Andhari Raatna Ochhaya - 31 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૧)


ગતાંકથી....આ બનાવ ને એક અઠવાડિયુ વિતી ગયું.
મિસ્ટર રાજશેખર ના ઘરે એક સુશોભિત ને આકષૅક ડ્રોઈંગ રૂમમાં બેસી મિ.રાજશેખર દિવાકર, પ્રશાંત , પૃથ્વીરાજ નાસ્તો કરતા કરતા આ જ ઘટનાની ચર્ચા કરતા હતા.
પ્લેનમાં તેની બાજુમાં બેઠેલા એક માણસ પાસેથી મિ. રાજશેખર સાહેબે કેવી રીતે ડૉ.મિશ્રા વિશે માહિતી મેળવી .એ માહિતીને આધારે તેઓ કેવી રીતે પાછા ફર્યા. વગેરે આપવીતી વર્ણવ્યા બાદ તેઓ બોલ્યા : ડૉ. મિશ્રા એક અદ્વિતીય ક્રિમિનલ માણસ છે .એની પ્રતિભા અતુલ્ય છે. પૈસાદાર લોકોમાં તેની આબરૂ પણ અપાર છે. તેને કદી પૈસાની તાણ ભોગવવી પડી નથી.


હવે આગળ...


થોડીવાર અટકીને રાજશેખર સાહેબ ફરીથી બોલ્યા : ડૉ.મિશ્રા ફક્ત દાણચોરીની વસ્તુઓનો જ વેપાર કરતો એવું નથી. પણ દેશ-વિદેશમાં ઝવેરાતની તેમની અનેક પેઢીઓ ચાલે છે એ બધી જ ઝવેરાત ચોરાઉ હતી એ વાત તો મારે કહેવાની જરૂર છે જ નહીં. જે અજાણ્યા સજ્જન માણસ પાસેથી મને આ બાતમી મળી હતી તે મુંબઈની મોતી બજારનો મોટો ઝવેરી હતો. તેનું નામ હું તમને નહીં કહું.ડૉ.મિશ્રાએ કેટલાક કીંમતી મોતી વેચવા તેમને અહીં બોલાવ્યો હતો. એ માણસે ખાલી શક પરથી એ ઝવેરાત ખરીદ્યું નહીં. પરંતુ ડોક્ટર મિશ્રાના મુનશી અલી રોડ પરના મથક પર તે ગયો હતો. એની સાથે મારી જૂની ઓળખાણ નીકળી હતી.ફલાઈટ માંથી કારમાં અમે સાથે જ નીકળ્યા ને જુની ઓળખાણ તાજી કર્યા બાદ ડૉ. મિશ્રાની વાતે ચઢ્યા. આપણને જે થોડી ઘણી સફળતા મળી તેનો મોટો ભાગ એ સજ્જન માણસના ભાગે જાય છે.

પૃથ્વીરાજે કહ્યું : " પરંતુ એ માણસે ચિનાને કઈ રીતે નોકર બનાવ્યો હશે?"
રાજશેખર સાહેબે કહ્યું : "ડૉ. મિશ્રાએ ઘણા વર્ષો ચીનમાં વીતાવ્યા છે. તેણે તેને ત્યાંથી ઉઠાવ્યો હતો. ચીનમાં અફીણની દાણચોરી કરતો .તે ડૉ. મિશ્રાનો વિશ્વાસુ નોકરો હતો .એને પકડી શક્યા એ આપણા માટે બહુ મોટી સફળતા મેળવવા ની સીડી નું પહેલું પગથિયું છે. પરંતુ અસલી બદમાશ ક્યાં ગયો એનો કોઈ જ પત્તો નથી છતાં હું હતાશ થઈશ નહીં ડૉ.મિશ્રા ને પકડવા માટે હું પ્રયત્ન કોઈ જ કચાશ રાખીશ નહીં. તે અત્યારે આપણા પંજામાંથી આબાદ છટકી ગયો છે પરંતુ મને ખાતરી છે કે થોડા દિવસોમાં તે પ્રગટ જરૂર થશે.
બધા સ્તબ્ધ બની મિ. રાજશેખરના મુખમાંથી નીકળતા એક એક શબ્દો એકદમ ધ્યાનથી સાંભળી રહ્યા.

ઘનઘોર અંધારી રાત જગત પર વ્યાપી રહી પોતાની માયા વિસ્તારી રહી છે. ઝાડના પાંદડા વચ્ચે થઈને ચંદ્રનો ઝાંખો પ્રકાશ સાંકડી ખાડીના પાણી ઉપર ઝગમગે છે .એ ઝાંખા પ્રકાશમાં એક નાની સરખી હોડી તીરવેગે એ ખાડીના પાણી પરથી પસાર થતી ઉત્તર તરફ દોડી જાય છે.
માયાવી સામુદ્રધુનીથી થોડે દૂર આવેલા પીનાક બેટ થી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલી જે ખાડીમાં પેલી હોડી દોડી જાય છે, તે ખાડી પણ વર્ષોથી " માણસખાઉં ખાડી "તરીકે ઓળખાતી આવી છે .લગભગ દર વર્ષે એ ખાડીમાં મૃત મનુષ્યના દેહ તરતા જણાયા છે. સામાન્ય મનુષ્ય તો એ ખાડીની હદમાં પણ પ્રવેશ કરવાની હિંમત કરતા નથી ! અગાઉ આ ખાડીમાં થઈ વેપારી વહાણો પસાર થતા પરંતુ અત્યારે તે શૂન્ય સ્થિતિમાં એકલ અવસ્થામાં લહેરાતી હતી.
આવી નિર્જન ખાડીમાં અત્યારે એક હોડી ચાલી જાય છે. તેમાં માત્ર એક જ માણસ બેઠો છે .એક બીજો માણસ હલેસા મારે છે .થોડી દૂર આગળ વધ્યા પછી પહેલા માણસે હલેસા મારનાને કહ્યું :" હવે ઉભો રહે .હોડી કિનારે લઈ જા."
હોડી કિનારા પર આવીને અટકી કે તરત જ પેલો માણસ જમીન પર કૂદી પડ્યો .અને હલેસા મારનાર ખલાસી ને કહેવા લાગ્યો : "એકાદ કલાક પછી મારી અહીં રાહ જોજે."
"જી .સાહેબ." કહી તે માછીમાર હલેસાં પકડી હોડી પાછી વાળવા લાગ્યો .હોડી અદ્રશ્ય થઈ ગઈ એટલે પેલો માણસ ધીમે ધીમે અંધકારમય જંગલ તરફ આગળ વધવા લાગ્યો.
તે થોડીવાર ચાલ્યો હશે તે ત્યાં જ તેની દ્રષ્ટિ એક મોટા મકાનના પ્રવેશદ્વાર પર પડી. તે પ્રવેશદ્વાર પાસે આવ્યો .તે દ્વાર લોખંડના બનાવેલા હતા. તેણે પોતાના ખિસ્સામાંથી કંઈક ભારે પદાર્થ કાઢી પેલા દરવાજા પર પછાડ્યો. એકવાર ,બેવાર, ત્રણવાર !
અને તે સાથે જ ભારે દરવાજા કોઈ જાદુ ના જોરથી ખુલતા હોય તેમ ધીમે ધીમે ખુલ્લા લાગ્યા.
તે માણસ મૂંગે મોઢે અંદર ગયો એક સાંકડી ગલીમાં થઈ એક મોટા આલીશાન ઓરડામાં માં આવી ઊભો.
ઓરડાનો નજારો એકદમ અદ્ભુત હતો .આ નિર્જન ટાપુ પર આ રીતે શણગારેલા ઓરડો હોઈ શકે એવી કલ્પના પણ કોઈને આવી શકે નહીં.
કલાકૃતિના ઉત્તમ કારીગરો દ્વારા નિર્મિત નાઈટ લેમ્પ, વિવિધ સુશોભિત વોલપીસ ને છત પર ના ઝળહળી રહેલ ઝુમર ઓરડાની સુંદરતામાં વધારો કરી રહ્યાં હતા. ઓરડો ખૂબ જ સુંદર રીતે વિવિધ સુશોભનની વસ્તુઓથી શણગારેલો હતો . ત્યાં એક સુંદર અને આલિશાન સોફા પર ત્રણ પુરુષોને એક સ્ત્રી મંદ અવાજે આ નવા આવનાર આગંતુક ના સંબંધમાં વાતો કરી રહ્યા હતા. તેને અંદર પ્રવેશતાં જોઈને તરત જ તેઓ માનપૂર્વક ઉભા થયા.
ક્ષેમકુશળ ના સવાલ જવાબ થયા પછી બધા બેઠા. ત્યાર પછી પહેલા આગંતુક પુરુષે કહ્યું : " તમે બધાને આ સ્થળે એકત્ર થયેલા હું બહુ જ આશાતુર બનુ છું
આગંતુકે બધાનાં મુખ પર દ્રષ્ટિ ફેંકવા લાગ્યો. તેની આંખોમાંથી કોઈ એક અસ્વાભાવિક તીવ્ર કિરણો ફેંકાતા હોય તેવું લાગતું હતું. તેમની જમણી બાજુએ આરામ ખુરશી બેઠેલો કિંમતી ને બ્રાન્ડેડ કપડાં પહેરેલો માણસ ચીની હોય તેવું લાગતું હતું. તે બેઠા બેઠા હુક્કા ની ગુડગુડ કરતો હતો .તેની ડાબી બાજુએ ઉગ્ર ને આકર્ષક સૌંદર્યવાળી રમણી બેઠી હતી. તેને એકદમ ફેન્સી ને ફેશનેબલ વસ્ત્રો પહેર્યાં હતા. તેનો રૂપ હર કોઈ મનુષ્યનું મગજ ફેરવી નાખે તેવું ઉગ્ર હતું .તેને જોઈને ઘણા ખરા તો એમ જ કહેતા હતા કે એ સુંદરી ના જેવું રૂપ આ આ જગતમાં દુર્લભ હતું.
આગંતુકની એકદમ સામે જે માણસ બેઠો હતો તે કદરૂપો અને ક્રૂર લાગતો હતો તેના કપાળ પર એક પ્રચંડ ઘા લાઈટના પ્રકાશમાં સ્પષ્ટ જણાતો હતો .તેના મુખ પર નિષ્ઠુરતા ની ભયંકર છાયા જણાઈ આવતી હતી.

આગંતુકની બાજુમાં મકાનનો માલિક ઊભો હતો. તેનો ચહેરો સુંદર હતો .ગર્વ અને કુલીનતા તેના અંગેઅંગમાં ટપકી મ રહી હતી .કેવળ તેના મુખ પર કોઈ ના જુલમની રેખા સ્પષ્ટ પણે જણાઈ આવતી હતી.

બધાના મુખ સામે જોઈ આગંતુક કહેવા લાગ્યો : "મેં આ સભા શા માટે બોલાવી છે તે તમે બધા જાણો જ છો. મારો સંકલ્પ હવે આગળનો પ્લાન ને અમલમાં માં ઉતરવાનો છે.હવે સમય આવી પહોંચ્યો છે. તમારી પાસે મેં મારી જે કલ્પના , સપનું જાહેર કર્યું હતું તે હવે અમલમાં મુકાશે .પેલા કપાળ પર ના ઘા વાળા માણસ તરફ જોઈ - " અબ્દુલ્લા,તારે મુંબઈ તરફ કામ કરવાનું છે." ચીની તરફ જોઈ - "જિનચાંગ , કલકતા ને ચેન્નાઈની જવાબદારી તારા પર છે ."મકાન માલિક તરફ જોઈ- "નવાબઅલ્લી ,તારે ગુજરાત ને રાજસ્થાન કવર કરવાનું છે."
બધા માથું હલાવી હુકમ શિર પર ચઢાવવા લાગ્યા. તેણે બોલવું જારી રાખ્યું :" તમને હું જગતના સર્વથી શક્તિમાન ,સૌથી પૈસાદાર ને સવૅ સત્તાધીશ બનાવી મુકીશ .એવી એક પણ રાજ સત્તા નહીં હોય કે જેને તમારે તાબે થવું પડે. પણ એની પહેલા આજે હું એટલું જાણવા આવ્યો છું કે તમે મારા હાથ નીચે કામ કરવા તૈયાર છો કે નહીં ?"

એકાદ ક્ષણ માટે બધાં સ્તબ્ધ થઈ ઊભાં. ત્યાર બાદ એક પછી એક બધાં લોકોએ પોતાના આગેવાન ને વફાદાર રહેવાનાં વચન આપ્યા. પછી પોતાની બાજુએ બેઠેલી સ્ત્રી તરફ દ્રષ્ટિપાત કરી એ આગંતુકે કહ્યું : "ઝુલેખા , તું કેમ કંઈ બોલતી નથી !"
ઝુલેખા આંખોને નચાવતી બોલી : "મેં તો પહેલા જ ત
આપની શક્તિ નું માપ કાઢી લીધું છે. હું આપની આગેવાની સ્વીકારવા ક્યારની તૈયાર થઈ ચૂકી છું. ડૉ. મિશ્રાની શક્તિ ન સ્વીકારે એવો કોઈ જ માણસ આ જગતમાં પેદા થયો નથી. "

ડૉ.મિશ્રાએ મંદ હાસ્ય કરી ઝૂલેખાને અભિનંદન પાઠવ્યા. જગતની એક સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પ્રતિભા આજે કેવા ક્રિમિનલ શયતાન રૂપ બની છે તે વાત આ દુનિયામાં ભાગ્યે જ કોઈ જાણતું હતું . ડૉ. મિશ્રાના રૂપમાં વિશ્વનાથ બાબુ ની મદદથી જે છુપો વ્યાપાર ચલાવવામાં આવતો હતો એ સફળ થયો નહોતો .તેના પ્લાન પર પાણી ફરી વળ્યા.

હવે આગળ શું ડૉ.મિશ્રા નવો પ્લાન બનાવશે કે બધું જ છોડી ને સુધરી જશે ? એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED