સ્ત્રી હદય - 21. સકીના ની બેઇજ્જતી Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી હદય - 21. સકીના ની બેઇજ્જતી

નરગીસ ની મૌત થી ઘર નો માહોલ બદલાઈ ગયો હતો,એક દમ શાંતિ નો માહોલ બદલાઈ ને સન્નાટો બની ગયો હતો. પરંતુ સકીના જાણતી હતી કે આ સન્નાટો કદાચ કોઈ તોફાન લઈને આવશે તેના મનમાં પણ ડર હતો તે ઇચ્છતી ન હતી કે પરિસ્થિતિ આ રીતે બગડે પરંતુ હાલાત જ એ રીતે ઉભા થઈ ગયા કે નરગીસ ને આ રીતે રસ્તા પરથી હટાવી તેના માટે જરૂરી થઈ ગઈ પરંતુ સપનાને આ રીતે ઘરના લોનમાં ચોરી છુપે કંઈક દાટતા જોઈને સકિના હેરાન હતી તેને સમજાતું ન હતું કે હવે સપનાનો શું રાજ હોઈ શકે?

આ માટે તેણે બીજા દિવસે જ સપના ઉપર નજર રાખવાનું ચાલુ કર્યું આમ તો તેનું વર્તન ઘરમાં સામાન્ય જ હતું આ પહેલાં પણ સકીના એ ઘરના દરેક સભ્યોની સંપૂર્ણપણે ચકાસણી કરી લીધી હતી અને કોઈ શક ના દાયરામાં હતું પણ નહીં છતાં સપના એ જમીનમાં શું દાટેલું છે તે જાણવા માટે સકીના આતુર હતી પરંતુ તે આમ ઉતાવળ કરી કશું બગાડવા માંગતી ન હતી તેણે સપનાની ગેરહાજરીમાં તેના રૂમમાં ચકાસણી કરવા નો પણ પ્રયત્ન કર્યો જો કે આમ તો સકીના આ બધા કાર્યોમાં ખૂબ જ તૈયાર હતી છાના પગલે ઉતરવું , અને પોતાની હાજરીનું કોઈને ભાન પણ ન થાય તે રીતે પોતાનું કામ કરી બહાર નીકળી જવું તે સકીના બખૂબી જાણતી હતી પરંતુ સપનાના રૂમમાંથી કશું અંદેશો આવે તેવું કશું જણાયું નહીં .

આટલા દિવસોની અંદર સકીના ના અમર સાથે પણ સારા એવા મિત્ર સંબંધ થઈ ગયા હતા પરંતુ પોતાના અંગત જીવન વિશે પૂછવું તેને યોગ્ય ન લાગ્યું, કેટલીક બાબતોમાં સકીના ના લક્ષણો એક જાસુસ તરીકે ન હતા પરંતુ એક સ્ત્રી તરીકે વિનમ્ર હતા. તે ઘણી લાગણીશીલ હતી અને કદાચ એક સ્ત્રીના આ જ મુખ્ય લક્ષણો છે પોતાના અમુક સંબંધોમાં તે દોસ્તી કે દુશ્મની નહીં પરંતુ માનવતા વિચારે છે પરંતુ સત્ય જાણવા તે એ જ રાતે અમર અને સપનાના રૂમમાં છુપાઈ ગઈ તે એ જાણવા માંગતી હતી કે આખરે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે કારણ કે સપનાના ઈરાદાઓ કદાચ ખતરનાક હોઈ શકે પરંતુ દેશદ્રોહી નહીં .

જોકે સકીના ખરેખર એ જાણીને આશ્ચર્યમાં હતી કે સપના અને અમર વચ્ચે પતિ પત્ની જેવા કોઈ જ સંબંધ નથી અને જે છે તે માત્ર દુનિયાદારીએ છે, પરંતુ આ બધાથી સપના શું વિચારે છે તે હજી સ્પષ્ટ થતું ન હતું તેને બીજે જ દિવસે પોતાના એક સાથી ને આ જાણવા માટેનું કામ સોપ્યું, અબુ સાહેબના ઘરમાં બગીચો એટલો મોટો હતો કે ત્યાં સરળતાથી સફાઈ થઈ શકતી ન હતી. વળી લોન અને ઝાડ પાનની સફાઈ માટે માળી ને જ બોલાવવામાં આવતો સકીનાનું કામ આમ જ સરળ થઈ ગયું તેનો સાથી બગીચાની સફાઈ ના બહાને તે દાટેલી વસ્તુ બહાર કાઢવાનો હતો અને કોઈને તેના ઉપર પાછી શંકા પણ ન જાય, સકીના ના સાથી એ માળી તરીકે વેશ પલટો કરીને પોતાનું કામ બખૂબી પૂરું કરી લીધું. સપના કે ઘરના બીજા કોઈ સભ્યને આ વિશે ખબર પણ પડી નહીં,

બીજે દિવસે સકીના ફરી દરગાહે જવા નીકળી પડી, અને ફૂલોની દુકાને પહોંચી, સકીના ના આવા નાના અમુક કાર્ય માટે કેટલાક સાથીદારો ચોક્કસ હતા જે તેની મદદ કરવાના હતા પરંતુ આ દરેક સાથીના કાર્યો મર્યાદિત હતા જેથી કોઈપણને તેના ઉપર શંકા જાય નહીં અને તેનો કોઈ સાથી પકડાય નહીં

આથી સકીના નો બીજો સાથી દરગાહ ની જ બહાર માર્કેટમાં ફૂલોની ચાદર અને અમુક એવી જરૂરી સામાન્ય ચીજ વસ્તુઓ વેચતો હતો જે માળી બનીને અબુ સાહેબ ના ઘરમાં સકીના નું કામ કરવા આવ્યો હતો, સકીના તે સાથી પાસે પહોંચી પરંતુ આજે તે સાથી થોડો ખીજાયેલો હતો કારણ કે તેને એમ લાગતું હતું કે સકીના આ બધા કાર્યોમાં પોતાનો ખોટો સમય વ્યતીત કરી રહી છે 26મી જાન્યુઆરી હવે દૂર નથી અને પાકિસ્તાન શુ મનસૂબા ધરાવે છે તે હજી પણ જાણ થઈ નથી , સકીના પણ એવી કોઈ જરૂરી જાનકારી કાઢી શકી નથી અને આ બધામાં પોતાનો કીમતી સમય પસાર કરીને પોતાની જાન ને મુશ્કેલીમાં નાખી રહી છે જો એકવાર પણ દુશ્મનને આની ભનક થઈ ગઈ તો સકીનાની સાથે તેના બીજા સાથીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જશે વળી તે સાથી એ રહીમ કાકાની લોકલ પોલીસ સાથે વારંવાર મુલાકાત ની પણ ખબર આપી અને ઝડપથી આ બધું પતાવવાનું કહ્યું.

પહેલી વખત સકીના પોતાના કાર્યથી બીજી તરફ વળી રહી છે તેવું તેમના સાથી અને મિસ્ટર ઐયરને પણ લાગવા લાગ્યું હતું કારણ કે આ બધામાં દેશ અને દેશવાસીઓ જોખમમાં મુકાઈ રહ્યા હતા વળી બોર્ડર ઉપર પણ ખતરાઓ વધતા હતા. શું સકીનાને સપના ઉપર નજર રાખવાથી કઈ વિશેષ જાણકારી મળશે ખરી કે પછી તેમના સાથીઓનો ડર સત્ય છે ? ?