ધ સ્કોર્પિયન - પ્રકરણ-102 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ-102

નાનાજી તથા નાની સાથે દેવ અને દેવમાલિકા એમનાં ઉતારાની ગુફામાં જ્યાં સેવકો લઇ ગયાં ત્યાં ગયાં. અંદર ગુફા એટલી સુંદર સ્વચ્છ અને હવાઉજાસ વાળી હતી એમાં બધીજ વ્યવસ્થા હતી ગુફા એક મોટાં હોલ જેવી હતી એમાં બહારની તરફ પત્થરથી ઢંકાયેલી જગ્યા જ્યાં કુદરતી ઝરણાં વહી રહેલાં.... સેવકે નાનાજીને સમજાવ્યું કે “અહીં સ્નાનાદી પરવારી રેશ્મી વસ્ત્રો ધારણ કરીને આપ યજ્ઞશાળામાં પધારજો. “

નાનાજી અહીં ઘણી વખત આવી ગયાં હતાં. વિવાસ્વાન સ્વામી જે અહીનાં મઠાધીશ હતાં એમનાં દર્શને તથા અવારનવાર તહેવારોમાં પૂજામાં સામેલ થયાં હતાં, યજ્ઞશાળા ધ્યાનગુફા બધુજ જોયું હતું પણ આ ઉતારાવાળી ગુફા પ્રથમવાર જોઇ હતી. એ ખુશ થઇ ગયાં એમનાં મોઢામાંથી શબ્દો સરી પડ્યાં કે “વાહ શું કુદરતની આવી અકળ લીલા કારીગરી છે અને ધન્ય છે આવી વિભૂતીઓને જે હિમાલયની પર્વતમાળામાં આવી જગ્યા શોધી ઇશ્વરની સાધના કરે છે કેટલું પવિત્ર જીવન જીવે છે. “

ચારે જણાં આ ભવ્ય કુદરતી કારીગરીને આર્શ્ચયથી જોઇ રહેલાં. પર્વતની અંદરની ગુફા હોવાં છતાં સવારનાં સમયે સૂર્યકિરણો અંદર પ્રકાશમાન હતાં. નાનાજીએ દેવ અને દેવમાલિકાને પ્રથમ વારાફરતી ઝરણામાં સ્નાન કરી તૈયાર થવા કહ્યું.....

નાનાજી અને નાની તો ત્યાં પાથરેલાં આસનો પર બેસી આજનાં પવિત્ર યજ્ઞની વાતો કરી રહેલાં.

દેવ અને દેવમાલિકા ઝરણાં પાસે ગયાં. દેવીએ કહ્યું “દેવ હું આપનાં માટે રેશમી પીતાંબર અને શેરવાની અને રેશમી પહેરણ બધુ લાવી છું તમે પહેલાં આ પવિત્ર જળમાં સ્નાન કરી તૈયાર થાવ”.

દેવે ઝરણાં તરફ નજર કરીને કહ્યું “દેવી કેવી અદભૂત જગ્યા છે અહીં રહેવું સ્વર્ગ સમાન છે. અહીંની પવિત્રતા અને મર્યાદાને ધ્યાનમાં રાખી બીજું કંઇ નહીં બોલું” એમ કહી સ્મિત કર્યુ પછી દેવે દેવમાલિકાને કહ્યું “મારાં વસ્ત્રો અને દેહ લૂછવાનો અંગૂછો અહીં મૂકીને તું જઇ શકે છે હું સ્નાન પરવારીને આવું છું. “

દેવીએ કહ્યું "દેવ તમારી વાત સાચી છે અહીંની પવિત્રતા મનને વધુ શીતળ અને પવિત્ર કરે છે વિચારોને સાચી દિશા પ્રેરે છે. અહીં કંઇક અદભૂતજ વાતાવરણ છે જીવનની અને દુનિયાની કોઇ અપવિત્ર, મેલી ઇચ્છાઓ નથી થતી ના એવાં કોઇ ભષ્ટ-વિચાર આવતાં. તમે સ્નાન પરવારીને આવો પછી હું સ્નાન લઇ લઊં”.

દેવમાલિકા દેવને એનાં વસ્ત્રો અંગૂછો બધુ આપીને અંદર પાછી ગુફામાં ગઇ. દેવ ઝરણામાં સ્નાન કરી રહેલો. સ્નાન કરતાં કરતાં એની નજર સામે હિમાલયની પહાડીનું નયનરમ્ય દ્રશ્ય જોઇ રહેલા એને શીતળ જળમાં સ્નાન કરવાની ખૂબ મજા આવી રહેલી. એ ન્હાતાં ન્હાતાં પવિત્ર નદીઓમાં નામ લઇ શેષનારાયણની સ્તુતિ અને શ્લોકો બોલી રહેલો, એને ખુદને આર્શ્ચય હતું કે મારી જીભ પર માં સરસ્વતીએ સ્થાન લીધું છે જે શ્લોક સ્તુતિઓ એને ખબર નહોતી એ એને સ્ફુરી રહેલું....

દેવમાલિકા અંદર જઇને નાનાજી અને નાની સાથે બેઠી બોલી “દેવ સ્નાન કરીને આવે પછી હું સ્નાન કરી તૈયાર થઇ જઊં. “

નાનાજીએ દેવનાં મુખેથી બોલાઇ રહેલી સ્તુતિ શ્લોક સાંભળીને કહ્યું “આટલાં પ્રાચીન, સુસંસ્કૃત શ્લોક સ્તુતિઓ દેવ જાણે છે ? કેટલાં સરસ રાગમાં એ ગણગણી રહ્યો છે. અમુક શ્લોકો તો મને પણ ખબર નથી.. આજે એવું લાગે છે કે મહાદેવની દેવી તારાં ઉપર અને આપણાં કુટુંબ પર કૃપા થઇ છે કે આવો છોકરો આપણાં કુટુંબને મળ્યો છે.”

દેવી આનંદ પામી અને મનમાં ને મનમાં દેવને મેળવ્યો એ અંગે ઇશ્વરનો આભાર માનવા લાગી.

સ્નાનાદી પરવારી રેશ્મી વસ્ત્રો પીતાંબર ધારણ કરીને દેવ આવ્યો.. અંગુછાથી માથાનાં વાળ લૂછતો લૂછતો આવીને બોલ્યો "નાનાજી હું તૈયાર છું.”

નાનાજીએ કહ્યું "દીકરા દેવ તું સ્નાન સમયે જે સ્તુતિ શ્લોક બોલી રહેલો એ તને આટલાં કંઠસ્થ છે ? તે ક્યા ગ્રંથમાં વાંચેલાં ?, ક્યારે શીખેલો ?”

દેવે કહ્યું ‘નાનાજી મેં ક્યાંય વાંચ્યા નથી બલ્કે મનેજ આર્શ્ચય હતું કે આ બધાં મને આપોઆપ સ્ફુરી રહેલાં. મે નથી અભ્યાસ કર્યો નથી કંઠસ્થ કર્યાં. આ શેષનારાયણ ભગવાનની કૃપા અને આ પવિત્ર ભૂમિનો ચમત્કાર છે.” બોલતાં બોલતાં એની આંખો ભરાઇ આવી નાનાજીનાં પગને સ્પર્શ કરી આશીર્વાદ લેતાં બોલ્યો "નાનાજી એનો યશ તમને છે તમારી કૃપા છે કે તમે મને અહીં લઇ આવ્યાં"

નાનાજીએ કહ્યું "દેવ તારાં સંચિત કર્મ, સંચિત ભક્તિનો પ્રતાપ છે ગુરુ સ્વામીએ કહ્યું તું અહીં ગતજન્મમાં આવી ચૂક્યો છે અહીં તારે તારું કોઇ ઋણ કે લેણદેણ છે અને તો નિમિત્ત માત્ર છીએ.”

દેવમાલિકા દેવ સામે અપલક નયને જોઇ રહી હતી એ મનમાં ને મનમાં દેવને પામી જવાની ઇશ્વરની કૃપાને બિરદાવી રહેલી.

નાનાજીએ કહ્યું “દેવી હવે તું સ્નાન કરીને આવીજા પછી અમે બંન્ને પરવારીએ અને પછી આપણો યજ્ઞશાળામાં પહોચવાનું છે આજે મોટો યજ્ઞ છે”.

દેવમાલિકા દેવ સામે મીઠું હસીને સ્નાનાદી પરવારવા પોતાનો વસ્ત્રો લઇને ઝરણાં પાસે ગઇ.

********************

નાનાજી સાથે બધાં યજ્ઞશાળામાં પહોચ્યાં. ત્યાનું વાતાવરણ એટલું પવિત્ર હતું કે બધાંનાં હાથ આપો આપ નમસ્કાર મુદ્રામાં જોડાઇ ગયાં. ત્યાં સુગંધી કુદરતી ફૂલો અને અંતરમાંથી બનેલાં હતાં જે વાતવરણને વધુ પવિત્ર બનાવી રહેલાં. એટલાં દીવા પ્રજ્વલિત હતાં કે ગુફાની અંદર એનો દિવ્ય પ્રકાશ ઝળહળી રહેલો.

યજ્ઞકૂંડની આસપાસ ફૂલોની રંગોળીઓ કરી હતી બધે આસોપાલવ, આંબા અને અન્ય પવિત્ર વૃક્ષોનાં પર્ણનો તોરણો બાંધેલો હતાં. સુગંધી ફૂલોની સેરો બાંધેલી હતી.

મધુકામીની, મધુમાલતી ચંપા, કેતકી, મોગરાં, ગુલાબ, હજારીગલ, ડમરો, તુલસી, કદંબ, પૂછ, પઇ, ચમેલી આવાં અનેક પુષ્પોની સેરો તથા મોટાં છાબડાઓમાં આ પુષ્પો ભરેલાં હતાં...

ત્યાં શંખનાદ થયો અને ગુરુસ્વામી વિવાસ્વાનજીનાં પગરણ થયાં...



વધુ આવતા અંકે ---- પ્રકરણ-103