ધ સ્કોર્પિયન - પ્રકરણ-103 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-103

 

       યજ્ઞશાળામાં બધો સુગંધી શણગાર, ધૂપ દીપ ચાલી રહેલાં. સેવકો આસન પર બેસીને મનોમન આરાધના કરી રહેલાં. યજ્ઞકૂંડની નજીક નાનાજી તથા દેવ, દેવમાલિકા નાની એમને આપેલાં આસને બેસીને આ ભવ્ય માહોલ માણી રહેલાં.

       દૈવી શંખનાદ થયો. એક સાથે પવિત્ર શંખનાદ સેવકો ઉચ્ચ સ્વરે કરી રહેલાં. સ્વામી વિવાસ્વાન મહારાજનાં પગરણ થયાં. આશીર્વાદની મુદ્રામાં તેઓ એમની ગુફા સ્થળથી આવી રહેલાં.

       બધાંજ સેવકો ઉભા થઇ ગઇ ગયાં. નાનાજી નાની દેવ-દેવી બધાંજ પોતાનાં સ્થાને ગુરુ સ્વામીનાં સન્માનમાં ઉભા થઇ ગયાં.

       ગુરુ સ્વામી વિવાસ્વાન મહારાજે બધાને આશીર્વાદ આપ્યા અને એમની વ્યાસપીઠ પર વિરાજમાન થયાં. દેવ આશ્ચર્ય અને આનંદથી બધુ જોઇ રહેલો. વિશાળ ગુફામાં યજ્ઞશાળામાં બધો શણગાર સુશોભન તો હતુંજ યજ્ઞકુંડની મુખ્ય જગ્યાએ ઊંચી વ્યાસપીઠ હતી એ સુખડનાં લાકડાથી બનેલી હતી એમાં નક્શી અને કારીગરી કરેલી હતી એનાં પાછળનાં ભાગે નાગની આકૃત્તિઓ કંડારેલી હતી. વ્યાસપીઠ પર વ્યાર્ધચર્મ પાથરેલું હતું અને બાજુમાં બીજા બ્રાહ્મણોનાં સ્થાન હતાં.

       ગુરુસ્વામીની બરોબર સામે દેવ-દેવમાલિકા અને એમની બાજુનાં નાના-નાનીને સ્થાન આપેલુ ગુફાની છતની મધ્યમાં પવિત્ર વનસ્પતિઓમાં લાકડામાંથી બનેલું અનોખું છત્ર હતું જે હવનકૂંડની બરાબર ચોક્કસ ઊંચાઇએ લટકતું હતું.

       દેવ બધુજ ક્યારનો જોઇ રહેલો ગુરુ સ્વામીનાં આગમન પછી બધાની નજર એમનાં ઉપર સ્થિર થઇ હતી.

       ગુરુ સ્વામીએ બ્રાહ્મણોને સૂચન કર્યું પ્રથમ દેવ-દેવમાલિકાને યજમાન તરીકેની વિધી કરાવે એમનાં હાથે પવિત્ર પૂજા કાર્ય શરૂ કરાવી પવિત્ર વનસ્પતિમાંથી બનેલાં દોરાં તેઓ ખૂદ બાંધશે એમને રક્ષાકવચ પહેરાવશે અને યજ્ઞ આરંભ થશે....

**************

          આર્યનનાં આગમન પછી રુદ્રરસેલ અને રાયબહાદુર ફેમીલી એનાં સત્કારમાં ગૂંથાઇ ગયેલાં આકાંક્ષા પણ ખૂબ ખુશ હતી. આર્યનને સાથે બેસાડીને એની જે ઇચ્છા હોય એ નાસ્તો-ચા-ડ્રાયફૂટ લીલા ફળો બધુજ આપ્યુ. આયર્ને નાસ્તો કર્યા પછી કહ્યું “રુદ્રઅંકલ તમારાં બગીચાની ઉત્તમ ચા પીવી છે અને એ હું અને આકાંક્ષા તમારી રજા હોય તો ઉપર અટારીમાં બેસીને પીશું. અમારી પ્રથમ મુલાકાત છે અમે વાતો કરી શકીએ.”

       આર્યને નિખાલીસતાથી સ્પષ્ટ કહી દીધું. રુદ્રરસેલે હસતાં હસતાં કહ્યું “ દીકરા આ તારું ઘર જ છે... તારી ઈચ્છા મુજબ તમે લોકો અટારીમાં બેસો હું બધીજ વ્યવસ્થા કરાવી લઊં છું અને અહીંની ઉત્તમ ચા ઉપર મોકલાવુ છું.”

       સૂરમાલિકાજીએ કહ્યું “આર્યન અમારાં અહોભાગ્ય છે કે રુદ્રજીનાં બંન્ને મિત્રનાં દીકરા-દીકરીનું સગપણ અહીં અમારાં ઘરેજ થશે અમને એનો ઘણો આનંદ છે. તારો આ નિખાલસ સ્વભાવ ગમ્યો.” ત્યાં અવંતિકારોયે કહ્યું આર્યન તારાં માતાપિતાને પ્રસંગમાં મળેલાં... પણ...”

       ત્યાં રાયબહાદુરે કહ્યું “પણ ખબર નહોતી કે એ મુલાકાત આમ એક પરિચય પછી સબંધમાં પરિવર્તીત થશે. તું અને આકાંક્ષા તમારો સમય લઇને વાતો કરો એકબીજાનો પરીચય કેળવો ત્યાં સુધી અમારે અમારાં વેવાઇ સાથે વાત થઇ જશે” એમ કહીને સ્મિત આપ્યું.

       આર્યને કહ્યું “થેંક્સ અંકલ, સાચું કહું તો સમય ઓછો છે અને પરીચય ઘણો છે” એમ કહીને ઉભો થયો. સૂરમાલિકાએ કહ્યું “આકાંક્ષા તું આર્યનને લઇને ઉપર અટારીમાં જાવ બેસો ત્યાં બધી વ્યવસ્થા થઇ ગઇ છે.”

       આકાંક્ષાએ આર્યનને કહ્યું “આર્યન ચાલો” એમ કહી બંન્ને જણાં ઉપર અટારી તરફ ગયાં.

       રાયબહાદુરે એમનાં ગયાં પછી કહ્યું “રુદ્રજી ઇશ્વરની કૃપા છે કે થોડાંક દિવસમાંજ જાણે બધું બદલાઈ ગયું. દેવ અને આકાંક્ષાને એમનાં માટે યોગ્ય જીવનસાથી મળી ગયાં. તમે મિત્રમાંથી વેવાઇ તથા ગોવિંદરાયજી પણ વેવાઇ થશે. આ બધી ભગવાન શેષનારાયણની કૃપા છે.”

       રુદ્રરરસેલે કહ્યું “રાયજી આપણે હવે સિધ્ધાર્થ અને મેજર સાથે સીક્યુરીટી અંગે અગત્યની વાતો કરી લઇએ.” સૂરમાલિકા અને અવંતિકાજી જમવાની તૈયારીઓ કરવા અંગે ગયાં.

       રાવલાએ રોહીણીને કહ્યું "રુહી મને આ ના સમજાયું માહીજા ભાભી ગણપતની ફરિયાદ લઇને આવ્યાં એમણે એનું ઘર છોડી અહીં આવ્યાં. રાજા સાથે સંબંધ બાંધી દીધો ? આ વાસનાનાં સંબંધ એકદમજ નીકટ આવી ગયાં ? એમને અગાઉ ધ્રુમન રાજા સાથે કોઇ સંબંધ હશે કે અનાયાસે થયું ?”

       “રાજાધ્રુમન અત્યાર સુધી.... મને નથી સમજ પડી રહી એ લોકો કૂબાની બહાર આવે પછી મારે બધી સ્પષ્ટતા કરવી પડશે. “

       રોહીણીએ કહ્યું “મને પ્રથમ રાજા માટે ધૃણા થઇ કે એમણે આસવ પીને વાસના સંતોષી પણ માહીજા આમ એમને સમર્પિત થશે ખબર ના પડી આપણે હમણાં કોઇ સ્પષ્ટતા નથી કરવી આની પાછળ પણ કોઇ ચોક્કસ કારણ હશે.”

       “રાવલા... સ્ત્રીચરિત્રની ઘણીવાર સમજ નથી પડતી અત્યાર સુધી જેની સૂગ છે એવું કહી રહેલી એ માહિજા આમ વાસના માણવા તૈયાર થઇ ગઇ. એનાં મનમાં અને ચરિત્રમાં શું છે એ એમજ આપણને ખબર પડી જશે. આમાં હવે આપણે વચ્ચે નથી આવુ જોયાં કરીએ.... “

       રાવલાએ રોહીણીને કહ્યું "રુહી તું ખૂબ સમજદાર છે. પણ આ સ્ત્રી ચરિત્રની વાત કીધી એ સાચી છે એનો તાગ મેળવવો અઘરો છે આ પેલી વિદેશી ધોળી ચામડીની છોકરી હજી ક્યાં સમજાય છે ? એ લોકો પાસેથી બધી વાત કઢાવવી પડશે.. કોણ છે આ જંગલનો પિશાચી સ્કોપીર્યન હું એ જાણ્યાં વિના નહીં. રહું.... પકડીનેજ રહીશ....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-104