Shu Farak books and stories free download online pdf in Gujarati

શું ફરક ?

 

मोको कहाँ ढूंढें बन्दे

मैं तो तेरे पास में ।

સંત કબીર દ્વારા રચાયેલું, મોકો કહા ઢૂંઢે રે બંદે (હાલ માં જ એક ફિલ્મ શેરદિલ માં ફરી ગાવાયું એ...) કાર માં ધીમું ધીમું વાગી રહ્યું હતું. કાર નું ટેમ્પરેચર એસીના લીધે એકદમ ઠંડુ હતું. કારની પાછળની સીટપર બેઠેલી ગૌરી એ એસી ઓફ કરી ને બારી નો કાંચ ખોલી દીધો. કારની બહાર નું વાતાવરણ પણ કઈક ઠંડુ જ હતું. બંને હાથ વિન્ડો પર રાખી ને તેના પર પોતાનું માથું ઢાડી બારીની બહાર નો નજારો જોવા લાગી. લગભગ ૧૨૦ કિમી પ્રતિ કલાક ની જડપે ચાલતી કારના લીધે, ગૌરીના ઘૂંઘરલા (વાંકડિયા) વાળ હવામાં ઉડવા માંડ્યા.


ચડતો પહોર હતો અને સુરજ દાદા એ હજુ એનો પ્રકોપ બતાવવાનું ચાલુ પણ ન હતું કર્યું, અને ઓગસ્ટ ના મહિના ના લીધે મૌસમ એકદમ વરસાદી હતું. જાણે વેલી સવારે વરસાદ આવી ગયો હોય અને રસ્તા હજુ પણ ભીના હતા, હાઇવે ની આસપાસ ના ખેતરો લીલાછમ, અને પાન પર ઝાંકળ ની માફક પાણી પણ હજુ એમ નું એમ જ હતું.


કાર ની ગતિ અચાનક ધીમી પડી, ગૌરીએ પણ પોતાનું માથું બરિયાએથી ઊંચકિયું અને રસ્તા તરફ કર્યું ત્યાં રસ્તાની વચ્ચે એક ઘેટાં અને બકરાઓ નું ઝુંડ દેખાયું અને તેની પાછળ, એક સૂકું ઘાસ ભરેલું બદડ ગાડું જઈ રહ્યું હતું, તેના પર ગૌરીની નજર પડી, સફેદ રાફડા જેવડા બે બદડ, બદડ ગાડીની આગળ હતા તેના પગે છમ્મ છમ્મ કરતાં ઘૂઘરાનો અવાજ આવી રહ્યો હતો. ગાડા ઉપર સફેદ પાઘડી અને મેલા સફેદ કપડામાં ચાલીસેક વર્ષનો જુવાન, કાળી મૂછો અને પહાડી બાંધો. મોં માથી બદડ હંકારવાનો અવાજ કરતો, બદડ ગાડું હંકારી રહ્યો હતો, અને તેની પાછળ ઘર પર એક ગામડિયો વેશ, અને ઓઢણું ધારણ કરેલી લગભગ ૩૫ વર્ષ ની મહિલા હાથ માં નાનું બાળક તેડી ને બેઠી હતી. ગાડામાં બેઠેલા બંને પતિ પત્ની અને મહિલા એ તેડેલું તેમનું બાળક જણાતું હતું.


કાર બદડ ગાડને ઓવર ટેક કરી રહી હતી એટલે, ગાડું ગૌરી ની બારી પાસે થી પસાર થઈ રહ્યું હતું, ગાડા પર બેઠેલી મહિલા અને ગૌરી ની નજર એક થઈ અને બંને એ એક બીજા સામે નિખાલસ અને આછું સ્મિત પાથર્યું. દીર્ઘ વિચારો સાથે ગૌરી તે મહિલા ને અને તેના હાથ માં સફેદ કપડાં માં વિટડાયેલ બાળક ને જોતી જ રહી. ગાડું પાછળ રહી ગયું છતાં ગૌરી ની નજર ગાડને જ જોતી રહી.


ગાડું વધું પાછળ છૂટી ગયું અને ગૌરી પોતાના વિચારોમથી બહાર આવી, બારી એથી પોતાના બંને હાથ અંદર લઈને બારી નો કાંચ બંધ કરી દીધો, અને બાજુની સીટ પર નજર કરી. તો લગભગ બે વર્ષનું બાળક બેબીકાર સીટ પર ઊંઘતું હતું. બાળક ના ભૂરા વાળ પર ગૌરીએ પ્રેમથી હાથ ફેરવ્યો, મ્યુઝિકનું નું વોલ્યુમ થોડું વધારી,ફરી એસી ચાલુ કરીને પોતાની સીટ પર ટેકો દઈ આખો બંધ કરીને ફરી વિચારો માં સરી પડી.

શું ફરક રહ્યો એ બદડ ગાડાં પર બેઠેલી સ્ત્રી માં અને મારા માં ?

શું ફરક, મારી બાજુ માં ઊંઘેલા મારા બાળકમાં અને એ સ્ત્રી એ તેડેલા બાળક માં ?

શું ફરક કાર ડ્રાઈવ કરતાં મારા પતિ માં અને, એ બદડ ગાડું હાંકનાર મુછાડા મરદ માં ?


कहे कबीर सुनो भाई साधो, मैं तो हूँ विश्वास में ।
मोको कहां ढूंढे रे बंदे, मैं तो तेरे पास में ।

 

બંને સ્ત્રીઓ તેના પતિના પગલે ચાલતી જણાઈ, બંને પોતાની ફરજ અને જવાબદારીઓ માં અટવાયેલી જણાઈ, ફરક ફક્ત ગાડાં નો અને કાર નો જ હતો.

સપનાઓ ઉગી નીકળે તો વાવ્યા કહેવાય,
નહીં તો જમીનમાં ઊંડે ઊંડે દાટ્યા કહેવાય.
-અજ્ઞાત

 

આપના કીમતી પ્રતિભાવો મને મારા સોસિયલ મીડિયા પર મોકલી આપો.

www.instagram.com/thedidani

www.facebook.com/kdidani

બીજા રસપ્રદ વિકલ્પો