Prem aavi rite thato hashein? books and stories free download online pdf in Gujarati

PREM AAVI RITE THATO HASHE?


‘પ્રેમ આવી રીતે થતો હશે?’

- કિશન ડીડાણી



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.અર્પણઃ

૨.પ્રસ્તાવના

૩.પ્રકરણઃ ૦૧

૪.પ્રકરણઃ ૦૩

૫.પ્રકરણઃ ૦૪

૬.પ્રકરણઃ ૦૫

૭.પ્રકરણઃ ૦૬

૮.પ્રકરણઃ ૦૭

અર્પણઃ

આ વાર્તા મારા સમગ્ર પરિવાર ને અર્પણ.

ૠણ સ્વીકારઃ

મારી આ કૃતિ નીચે નામ ભલે મારૂં લાગેલું છે પરંતુ જેમ જાદૂગર પોતે પડદા પર રહી ને જાદુના ખેલ બતાવતો હોઈ અને પડદા પાછળ કેટલાયે લોકો ના પ્રયાસો થી એ જાદુ શક્ય બનતા હોઈ છે, તેવીજ રીતે મારા આ શબ્દો રૂપી જાદુ પાછળ પણ અમુક ખાસ વ્યક્તિ, વસ્તુઓ નો ફાળો છે. તેઓ ની કોઈપણ પ્રકાર ની પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ ને હું નાં જ ભૂલી શકું. તો સર્વ પ્રથમ આ સમગ્ર સૃષ્ટિ નું સર્જન કરનાર કુદરત નો હું આભારી છું, ત્યારબાદ મને એ કુદરત ની રચના ના દર્શન કરાવનાર મારા માતા-પિતા નો હું આભાર માનીશ કે જેઓએ મને જન્મ આપ્યો. વધારામાં મારા ભાયજી-ભાભી અને પરિવાર ના સદસ્યો નો પણ અભાર માનીશ કે જેઓએ મને છૂટ-છાટ આપી જેથી હું આ લખવા માટે પ્રેરાયો.

જે પ્રકૃતિના ખોળા માં આળોટી ને મેં આ વાર્તા ને આકાર આપ્યો એવી પ્રકૃતિ ના દરેક તત્વો નો હું આભાર માનું છું. અમદાવાદ શહેર ત્યાના લોકો અહી રહેતા મારા માસ-માસી અને મારા તમામ મિત્રો નો પણ હું આભાર માનીશ કે જેઓ નુ પ્રોત્સાહન અને સહકાર હંમેશા મારી સાથે હતો. જેમાં હું તેજસ, હાર્દિક, દિપાલી, ચૈત્રી, રચના ખાસ કરીને મારા ભાઈ રાજ, હષ્ર્િાત અને ચિરાગ નો હું આભારી છું. શ્રી મહેન્દ્ર શર્માજી નો આભાર પણ કેમ ભુલાય જેઓ એ મારી આ વાર્તા ને ‘ગુજરાતી પ્રાઈડ’ અને ‘માતૃભારતી’ રૂપી મંચ પૂરૂં પડયું અને આપ સર્વ સુધી પહોચાડવા માં મારી પુરતી મદદ કરી છે.

અન્ય ઘણા તત્વો જેમકે અમુક ખાસ સોફ્ટવેર, હાર્ડવેર અને ઈન્ટરનેટ મા વસતી બીજી એક નાની દુનિયા નો હું આભાર માનું છું કે જેના માધ્યમ થી મને ઘણુબધુ જાણવા સમજવા અને અમલ કરવા મળ્યું. અંતે મારા શરીર અને આત્મા નો આભાર માનીશ કે જેઓ એ મને હંમેશા આ કાર્ય કરવા માટે અગાધ શક્તિ પૂરી પાડી છે.

પ્રસ્તાવનાઃ

આ વાર્તા લખવાની શરૂઆત મેં વર્ષ ૨૦૧૪ માં કરી અને અને પૂરી ૨૦૧૫ માં કરી એ સમયગાળા દરમિયાન મેં ઘણું બધું શીખ્યું સમજ્યું અને જાણ્‌યું. ઘણા લોકો ના અભિપ્રાયો અને ટીકાઓ પછી મારા પોતાના અનુભવો અને સમય ની મદદ થી આ વાર્તા ને આકાર મળ્યો છે. પહેલી ટુંકી વાર્તા હોવાથી આટલો સમય લાગ્યો કદાચ આપના જેવા વાચકો અને પ્રસંશકો ના આશીર્વાદ અને સાથ-સહકાર હશે તો આગળ પણ હું આવી અવનવી વાર્તાઓ અને નવલકથાઓ નું સર્જન કરવા પ્રેરાઈશ.

વાર્તા વિષે વાત કરૂં તો આ વાર્તા પ્રેમ પર ઉઠતા એવા પ્રશ્ન પર છે જે કદાચ હું અને તમે વાસ્તવિક જીવન માં અનુભવતા હશું. વાર્તા ના પત્રો માં કદાચ તમને સ્વયં ના દર્શન પણ ક્યાંક ને ક્યાંક અચૂક થશે. જીવન ની કડવી વાસ્તવિકતાઓ અને અનુભવથી માણસ ઘણુબધું શીખે છે. આ વાર્તા એવા જ એક વ્યક્તિ ની છે. વધુ ના કહેતા એટલું જરૂરથી કહીશ કે આ વાર્તા વાચવાની શરૂઆત કાર્ય પછી પૂરી કાર્ય વિના મુકવાનું મન નહિ થાય.

મારી આપને વિનંતી છે કે આપના કિંમતી અભિપ્રાયો મને નીચેના માધ્યમ દ્વારા જણાવો જેથી કરી હું વધુ સારૂં પીરશી શકુ.

હ્લટ્ઠષ્ઠીર્હ્વરઃ

કટ્ઠષ્ઠીર્હ્વર.ર્ષ્ઠદ્બ/દ્ભૈજરટ્ઠહડ્ઢૈઙ્ઘટ્ઠહૈ્‌રીછેંર્રિ

ઈ સ્ટ્ઠૈઙ્મઃ ૌજરટ્ઠહઙ્ઘૈઙ્ઘટ્ઠહૈજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્ઝ્રહંટ્ઠષ્ઠંઃ +૯૧ ૯૪૨૬૧ ૮૪૨૫૨

- કિશન ડીડાણી

પ્રકરણઃ ૦૧

હોસ્પિટલ ના એ આઈ.સી.યુ વોર્ડમાં પોતાના છેલ્લા શ્વાસ ગણતી ગરિમા ની આંખો તેના અતિત ને વાગોળતી હતી ત્યારે તેના બંને હાથને પકડીને તેની બાજુમાં બેઠેલ લાભેષ ની આંખો પણ રડીને લાલ થઈ ગઈ હતી. એક મડદાની માફક બંને આંખો ખોલી ગરિમા ને તાકતો લાભેષ પણ પોતાના હૃદય પર કૈંક મોટો ભાર લઈ ને બેઠો હોઈ તેવું અનુભવતો હતો.

આખા આઈ.સી.યુ વોર્ડમાં ફક્ત એક પંખાનો અવાજ આવતો હતો અને વચ્ચે ગરિમા ના હીબકા સંભળાતા હતા. બાકી તો જાણે ગમગીની નો અનુભવ અને કૈંક અઘટિત થવાની અનુભૂતિ થતી હતી. ગરિમા અને લાભેષ બંને એક બીજા ની આંખ માં આંખ પરોવીને કેટલીયે મિનીટ સુધી ચુપ-ચાપ બેસી જોતા રહ્યા. ગરિમાની આંખોમાં ફરી આંસુ આવી ગયા અને પોતાની આંખો ચીપી ત્યારે તેના આંસુ આંખો માંથી સરીને કાન સુધી પોહચી વાળ રૂપી જંગલ માં ન જાણે ક્યાં ખોવાઈ જતા હતા?

અંદર થી મન ને જરા મક્કમ બનાવી આંખો ખોલી ત્યારે લાભેશે ગરિમા ના આંસુ લૂછ્‌યા અને એક આછુ સ્મિત આપ્યુ. ગરિમા જાણે કૈંક બોલવા માંગતી હોઈ તેવુ લાભેષ ને લાગ્યુ. પોતાના કાન ગરિમા સુધી લઈગયો. ગરિમા જેટલુ મક્કમ મનથી વાત કરવા માંગતી હતી એનાથી વધુ ગતિમાં તેના આંસુ સારી પડતા હતા.

છતાં પોતાની બધી તાકાત એકઠી કરીને ખરડાયેલા અવાજે ગરિમાએ બોલવાની શરૂઆત કરી,

“મે કરેલી ભૂલ તુ ના કરતો લાભેષ, હું તારા પ્રેમ ને કોઈ દિવસ ના સમજી શકી પરંતુ હવે તું આ ભૂલ નહિ કરતો. લાભેષ પ્લીઝ મારો આત્મા આવું કહે છે કે સૃષ્ટી હજુ પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો તુ મને કરે છે.”

આટલું બોલવા માટે ગરિમાએ પોતાની બધી તાકાત લગાવી દીધી હતી. હવે તો રડવાની તાકાત પણ નહતી. પથારી માં ગરિમા એક જીવિત મડદાની જેમ પડી હતી. આટલું સંભાળતા લાભેષ ની આંખો પણ ભરાઈ આવી. આંખ સામે દેખાતી ગરિમા આંસુ ના લીધે ધૂંધળી દેખાવા લાગી.

“હા, ગરિમા તુ ચિંતા ના કરીશ, હું તારી હાલત સમજુ છુ. તારી આ હાલત માટે હું જવાબદાર છું માટે હું હવે તને કે તારા આત્મા ને દુઃખ પહોચે આવું કશું નહિ કરૂ, અને હવે આવી કોઈ ભૂલ કરી ને મારી જાત ને દોષી બનાવવા નથી માંગતો.”

આંખો પરથી આંસુ લુછીને લાભેશે ગરિમા સામે નજર કરી. ગરિમાની નજર છત પરના પંખા પર હતી. ગરિમાની આંખો એ મચક આપવાનું પણ બંધ કરી દીધું હતું. પાંપણો પર બાજેલા આંસુ અને ખુલ્લી આંખો. આ જોઈ લાભેષ ના ધબકારા વધી ગયા અને ગરિમાનો હાથ છોડી તેનું કાંડું પકડયુ નસ તપાસી, બીજો હાથ નાક પાસે ગયો. લાભેષ સ્તબ્ધ બની ને ગરિમા સમું જોતો રહ્યો. અચાનક હિબકે ચડી પોતાની જાતને ગરીમાને હવાલે કરી દીધી હોઈ તેમ ગરિમા ના પેટ પર પોતાનું માથું રાખી રડવા લાગ્યો. મગજ એ પણ વિચારતું હતું કે પોતે બોલેલા શબ્દો ગરિમા એ સાંભળ્યા હશે કે નહિ?

પ્રકરણઃ ૦૨

બંને જુનિયર ડિઝાઈનર સૃષ્ટિ અને મિતેષ ના કામની ચકાસણી કરી એ કામ લાભેશે તેના બોસ ને આપવાનું રહેતુ. પરંતુ ઘણીવાર વિદેશી ક્લાયંટ સાથે ડીલ થતી ત્યારે એ કામ બોસ ફક્ત લાભેષને જ સોંપતા. દરેક કામ માંથી લાભેષ જે શીખતો અને પોતાના અનુભવને બંને જુનિયર ડિઝાઈનર ની ટ્રેનીગ દરમિયાન તેઓને શીખવતો. લાભેષ ની આ ઈમ્પ્રેસીવ પર્સનાલીટીથી સૃષ્ટિ ખુબજ ઈમ્પ્રેસ હતી અને પોતાના દરેક કામમા લાભેષની મદદ લઈ તેની નજીક જવાનો પ્રયત્ન કરતી. લાભેષ પણ તેની પુરતી મદદ કરતો અને એકદમ સારા અને વ્યવસ્થિત જવાબ આપી બધુ શીખવતો.

સીનીયર થી જુનિયર આખો સ્ટાફ લંચબ્રેક વખતે એક જ ટેબલ પર બેસી એકબીજાના ટીફીન શેયર કરતા ત્યારે પણ સૃષ્ટિ લાભેષની બાજુમાં બેસી જતી.

“સર, તમારા બધા માટે આજે હું મારા મમ્મી ના હાથની ખાંડવી લાવી છુ”

“હમમમ... સૃષ્ટિ ગુડ, બટ મને ખાંડવી ઓછી ભાવે છતાં તે તારા મમ્મી નું નામ લીધું છે માટે ના નહિ કહી શકુ.”

ટીફીનબોક્ષ માંથી બે ચમચી ખાંડવી લાભેશે પોતાની પ્લેટમાં લીધી અને તેની સામે બેસેલી ગરીમાને આપી. ગરિમાએ એક આછુ સ્મિત કરી ખાંડવી ટેસ્ટ કરી આગળ પસાર કરી.

“હમમમ... ટેસ્ટી છે યાર સૃષ્ટિ મને આવું બધુ બનાવવાનું ખુબજ મન થાય પણ યુ નો ઓફીસ માંજ ક્યાં સમય જતો રહે છે તેની ખબર જ નથી પડતી.”

“થેંકયુ ગરિમા, સાચી વાત છે, હું પણ શનિ-રવિ દરમિયાન મારા મમ્મી પાસે થી થોડું-થોડું શીખી લઉં કારણકે મને રસોઈ જરા પણ નથી આવડતી.”

“લકી યાર મારા મમ્મી મારા માટે આવો સમય કાઢી શકતા હોઈતો કેવું સારૂં હોઈ.”

“હું મમ્મી ને કંઈ વાનગી બનાવવા કહું તો મમ્મી એમ જ કહે કે રસોઈ શીખો બાકી આમ જો જીભ ચસ્કા નાખશે તો રોજ રોજ હું કઈ નવરી નથી અવનવી વાનગી બનાવવા.”

સૃષ્ટિ ની વાત પર બધા હસી પડયા. ઓફીસ નું વાતાવરણ આવુજ હળવુ રહેતું. આખો દિવસ બધા ઓફીસ માં આવીજ અવનવી વાતો અને કમેન્ટ્‌સ થી પસાર કરતા.

ગરિમા આ કંપની માં રિસેપ્શનીસ્ટ ની પોસ્ટ પર છેલ્લા ચાર વર્ષથી હતી. સ્વભાવે શાંત અને સિન્સીયર હતી. એકલું રહેવું અને ઓછુ બોલવું આ સ્વભાવથી ઓફીસ માં બધા પરિચિત હતા છતાં ગરિમાની વાતો અને વિનમ્ર જવાબો બધા ને ખુબજ પસંદ હતા.

પ્રકરણઃ ૦૩

“તમે કહો તો હું પ્રયત્ન કરૂં?”

લાભેષ પાર્કિંગ માંથી પોતાનું બાઈક કાઢતી વખતે ગરિમા સામું જોઈ બોલ્યો.ગરિમા સેલ્ફ પર સેલ્ફ લગાવતી હતી અને કિક પણ લગાવતી હતી. ઘણા પ્રયત્નો કર્યા છતાં ગરિમાનું મોપેડ ચાલુ નહતું થતું.

“યા... પ્લીસ સર તમે સ્ટાર્ટ કરી આપોને”

લાભેશે પણ ઘણા પ્રયત્નો કર્યા. પેટ્રોલ પણ ચેક કર્યુ. પેટ્રોલ તો હતું છતાં મોપેડ ચાલુ નહોતું થતું. પુરા પાર્કિંગમાં એકદમ સન્નાટો હતો. કિક અને સેલ્ફના અવાજોના પડઘા પાછા આવતા હતા. લગભગ રાત્રીના આઠ-સવા આઠનો સમય થઈ ગયો હતો. એવામાં ગરિમાનું મોપેડ ચાલુ નહતું થતુ.

“આ સમયે ગેરેજ વાળો ક્યાં મળશે? કદાચ તમને ખ્યાલ હોઈતો મારી એટલી હેલ્પ કરશો?”

“સ્યોર ગરિમા બટ ઈટ્‌સ લેઈટ યાર કદાચ અત્યારે ગેરેજવાળો ના પણ મળે. ચાલો છતાં તપાસ કરીએ.”

લાભેષ ગરીમાના મોપેડને સ્ટેન્ડ પરથી ઉતારીને પાર્કિંગની બહાર લાવ્યો.

“અરે! તમે હેરાન ન થાવ સર, મને જસ્ટ એ કહો ક્યાં આવ્યું ગેરેજ.. આઈ વિલ મેનેજ.”

“નો ગરિમા આઈ વિલ કમ વિથ યુ એન્ડ ઈટ્‌સ નાઈટ સો પ્લીસ ડોન્ટ આરગ્યુ વિથ મી.”

ગરિમાએ લાભેશ સામું જોઈ આછું સ્મિત આપી ’હા’ નો ઈશારો કર્યો. બંને ચાલતા ચાલતા ગેરેજવાળાને ત્યાં

ગયા પરંતુ ગેરેજવાળાએ મોપેડનો પ્રોબ્લેમ જોઈ બીજા દિવસે બપોરે મોપેડ પરત કરશે એવું કહ્યું. ગરિમા ઘડિયાળ સામે જોવા માંડી અને વિચારવા માંડી. લાભેષ સમજી ગયો કે કદાચ ગરિમાને ઘરે કેવીરીતે જવુ એ વિચારતી હશે.

“ઈફ યુ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ હું તને ઘરે છોડી દઉં?”

“ના સર હું ઓટોમાં જતી રહીશ.”

“જસ્ટ વેઈટ હું મારૂં બાઈક ઓફીસ પાર્કિંગ માંથી લાવું છું. તારે ઓટો કરવાની જરૂર નથી, ડોન્ટ વરી.”

“ઓકે સર, થેંકસ”

લાભેષ બાઈક લઈને આવ્યો. ગરિમા બાઈક પર બેસી ગઈ અને બાઈક ચાલતું થયુ. રાતના કાળા અંધારામાં સ્ટ્રીટ લાઈટના પ્રકાશથી પડછાયામાં દેખાતા ગરિમાના ઉડતા વાળ પર લાભેશનું ઘણીવાર ધ્યાન જતું રહેતુ હતુ. ગરિમાના ગોરા નમણાં ચેહરાપર મન વિચલિત કરીદે તેવી કાળી સુંદર આંખો અને પાંપણો વળી આંખમાં આંજેલ કાજળ ગરીમાને વધુ પ્રભાવશાળી બનાવતું હતું. તેના દેખાવડા ચેહરાપરનું તેજ તો ભલભલાને આકષ્ર્િાત કરી દેતુ. હંમેશા ટ્રેડીશનલ કુર્તો અને ચૂડીદાર પહેરતી ગરિમાના સીધા, કાળા મુલાયમ વાળ તે હંમેશા ખુલ્લા રાખતી.

વાતો વાતોમાં રસ્તો પસાર થતો જતો હતો. એવામાં જ ગરિમાએ તેનો હાથ લાભેષની કમર પર મુક્યો ત્યારે લાભેષના તો શરીરના બધા રૂવાડા બેઠા થઈ ગયા. કોઈ સાથે કશું ન બોલનારી ગરિમાએ આજે લાભેષ જોડે ઘણીબધી વાતો કરી. લાભેષ પણ કંઈક અલગ જ મૂળમાં બધુ શાંતિથી સંભાળતો રહ્યો.

“આગળ થી રાઈટ સાઈડ લઈ લો સર.”

“હમમમ.... ઓકે!”

બાઈકે જમણી તરફ વળાંક લીધો ત્યારે લાભેશે અરીસામાંથી ગરિમા સામે જોયું અને ફરીથી રસ્તા સામે જોઈ ચલાવવા લાગ્યો.

“સ્ટોપ...સ્ટોપ... અહિયાં પીડી લાઈટ પાસે રોકીદેજો બાઈક.”

બાઈકને બ્રેક મારી, ગરિમા ફરી લાભેષના ખભ્ભા પર હાથ રાખી જયારે ઉતારી ત્યારે લાભેશે પોતાની બંને આંખો એકદમ ચીપી અને બંને હોઠને અંદરની તરફ બીડયા, ફરી રૂવાળા ઉભા થઈ ગયા. કદાચ આવો અનુભવ લાભેશે આની પેહલા ક્યારેય નહતો કર્યો.

“થેંક્યું ફોર ધ લીફ્ટ એન્ડ સર, પ્લીઝ કમ ટુ ટેક ટી એટ હોમ”

“યા હજુ થેંક્યું કહી દે એટલે મને બીજી વખત હેલ્પ કરવાનું મન જ ના થાય. વોટ ગરિમા, આઉટ ઓફ ઓફીસ ફોર્માલીટીસ? નો નીડ ડિયર અને આ સર સર કહેવાનુ પણ રેહવા દે એ બધુ ઓફિસમાં સારૂ લાગે. કોલ મી લાભેષ, અને ચા કોઈ બીજી વખત આવીશ ત્યારે જરૂર લઈશ.”

“ઓકે! સોરી સર.”

“અરે! ફરીથી સર?”

બંને જોરથી હસવા લાગ્યા અને ગરિમાએ ફરીથી ચા માટે લાભેશને આમંત્રણ આપ્યું.

“ઓકે લાભેશજી બટ ચા પીવાતો ચાલો!”

“નોટ ધીસ ટાઈમ, ઈટ્‌સ ઓલરેડી લેઈટ નેક્સ્ટ ટાઈમ સ્યોર એન્ડ નાઉ પ્લીસ લેટ મી ગો!”

“ઓકે લાભેષ બાય!”

બંને એકબીજા સામે આછું સ્મિત આપી અને છુટા પડયા.

પ્રકરણઃ ૦૪

“આજે આ કામ ગમે તેમ કરી સબમિટ કરવાનું છે. તમે બંને મારી કેબીનમાં આવો અને જોઈતો ડેટા કલેક્ટ કરી લો.”

“જી સર”

“ચલ મિતેષ”

“હમમ...લેટ્‌સ ગો”

“મે વી કમ ઈન સર”

“યસ...પ્લીસ કમ.”

મિતેષ અને સૃષ્ટિ બંને કેબીનમા ગયા. કામ અને કામની બધી વિગત જાણી અને પોત-પોતાના ટેબલ પર કામ કરવા રવાના થયાં. કામ થોડું મોડે સુધી ચાલે તેમ હતું. બંનેને સોંપેલા કામના આધારે મિતેશે પોતાનુ કામ કમ્પ્લીટ કરી સૃષ્ટિને સોપવાનું હતું અને સૃષ્ટિએ એ કામ પૂરૂં કરીને લાભેશને. બંને કામ પર ધ્યાન આપી અને કામ કરવા બેસી ગયા. કલાકો વીતી ગયા, ઓફીસ ટાઈમ પણ પૂરો થઈ ગયો. હવે મિતેષ નું કામ પુરૂ થવા આવ્યું અને એ કામ સૃષ્ટિને સોંપતી વખતે...

“સૃષ્ટિ, મારૂ કામ પૂરૂં થઈ ગયું, હું બધી ફાઈલ્સ તારા ફોલ્ડરમાં ટ્રાન્સફર કરૂં છું. ચેક કરી લેજે ધેન આઈ એમ ગોઈંગ.”

“અરે! શું ગોઈંગ. મારે કાઈ ક્વેરી આવશે તો?”

“ડોન્ટ વારી, અગર કાઈ પ્રોબ્લેમ પડયો તો મને ફોન કર જે અથવા સર પણ કેબીનમાં જ છે એમને પૂછી લેજે ઓકે?”

સૃષ્ટિને ખબર નહતી કે લાભેષ હજુ એની કેબીનમાં જ છે પરંતુ જયારે ખબર પડી ત્યારે સૃષ્ટિએ મીતેષ ને આછું સ્મિત આપી અને મોઢું હલાવી જવા માટે ઈશારો કર્યો.

“ઓકે બાય.”

“થેક્યું એન્ડ બાય.”

મિતેષ ગયો પછી સૃષ્ટિ પોતાનું કામ કરવા લાગી અને હવે થોડો થાક પણ મેહેસૂસ થતો હતો. પોતાની ખુરશી પર ટેકો આપી આંખો બંધ કરી બે મિનીટ એમ ને એમ બેસી રહી, સટાકથી આંખો ખોલી ટેબલ પર પડેલી પાણીની બોટલ ઉઠાવી, બોટલ ખાલી હતી. ખુરશી થોડી પાછળની તરફ લઈ સૃષ્ટિ પાણીની બોટલ ભરવા ગઈ. પાણી ભરીને પછી આવતી વખતે લાભેષ ની કેબીન તરફ નજર ગઈ.

આખી ઓફિસમાં બધી લાઈટ્‌સ બંધ હતી, ફક્ત પોતાના ટેબલની લાઈટ અને લાભેશની કેબીન માંથી પણ સફેદ પ્રકાશ આવતો હતો. દરવાજો બંધ હતો. પરંતુ એ કાંચના દરવાજા માંથી પડતા સફેદ પ્રકાશે સૃષ્ટિની આંખો આંજી દીધી અને સૃષ્ટિ જાણે એમાં ખોવાઈ ગઈ હોઈ તેવું લાગ્યું.ફરીથી પોતાના ટેબલ પાસે આવીને બેઠી. પાણીના એક બે ઘૂંટ પીને બોટલ ટેબલ પર મૂકી અને કામમાં ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો. સૃષ્ટિના મગજમાં કામની જગ્યાએ લાભેષના વિચારો આવવાના ચાલુ થઈ ગયા. છતાં કામમાં ધ્યાન પરોવવાનો નિષ્ફળ પ્રયાસ સૃષ્ટિ કરતી રહી.

સૃષ્ટિ પોતાના વિચારોને કાબુ નાં કરી શકી. એક પછી એક વિચારો તેના પર હાવી થવા લાગ્યા હતા. ફરીથી ખુરશી પર ટેકો આપ્યો, કીબોર્ડ અને માઉસ પરથી હાથ હટાવી બંને હાથ માથા પર મુક્યા. ખુલ્લી આંખે બે મિનીટ છતને તાકતી રહી. આખી ઓફિસમાં નજર કરી, બધા ડેસ્કની લાઈટ્‌સ બંધ હતી. ફક્ત પોતાનાજ ડેસ્કની લાઈટ ચાલુ હતી અને દુર એક અર્ધપારદર્‌શક કાચ માંથી સફેદ પ્રકાશ આવતો હતો.

મગજમાં વિચારોનું વર્તુળ એટલું ગતિથી ફરતું હતું. લાભેષ સૃષ્ટિને ખુબ જ પસંદ હતો. આટલા સમયથી પોતાના મનમાં દબાવેલી આ વાત લાભેષ ને કરવાનો આજે ખરો મોકો હતો. બધું કામ પડતું મુકીને પોતાની ખુરસી પરથી ઉભી થઈ લાભેશની કેબીન તરફ ચાલતી થઈ. ચાલતી વખતે સૃષ્ટિનું ધ્યાન ફક્ત લાભેશની કેબીનના અર્ધપારદર્‌શક કાચ સામે જ હતું. આજુ- બાજુના અંધારાને ચીરીને જયારે સૃષ્ટિ લાભેશની કેબીન તરફ જતી હતી ત્યારે એક પણ વખત સૃષ્ટિના પગ ધ્રૂજ્યા નહિ.

નોક કર્યા વિના સીધ્ધો દરવાજો ખોલ્યો, લાભેશના એક હાથમાં ફોનનું રીસીવર હતું અને બીજા હાથમાં માઉસ હતુ. સ્લીવલેસ વ્હાઈટ શર્ટ અને બ્લેક જીન્સમાં કરેલું ઈન. કોરા વાળમાં વાળેલી પોની ભૂરી આંખો અને આંખો પર કાળી ફ્રેમના ચશ્માં પહેરેલ સૃષ્ટિએ જયારે કેબીનનો દરવાજો ખોલ્યો ત્યારે લાભેષ પણ તેની સામું એકીટસે જોવા લાગ્યો. જાણે કોઈ ઈન્ટરવ્યું આપવા આવ્યું હોઈ તેમ દરવાજા પાસે ઉભી ત્યારે સૃષ્ટિ અને લાભેષની નજર એક થઈ.

કેબીનની લાઈટનો સીધ્ધો પ્રકાશ જયારે સૃષ્ટિની આંખો પર પડયો ત્યારે સૃષ્ટિ પોતાની સપનાની દુનિયા માંથી જાગી અને હોશમાં આવી, અંદર બેઠેલી આત્મા માંથી અવાજ આવ્યો, ‘બોલ સૃષ્ટિ બોલ, કરીદે આજે તારા મનની વાત’, પરંતુ મગજ હજુ આદેશ નહતું આપતું. કેબીન સુધીતો પહોંચી ગઈ અને દરવાજો પણ ખોલી નાખ્યો પરંતુ હવે એક ડગલું નહતું ભરી શકાતું. ચાલુ એ.સી.માં પણ સૃષ્ટિના કપાળ પર પસીનો બાજી ગયો. લગભગ પાંચ સેકંડ માટે સૃષ્ટિએ પોતાની આંખો બંધ કરી લીધી અને આંખ ખોલીને...

“મે આઈ કમ ઈન સર?”

“યસ સૃષ્ટિ કમ, વોટ હેપ્પન?”

“નથીંગ સર!”

“ઓકે, કામ કમ્પ્લીટ થઈ ગયું?”

“નો, બસ થોડું કામ બાકી છે હમણાં થઈ જશે.”

આટલું બોલી ત્યારે સૃષ્ટિની નજર ટેબલ પર પડેલી ડીજીટલ ઘડિયાળ પર ગઈ. લાભેશ સમજી ગયો. કે કદાચ મોડુ થઈ ગયું હશે એટલે સૃષ્ટિ ઘરે જવાનું કહેવા આવી હશે.

“ઓકે.. ચલ જસ્ટ કમ્પ્લીટ ધ વર્ક એન્ડ સબમિટ મી ફાસ્ટ.”

સૃષ્ટી કેબીન માંથી બહાર આવી. બહાર આવીને ઊંંડો શ્વાસ લીધો અને પોતાના કામ પર લાગી. એક મિનીટ માટે તો પોતે પણ વિચારતી રહી ગઈ કે શું લોચો થઈ જાત, જો અત્યારે પોતે કાઈ બોલી હોત તો? કામ કમ્પ્લીટ કર્યુ પછી સબમિટ કર્યું અને રાહત નો શ્વાસ લીધો.

પ્રકરણઃ ૦૫

પાર્કિંગ માંથી બાઈક બહાર લાવી લાભેશે સૃષ્ટિ પાસે આવી બાઈકને બ્રેક લગાવી ઉભું રાખી સૃષ્ટિને કહ્યું;

“ચલ સૃષ્ટિ અત્યારે મોડું થઈ ગયું છે, ઓટો મળે ના મળે એ કરતા તને તારા ઘર સુધી ડરોપ કરી દઉં.”

આ સાંભળી સૃષ્ટિ અંદરથી ખુશ થઈ છતાં તુરંત હા ન પાડી શકી. લાભેશે જે કહ્યું એ તેનું ધ્યાન હતું છતાં ઓટો રોકતી હોઈ એમ હાથ ઉચો કરી ઓટો રોકવા લાગી. આછું સ્મિત આપ્યું અને જવાબ આપ્યો...

“નાં સર, તમારે પણ મોડું થતું હશે, યુ પ્લીસ ગો આઈ વિલ મેનેજ.”

“અરે! સૃષ્ટિ ચલ તું મારી ચિંતા ના કરીશ.”

સૃષ્ટિ કંઈ વધુ વિચાર્યા વિના લાભેષની પાછળ બાઈક પર બેસી ગઈ. થોડે સુધી બંને ગુપ ચુપ બેસી રહ્યા પછી સૃષ્ટિ પણ વિચારતી હતી કે કંઈક વાત કરૂ અને લાભેષને ઈમ્પ્રેસ કરૂ, ફરીથી એજ વિચારોમાં સૃષ્ટિ ડૂબવા લાગી. લાભેષ પણ ઓફીસના કામના ટેન્સન ના લીધે ચુપચાપ બાઈક ચલાવતો હતો અને સૃષ્ટિના મગજમાં લાભેષ ના વિચારો ચાલવા લાગ્યા હતા.

સૃષ્ટિના ઘણા વિચારો બાદ પણ પોતે પોતાનું મૌન તોડી ન શકી અને ચુપચાપ બેઠી રહી અને લાભેષ પણ પોતાના વિચારોમાં મગ્ન હતો. સૃષ્ટિ ઓફિસમાં પોતે કરેલ વર્તાવનો વિચાર કરતી હતી અને અરીસા માંથી લાભેશને વારે વારે જોયા કરતી હતી. સૃષ્ટિ પોતાના વિચારોમાં એટલી ઊંંડે સુધી સરી પડી હતી કે તેને ખબર પણ ના રહી કે તેના બંને હાથ લાભેષ ના પેટ પર જતા રહ્યા હતા અને પોતે લાભેશની એકદમ નજીક હતી.એક પુરૂષ તરીકે લાભેશ પણ અમુક સેકંડ માટે ચુપ રહ્યો. તે પણ આ વસ્તુ અનુભવી શકતો હતો પરંતુ છતાં પોતાની જાત પર કાબુ રાખીને સૃષ્ટિને કહ્યું,

“સૃષ્ટિ, આર યુ ઓકે? વ્હોટ ઈસ ધીસ?”

સૃષ્ટિનું ધ્યાન હજુ પણ લાભેષ ના બોલવામાં નહતું. તે પોતાના વિચારોમાં જ મગ્ન હતી. લાભેષને સૃષ્ટિનો આ વર્તાવ જરા અજીબ લાગ્યો. તુરંત બાઈકને સાઈડ પર લગાવ્યું. બાઈકને રોકવામાં બ્રેકના જાટકાથી સૃષ્ટિ વિચારો માંથી વર્તમાનમાં આવી પણ કદાચ હવે મોડું થઈ ગયું હતું. પોતે ઝબકીને જોયું તો તેના બંને હાથ લાભેશના પેટ પર હતા અને તેની દાઢીએ લાભેશના ખભ્ભાનો ટેકો લીધો હતો. ફટાફટ સૃષ્ટિ બાઈક પરથી ઉતારી ગઈ અને બાઈકથી એકાદ ફૂટ દુર જઈ ઉભી ગઈ.

“સોરી સર... આઈ એમ સોરી.”

નજર નીચી કરીને આંખો ચીપીને સૃષ્ટિ અમુક સેકન્ડો માટે ઉભી રહી. સૃષ્ટિનો આ વર્તાવ હજુ પણ લાભેશને અજીબ લાગ્યો.

“સૃષ્ટિ, કમઓન! શું થયું છે તને? કમ, સીટ એન્ડ ટેલ મી શું વાત છે?”

સૃષ્ટિ એ જરા એવી ઉંચી નજર કરી બાઈક પર બેસી ગઈ પરંતુ લાભેશે જોયુ સૃષ્ટિની આંખોમાં આંસુ હતા. બાઈક પર બેસી ચશ્માં ઉતારી આંખો પરથી આંસુ લુછી ચશ્માં ફરી પેરી લીધા.

“ચલો સર, લેટ્‌સ ગો પ્લીસ.”

“સૃષ્ટિ... પ્લીસ શું થયુ ટેલ મી એન્ડ યુ વોન્ટ ટી, કોફી ઓર એની થિંગ એલ્સ?”

“નો સર, આઈ એમ ઓકે.”

લાભેષ ને શંકા ગઈ કે કદાચ સૃષ્ટિને ઓફિસમાં કોઈએ કાઈ કહ્યું હશે માટે પોતાની શંકાનું સમાધાન કરવા બાઈક એક કોફીબાર ની નજીક રોકી. સૃષ્ટિ પણ બાઈક પરથી ઉતરી કોફીબારમાં જવા રવાના થઈ. પાછળ લાભેષ પણ કોફીબારમાં પ્રવેશ્યો. બંને એક ખૂણાના ટેબલ પર બેસી ગયા. લાભેશે વેઈટરને ઈશારો કર્યો અને બે કોફીનો ઓર્ડર કર્યો. ઓર્ડર કર્યા બાદ લાભેષ સૃષ્ટિને અમુક સેકંડ માટે તાકતો રહ્યો. સૃષ્ટિએ પણ પોતાના ચશ્માં ઉતારી ટેબલ પર મુક્યા અને પોતાના પર્સ માંથી રૂમાલ કાઢી ફરીથી આંસુ લૂછ્‌યા અને લાભેષ ની સામે નજર કરી.

આ બધા વર્તાવની લાભેષ પર કંઈક અલગ જ અસર થતી હતી. લાભેષની શંકા આ બાબતે વધતી જતી હતી. અખો દિવસ સામાન્ય રીતે કામ કરતી સૃષ્ટિનો અત્યારે આટલો અજીબ વ્યવહાર કેમ? એટલા માં જ વેઈટર એક સર્વિંગ પ્લેટમાં બંને માટે પાણી લાવ્યો. લાભેશે એક ઘૂંટ પાણી પી અને ગ્લાસને બાજુ પર મુક્યો અને સૃષ્ટિનો પાણીનો ગ્લાસ હાથમાં લઈને સૃષ્ટિને પાણી માટે આગ્રહ કર્યો. સૃષ્ટિ એ પણ ગ્લાસ પોતાના હાથમાં લઈને એક ઘૂંટ પાણી પીને ગ્લાસ ટેબલ પર મુક્યો.

“થેંક્યું સર”

“હમમ... નાઉ ટેલ મી વોટ હેપ્પન?”

સૃષ્ટિની જીભ તેના હોઠ પર ફરી અને આંખો લાભેષ સામે, વિચિત્ર પ્રકારની ગુંચવણ હતી મનમાં કે પોતાના મનની વાત લાભેષને કહું કે નાં કહું? આ વિચારોમાં જ ફરીથી પોતે મગ્ન થઈ ગઈ. લાભેષનું ધ્યાન હજુ પણ સૃષ્ટિ સામે જ હતું. સૃષ્ટિને પોતાના ચશ્માં પહેરીને ફરીથી પાણીનો એક ઘૂંટ પીધો અને જરા સ્વસ્થ થઈ લાભેશ સામું એક આછું સ્મિત આપ્યું.

“નથીંગ સર બસ જસ્ટ એમ જ રડવું આવી ગયું હતું.”

“ઓહ! ગોડ સૃષ્ટિ એમ અમસ્તા જ કેમ રડવું આવે?”

લાભેષ થી વધુ રહેવાયું નહિ એટલે તુરંત સૃષ્ટિ ને પૂછ્‌યું,

“સી, ઓફિસમાં કોઈએ કંઈ કહ્યું હોઈ તો કે મને?”

હજુ પણ સૃષ્ટિ કશું બોલવા તૈયાર ન હતી. વેઈટર કોફી આપી ગયો. બંને ચુપચાપ કોફી પીતા હતા. લાભેષ નું ધ્યાન આજુબાજુ હતું અને સૃષ્ટિનું ધ્યાન લાભેષ પર. લાભેષ ના આ પ્રશ્નનો જવાબ હવે કેમ વાળવો એ સૃષ્ટિને નહતું સમજાતું. પોતાનો કોફીનો ગ્લાસ હાથ માંથી ટેબલ પર મૂકી અચાનક સૃષ્ટિએ લાભેષનો હાથ પોતાના બંને હાથે પકડી લીધો.

“આઈ લવ યુ સર..”

લાભેશે પણ પોતાનો ગ્લાસ ટેબલ પર મુક્યો. તેની આંખો ચક્કર વક્કર થવા લાગી હૃદયનાં ધબકારા વધી ગયા. અમુક સેકંડ માટે તો જાણે લાભેષ કોમા માં સરી પડયો હોઈ એવું લાગ્યું. તેને બે ત્રણ વખત આંખો પટપટાવીને સૃષ્ટિ સામે જોયુ. લાભેષના તો પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોઈ તેવું લાગ્યું.

“સૃષ્ટિ પ્લીસ.”

લાભેશે પોતાનો હાથ સૃષ્ટિના હાથ માંથી છોડાવ્યો અને શું બોલવું એનો વિચાર કરવા લાગ્યો. આ પરથી એવું તો સાબિત થતું જ હતું કે લાભેષ આવું કશું વિચારતો નહતો કે ન તો આવું કશું સંભાળવાની આશા હતી.

“સૃષ્ટિ, આઈ થીંક તારે આરામની સખત જરૂરીયાત છે. કોફી પી લે એટલે તને ઘરે મૂકી જાઉં.”

પોતાની કોફી અર્ધી મુકીને લાભેશે કેશ કાઉન્ટર પર જઈને રૂપિયા ચૂકવ્યા, સૃષ્ટિ એ પણ પોતાની કોફી અર્ધી મૂકી અને બહાર નીકળી ગઈ. ફરીથી બંને બાઈક પર બેસી ગયા. લાભેષ બાઈક ચલાવવા લાગ્યો. રાત્રી ના અંધારા ની સાથો સાથ જાણે બંને ના શબ્દો માં પણ અંધારૂં આવી ગયું હોઈ એમ બંને ચુપચાપ રહ્યા.

પ્રકરણઃ ૦૬

ઘરે આવીને લાભેષ પોતાના પલંગ પર આડો પડયો. તેનું મગજ તો ક્યાં ફરતું હતું જાને શૂન્યાવકાશ થઈ ગયો હોઈ તેમ બિલકુલ પોતાની અસમંજસનો પાર નહતો. ઓફીસના કામતો મગજ માંથી ગાયબ જ થઈ ગયા હતા. એક મિનીટ માટે થયું સૃષ્ટિને ફોન કરીને કહી જ દઉં કે ઈટ ઈસ નોટ પોસીબલ એટ ઓલ. વળી બીજી મીનીટે વિચાર ફરી ગયો. હાથમાં લીધેલો મોબાઈલ એમને એમ હાથમાં રહી ગયો અને આંખો બંધ કરી પોતાના વિચારો પર કાબુ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ લાભેષ વારંવાર કરતી રહ્યો અને પોતાના ભવિષ્ય વિષે પણ વિચાર કર્યો કે આજે નહિ તો કાલે પરંતુ આ બાબત પર વિચાર કરવો જ પડશે. આંખો ઉઘાડી પંખા સામે જ થોડી વાર તાકતો રહ્યો. અચાનક જ વિચારો બદલાયા અને થયું.

"પ્રેમ આવી રીતે થતો હશે?"

કદાચ ’હા’ થતો હશે અને કદાચ ’ના’. વારેવારે અલગ અલગ જવાબો આવતા હતા. આંખો બંધ કરી પ્રેમ વિષે વિચારતા લાભેષની બંધ આંખો સામે એક ચહેરો તરવરી ઉઠ્‌યો.

લાંબા ખુલ્લા સિધ્ધાં અને મુલાયમ વાળ, આંખોમાં કાજળ અને કાળી સુંદર આંખો દુરથી આવતો આ ધૂંધળો ચહેરો ધીમે ધીમે જાણીતો હોઈ તેવું લાગતું હતું અને જયારે એ ચહેરો એકદમ નજીક આવ્યો ત્યારે લાભેષની આંખો આશ્ચર્યથી ખુલી ગઈ અને મોં માંથી એક શબ્દ બહાર આવ્યો "ગરિમા???"

ગરિમાનું નામ મોં પર આવતા જ પેલા દિવસે બાઈક પર વિતાવેલી તેની સાથેની ક્ષણોનો અનુભવ લાભેષને થવા લાગ્યો અને ફરીથી એ ક્ષણો ગરિમા સાથે વિતાવવાનું મન થયું. ગરીમાને એકદમ નજીક લઈને તેના વાળમાં આંગળી ફેરવવાનું મન થવા લાગ્યું. થોડીવાર પેહલા પ્રેમ પર સવાલ ઉઠાવનાર લાભેશ પ્રેમનો એકતરફી અનુભવ લેવા લાગ્યો. આ બધું શું થઈ રહ્યું હતું તેની કદાચ લાભેશને પણ ખબર નહતી. હોશમાં આવીને વિચાર્યુકે જો આ વાતની અથવા સૃષ્ટિ વાડી વાતની ઓફિસમાં કોઈપણ ને ખબર પડશે તો પોતાનો ઓફિસમાં ધજાગરો નક્કી છે.

પોતાની જાત પર કાબુ લઈને સુવાનો ઘણો પ્રયાસ કર્યો અને ઘણા બધા પડખા ફરવા છતાં ગરિમા એના વિચારો માંથી દુર જવાનું નામ જ નહતી લેતી. અચાનક આંખો ખોલીને મોબાઈલ હાથમાં લઈ ગરીમાને નંબર જોડયો. હજુ રીંગ જાય એ પેહલા જ ફોન કટ કરી ગરીમાને ટેક્સ્ટ મેસેજ કર્યો.

“હેલ્લો ગરિમા”

લગભગ દસ મિનીટ સુધી રાહ જોવા છતાં ગરિમાનો રીપ્લાય ન આવ્યો. લાભેશને થયું કદાચ મેં ખોટા સમય પર ગરીમાને મેસેજ કર્યો. ફરીથી આંખો બંધ કરી મોબાઈલ પોતંસ પેટ પર મૂકી સુવા માટે પ્રયત્ન કર્યો.

પ્રકરણઃ ૦૭

હરરોજની જેમ આજે પણ લાંચ ટાઈમ પર બધા ટેબલ પર ગોઠવાઈ ગયા અને જાણે કંઈ થયું જ નાં હોઈ તેમ સૃષ્ટિ લાભેષ ની બાજુની ખુરશી પર આવીને બેસી ગઈ. તેનો પ્રેમ હજુપણ છૂપો નહતો રેહતો. પોતાના ટીફીન માંથી લાભેષને આગ્રહ કરીને જમાડયું પણ. સૃષ્ટિનો આ વર્તાવ જોઈને લાભેષને નવાઈ લાગી. પોતે પણ નોર્મલ વર્તાવ કરી ગઈકાલની વાતને ભૂલવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ લાભેષ નું મગજ વધુને વધુ ચકડોળે ચડતું જતું હતું. લાભેષની અસમંજસનું કારણ હવે ફક્ત સૃષ્ટિ જ નહતી, મનોમન વિચાર આવ્યો કે...

‘સૃષ્ટિને જે મારી સાથે છે એ પ્રેમ છે? કે પછી મને ગરિમા માટે જે છે એ?’

જે હોઈતે પરંતુ કદાચ લાભેષના હજારો પ્રયત્નો છતાં આ વાત ભૂલવી તેના માટે સહેલી નહતી. અમુક દિવસો વીતવા છતાં પણ લાભેષ માટે આ અસમંજસનું કોઈ તારણ નહતું આવી રહ્યું. હરરોજ ઓફીસ જતા આવતા ગરિમા સામું જોતા અને સૃષ્ટિને મળતા જ આ બધા જ પ્રશ્નો આંખ સામે આવીને ઉભી જતા હતા. છતાં ઘણી વખત લાભેશે આ વાત ગરીમાને કરવાની કોશિશ કરી પરંતુ ગરિમાની સામે જાતની સાથે જ લાભેષના બંને હોઠ બીડાઈ જતા હતા. ગરિમા પણ લાભેષ નો આવો વર્તાવ જોઈ ચકિત થઈ જતી પરંતુ ગરિમા તેની અવગણના કરતી. લાભેષના ઘણા વિચારો બાદ અંતે એમ થયું કે આ વાત મારે કોઈને તો કહેવી જ જોઈએ તો કદાચ આ વાતનો હલ આવી શકે. પરંતુ આ વાત કરવી તો આખરે કરવી કોને? લાભેષ ને ઘણી વખત એમ થતું જાને પોતે આવા ઘણા ચિત્ર વિચિત્ર પ્રશ્નોના ભાર થી દબાયેલો છે.

પોતાના વિચારોના ભારને હળવો કરવા લાભેષ કોઈ કોઈ વખત ગરિમા સાથે ફોન પર વાત કરી લેતો અથવા મેસેજ ચેટીંગ પણ કરી લેતો પરંતુ અંતે કશું બોલી નહતો શકતો. ગરીમાને પણ લાભેષ સાથે ફોન પર વાત કરવામાં કે મળવામાં કોઈ પ્રોબ્લેમ નહતો. બંને એક બીજાને ઘણા નજીકથી જાણી ગયા હતા. લાભેષને ઘણી વખત એવું લાગતું જાણે પોતાના બધા જ પ્રશ્નોનું નિરાકરણ ગરિમા પાસે જ હોઈ અને જયારે પોતે આ બધા પ્રશ્નો વિષે વિચારતો ત્યારે એક જ જવાબ મનના ઊંંડાણથી આવતો ’ગરિમા...’

અંદરથી થોડો વિશ્વાસ આવ્યો કે હા લાભેષ તું ગરીમાને જ પ્રેમ કરે છે, સાચો સમય આવ્યે હવે આ વાત ગરીમાને કહી દેવાનું મન થયું. ગરિમા સાથે લાભેષ ના સ્વપ્નો એટલા ઉંચે સુધી આંબવા લાગ્યા કે લાભેષ ને જેવી ખબર પડી કે થોડા જ દિવસોમાં ગરિમાનો જન્મદિવસ આવે છે તો પોતે ગરિમા માટે ઘણી બધી સરપ્રાઈસ વિચારવા માંડયો.

બર્થડેના દિવસે અચાનક લાભેષ ને શું સુજ્યું ઓફીસના આખા સ્ટાફે ગરીમાને બર્થડે વિશ કર્યો પરંતુ લાભેશે બર્થડે વિશ જ ના કર્યો. ગરીમાને થયું કદાચ કોઈ વાતનું ખોટું લાગ્યું હશે. પરંતુ ગરિમા આજે ખુશ હતી માટે એ વાતનો વધુ વિચાર કર્યા વિના પોતાના કામ પર ધ્યાન આપ્યું. જયારે ઓફિસથી ફ્રી થઈ ઘરે જવાનો સમય થયો એક પછી એક ઓફિસથી બધા ઘરે જવા નીકળવા લાગ્યા, પરંતુ લાભેષ પોતાની કેબીનમાં જ બેઠો રહ્યો. ગરિમાનો પણ નીકળવાનો સમય થયો. તે ઓફિસની બહાર જતી જ હતી કે પાછળથી અવાજ આવ્યો ’ગરિમા...’

પાછળ ફરી તો લાભેષ ઉભો હતો. ગરીમાને થોડું નહતું ગમ્યું કે લાભેશે તેને બર્થડે વીસ ન કર્યો, માટે ગરિમા મોં ચડાવીને ચાલતી થઈ. લાભેષ પણ ગરિમાની પાછળ પાછળ ચાલવા લાગ્યો.

“ગરિમા,પ્લીસ વેઈટ”

“નો... સોરી... આઈ એમ ગેટીંગ લેઈટ, મારા માટે જે લોકોને સમય જ નથી એમના માટે હું શા માટે મારો સમય બરબાદ કરૂં?”

“અરે! એવું નથી, જસ્ટ વેઈટ, વાત સંભાળ મારી, મારે તારૂં એક કામ છે.”

“નો...નો...નો...કાઈ કામ નથી, કાંઈ વાત પણ નહિ, આઈ એમ સોરી.”

ચાલતા ચાલતા લગભગ બંને પાર્કિંગ સુધી પહોંચી ગયા. લાભેષ પણ પોતાના બાઈક પાસે જવાને બદલે ગરિમાના મોપેડ સુધી જઈને તેની સાથે ઉભો રહી ગયો. ત્યાં સુધી ગરિમા આગળ આગળ અને લાભેષ પાછળ પાછળ. મોપેડમાં ચાવી લગાવી મોપેડ સ્ટેન્ડ પરથી ઉતાર્યું અને હજુ ગરિમા સેલ્ફ લગાવી મોપેડ સ્ટાર્ટ કરવા જતી હતી ત્યાં જ લાભેશે મોપેડની ચાવી કાઢીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી અને પોતાની બાઈક પાસે ચાલવા લાગ્યો. ગરિમા મોપેડ પરથી ઉતરી સ્ટેન્ડ લગાવી લાભેષની પાછળ પાછળ ચાલવા માંડી હવે લાભેષ આગળ આગળ અને ગરિમા તેની પાછળ પાછળ. બાઈક પાસે પહોંચી લાભેષ ના ખાબ્ભા પર હાથ રાખીને

“લાભેશ પ્લીસ ચાવી આપી દેને?”

“નો...નો...નો માઈ ડીઅર એમ આસાનીથી ચાવી આપી દઉં એવો સીધો લાગુ છું હું તને?”

“લાભેષ પ્લીસ સોરી બસ ચલ માની જાને હવે?”

“ઓકે... બટ એક શર્ત પર માનું”

“કઈ શર્ત?”

“તારે મારી સાથે આવવું પડશે અત્યારે જ.”

“અરે! એમ કેમ યાર? આમ અચાનક અત્યારે સીદ લઈ જઈશ તું?”

“ડોન્ટ વરી ચાવી જોઈતી હોઈ તો બેસીજા મારી બાઈક પર.”

“ઓકે... ચલ સીદ લઈ જઈશ તું જોઉં હું ભી.”

ગરિમા પણ હસતા ચેહરે લાભેશની પાછળ બેસી ગઈ. ગરિમા નો ગુસ્સા નો મૂળ હવે મજાક માં ફેરવાઈ ગયો હતો. ઓફિસની બહાર બંનેના સબંધો કંઈક એવા બની ગયા હતા કે ઘણી વાર બંને આવી રીતે અલગ અલગ જગ્યાઓ પર ફરવા જતા રહેતા. ચાલતી બાઈક પર ગરિમાએ લાભેષ ને ઘણી વખત પૂછવા પ્રયત્ન કર્યો છતાં લાભેષ કશું બોલવા તૈયાર નહતો. થોડા અંતર પછી એક કોમ્પ્લેક્ષ પાસે બાઈક ઉભું રાખ્યું અને ગરીમાને નીચે ઉતારવા ઈશારો કર્યો. બાઈક પાર્ક કરી લાભેશ કોમ્પ્લેક્ષ તરફ ચાલવા લાગ્યો. ગરિમા તેની પાછળ પાછળ ચાલવા લાગી.

“આ તો વળી કઈ નવી જગ્યાએ લાવ્યો છે તું?”

“ચલ તો સહી તું, તને બધી ખબર પડે જશે.”

બંને કોમ્પલેક્ષ ની અંદર ગયા અને લીફ્ટ માં દાખલ થયા લીફ્ટ ઉપરની તરફ ચાલવા લાગી. જેમ જેમ માળ પસાર થતા ગયા તેમ તેમ ગરિમાની આતુરતા વધતી જતી હતી. લીફ્ટ સાતમાં માળે આવીને ઉભી. દરવાજો ખુલતા જ લાભેશે ગરિમાનો હાથ પકડી લીધો અને જમણી તરફ લઈ ગયો. લાલ અક્ષરોમાં લાઈટીંગ ફેકતું સાઈન બોર્ડ હતું. જેમાં લખ્યું હતું ‘ફૂડ વિલ્લા રેસ્ટોરન્ટ’. બંને રેસ્ટોરન્ટ માં પ્રવેશ્યા. લાઈનસર અલગ અલગ ટેબલ, સોફા અને ઝીણી લાઈટીંગ સાથે મંદ મંદ સંગીત ચાલતું હતું. બંને એક ટેબલ પર જઈને બેઠા, ટેબલ પર ‘રીઝર્વડ’ ની લોખંડની પ્લેટ પડી હતી. વેઈટર આવીને ટેબલ પર બંને માટે પાણી મૂકી ગયો, અને પેલી લોખંડ ની પ્લેટ લઈ ગયો. તુરંત જ પ્રોફેસનલ કપડામાં હોટેલનો મેનેજર ત્યાં આવીને ઉભો અને લાભેષ સામે ઈશારો કર્યો. લાભેશે ’હા’ માં ઈશારો કર્યો ને પેલો જતો રહ્યો.

ગરિમાને સમજાતું નહતું કે આ આ લોકો શેના ઈશારા કરી રહ્યા છે? ફરીથી પેલો વેઈટર મોટી પ્લેટ ટેબલ પર મૂકી જતો રહ્યો. પ્લેટ ઢાંકેલી હતી, જેવી લાભેશે પ્લેટ ખોલી ગરિમાનું મોં ખુલી ગયું. પ્લેટમાં કેક હતી. વેઈટર કેન્ડલ્સ અને માચીસ મૂકી ગયો. બે મિનીટ માટે ગરિમા કશું ના બોલી. અચાનક જ પોતાની જગ્યા પરથી ઉભી થઈ લાભેશની નજીક ગઈ તેના બંને ગાલ ખેચ્યા.

“અરે યાર! વોટ ઈસ અ ગ્રેટ સરપ્રાઈસ? આ બધું મારા માટે છે લાભેષ?”

“નો... મારા માટે છે બધું. કેવી વાત કરે છે યાર, અહી આપણા બંને શિવાય કોઈ જાણીતું દેખાઈ છે?”

“નો બટ સીરીયસલી થેંક્યું યાર એન્ડ સોરી હું તારા પર ગુસ્સે થઈ”

“હમમ... ઈટ્‌સ ઓકે”

“સો સ્વીટ ઓફ યુ”

આ બધી વાતો ચાલતી હતી તે દરમિયાન લાભેષ કેક પર કેન્ડલસ ગોઠવી માચીસ વડે તેને જગાવી અને છરી ગરિમાના હાથમાં આપી. વેઈટર તરફ ઈશારો કર્યો અને વેઈટરને લાભેશે પોતાનો મોબાઈલમાં કેમેરા ચાલુ કરીને આપ્યો અને તેના અને ગરિમાના ફોટોસ ક્લિક કરવા રીક્વેસ્ટ કરી. વેઈટર મોબાઈલ લઈ પોતાની પોઝીશન લીધી.

“હેપ્પી બર્થડે ટુ યુ... હેપ્પી બર્થડે ટુ યુ... હેપ્પી બર્થડે ટુ ગરિમા... હેપ્પી બર્થડે ટુ યુ...”

ધીમી ધીમી તાળીઓ પાડી લાભેષ ગરીમાને જ તાકતો હતો. ગરિમાએ કેન્ડલ્સમાં ફૂક મારી કેક કટ કરીને લાભેષ ને આપ્યું. લાભેશે પણ ગરીમાને એક પીસ કેકનું કટ કરીને આપ્યું. વેઈટર બધા જ ફોટોસ ક્લિક કરતો જતો હતો. લાભેશે વેઈટર તરફ હાથ લંબાવ્યો અને વેઈટર મોબાઈલ લાભેષ ના હાથમાં આપી કેક ટેબલ પરથી ઉઠાવી જતો રહ્યો. લાભેશે પોતાનો એક હાથ ગરિમા તરફ લંબાવ્યો. ગરિમાએ પણ લાભેશ સાથે હાથ મીલાવ્યો. લાભેશે ગરીમાને બર્થડે વીસ કર્યું અને ગરિમા ફરીથી ઉભી થઈ લાભેશની પાસે ગઈ થેંક્યું કહીને લાભેશના ગળે વળગી ગઈ. લાભેષ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. પોતાના બંને હાથેથી ગરીમાને પકડીને તે પણ ગરિમાને વળગી પડયો. ગરિમાએ લાભેષ ના બંને હાથ પકડી લીધા અને આછું સ્મિત આપ્યું.

“થેંક્યું..થેંક્યું..થેંક્યું લાભેષ થેંક્સ અ લોટ, મારા માટે આટલું બધું કરવા માટે”

“બસ કર ગરિમા અબ બચ્ચેકો રૂલાયેગી ક્યાં?”

“નો યાર તારી સરપ્રાઈસ જ આવી મસ્ત છે કે થેંક્સ તો કહેવું જ પડે.”

“ઓકે! તો તો હજુ એક સરપ્રાઈસ છે મારી પાસે.”

લાભેશે પોતાના લેપટોપ બેગ માંથી એક લાંબુ બોક્ષ કાઢ્‌યું જેના પર ગીફ્ટ રેપર લગાવેલું હતું.

“હજુ આ શું છે?”

ગીફ્ટ લાભેશે ગરિમાના હાથમાં આપી. ગરિમાએ ગીફ્ટ રેપર ઓપન કર્યું અને એક બોક્ષ હતું જેના એક તરફ બટન હતું. એ પણ ખોલ્યું અને બોક્ષ ખુલતાની સાથે જ ગરિમાનું મોં ખુલ્લુંનું ખુલ્લું જ રહી ગયું.

“લાભેષ....”

બોક્ષ માં ચેઈન હતો અને તેમાં ડાયમંડ પેન્ડલ લટકાવેલું હતું. ગરિમાએ ચેઈન પોતાના હાથમાં લઈ બોક્ષ ટેબલ પર મુક્યું અને લાભેષ ની સામે જોયું.

“લાભેષ ઈટ ઈસ ટુ મચ, આટલી મોંઘી ગીફ્ટ લાવવાની શી જરૂર હતી યાર?”

“આ મોંઘી છે પણ તારા જેટલી નહિ, હવે આ ચેઈન મને પહેરીને બતાવ.”

“તું જ પહેરાવીદે આ ચેઈન.”

લાભેષ ઉભો થઈ ગરિમાની બાજુમાં બેસી ગયો. ગરિમા ટેબલની બીજી તરફ વાળીને લાભેષ ના હાથમાં ચેઈન આપ્યો અને પોતાના વાળ આગળની તરફ લઈ લીધા. લાભેષ ચેઈન ગળા પર રાખી પાછળથી ચેઈનનો હુંક બંધ કર્યો અને પોતાની જગ્યા પર જઈ બેસી ગયો. લાભેશની આંગળીઓના સ્પર્સથી ગરિમાની આંખો બંધ થઈ ગઈ. ગરિમાની સામે જોઈ લાભેશે સ્માઈલ આપી. ગરિમાએ પણ ચેઈન પર હાથ ફેરવ્યો અને લાભેષ સામે સ્માઈલ આપી.

“ગરિમા યુ આર લુકિંગ બ્યુટીફૂલ.”

“થેક્યું લાભેશ ઈટ ઈસ જસ્ટ બીકોઝ ઓફ યુ.”

“નો, એવુ તો બિલકુલ નથી, યુ આર ઓલરેડી બ્યુટીફૂલ.”

વેઈટર બંનેની બાજુમાં મેનુ કાર્ડ મુક્યા. ગરિમાએ મેનુ કાર્ડ હાથમાં લીધું અને ખોલીને એક પછી એક વાનગીઓ ના નામ પર નજર કરવા માંડી. લાભેષ નું ધ્યાન મેનુ તરફ બિલકુલ નહતું. ગાળામાં ચમકતો હીરો અને એ હીરાનો મોભો વધારતું ગરિમાનું લાંબુ ગળું અને ગળાથી વળગેલા એ ચેઈન. તેના કોરા વાળ અને નવો નક્કોર કેસરી ટ્રેડીશનલ કુરતો, ખરેખર એ વાળમાં ફરતી આંગળીઓ જાને ગરિમા તેના તરફ આવવા ઈશારો કરતી હોઈ તેવું લાગતું હતું. લાભેષ તો જાને ગરિમામાં જ ખોવાઈ ગયો હતો. ગરિમાએ લાભેષ ની આંખો સામે ચપટી વગાડી લાભેષ તુરંત જ ઝબકી ગયો.

“કોના વિચારો માં છો સાહેબ?”

“કોઈના પણ નહિ, બોલ તું શું ઓર્ડર કરે છે?”

“મેં તો નક્કી કરી લીધું તું બોલ, તે તો હજુ મેનુ કાર્ડ ઓપન પણ નથી કર્યું.”

“તું જ કહી દે બંને માટે, મારે ગમે તે ચાલશે, સો તું જ આપી દે ઓર્ડર.”

“શું થયું લાભેશ ટેલ મી, આમ અચાનક જ કેમ તારો બીહેવીઅર બદલાઈ ગયો?”

“નથીંગ મચ જસ્ટ વિચારોમાં સરી પડયો હતો એટલે.”

“કેવા વિચારોમાં? કોના વિચારોમાં? બોલ બોલ, હવે તો તારે કેહવું જ પડશે.”

લાભેશે પણ વિચાર્યું ગરિમા પણ આજે ખુશ છે અને કદાચ આટલો સમય પોતાની સાથે વિતાવ્યો એટલે ગરિમા પણ પોતાની ફીલિંગ્સ સમજી ગઈ હશે. એ પણ વિચાર્યું કે સૃષ્ટિ ની વાત પણ ગરીમાને કરી દેવી જોઈએ જેથી ગરિમા ના મગજમાં કોઈ પણ પ્રકારની શંકા ના રહે.

“ઓકે! ગરિમા કેટલાયે દિવસોથી થોડી વાતો કોઈને શેયર કરવાનું મન થતું હતું પરંતુ સમજાતું નહતું કોને કહું, પરંતુ આજે તું આટલો ફોર્સ કરે છે તો તને આ વાત કરૂં છું.”

“હમમ... ટેલ શું વાત છે?”

આ બધી વાતો ચાલતી હતી એટલામાં જ વેઈટર ટેબલ પાસે આવીને ઉભો. તેની તુરંત પાછળ મેનેજર આવી જમવાનો ઓર્ડર લખ્યો અને વેઈટર ખાલી પ્લેટ મુકતો ગયો. લાભેશે થોડું પાણી પીધું. ગ્લાસ ટેબલ પર મૂકી લાભેશે ગરિમાની સામે જોયું.

“ગરિમા, એક અજીબ પ્રકારની મૂંઝવણ છે. આ વાત તને કરૂં કે નહિ? પરંતુ આ વાત આજે તને કહેવાની થોડી હિંમત થઈ છે.”

“હમમ...ઓકે.”

“મને સમજાતું નથી કે વાતની શરૂઆત ક્યાંથી કરૂં?”

“અરે... યાર તું વાતની શરૂઆત તો કર ક્યાયથી ભી, વાત ઓટોમેટીક આગળ વધવા માંડશે, ચલ હવે બોવ વધુ ભાવ ના ખાઈસ પ્લીસ.”

“એવું નથી યાર ગરિમા... આપણી આટલી મોટી ઓફીસ અને આટલો સ્ટાફ, એમાં દરેક વ્યક્તિઓ સરખા ના હોઈ અને તેમના આચાર, વિચાર પણ સરખા ના હોઈ શકે. વાત કદાચ સમજવી મુશ્કેલ લાગશે પરંતુ કરી દઉં છું.”

ગરીમાને પણ હકીકતમાં વાત નહતી સમજાતી છતાં વાત સાંભળવામાં તેને ઘણો રસ હતો તે તેની આંખો પર દેખાતું હતું. પોતાના બંને હાથની મુઠ્‌ઠીવાડી હાથને ગાલ પર મૂકી શાંતિથી લાભેષ સામે જોઈ તેની વાતો સંભાળતી હતી.

“સૃષ્ટિ, ઓળખે છે ને તું એને તો? યાર શી ઈસ જસ્ટ મેડ યુ નો?”

“હમમ... ઓળખું છું સૃષ્ટિને બટ વાય શી ઈસ મેડ?”

“થોડા સમય પેહલા ઓફિસથી અમે લેઈટ છૂટ્‌યા હતા અને મેં એને લીફ્ટ આપી હતી. અમે રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે હું ઓફીસના ટેનન્સ માં હતો. ઓફિસમાં પણ થોડો ટેનસનનો માહોલ હતો. બાઈકની બ્રેક લાગી સૃષ્ટિ પોતાના વિચારોમાંથી ઝબકીને જાગી ત્યારે તેને ખબર પડી કે તેના બંને હાથ મારા પેટ પર હતા અને જાણે એ પાછળથી મને વળગીને બેથી હતી.”

આટલું સાંભળતા જ ગરિમા ખડખડાટ હસી પડી. બંને હાથે તાળીઓ પાડીને લાભેષ સામે જોવા માંડી. લાભેષ ચુપ થઈ ગયો. તે પણ નહતો સમજતો ગરિમા આટલું બધું કેમ હશે છે?

“ગરિમા પ્લીસ...!!!”

“સોરી... સોરી... ડીયર બોલ પછી શું થયું?”

“પછી મેં પણ બાઈકને સાઈડ પર ઉભી રાખી, સૃષ્ટિ બાઈક પરથી ઉતારીને દુર જઈ ઉભી રહી ગઈ, તે રડી રહી હતી.”

ગરિમા ફરીથી હસવા લાગી અને લાભેષ ને કહ્યું.

“વા...વ યાર તારી આ રોમેન્ટિક સ્ટોરીમાં ઈમોસન્સ પણ છે? સારૂં કહેવાય, સોરી... સોરી બોલ પછી શું થયું?”

લાભેષ આખી ઘટના વ્યવસ્થિત સમજાવતો ગયો, ગરિમા બધું શાંતિથી સાંભળતી ગઈ. સૃષ્ટિ તેની સાથે બાઈક પર બેઠી ત્યાંથી લઈને સૃષ્ટિએ લાભેષ ને પ્રપોસ કર્યું ત્યાં સુધીની લગભગ ઘટના લાભેષ કહેતો ગયો અને સૃષ્ટિ ઓફિસમાં પણ નજીક આવવાનો પ્રયત્ન કરતીએ પણ લાભેશે કહ્યું. આખી ઘટના સાંભળી ગરિમા અમુક સેકન્ડસ માટે ચુપ રહી પછી એક આછું સ્મિત આપી પાણીનો ગ્લાસ લઈ એક ઘૂંટ પાણી પીધું.

“લાભેશ જો તારી આ બધી વાત સંભાળીને મને લાગે છે કે શી રીયલી લવ્સ યુ ડીઅર.”

“આઈ નો ગરિમા બટ.”

“બટ વોટ લાભેષ એ છોકરી સારી છે એમાં શું ખોટું છે?”

“નો ગરિમા, ઈનફ યાર આ વાતને લઈને હું સીરીયસ છું, તું પ્લીસ મને ચીડાવીશ નહિ.”

“હા તો હું પણ એ જ કહું છું સીરીયસ બન હું તને ચીડવતી નથી.”

“મેં સૃષ્ટિ વિષે આવું કશું વિચાર્યું પણ નથી અને એ છે કે મારી સાથે આવા સપનાઓ માં જીવે છે? ડોન્ટ યુ થીંક ઈટ ઈસ ટૂ મચ?”

“યા આઈ થીંક એમાં કાઈ ખોટું નથી, જો તુ એ વાત પર આટલું હાયપરના થાઈશ. આ વાત પર વ્યવસ્થિત વિચાર કરી સૃષ્ટિને જવાબ આપી દે.”

“બટ ગરિમા..?”

“વોટ બટ હા? વોટ બટ...?”

“બટ...બટ... આઈ લાવ યુ..”

“ઓહ! કમ ઓન લાભેષ હું સીરીઅસલી કહું છું અને તું ક્યાં અત્યારે મજાક કરવા લાગ્યો?”

“નો...ગરિમા આ વાત જરા પણ મજાક નથી. આઈ એમ વેરી સીરીઅસ અબાઉટ યુ.”

બસ આટલું સાંભળતા જ ગરીમાને એવું લાગવા આવ્યું જાણે અત્યાર સુધી જ સ્થિતિ લાભેષ ની હતી એવી મારી થઈ ગઈ છતાં પોતાની જાતને સંભાળીને લાભેષ સામે નજર કરી.ગરિમા પોતાનું મોં ખુલ્લું રાખીને લાભેષ ને તાકતી રહી. હવે તે પોતે નહતી સમજી શકતી કે શું રીએક્શન આપવા?

“યસ ગરિમા તારી વાતો, તારો સ્પર્શ અને તારા સ્વભાવની એટલી આદત પડી ગઈ છે જયારે તું મારી સાથે બાઈક પર બેઠી ત્યારથી તારી વાતો સાંભળીને મને... શું કહું? તું માને કે નાં માને પણ...”

જેમ જેમ લાભેષ પોતાના પ્રેમની અભિવ્યક્તિ ગરિમા પાસે કરતો ગયો તેમ તેમ ગરિમા લાભેષ ની સામે સ્તબ્ધ બની જોઈ રહી હતી. ધીમે ધીમે ગરિમાની આંખો ભરાઈ આવી અને ટપ ટપ એક પછી એક આંસુ તેની આંખો માંથી સરવા લાગ્યા. લાભેષ ગરિમાના આંસુ અને રીએક્સન જોઈ એ નહતો સમજી શકતો કે ગરીમાને પોતાની વાત ગળે ઉતરી છે કે પછી પોતાના સ્વપ્નો પર પાણી ફરી રહ્યું છે. છતાં લાભેશે ગરિમાના બંને હાથ પકડી બોલવાનું ચાલુ રાખ્યું. અચાનક જ ગરિમાએ પોતાના હાથ ખેંચી લાભેષ ના હાથ માંથી છોડાવ્યા અને બુમ પાડી.

“બસ.. લાભેષ બસ.. ઈનફ.. પ્લીસ સ્ટોપ ઈટ.”

ગરિમાએ બંને હાથે પોતાનું કપાળ દબાવ્યું અને ધીમે ધીમે હાથની આંગળીઓ વાળમાં ધકેલી બંધ આંખે રડવા લાગી. લાભેષ ને થોડું સમજાવા લાગ્યું કે ગરીમાને આ વાત પસંદ નાં પડી.

“ગરિમા... લુક એટ મી... પ્લીસ સી ગરિમા ટ્રાઈ તું અન્ડરસ્ટેન્ડ.”

ગરિમા રડતા રડતા ઉભી થઈ ગઈ. પોતાના આંસુ લૂછ્‌યા અને ટેબલ પર પડેલું પોતાનું પર્સ લઈ ચાલવા માંડી. હોટેલની બહાર નીકળીને પગથીયા ઉતારવા માંડી. લાભેષ પણ તેની પાછળ બહાર નીકળી ગયો. ટેબલ પર ખાલી પ્લેટસ અને સોફા પર લાભેષ નું બેગ એમને એમ મૂકી લાભેષ ગરિમાની પાછળ દોડયો. હોટેલની બહાર આવી લીફ્ટ પાસે પહોચ્યો. લાભેષ અસમંજસમાં હતો કે ગરિમા લીફ્ટથી નીચે ઉતારી હશે કે દાદરાઓથી, છતાં લીફ્ટ પાસે જઈ ઉભો અને તેની સ્ક્રીનમાં જોયું તો લીફ્ટ સ્ક્રીન ઉપર તરફનો એરો બતાવતું હતું મતલબ તે સમજી ગયો કે ગરિમા પગથીયાથી નીચે ઉતરી છે. પગથીયા તરફ દોટ મૂકી બે-બે પગથીયા એક સાથે ઉતારવા માંડયો ત્યાં જ ગરિમા એક માળ ઉતારી હતી અને એક-એક પગથીયું જાણે વિચારી-વિચારીને ઉતરતી હોઈ તેમ સીધી નજરથી આંખો જબ્કાવ્યા વિના નીચે ઉતરતી હતી.

“હેય...ગરિમા પ્લીસ.”

ગરિમા તો જાણે કઈ જાણતી જ નથી કઈ સાંભળ્યું જ નહી, લાભેશે ફરી બૂમ પાડી ‘ગરિમા...’

ઝબકીને પાછળ ફરી લાભેષ ને પોતાના તરફ આવતો અટકાવવા હાથથી ઈશારો કર્યો.

“સી... લાભે......શ.....”

કદાચ પૂરૂં લાભેશ પણ ના બોલી શકી દડ..દડ..દડ.. કરતી એક પછી એક પગથીયા પરથી ગરિમા આળોટતી આળોટતી નીચે પાડવા લાગી. ખભ્ભા પર રહેલા પર્સ નો ઘા થઈ ગયો. લાભેશે પણ જોર થી બુમ પાડી “ગરિમા....!”

તે પણ ગરીમાને પડતી બચાવવા તેની પાછળ પગથીયા ઉતરવા લાગ્યો. પરંતુ તે ગરીમાને રોકીના શક્યો. પગથીયા પુરા થતા હતા ત્યાં લોખંડના સ્ટેન્ડ પર ડસ્ટબિન પડયું હતું તે સ્ટેન્ડ પર ગરિમાનું માથું પટકાયું અને ગરિમા આંખો નહતી ખોલી શકતી.

“ગરિમા...વેક ઉપ પ્લીસ ગરિમા...પ્લીસ...”

લાભેશે ગરિમાના માથા પર પોતાના રૂમાલ વડે લોહી નીકળતું અટકાવી રાખ્યું હતું. ગરિમા બેભાન અવસ્થામાં હતી. છતાં ગરિમાના ગાલ પર હાથ રાખી ગરીમાને લાભેશ જગાડવાનો પ્રયત્ન કરતો રહ્યો. કદાચ તેનો આ પ્રયત્ન નિષ્ફળ હતો. લીફ્ટ બોલાવી ગરીમાને ઉચકીને લીફ્ટમાં લઈ જઈ એમ્બુલન્સમાં હોસ્પીટલ ખસેડી. લાભેષ પણ જાણે પૂરી રીતે પડી ભાંગ્યો હતો. તેના મોં પર દુઃખનું મોજું હતું સાથે વિચારોમાં અપાર અફસોસ. ગરિમાના જન્મદિવસ પર કદાચ મારે આ વાત તેને નહતી કરવી જોઈતી એવું તેને લાગ્યું. પરંતુ કદાચ હવે મોડું થઈ ગયું હતું. હોસ્પીટલના આઈ.સી.યુ ઈમરજન્સી માં ગરીમાને ખસેડાઈ અને તેની સારવાર ચાલુ થઈ.

આખા આઈ.સી.યુ વિભાગમાં કંઈક અલગ જ પ્રકારનો સન્નાટો હતો. ગમે તેટલું રડવા છતાં જાણે લાભેષના હૃદયનો ભાર હળવો જ નહતો થતો. હજુ એમ ને એમ લાલ આંખે લાભેષ ગરિમાની બાજુમાં જ બેઠો હતો. હવે ફક્ત લાભેષ ના હીબકા નો અવાજ અને પંખા નો અવાજ આવતો હતો.

ગરિમાના મૃત્યુને ત્રણ મહિના જતા રહ્યા હતા. લાભેષ ઓફિસમાં પ્રવેશતાની સાથે જ નવી રીસેપ્સનીસટ આસ્થા ને મોર્ન્િાંગ વીસ કરતા સમયે ગરીમાને યાદ કરતો હતો અને એના જ વિચારોમાં જાણે થોડીવાર ડૂબી જતો પરંતુ પોતાની કેબીનમાં જઈ જયારે પોતાના કમ્પ્યુટર ને ચાલુ કરી તેની સ્ક્રીન પર પોતાનો અને સૃષ્ટિના લગ્નનો ફોટો જોતો ત્યારે ફરી વર્તમાનમાં આવી જતો.

આપના પ્રતિભાવો મને નીચેના માધ્યમ થી જણાવી શકો છો

Facebook:

facebook.com/KishanDidaniTheAuthor

E Mail: kishandidani@gmail.com

Contact: +91 94261 84252

બીજા રસપ્રદ વિકલ્પો