ઉફ્ફો, આ ગરમી Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉફ્ફો, આ ગરમી





' નિજ' રચિત એક તાજગીભરી સ્ટોરી:

ઉફ્ફો, આ ગરમી

' ઉફ્ફો, આ ગરમી, આ મારું રસોડું છે કે 1200 ડિગ્રીવાળી ભઠ્ઠી?'
ફફડતી ફફડતી તોરલ ડ્રોઈંગરૂમમાં આવી . ડ્રોઈંગરૂમ પ્રમાણમાં કૂલ હતો.
' તારે તો બેસી જ રહેવું છે, બસ પેપર વાંચ્યુ, ચા નાસ્તો કર્યા કે ઉપડ્યા ઓફિસ, મારે અહીં ત્રણ કલાક સવારે ને બે કલાક સાંજે રસોડામાં જ ગુડાઈ રહેવાનું, ને રસોડામાં જે ગરમી લાગે છે ન પૂછો વાત, જાણે અગનભઠ્ઠી '
તરુણ લાંબા પગ કરી પેપર હાથમાં લઈને આરામખુરશી પર આરામથી
ચાની ચુસ્કી લેતો બેઠો હતો.
' ચિલ ડાર્લિંગ ચિલ, એક કામ કર ,થોડા દિવસ પિયર જઈ આવ, અહીંયા હું મારી વ્યવસ્થા કરી લઈશ .'
તોરલ થોડી વાર ડ્રોઈંગરૂમમાં બેઠી એટલે એને શાતા વળી :
' ઓકે,એમ પણ ત્યાં મેરેજમાં જવાનું જ છે , સો હું આજે સાંજે જ નીકળી જાઉં છું, તું પાછો બહુ બહારનું ખા ખા ના કરતો, ને કામવાળી પાસે ટાઈમસર કામ કરાવી લેજે, કપડા બહુ ધોવા ના આપતો એ પાછી બરાબર ધુએ નહીં તો મારે ડબલ મહેનત કરવાની આવશે, સવારે કચરાવાળી ગાડી આવશે, ડસ્ટબીન તૈયાર જ છે, ને બારીબારણાં બરાબર બંધ કરજે, એક ચાવી કોઈ પણ એક બુટ માં છુપાવી દેજે, કયા બુટમાં છુપાવવાનો છે એ મને કહેજે અને એનો ફોટો પાડી મને મોકલજે,એક ચાવી હું લઈ જાઉં છું.'
' અરે, શાંત, શાંત.શાંત થઈ જા મારી મા,તું જા, હું મેનેજ કરી લઈશ, કેટલા દિવસે પાછી આવશે? '
' ચાર દિવસે આવી જઈશ .'
' ઓકે માય સ્વીટહાર્ટ, તો હું હવે ઓફિસ જાઉં? ' : તોરલના ગાલ પર ટપલી મારતા હસતા હસતા તરુણ બોલ્યો .
' હાય, તારી આ અદા જ મારો ગુસ્સો ઠંડો પાડી દે છે, ચલ જા હવે ' ફ્લાઈંગ કિસ કરતી તોરલે ધક્કો મારીને હસતા હસતા તરુણ ને બહાર ધકેલ્યો,
પિયર સાતેક કલાકના અંતરે હતું. પિયરના ઘરે સારી સગવડો હતી. દરેક રૂમ માં AC હતા. તરુણ સાથે લવ મેરેજ કરેલા. તરુણનો પગાર એમ તો સારો હતો પણ લગ્નજીવનની શરૂઆત જ કરેલી એટલે થોડા કરકસરથી રહેવું પડતું.તોય તોરણ જરાય દુઃખી ન હતી, એ તો તરુણને પામીને બહુજ ખુશમાં રહેતી હતી. ને તરુણ પણ તોરલને ખૂબજ ચાહતો હતો, બન્નેના લગ્નને ત્રણ વરસ થઈ ગયા હતા પણ હજુય બન્ને જણા હજુ ગઈ કાલે જ લગ્ન કર્યા હોય તેમજ રહેતા હતા.
પોતાના પિયરમાંથી તોરલ તરુણને રોજ જ સવાર, બપોર ,સાંજ ફોન કર્યા કરતી:
' તરુણીયા કેવું છે, ખાવાનું બરાબર ખાય છે ને?'
' હા, ડિયર, જાતે બનાવું છું, સવારે ગરમાગરમ નાસ્તો બનાવું છું ને પછી ઓફિસ, રાત્રે પાછો ખાવાનું બનાવું છું, '
' ઓકે, તરુણ, સાંભળ ,હું આજે નીકળું છું, મારો પ્રસંગ સારી રીતે સચવાઈ ગયો, તને બધા યાદ કરતા હતા '
' ઓકે ડાર્લિંગ, આવી જા, તુમસે મિલને કો દિલ બેકરાર હે, રે બાબા.,,,..:
' સારું સારું ચાલ હવે, ફોન મુક ' હસતા હસતા તોરલ બોલી.
સવારે નીકળી ને સાંજે ઘરે પહોંચી ગઈ.
' બહારો ફૂલ બરસાઓ, મેરા મેહબૂબ આયા હૈ , મેરા મેહબૂબ આયા હૈ ' ગાતા ગાતા તરુણે તોરલ ની આંખો પર હાથ દાબી દીધો, ધીમે ધીમે ઘરમાં લઈ ગયો,
' એય તરુણીયા, આ વળી પાછુ શું છે,કોઈ સરપ્રાઈઝ આપે છે?'
' યસ માય સ્વીટહાર્ટ, વન ટુ થ્રી ને હવે આંખો ખોલ '
તોરલે આંખો ખોલી જોયું તો પોતે રસોડામાં હતી અને સામેજ ગેસ બર્નર ઉપર ચિમની લગાવેલી હતી.
ને તોરલની આંખમાં હર્ષાશ્રુ શરૂ થયા, તરુણ ને પ્રેમથી ભેટી પડી .
.
.
.
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995