારે બંધનકારક છે.

સાચું એ છે કે, ઈન્દ્રિયોને પોતપોતાના વિષયમાં રાગદ્વેષ રહ્યા જ છે. કાનને અમુક સાંભળવું ગમે છે ને અમુક નથી ગમતું. નાકને ગુલાબનું ફૂલ સૂંઘવું ગમે છે, મળાદિની દુર્ગંધ નથી ગમતી. એમ બધી ઈન્દ્રિયોને વિશે સમજી લે. એટલે મનુષ્યે જે કરવાનું ચે તે તો એ છે કે, આ રાગદ્વેશરૂપી બે ધાડપાડુને વશ ન જ થવું અને રાગદ્વેષ કાઢી નાખવા હોય તો કર્મને ગોતવા ન ફરવું. આજ આ, કાલે બીજું, પરમ દિવસે ત્રીજું એમ ફાંફા ન મારવાં પણ પોતાને ભાગે જે સેવા આવે તે ઈશ્વરપ્રીત્યર્થે કરવા તત્પર રહેવું. આમ કરવાથી જે કરીએ તે ઈશ્વર જ કરાવે છે એમ ભાવના ઉત્પન્ન થશે, એવું જ્ઞાન પેદા થશે અને અહંભાવ ચાલ્યો જશે. આનું નામ સ્વધર્મ. સ્વધર્મને વળગી રહેવું કેમ કે પોતાને સારુ તો એ જ ઉત્તમ છે. ભલે પરધર્મ વધારે સારો દેખાતો હોય. એમ લાગતાં છતાં તે ભયાનક છે એમ જાણવું. સ્વધર્મ આચરતાં મૃત્યુની ભેટ કરવામાં મોક્ષ છે.

રાગદ્વેષરહિત થઈને જ કર્મ કરાય અને, તે યજ્ઞ છે એમ જ્યારે ભગવાને કહ્યું ત્યારે અર્જુને પૂછ્યું : ‘મનુષ્ય કોનો પ્રેર્યો પાપકર્મો કરે છે ? ઘણી વાર તો એમ લાગે છે કે, પાપકર્મ તરફ કોઈ તેને બળાત્કારે ઘસડી જાય છે.’

ભગવાન બોલ્યા : માણસને પાપકર્મ તરફ ઘસડી જનાર કામ છે અને ક્રંધ છે. એ સગા ભાઈ જેવા છે, કામ પૂરો ન થાય કે ક્રોધ આવી ઊભો જ છે. અને જેનામાં કામક્રોધ છે તેને આપણે રજોગુણી કહીએ છીએ. માણસનો મોટામાં મોટો શત્રુ એ જ છે. તેની સામે રોજ યુદ્ધ કરવાનું છે. આભલાને મેલ ચડે તો જેમ તે ઝાંખું થઈ જાય છે, અથવા દેવતામાં ધુમાડો હોય ત્યાં લગી તે બરાબર સળગતો નથી, અથવા ગર્ભ જ્યાં લગી ઓરમાં પડ્યો છે ત્યાં લગી ગૂંગળાયા કરે છે, તેમ ક્રોધ જ્ઞાનીના જ્ઞાનને તેજ પામવા દેતો નથી કે ઝાંખું પાડે છે કે ગૂંગળાવી દે છે. આ કામ અગ્નિના જેવો વિકરાળ છે અને ઈન્દ્રિયો, મન, બુદ્ધિ બધાંને પોતાના તાબામાં લઈ મનુષ્યને પછાડે છે. એટલે તું ઈન્દ્રિયોને તો પહેલાથી જ કાબૂમાં લઈ લેજે, પછી મનને જીતજે ને એમ કરતાં બુદ્ધિ પણ તને વશ રહેશે, કેમ કે જોકે ઈન્દ્રિય, મન કે બુદ્ધિ એક પછી એકથી ચડી જાય તેવાં છે છતાં તે બધાંના કરતાં આત્મા બહુ વધારે છે માણસને આત્માની - પોતાની - શક્તિનું ભાન નથી એટલે જ માને છે કે, ઈન્દ્રિયો વશ નથી રહેતી કે મન નથી રહેતું કે બુદ્ધિ કામ કરતી નથી. આત્માની શક્તિનો વિશ્વાસ થયો કે તુરત બીજું બધું સહેલું થઈ પડે છે. ને જેણે ઈન્દ્રિયો, મન ને બુદ્ધિને ઠેકાણે રાખ્યાં છે તેને કામ, ક્રોધ કે તેનું અસંખ્યનું લશ્કર કંઈ જ કરી શકતું નથી.

ચઆ અધ્યાયને મેં ગીતા સમજવાની ચાવી કહેલ છે, અને તેનો એક વાક્યમાં સાર એ જોઈએ છીએ કે ‘જીવન સેવાને સારુ છે, ભોગને સારુ નથી.’ તેથી આપણે જીવનને યજ્ઞમય કરી નાખવું ઘટે છે. આમ જાણ્યું એટલે તેમ થઈ નથી જતું, પણ એમ જાણીને આચરણ કરતાં આપણે ઉત્તરોત્તર શુદ્ધ થઈએ છીએ. પણ ખરી સેવા કોને કહેવી ? એ જાણવા સારુ ઈન્દ્રિયદમનની આવશ્યકતા રહી છે, અને આમ કરતાં ઉત્તરોત્તર આપણે સત્યરૂપી પરમાત્માની નજીક આવતા ઝઈએ છીએ. યુગે યુગે આપણને સત્યની વધારે ઝાંખી થાય છે. સેવાકાર્ય પણ જો સ્વાર્થદૃષ્ટિથી તાય તો તે યજ્ઞ મટી જાય છે. તેથી અનાસક્તિની પરમ આવશ્યકતા. આટલું જાણ્યા પછી આપણને બીજા-ત્રીજા વાદવિવાદમા નથી ઊતરવું પડતું. અર્જુનને સાચે જ સ્વજન મારવાનો બોધ કર્યો ? શું તેમાં ધર્મ હોય ? આવા પ્રશ્નો શમી જાય છે. અનાસક્તિ આવ્યે સહેજે આપમા હાથમાં કોઈને મારવાની છરી હોય તોપણ તે પડી જાય છે. પણ અનાસક્તિનો ડોળ કર્યે તે આવતી નથી. આપણે પ્રયત્ન કરીએ ત્યારે આજ આવે અથવા હજારો વર્ષના પ્રયત્ન છતાંયે ન આવે. તેની પણ ચિંતા છોડીએ. પ્રયત્નમાં જ સફળતા છે. પ્રયત્ન ખરે જ કરીએ છીએ કે નહીં એ આપણે બારીકીથી તપાસવાની જરૂર છે. તેમાં આત્માને છેતરવાપણું ન હોવું જોઈએ. અને આટલું ધ્યાનમાં રાખવું બધાને સારુ શક્ય છે જ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED