The story of love - Season 1 part-11 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-11

ૐ નમઃ શિવાય



The Story Of love Part-11



અત્યાર સુધી આપડે જોયું કે માનવી તેની ફ્રેન્ડ પ્રિયા સાથે વાત કરતી હોય છે અને તેની સાથે અહીંયા આવ્યા પછી જે પણ થયું તે બધી વાત તેને કે છે...


"અરે મને લાગે છે હવે તું ત્યાં ના રે અને અહીંયા પાછી આવી જા અને તું કામ તો પછી પણ કરી શકે છે..."
પ્રિયા ચિંતા માં બોલે છે...

"ના મારે હજુ અહીંયા રેવું છે અને હજુ તો હું અહીંયા ફરવા માટે પણ નથી ગઈ..."
માનવી બોલે છે...

પ્રિયા ગણી કોસીસ કરે છે માનવી ને મનાવા ની પણ તે માનતી જ નથી...

પણ તે વિચારે છે કે માનવી ગણા સમય પછી બારે નીકળી છે તો હવે એને પાછી નથી બોલાવી...

તે સાંજે નીચે આવે છે અને તે જોવે છે કે ત્યાં દિપાલી બેન સ્ટાફ ને બધું કામ સમજાવતા હોય છે...

"કેમ છો..."
માનવી દિપાલી બેન જોડે જઈને બોલે છે...

"સારું છે બેટા તને કોઈ વસ્તુ ની જરૂર છે..."
દિપાલી બેન બોલે છે...

"ના બસ બારે થોડી વાર ફ્રેશ થવા માટે જતી હતી..."
માનવી બોલે છે...

"અરે તને પગ માં વાગ્યું છે તું એકલી કઈ રીતે જઈશ..."

"મિહિર...મિહિર..."
દિપાલી બેન માનવી ને કે છે અને ત્યાં થી મિહિર જતો હોય છે તેને બોલાવે છે...

"હા મમ્મી..."
મિહિર જોડે આવી ને બોલે છે...

માનવી એના મન માં વિચારે છે કે હવે આની સાથે બારે જવું પડશે મારે...

"આપડા મહેલ ની પાછળ આવેલું ગાર્ડન છે ને ત્યાં માનવી ને લઈને જા અને રાત થાય તે પેલા તમે પાછા આવી જજો..."
દિપાલી બેન બોલે છે અને મિહિર કાય બોલી વગર હા માં ઈસરો કરે છે...

મિહિર માનવી ને તેની સાથે ચાલવાનો ઈસરો કરે છે...

"યાર આન્ટી સડું ને કેમ જોડે મોકલ્યો..."
માનવી મન માં બોલે છે...

આગળ મિહિર ચાલતો હોય અને એ પાછળ જોવા લાગે છે...

"આને ફરી સંભળાઈ ગયું...."
માનવી એના માથા પર હાથ મૂકી ને મન માં વિચારે છે અને મિહિર ની પાછળ ચાલવા લાગે છે...

બન્ને નજીક માં જ આવેલા ગાર્ડન માં પોચી જાય છે ત્યાં બધી જગ્યા એ અલગ અલગ રંગ ના ફૂલ જોઈ ને માનવી ખુશ થઇ જાય છે અને બધી જગ્યા એ જઈને ફૂલો જોવા લાગે છે અને તેના કેમેરા થી ફોટો લેવા લાગે છે...

માનવી એ આવા ફૂલો પહેલી વાર જોયા હોય છે તે આગળ ને આગળ જતી જાય છે અને મિહિર તેની પાછળ ચાલતો હોય છે...

"મિહિર..."
માનવી તેની પાછળ આવતા મિહિર સામે જોઈ ને બોલે છે...

માનવી જેવી જ મિહિર ની આંખો માં જોવે છે તેને એવું લાગે છે જાણે તે ખોવાઈ ગઈ અને તે બધું ભૂલવા લાગે છે અને તે તેની આંખો થી આકર્ષણ મહેસુસ કરે છે પણ તે જલ્દી થી પોતાની નજર બીજી બાજુ કરી છે અને પોતાને સાંભળે છે...

"થૅન્ક યુ..."
માનવી સામે એક ફૂલ ને તેના હાથ માં લઈને બોલે છે...

"સેના માટે..."
મિહિર બોલે છે...

"તમે કાલે મારી જાન બચાવી એના માટે..."
માનવી બોલે છે...

મિહિર એક સ્માઈલ આપે છે અને કાય બોલ્યા વગર ચાલવા લાગે છે...

માનવી ને આ વાત અજીબ તો લાગે છે પણ તે પણ તેની પાછળ પાછળ જવા લાગે છે...

ત્યારે આગળ એક છોડ હોય છે માનવી જેવી જ તે છોડ ના ફૂલ ને તેના હાથ માં લેવા જાય છે તે પેલા મિહિર તેને તેની તરફ ખેંચી લે છે...

"એ ફૂલ જેરી છે..."
મિહિર બોલે છે અને ચાલવા લાગે છે...

માનવી તો જાણે મિહિર ના અડવા થી શોક થઇ ગઈ હોય એ રીતે ત્યાં જ ઉભી રઈ જાય છે...

"હવે અંધારું થવા આવ્યું છે આપડે હોટેલ માટે નીકળવું જોઈએ..."
મિહિર બોલે છે...

તેના બોલવા ના લીધે માનવી ફરી ચાલવા લાગે છે...

"હા બસ મારે હજુ થોડા ફોટો લેવા છે એ લઈને આપડે નીકળીએ..."
માનવી બોલે છે અને તે ફોટો લેવા લાગે છે જયારે મિહિર નું દયાન નથી હોતું ત્યારે ત મિહિર નો પણ એક ફોટો લઇ લે છે...

ત્યારે અચાનક મિહિર માનવી ની નજીક આવે છે અને એનો હાથ પકડી લે છે...

આ એટલું અચાનક થાય છે કે માનવી ડરી જાય છે અને તેને લાગે છે કે પૂછ્યા વગર મેં ફોટો લીધો એટલે મિહિર ગુસ્સે થઇ ગયો છે તે મન માં વિચારે છે...

"અહીંયા જંગલી પ્રાણી લાગે છે આપડે અહીંયા થી જલ્દી નીકળવું પડશે..."
મિહિર બોલે છે અને માનવી ને હાથ ખેંચીને તેની સાથે જલ્દી જલ્દી ચાલવા લાગે છે...

પણ માનવી ને એવો કોઈ આવાજ નથી આવ્યો હોતો અને તે મિહિર ને કાય કીધા વગર ચાલવા લાગે છે...

થોડી વાર માં બન્ને હોટેલ પોચી જાય છે...

"તું અંદર જા..."
મિહિર બોલે છે અને માનવી કાય બોલે તે પેલા ત્યાં થી જતો રે છે...

માનવી પણ અંદર આવે છે અને સીધી તેની રૂમ માં જાય છે અને થોડી વાર માં તેનો રૂમ નોક થાય છે અને અંદર જય જમવાનું લઈને આવ્યો હોય છે...

જમી ને તે પોતાના કેમેરા માં ફોટાઓ જોતી હોય છે ત્યારે જ તેની નજર મિહિર ના લીધેલા ફોટો પર જાય છે...

"મને નથી સમજાતું મિહિર કે ટેરો ફોટો જોતા જ મને શું થઇ જાય છે..."

માનવી આટલું બોલે છે અને એની નજર બીજી જગ્યા એ જાય છે તેને મિહિર ના ફોટો ની પાછળ કોઈ એવી વસ્તુ જોવે છે જેને જોતા જ માનવી ના હાથ માંથી કેમેરો પડતા પડતા બચે છે...

"હું જે વિચારતી હતી એ સાચું જ હતું..."
માનવી તેના મન માં બોલે છે...


present time...

"આજ ની સ્ટોરી અહીંયા સુધી જ બાકી હવે કાલે..."
માનવ બોલે છે...

"રોજ યાર તું દિલચસ્પ મોડ આવે ત્યારે જ તું સ્ટોરી તું અધૂરી મૂકી દે છે..."
માહી બોલે છે...

"હા તો જ તમને કાલે સ્ટોરી સાંભળવાનું મન થાય ને..."
માનવ હસી ને બોલે છે...

બધા મસ્તી કરતા હોય છે ત્યારે બેલ વાગે છે...

"મને લાગે છે જમવાનું આવી ગયું...
રોહિત મારી સાથે આવને..."

મોની બોલે છે અને રોહિત તેની સાથે જાય છે...

બધા જમી લે છે અને મોની તે બધા ને રાતે ત્યાં જ રેવા માટે કે છે...

"પણ અમારે હોસ્ટેલ માં તો જવું જ પડશે ને નઈ તો ઘરે ફોન કરશે..."
નવ્યા બોલે છે...

"અરે તું એની ચિંતા ના કર એ તો રોઝી સાચવી લેશે..."

મોની બોલે છે અને બધા આજ રાતે તેના ઘરે રેવાનું જ નક્કી કરે છે...

નવ્યા ની ઈચ્છા તો નથી હોતી પણ માહી ના કેવા પર તે પણ માની જાય છે...

"હા પણ જો માનવ સ્ટોરી નો આગળ નો ભાગ કેસે તો જ અમે બધા રોકાશું..."
માહી બોલે છે...


"એવી તો શું વસ્તુ હતી કે માનવી આટલી ચોકી ગઈ..."
"માહી ના કેવા પર માનવ એને આગળ ની સ્ટોરી કેશે..."

હવે આગળ શું થશે તે જાણવા જોડાયા રહો મારી સાથે....

The Story of love.....