Stree Hruday - 33 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી હદય - 33. ક્લીન ચીટ

બવરચી મહિલા અને સકીના ની વાતો સાંભળી સપના ના ચહેરા ઉપર પસીનાઓ આવી ગયા તેના ચહેરા પર ના હાવભાવ જોઈને સપના સમજી ગઈ હતી કે કંઈક તો ગડબડ ચાલી જ રહી છે. તેનું તીર નિશાના ઉપર લાગ્યું છે.સકિનાએ બ્રિગેડિયર જમાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ સપના માટે આ વિકટ પરિસ્થિતિ ઉભી કરી હતી, કારણ કે તે જાણતી હતી કે બ્રિગેડિયર જમાલ અત્યારે સાઉદીમાં છે આથી તે અત્યારે તો સપનાની કોઈ મદદ કરી શકે તેમ નથી અને સપના વિશે પણ તે એટલું તો જાણતી હતી કે ભલે તે કોઈ બ્રિગેડિયરની દીકરી હોય પરંતુ તે એટલી જાબાજ કે નીડર નથી કે કોઈપણ જાતની ચાલબાજીને માત આપી શકે.

. સપના તો બસ એક રાજનૈતિક સંબંધમાં પોતાની જિંદગી ને મોત નું કારણ આપી બેઠી છે. તે પોતે પણ જાણતી નથી કે તે શતરંજની કઈ ચાલનો પ્યાદો છે. તેણે તરત જ પિતા સાથે કોન્ટેક્ટ ન થતા તેમના સાથીને કોન્ટેક્ટ જોડ્યો, સકીનાના પ્લેન પ્રમાણે જ આ બધું થઈ રહ્યું હતું , પરંતુ તેના સાથી એ તેને ધીરજ રાખીને પરિસ્થિતિનું વિવરણ કરવા કહ્યું કારણ કે માત્ર દવાઓ મળવાથી સપના ઉપર કોઈ શક આવતો નથી તેવું તેમને લાગતું હતું પરંતુ ગઈ રાત્રીએ સકીના એ જે ચાલ બિછાવી હતી તે વિશે કોઈ કશું જાણતું ન હતું.

ધીરે-ધીરે રહીમ કાકા સપના તરફ ના શક માં આગળ વધી રહ્યા હતા હવે તેમને આ બધા જ મામલાઓમાં સકીના ને બદલે સપના હોય તેવું લાગી રહ્યું હતું. ઓફિસમાં પણ તે રાત્રીએ કોઈ મહિલા ઘૂસી હોય તેનો જ અંદાજો હતો વળી ન તો કેમેરામાં કે ઘરમાં દાખલ થવાના સાબુતો મળી આવ્યા હતા.આથી હવે રહીમ કાકાને એમ સ્પષ્ટ થવા લાગ્યું હતું કે આ કોઈ ઘરની જ વ્યક્તિ જે તમામ પરિસ્થિતિથી જાણીતું છે તે કરી શકે વળી યોગાનુયોગ સપના એક બ્રિગેડિયર ની દીકરી હતી આથી તેનામાં આ બધા જ ગુણો હોય તે સ્વાભાવિક હતું. પિતાના સાથી પાસેથી પણ કોઈપણ જાતના પ્રતિભાવ ન મળતા સપના હવે ખરેખર ની મૂંઝાઈ હતી કારણ કે અહીં કોઈ વ્યક્તિની જિંદગી અને મોતનો સવાલ હતો સપના બરોબર રીતે જાણતી હતી કે આ બધી જ તપાસ નરગીસ ની મોતને કારણે ઊભી થઈ છે જેમાં તેનો કોઈ હાથ નથી પરંતુ બેગમ સાહેબની તબિયત લથડવામાં તેનો સંપૂર્ણપણે હાથ છે હવે તે પોતાના અબ્બુ ના કહેવા ઉપર આ કામ તો કરી ચૂકી હતી પરંતુ તે ઉઠાવેલો જોખમી કદમ તેની માટે અઘરો સાબિત થવાનો હતો.

પસીનાથી લથબદ્ધ થઈને રૂમમાં બેસેલી સપના કોઈ સાથે વાત કરવાના મૂડમાં ન હતી , ગભરાટમાં તેનાથી વધુ ભૂલો થઈ રહી હતી હવે ઘરના લોકો પણ તેના આ વર્તન વિશે તેને પૂછી રહ્યા હતા પણ શું કહેવું તે તેને સમજાતું ન હતું. બધાના વર્તનમાં હવે તેને શંકા દેખાઈ રહી હતી તેને એમ લાગતું હતું કે રહીમ કાકા એ શું કોઈને આ વાત જણાવી તો નહીં દીધી હોય શું તેમને ખબર તો નહીં પડી ગઈ હોય કે આ દવાઓ મેં અહીં છુપાડેલી હતી.....

ગભરાયેલી સપનાને જોઈએ સકીના હવે તેની પાસે જાય છે અને પોતાની વાત કઢાવવા માટેની તક શોધે છે, કારણ કે તેને પણ ઝડપથી આ બધામાંથી ક્લીન ચીટ થઈને પોતાના મકસદમાં આગળ વધવું હતું.

" આપા તમે ઠીક છો ને, આજે સવારથી મને તમે કંઈક પરેશાન હોય તેવું લાગી રહ્યું છે શું તમે પણ રહીમ કાકાની તપાસથી તો પરેશાન નથી ને.... "

" ( સકીના એ તેની ચોરી પકડી લીધી છે તે જાણીને ) ના....ના..... એવું કંઈ નથી રહીમ કાકાની તપાસથી મને શું લેવા દેવા ??? બસ થોડી બેચેની થઈ રહી છે તબિયત સારી નથી .

" ઓહ... મને તો લાગ્યું કે તમે રહીમ કાકાની પૂછતાછ થી કંટાળેલા છો ,અને થોડા પરેશાન પણ હશો .. પણ એવું કંઈ નથી તે જાણીને મને રાહત થઈ છે તમને તબિયત સારી ન લાગતી હોય અને દવાની જરૂર હોય તો હું કોઈ મદદ કરી શકું ?? જોકે તમે ઠીક સમજો તો એક વાત કહું ??"

" શું ? આપ બેફિકર થઈ ને કહો "

"રહીમ કાકા જે નરગીસ ની મૌત ના તપાસ બહાને કરી રહ્યા છે તે ગલત છે તમે તો આ ખાનદાનના વહુ છો તમારા ઉપર આ રીતે શક કરીને તો તે યા અલ્લાહ..... હવે તો ખુદા જ બચાવે.... "

આ સાંભળીને તો સપનાની હાલત વધુ ખરાબ થઈ જાય છે, કારણ કે રહીમ કાકા જાણી ગયા હતા કે દવાઓ છૂપાડનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ હું જ છું , અને જો તેમને મારા ઉપર શંકા ગઈ છે એટલે કે તે એ પણ જાણી ગયા છે કે બેગમ સાહેબ ની તબિયત બગાડવામાં મારો જ હાથ છે તેને તરત જ બહાર જતી શકીનાને રોકી

" એક મિનિટ રૂકો સકીના.....!!શું કહ્યું તમે ? રહીમ કાકાને દવાઓ મળવાના બાબતે મારા ઉપર શક છે કેમ ? અને આ વાત તમને કેમ ખબર ? તેમને મને તો આ વિશે કંઈ પૂછ્યું નથી. શું તેમણે તમને કંઈ જણાવ્યું આ વિશે તેમણે મારું નામ લીધું ? "

" તમારું નામ લીધું હોય તો જ મને ખબર પડી હોય ને ....નહીં તો વિચારો કે મને કેમ ખબર ? જો કે તેમણે આ વિશે મને કંઈ નથી કહ્યું પરંતુ કદાચ તે કોઈ બીજાને ફોન માં આ વિશે જણાવી રહ્યા હતા અને તેમાં તેમણે તમારું જ નામ લીધું હતું. કદાચ તો તે ઇબ્રાહીમ સાહેબને જ આ બધી તપાસ વિશે જણાવી રહ્યા હતા. "

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED