ગૌતમીને રમવા માટે રાકેશ નામનુ એક રમકડુ મળી ગયુ હતુ.હવે એને મહારાજની ખોટ સાલતી ન હતી.
પણ બીજી તરફ રાકેશ.મામી સાથેના પહેલીવારના મિલન પછી તરત જ પછતાવા લાગ્યો હતો.
"હે પ્રભુ.આ મારાથી શું થઈ ગયુ? જે ભલા મામાએ મને આસરો આપ્યો. એમની જ પત્ની સાથે હુ પાપ આચરી બેઠો.હુ અનાથ હતો.અને મામા મારા નાથ બન્યા.મારા ઉછેરની તમામ જવાબદારીઓ જે હસતા મુખે ઉપાડી રહ્યા છે.એ મામાની પીઠ પાછળ હુ એમની પત્ની સાથે આવુ અધમ કૃત્ય કરી બેઠો."
આવુ આજ સુધીમાં ટોટલ ચાર વાર થયું હતુ.રાકેશ પહેલા હંમેશા ના ના કર્યા કરતો.અને પછી મામીને થોડીક જબરજસ્તી.અને થોડીક સુવાળપ આગળ હારી જતો.અને ફરી ફરીથી એ પસ્તાવાની આગમાં સળગતો રહેતો. અને આખરે આજે ચોથી વારના મિલન પછી તો એણે રીતસરનો બળવો પોકાર્યો.એણે મામીને દ્રઢ સ્વરે કહી જ દીધુ કે.
"હવેથી હું આ કામમા તમારો સાથ નહીં જ આપુ."
ત્યારે ગૌતમીએ નફ્ફટાઈથી કહ્યુ હતુ કે.
"સાથ તો તારે મારો આપવો જ પડશે મારા રાજા."
"ક..ક..કોઈ જબરદસ્તી છે?"
થોથવાઈ ગયેલા રાકેશે સવાલ કર્યો. ત્યારે ગૌતમીએ મારકણુ સ્મિત કરતા કહ્યુ.
"હા.છે.બોલ."
"શુ..શુ..કરી લેશો તમે?"
રાકેશે ગભરાતા ગભરાતા મામી સામે પડકાર ફેંકેલો.ત્યારે ઘણી જ બેશર્મીથી ગૌતમીએ રાકેશના પડકારનો જવાબ આપેલો કે.
"તારું પાટલુન ઉતારીને તારી ઉપર બળાત્કાર કરવાની ત્રેવડ છે મારામા. માટે ખોટા વળ છોડ.અને ફક્ત મોજ કર અને મને પણ કરાવ.નહિતર આ ઘરમાંથી તને હાંકી કઢાવતા મને જરા પણ વાર નહીં લાગે સમજ્યો.?"
બળ અને કળ બંનેનો અહીં ઉપયોગ કર્યો હતો ગૌતમીએ.
મામીના ત્રાસથી રાકેશ ખરેખર હવે ત્રાસી ગયો હતો.સ્ત્રીઓ પ્રત્યેની નફરત એના મનમાં વધુ બળવત્તર થવા લાગી હતી.એ કોઈપણ ભોગે હવે મામીના આ પંજા માથી છૂટવા માંગતો હતો અને સાથે સાથે એને આ ઘરમાં પણ રહેવુ હતુ. જે ખરેખર મામી ની વાત માન્યા સીવાય શક્ય ન હતુ.
એ ગૌતમી નામની બિલાડીના પંજામાં પૂરી રીતે સપડાઈ ચૂક્યો હતો. હવે જો એને આ ઘરમા રહેવુ હોય તો એને મામીના ઇશારે જ રહેવું પડે એમ હતુ. અને હવે એ મામા સાથે છેતરપિંડી કરવા પણ ઈચ્છતો ન હતો.એને પોતાના ભલા મામા નો વિચાર આવ્યો. કે મામા બિચારા કેવી સ્ત્રીના પનારે પડ્યા છે.મામા તો મામી ને એક પતિવ્રતા સ્ત્રી સમજે છે.જ્યારે મામા મારા અને મામીના વિશે જાણશે ત્યારે..? કેટલો આઘાત લાગશે મામાને.
અને એણે એક નિર્ણય લીધો.
એક ખતરનાક નિર્ણય.મોતનો નિર્ણય.
બિલાડીના પંજામાંથી છૂટવાનો નિર્ણય.
ગૌતમીએ અગાઉ બે વાર મહારાજ જટાશંકરને ખાલી હાથે પાછા મોકલ્યા હતા.તબિયત સારી નથી ના બહાના સાથે.ત્યારે જટાશંકર ને થોડી શંકા તો જાગેલી કે હંમેશા ભૂખી બિલાડીની જેમ મારી રાહ જોતી રહેતી ગૌતમીએ શા માટે મને ના પાડી હશે? મહારાજને દાળમા કંઈક કાળુ તો લાગેલુ.આથી એણે ગૌતમી ઉપર ફિલ્ડીંગ કરવી શરૂ કરી દીધેલી.એને શંકા પડેલી કે નક્કી એના પંજામાં કોઈ નવો શિકાર સપડાયો હશે? પણ એણે સપના પણ નહોતું ધાર્યું કે આ નવો શિકાર ભાણાભાઈ હશે.
મહારાજ રસોડામાં પોતાનું કામ કરે જતા હતા.અને સાથે સાથે ગૌતમીના રૂમ તરફ પણ તીરછી નજરે વારે ઘડીએ જોઈ લેતા હતા.ત્યા એમણે ગૌતમીને રાકેશના કમરા તરફ જતા જોઈ.પણ પહેલા તો એમને એમાં વહેમાવવા જેવું કંઈ ન લાગ્યુ.પણ પંદરેક મિનિટ સુધી જયારે ગૌતમી રાકેશના રુમ માથી બાહર ન નીકળી તો એનાથી ન રહેવાયુ. એ રાકેશના રૂમ તરફ ગયો.રૂમ અંદરથી બંધ હતો.આથી એણે એક આંખ કી હોલમાં લગાડી.અને અંદરનું દ્રશ્ય જોતા જ એ પગથી માથા સુધી સળગી ઉઠ્યો.
ગૌતમી ત્યારે બ્લાઉઝ ના બટન બંધ કરતા કરતા રાકેશને પૂછી રહી હતી.
" કેમ રાકેશ મજા આવીને?"
જવાબમાં રાકેશે ધ્રુજતા સ્વરે કહેલુ.
"બસ મામી.બસ.બહુ થયુ હવે. હવેથી મારાથી આ બધુ નહીં થાય."
આટલું બોલતા બોલતા તો રાકેશ રડી પડેલો.
પછી તો મહારાજનુ મન કામમા ક્યાંથી લાગે? ગૌતમી ઉપર એને દાઝ ચડી.પોતાને અંગૂઠો દેખાડવાનું કારણ હવે એને સમજાયું.એણે જલ્દી જલ્દી કામ આટોપી લીધુ.અને એ ગૌતમીના બેડરૂમમાં ઘસી ગયો.એણે મનોમન નક્કી કર્યું કે જો આજે એ ના પાડશે તો ભાણાભાઈ સાથેના સંબંધનો ભાંડો ફોડી નાખવાની ધમકી આપીને પણ આજે એને ભોગવશે. આજે તો એની ના સાંભળવી જ નથી.
રાકેશ પાસેથી આવીને ગૌતમી હજી પલંગ ઉપર રિલેક્સ થવા આડી પડી જ હતી.ત્યા મહારાજને આમ અચાનક ઘસી આવેલા જોઈને તે સફાળી ઊભી થઈ ગઈ.
"એઈ. મહારાજ શું છે.?"
"કેમ ભૂલી ગઈ મને?"
મહારાજે સામો સવાલ કર્યો .
"ભૂલી હું નહીં પણ તમે ગયા છો. જ્યારથી ગોરાણીને લાવ્યા છો ને ત્યારથી."
ગૌતમીએ ટાઢકથી જવાબ આપ્યો. પણ મહારાજના અત્યારે તન અને મન બંને સળગી રહ્યા હતા.એણે આગળ વધીને ગૌતમીને પોતાની ભુજાઓમા જકડી લીધી.પણ ગૌતમી આ આક્રમણ માટે તૈયાર ન હતી.એણે મહારાજને ધક્કો મારીને માંડ માંડ પોતાની જાતને મહારાજના બાહુપાશ માથી અળગી કરી.
"આ.આ.શુ માંડ્યું છે?"
એણે ક્રોધ પૂર્વક પૂછ્યુ.
"હું તને પ્રેમ કરવા આવ્યો છુ ગૌતમી. અને પ્રેમ કરીને જ જઈશ."
"પ્રેમ તો હું પણ તમને કરું છું ને.પણ એના માટે આ કોઈ ટાઈમ છે?"
"તો આપણા હંમેશના ટાઈમે આવુ? સાડા નવ વાગે."
ગૌતમીએ પ્રેમથી બહાનું કાઢ્યુ.
"બસ બે દિવસ ખમોને મહારાજ. હમણા હુ પિરિયડમાં છુ."
" જુઠાડીઈ..ઈ..ઈ.."
મહારાજ બરાડી ઉઠ્યો.
"હમણા રાકેશની સાથે રંગરેલીયા રમી રહી હતી.ત્યારે પીરીયડમા નોતી? મને ઉલ્લુ બનાવે છે."
ગૌતમી સમજી ગઈ કે આને રાકેશ સાથેના સંબંધની ખબર પડી ગઈ લાગે છે.પણ કોઈનાથી ડરે કે દબાઈ જાય તો એ ગૌતમી શાની? જરાય અસ્વસ્થ થયા વિના એણે મહારાજને કહ્યુ.
"બસને? હવે તો તમે બધુ જાણી ચૂક્યા છો ને? તો હવે મારો પીછો છોડો. અને તમારી ગોરાણીમાં ખુશ રહો."
"જો ગૌતમી સીધી રીતે માની જા." મહારાજે કડક શબ્દોમાં કહ્યુ.
"નહીંતર?"
ગૌતમીએ સામો સવાલ કર્યો.
"હું શેઠને તારી અને રાકેશના સંબંધ વિશે કહી દઈશ."
જવાબમાં ગૌતમી ખડખડાટ હસી પડી. પછી બોલી.
"મારા અને તમારા વિશે શેઠને જાણ કરશો ને તો કદાચ શેઠ સાચુ પણ માનશે. પણ ભાણાભાઈ અને મારા વિશે કહેશો ને તો લાત મારીને નોકરીમાંથી કાઢી મૂકશે.જોજો આવી મૂર્ખાઈ ન કરતા."
પોતાની ધમકીની પણ કોઈ જ અસર ગૌતમી ઉપર ન પડતા જોઈ.મહારાજ વધુ ગિન્નાયા.
"હું તને જોઈ લઈશ ગૌતમી." સળગતા હ્રદયે મહારાજે એ જ વખતે ગૌતમીની શાન ઠેકાણે લાવવાનો એક નિર્ણય લીધો.
એક ખતરનાક નિર્ણય.
વધુ આવતા અંકે