This Existence is the biggest question books and stories free download online pdf in Gujarati

આ અસ્તિત્વ જ એક સવાલ છે

"આ અસ્તિત્વ જ એક સવાલ છે"

બસ તું અને તારી વાતો સમજવાનું આજે મન થાય છે,
ઘણા છે સવાલ મનમાં, થોડા પુછવાનું મન થાય છે.
તરસ એટલી છે જવાબ જાણવાની કે ડર લાગશે સમુદ્રને સુકાઇ જવાની.
તો ચાલ, થોડી વાતો ને થોડા સવાલ, કરીને ને તોડું આ બંધનની દીવલ.

28 March સૃષ્ટિ પર મારો પહેલો દિવસ એટલે કે હું જન્મ્યો હતો આ દિવસે એવું લોકોનું કહેવું છે
પણ જો એ સત્ય જ હોય તો માફ કર મને કેમ કે તો આજ એ દિવસ હશે જ્યારે હું તને ભુલ્યો.......
પણ તું ક્યારે નહી....

ચાહત પહેલી તો નહી પણ છેલ્લી ચોક્કસ છે તું,
થાક્યો છું સંસારના પ્રેમ નામના ભ્રષ્ટ બંધનમાં તને શોધીને, શોધી છે મે તને ઘણા ચહેરામાં,
અફસોસ કે અધુરી રહી મારી આ શોધ કેમ કે લોકોને મેં તને મારી ને જીવતા જોયા છે.

એ સત્ય છે કે દિવસ રાત તારી સાથે વાતો કરું છું પણ તું કોણ ? એની ખબર નથી.
તું જ તો છે જે મને અને મારા સત્યને જાણે છે એટલે જ તો સમજાય છે તારી કહેલી દરેક વાત મને,
પણ કેમ એમાંની એકપણ વાત મારાથી અનુસરાતી નથી ?

સુખ, દુ:ખ,ગુસ્સો, લાલચ, ભય કે અભિમાન મારા હરેક વિકારોમાં તારો સ્વસ્થ સાથ મે અનુભવ્યો છે,
વગર કોઇ વિકારે આ આકાર સાથે સૃષ્ટિમાં આવ્યો ત્યારે પણ તું જ તો હતી મારી સાથે,
મને લાગે છે કે સમય પહેલાંથી છું હું પ્રેમમાં તારા,
તો સમજાવ મને કે આ સમયમાં પ્રેમના નામે લોકો સાથે કેવા બંધનમાં ફસાવ છું ???? જવાબ આપને ...

જાણું છું કે જે બદલાય જાય એ સત્ય નથી છતાં બદલાતાં જતાં શરીર, વિચારો, સંબંધો ,સૃષ્ટિ સાથે આ કેવો મોહ છે જે છુટતો જ નથી...
તું શાશ્વત અને સત્ય છે કેમ કે નથી તું બદલાઇ કે નથી તારો અનુભવ,
છતાં તને છોડીને કયા સત્યની શોધમાં ભટકું છું ? જવાબ આપને....

હું બધું જ જાણું છું છતાં કશું જ નથી જાણતો,
મનુષ્ય કેવો હોય એ હવે હું નથી જાણતો,
ખુદને એક યંત્રથી વિશેષ નથી માનતો,
હું વિચારું છું પણ એ વિચારને મારા નથી માનતો,
હું જે લખું કે બોલું છું એ હું તો નથી જ, બસ એટલું હું જાણું છું.
હા, એ વ્યક્તિ કોઇ બીજુ જ છે જેને હું અરીસામાં માણું છું.
જવાબ જરુર આપજે કેમ કે હવે હું ખુદને જ એક સવાલ માનું છું
હું, હું અને હું આ અનેક પ્રકારના હું માંથી બસ હવે મુક્ત થવા માગુ છું.

જન્મ્યો છું આજે એમ લોકો કહે છે પણ જન્યો જ નથી હું ક્યારેય કેમ એવું હું માનું છું ?
મારા જન્મથી જ તો મૃત્યુનો પણ જન્મ થયો તો એકથી મોહ અને બીજાથી ભય કેમ અને કોનો ?

વાત રાખું છું અધુરી કેમ કે નથી અંત સવાલનો, તારો છું અને તારો જ અંશ ગણીને સમાવી લે તારામાં, હું બસ તને જ જાણવા માગું છું.
અનેક નામોથી પુજાતા પથ્થરો પર વિશ્વાસ કેમ નથી મને ? અસત્ય લાગે છે તારા બધા જ નામ.અંતરાત્મા, સાક્ષી, બ્રહ્મ અનેક નામ છે તારા પણ સવાલ છે કે નામનું અસ્તિત્વ જ તો આકાર પર છે અને તારો વળી આકાર કેવો ? તો નામ કેવું ?
છોડાવ આ માયામાંથી મને, મારે તો બસ તને નિરાકાર જ જાણવી છે.
- ચિરાગ કાકડિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED