તને નથી લાગતું કે તારે સમજવું જોઇએ ?
કહેવાય છે કે સૃષ્ટિ પરના બધા જ જીવોમાં તું બુદ્ધિશાળી જીવ છે પણ મને વિશ્વાસ છે કે તું એ સાબીત નહી કરી શકે.
તારી રદ્દી જેવી બુદ્ધીથી તું તારું તો નુકશાન કરતો જ આવ્યો છે પરંતુ બીજા જીવોના ભોગે તારો ખુશ થવાનો આ સ્વાભાવ ખરેખર હવે બંધ કરે તો સારું.
સૃષ્ટિ પર કોઇ એવો જીવ નથી જેને તેં તારા નીજી સ્વાર્થ પુરા કરવા ખાતર નુકશાન ના પહોચાડ્યું હોય.
હું એમાંનો જ એક જીવ છું અને તને કહેવા માગું છું કે હવે તું સમજ, છતી આંખે આંધળો અને છતી બુદ્ધી એ મુર્ખના બન.
તારી ક્યારેય પુરી ન થનાર જરુરીયાતો માટે તું મનફાવે તેમ મારા શરીરનો ઉપયોગ કરવા લાગ્યો છે.
જ્યારે તું ટોળુ વળીને ધગધગતાં એ સિમેન્ટના ગરમ રોડ પર જ્યાં પાણીની એક બુંદ પડતા જ વરાળ થઇ જાય એવા સમયે તારો નિજી સ્વાર્થ પુરો કરવા માટે મારી મજાક બનાવી તું ખુશ થઇ રહ્યો હોય છે, ત્યારે ફક્ત એક વાર મારી આંખમાં જો અને વિચાર કર કે તને મારા પર બેસાડીને ફેરવવામાં કે તારી સામે નાચતી વખતે મારી આંખમાં ક્યાય તને સુખની લાગણી કે શરીરમાં ઉત્સાહ દેખાય છે??? મુખમાં ભરાવેલી એ તારી પીડાદાયક દોરીને તું જે અભિમાનથી ખેંચીને મને કુદવા,નાચવા કે ચાલવા માટે મજબુર કરે છે અને મારે એ બધું જ કરવું પડે છે તેનું કારણ એક જ છે ,
"પીડા, ફક્ત દોરી ખેંચાવાથી થઇ રહેલ અસહનીય પીડા....." જેને જોઇને કહેવાતા બુદ્ધિશાળી જીવને મહાન કામ કર્યા નો આનંદ થાય છે.
હું પૂછું છું તને કે શું ભૂલ છે મારી ? શું ભૂલ છે મારા જેવા અન્ય જીવોની ? વગર કોઇ વાંકે કરેલી સજાને તારી મજા ના બનાવ.
સત્યતો એ છે કે તમે કહેવાતા બુદ્ધિશાળી જીવ એક બીજાની ખુશી જોઇને જ દુઃખી થતા હોવ છો પણ એનો મતલબ એ તો નહી કે તમારા સુખનો આધાર અમારી પીડાને બનાવો.
અરે, ખુશી તો પરિવાર સાથે આઝાદ જીવન ગાળવામાં હોય છે. તારા મલતબી શોખ પૂરા કરવા માટે પરિવારથી તો તું મને ક્યારનો અલગ કરી આવ્યો છે.
હા, એક મહત્વની વાત મારા સવાલોને આ પીડામાંથી મુક્ત થવા માટેની ભીખ ના સમજતો, કેમ કે હું જાણું છું કે તે તું ઇચ્છે તો પણ નહિ આપી શકે,
ખરેખર દયા તો તારા પર આવે છે મને, હું તો તારા વડે બંધાયેલો મજબુર ગુલામ છું પણ તું તો વગર બાંધે ગુલામ છે,
તું તારા જ બનાવેલા નિયમોમાં ફસાય ગયો છે, તું એટલો બધો નિદ્રામાં છે કે તને એ પણ ભાન નથી કે તું કેમ જીવી રહ્યો છે, નિદ્રામાં જીવે છે ને નિદ્રામાં જ મરે છે, છતાં તને સમજાવવાનો અર્થહીન પ્રયત્ન અને તને જગાડવાનું અશક્ય કામ કરવાનું આજે મન થયું છે.
છેલ્લી વાત,
વસ્ત્રો પહેરીને તું જ તો દૂર થયો છે એક બીજાથી અને હવે બસ કર, કૃપા કરી તારી આ ભુલ અમારા પર ના કર, અમને તારા આ શણગારની કોઇ જરુર નથી.
થોડી બુદ્ધિ વાપર અને સમજ કે આ વસ્ત્ર જ તો અલગ કરે છે સૌને એકબીજાથી, મહેરબાની કર અમારા પર અમે નિર્વસ્ત્ર જ સારા હતા અને છીએ, અલગ દેખાવાનો અમને કોઇ શોખ નથી.
તું બુદ્ધિશાળી માનવ છે, બસ એ જ સાબિત કરી દે, કેમ કે કોઇને પીડામાં જોઇને ખુશ ફક્ત રાક્ષસ જ થઇ શકે, તો વિનંતિ કરું છું કે રાક્ષસમાંથી માનવ બન નહીં તો તારા
આ કાર્યોનું પરિણામ સમગ્ર જીવસૃષ્ટિને ભોગવવું પડશે.
- ચિરાગ કાકડિયા
મિત્રો જો ખરેખર ખુદને ગુનેગાર મહેસુસ કરતા હોવ તો મારે તમારી Likesનથી જોતી પણ Commentsજોઇએ છે અને Sharing.
"સમજી તો બધા જ ગયા છો બસ જોવાનું એટલું જ છે કે આ સમજનો અમલ કરો છો કે પછી છતી આંખે આંધળા જ બની રહેવું છે"