જાગવાનો ડર CHIRAG KAKADIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

જાગવાનો ડર

જાગવાનો ડર
Scared to Wake Up

સાથે આવેલા, સાથે પાડેલા આ સંસ્કારોથી ખાલી થવા ઇચ્છું છું.
જે દેખાય છે તે નહી,
જે સમજાય છે તે પણ નહી,
જે છે તે અનુભવવાં ઇચ્છું છું.
હું બસ ખાલી થવા ઇચ્છું છું.
ચપ્પલ નહી ઉતરે તો ચાલશે, તારા મંદિરમાં આવતા પહેલા કારણો ઉતારવાં ઇચ્છું છું.
હું બસ વગર કારણની પ્રાર્થના સીખવા ઇચ્છું છું.

જન્મ લેતાની સાથે જ મારી આસ-પાસ રહેલ દરેક વ્યક્તિમાં "હું" જાગ્યો.
અને આ વ્યક્તિઓનાં સહારે ધિરે ધિરે મને પણ થયું કે "હું" જાગ્યો.
"હું" મારામાં એવો તો ભળ્યો કે જાગતી આખે હું જાગું છું એવા ભ્રમ માં પડ્યો.
કેમ , કેવી રીતે થયુ આ .....???

નથી સમજાતું ? કે હું સમજવા નથી માંગતો ?
જાગવું નથી કે પછી હું જાગવા જ નથી માંગતો ?
કેવી રીતે જાગુ, કેવી રીતે સમજુ ?
જ્યારે જન્મથી જ મને અભાન રાખવામાં આવી રહ્યો હોય.


વિચારવું જોઇએ કે .....
સ્કુલ, કોલેજ , સંબંધો, સમાજ ધ્વારા અપાતુ આજનું જ્ઞાન શું મને જગાડવાં માટે છે ?
આ રીતી-રિવાજો, માન્યતાઓ, મારા જીવનનાં કલ્યાણ માટે છે ?
શું આ બધાનો ઉદ્દેશ મને મારા વાસ્તવિક સ્વરુપને પામવામાં સહાય કરવા માટે છે ?

બની શકે કે મારા વાસ્તવિક અસ્તિત્વની અનુભૂતિ સાથે આ બધાનો દુર દુર સુધી કોઇ સંબંધ જ ના હોય.
મારી આસ-પાસ રહેલી દરેક વસ્તું કે વ્યક્તિના અસ્તિત્વનો આધાર શું મારી આ અભાન અવસ્થા જ નથી ??
કદાચ મારી અભાન અવસ્થા જ તો આ બધાના હોવાપણાનો આધાર નહી હોય ? ?

કદાચ જાગતાની સાથે જ આ બધું જ પડી ભાંગશે.
પછી કેવા રીવાજો, કેવી માન્યતાઓ, કેવો દેશ કે કોણ ચિરાગ (નામ) ?
આ બધાના અસ્તિત્વ માટે મારું બેહોશ રહેવું, અભાન રહેવું અત્યંત જરુરી છે અને આ વાત મારી સીવાય આ બધા સારી રીતે જાણે છે.

"કંઇ ના હોય એને કંઇ બનાવી દેવાની આ તો વળી કેવી હોડ,
જાગ્યા ને જાગતી આંખે જીવનભર સુવડાવી દેવાની આતો કેવી હોડ.
પાપ અને પુણ્યનાં ત્રાજવા બનાવીને જીંદગી આખી જોખી કાઢવાની આતો કેવી હોડ."

ડર છે માતા-પિતાને તેના પુત્ર કે પુત્રીના જાગવાથી,
ડર છે પતિને તેની પત્નીના જાગવાથી,
ડરે છે પત્નીને તેના પતિના જાગવાથી,
ડર છે સમાજને લોકોના જાગવાથી,
કેમકે આ બધા જ જાણે છે કે જાગતાની સાથે જ, નામથી જોડેલા આ બધા જ સંબંધોનો અંત આવશે.
એકલા થવાનો ડર, જીંદગી આખી એક બીજાને પોતાના સ્વાર્થ ખાતર સંબંધોના સહારે પકડી રાખે છે.
મુક્ત થવાની કે કરવાની તો ફક્ત કોરી વાતો છે, વાસ્તવમાં તો આપણે બંધનને જ જીવન સમજીને જીવી નાખતાં હોઇએ છીએ.

આ તે કેવું વિશ જે રીબાવ્યા રાખે છે પણ મરવા નથી દેતું.
જીંદગી આખી સાથે જકડી રાખવાની અને વિયોગ થી ભાગવાની આતો કેવી હોડ,
પસંદના હોય છતાં જીવન સાથે ગાળવાની આ તો કેવી હોડ,
વગર અનુભવે આપી દિધેલી માન્યતાઓને,નિયમોને, રીતી-રિવાજોને જીંદગી આખી બેધ્યાન પણામાં વળગી રહેવાની આતો કેવી વિચિત્ર હોડ.
સમાજે આપેલા લેબલને ખુદનું અસ્તિત્વ સમજવાની આતો કેવી હોડ,
આ લેબલ વગર જીવન જીવવાંનો વિચાર સુદ્ધા નહી કરવાની આતો કેવી હોડ.

શરુઆત તો કરવી જ રહી,
સૃષ્ટિના આ નિરંતર વહેતા પ્રવાહમાં વહેવું છે મારે,
દિવસ-રાત, સુખ-દુઃખ, સારુ-ખરાબ, પાપ-પુણ્ય, સ્ત્રી-પુરુષ, જીવન-મૃત્યું..........
હરેક વિરોધાભાસ માં રહેલા એકત્વને અનુભવવું છે મારે,
કોણ આવ્યું ને કોણ જશે,
શું જન્મયું ને શું મરશે, તેમાં રહેલી વાસ્તવિકતાં જાણવી છે મારે.
વસ્તું અને વ્યક્તિ પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવું છે મારે.

અંતે મારે આ સમજવું જ રહ્યું કે..,
જાગવું એટલે મરવું (જન્મથી નામના સહારે ઉભા કરેલા અસ્તિત્વનો નાશ)
અને જો મને એવું લાગી રહ્યું હોય કે "હું" જીવી રહ્યો છું તો મારે એ સમજવું જ રહ્યુ કે હું જાગી નથી રહ્યો પણ સુતો જ છું.

-ચિરાગ કાકડિયા