સ્ત્રી હદય - 42. સકીનાના સાથીની અટકાયત Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી હદય - 42. સકીનાના સાથીની અટકાયત

પોતાના વિલામાં અચાનક જ આવેલા વફાદાર રહીમ કાકાને જોઈને બ્રિગેડિયર જમાલને થોડી શંકા થઈ આવી પરંતુ આંખોમાંથી બોલાતું વાક્ય હંમેશા સત્ય તરફ જ ઈશારો કરતું હોય છે આથી બ્રિગેડિયર જમાલ હવે રહીમ કાકાની વાતને સાંભળવા માટે તૈયાર થઈ જાય છે આમ તો બ્રિગેડિયર જમાલને અબુ સાહેબની હરકતોથી તકલીફ જ હતી

જે પ્રકારના ઈરાદાઓ તેઓ રાખતા હતા તે દેશ અને ઇન્સાનિયત ને માટે ખતરનાક જ હતા અને આથી જ તેઓ હવે પોતાના મુલ્ક અને લોકોની હીફાજત માટે અબુ સાહેબ સાથે દુશ્મની કરી રહ્યા હતા પરંતુ આ ઈરાદાઓ માત્ર પોતાના દેશ માટે જ હતા જે દરેક સૈનિક ને પોતાના દેશ માટે હોય છે પણ હવે રહીમ કાકાના ખોલેલા ક્યા રાઝ અબુ સાહેબ માટે તકલીફ ઊભી કરશે અને બ્રિગેડિયર જમાલ ને મુનાફો ??

" સલામ જમાલ સાહેબ "

" અસલામ મોલ્યકુમ , રહીમ મિયા...શું વાત છે , આજે તમે મારા દર પર ? સબ ખેરિયત તો છે ને મિયા ??"

" જી બિલકુલ જમાલ સાહેબ, બધું ખેરીયત રહે તે માટે જ અહી આવ્યો છું,

" મતલબ , હું કઈ સમજ્યો નહિ, "

" હું સમજી ગયો છું તમારી બધી ચાલ , તમે મને તમારી સાઈડ કરી ને અબુ ને માત આપવાની તૈયારી માં છો , અને આ માટે તમારા જ આદમી ને કોટવાલ બનાવી ને મોકલો છો તે પણ મારી બંદગી ની રાહ માં ?? મિયા થોડો તો ખોફ રાખો ...."

" આ શું કહો છો મિયા ??"

" તમે જાણો છો જ છો મિયા કે હું શું કહું છું , તમારી આ સરહદી ચાલ જાયઝ નથી ".

રહીમ કાકા ની વાત સાંભળી ને જ બ્રિગેડિયર જમાલ ને એ સમજતા વાર ન લાગી કે કોઈ ત્રીજું પણ આ લડાઇ માં ફાવી ગયું છે કારણ કે પોલીસ તપાસ ક્યારેય કોઈ વ્યક્તિ ના શક ઉપર કોઈનું નામ જાહેર કરતી નથી. એટલે કે આ પોલીસ તપાસ કઈક ત્રીજી પેઢી ની જ છે પણ કોણ હોય શકે આ ?? કોણ છે જે હજી અબુ સાહેબ ના ઘર ઉપર નજર લગાવી બેઠું છે . તેણે ગુસ્સામાં આવેલા રહીમ કાકા ને કોઈ વળતો જવાબ ન આપ્યો પણ તેમની બાતમી મુજબ તપાસ ચાલુ કરી આ સાથે રહીમ કાકા ઉપર એક નજર ગોઠવી દીધી જેથી તે આદમી ની ખબર પાડી શકાય..

રહીમ કાકા ધાર્યા કરતા ઘણા વફાદાર નીકળ્યા હતા, આમ તેમના ઉપર કોઈ સાજિશ કરી જાણકારી કઢાવવી સરળ ન હતી , પણ હવે શું ? સકીના અને તેનો સાથી આ ઘટના માં સફળ થયા ન હતા , પણ તેઓ એ જાણતા ન હતા કે હવે બ્રિગેડિયર જમાલ તેમની પૂછતાછ કરી રહ્યો છે અને શોધી રહ્યા છે,

દરેક જગ્યા એ અને દરેક વ્યક્તિ તરફ થી ચાલતા દાવપેચ પોતાની અંતિમ સીમા એ હતા, એક તરફ અબુ સાહેબ અને તેમનો એજન્ડો પોતાના મુલ્ક અને હિન્દુસ્તાન માટે શું હતો તે હજી ન તો સકીના ને કે શોએબ ને ખબર પડી હતી કે ન તો બ્રિગેડિયર જમાલ કઈ આ વિશે વધુ જાણી શક્ય હતા. સકીના પોતાની રીતે સતત એલર્ટ હતી અબુ સાહેબ અને ઇબ્રાહિમ ઉપર સતત નઝર હતી પણ હવે ની કોઈ તૈયારી આ ખુફિયા ઓફિસ માં થતી ન હતી.

સૌથી મોટી મૂંઝવણ એ હતી કે હિન્દુસ્તાનમાં 26 મી જાન્યુઆરી એ આવનારા ચીફ ગેસ્ટ અને તેમનો ઇરાદાઓ ઘણા પાક હતા , વિશ્વ માટે પણ અને હિન્દુસ્તાન ની શાન માટે પણ.... પરંતુ શું આ બધું કામયાબ થાય તે માટે દેશ માટે કુરબાની આપી રહેલા આ જાબાઝ ની મેહનત યોગ્ય જગ્યા એ હતી કે ???

સતત ચાલતા આ મોનીટરીંગ માં સકીના ના સાથી ફારુક ની એક દિવસ અચાનક અટકાયત થાય છે , બ્રિગેડિયર જમાલ નો અંદાજો તદન સાચો માલૂમ થયો હતો. આ કોઈ ત્રીજી વ્યક્તિ ની ચાલ હતી , અને આ ત્રીજી વ્યક્તિ હિન્દુસ્તાન હતું, પાકિસ્તાની એજન્સી દ્વારા સંપૂર્ણ ચકાસણી પછી જ રહીમ કાકા ને ઈન્ટ્રોગેટ કરનાર આ પોલીસ બેહરૂપી ની ગિરફ્તારી થઈ હતી, શું હવે આ બધા હાલાત માં સકીના સલામત રહેશે ખરી ??