Maand chhutyo Biladina panjamathi - 3 books and stories free download online pdf in Gujarati

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 3

શારદા ને ઉપર પહોંચાડીને અરવિંદ જેલમાં ગયો.અને રાકેશ ની હાલત સાવ અનાથ જેવી થઈ ગઈ.ત્યારે પાર્લામાં રહેતા એના મામા ઘનશ્યામદાસ.અને મામી ગૌતમીએ એની જવાબદારી ઉપાડી લીધી.શારદાના ક્રિયાક્રમ પતી ગયા પછી એ બન્ને.રાકેશને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા.
સમય વિતતા કયા વાર લાગે છે. s.s.c. પાસ કરીને રાકેશે અંધેરીની ચિનોય કોલેજમાં એડમિશન મેળવ્યુ. એ જ્યારે કોલેજના સેકન્ડ યરમાં પહોંચ્યો.ત્યારે ફર્સ્ટ યરમાં દાખલ થયેલી દિવ્યા તરફ આકર્ષાયો. દિવ્યાએ પણ એને લિફ્ટ આપી.અને રાકેશ સાતમા આસમાનમા વિહરવા લાગ્યો.
એનુ જીવન દિવ્યામય બની ગયુ. ચારે તરફ એને બસ દિવ્યા જ દિવ્યા નજર આવતી.દિવ્યા સિવાય એને કંઈ જ ન સુજતુ. જ્યા જ્યા એની નજર પડતી ત્યા ત્યા એને બસ દિવ્યા જ દિવ્યા દેખાતી.દિવ્યાને એ દીલો જાનથી ચાહવા લાગ્યો હતો. દિવ્યાના પ્રેમમા પડ્યા પછી તો રાકેશ.પોતાની જિંદગીમા બનેલી એ કરુણ ઘટના પણ લગભગ ભૂલવા માંડેલો જેમા એના પપ્પાએ એની મમ્મીની હત્યા કરી હતી.
દિવ્યા સાથે તે ક્યારેક જુહુ ઉપર ફરવા તો ક્યારે ચંદનમા સિનેમા જોવા જવા લાગ્યો.કોલેજ બમ્પ કરીને કયારેક હેંગિંગ ગાર્ડન તો ક્યારેક એલિફન્ટા સુધી પિકનિક જતો.દિવ્યાની મીઠી મધુરી વાતો સાંભળીને રાકેશને એમ જ લાગવા લાગ્યુ હતુ કે.જેમ પોતે દિવ્યાને દિલો જાનથી ચાહે છે.એમ દિવ્યા પણ પોતાને ખરો પ્રેમ કરવા લાગી છે.
પણ પ્રેમ નામની કાળી પટ્ટી જે એની આંખો ઉપર બંધાયેલી હતી એ અચાનક એક દિવસ ઉતરી ગઈ.
એ દિવસે દિવ્યા કોલેજ નહોતી આવી.કોલેજ છૂટે એટલે બંને જણા પહેલા તો સવેરા રેસ્ટોરન્ટમાં જઈને બેસતા.ક્યારેક કોફી પીતા.તો કયારેક કોલ્ડ્રીંક.પણ આજે દિવ્યા આવી ન હતી.એટલે એનો વિચાર અંધેરી વેસ્ટ થી બસ પકડીને સીધા ઘેર જવાની હતી. અંધેરી વેસ્ટ મા બસો સત્તાવન નંબરની બસ પકડવા એ સ્ટોપ તરફ જઈ રહ્યો હતો.ત્યા એની નજર બસ સ્ટોપની પાસે આવેલા મેકડોનાલ્ડસમા પડી.એક વાંકડિયા વાળ વાળા મદ્રાસી જેવા દેખાતા છોકરા સાથે દિવ્યાને એણે બેસેલી જોઈ.એ બંને ટેબલની સામ સામે બેસેલા હતા.બંનેના હાથ ટેબલ ઉપર હતા.આંગણામાં આંગણા પરોવીને એ બન્ને એકબીજા સાથે હસી હસીને એવી રીતે વાતો કરતા હતા જાણે બંનેની વર્ષો જૂની ઓળખાણ હોય.રાકેશનુ હૃદય ધ્રુજી ઉઠ્યુ.એનાથી એ દ્રશ્ય વધુ ન જોવાયુ.એક જબરદસ્ત આંચકો લાગ્યો હતો એના હૃદયને.એના સપનાનો મહેલ.એક ક્ષણમા પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈ ગયો હતો.
શુ બધી સ્ત્રીઓ આવી જ હશે? એક સવાલ એના મનમાં ઘૂમરાયો.એને આજે ફરીથી એની મમ્મી યાદ આવી ગઈ.પપ્પા કેટલું ધ્યાન રાખતા હતા મમ્મીનુ.કેટલો પ્રેમ કરતા હતા પપ્પા અમને.અને છતાં મમ્મી...?
એની આંખમાં આંસુ ઘસી આવ્યા.એ ઘરે આવ્યો જમવાની એને જરા પણ ઈચ્છા ન હતી.દિવ્યાના હાથમા કોઈ બીજા યુવકનો હાથ જોઈને એની તો જાણે ભુખ જ મરી ગઈ હતી.એ સીધો પોતાની રૂમમાં ઘૂસી ગયો.પલંગ પર પડ્યા પડ્યા એ નાના બાળકની જેમ રડી પડયો.
મામી ગૌતમી રાકેશ નુ ઘણુ જ ધ્યાન રાખતા હતા.અને હમણા હમણા તો કંઈક વધુ જ રાકેશની કાળજી રાખવા લાગ્યા હતા. શરૂઆતમાં તો બિચારો અનાથ છે એમ સમજીને દયા ભાવ દેખાડતા.પણ હમણાં બે-ચાર મહિનાથી મામીનુ ધ્યાન રાકેશ તરફ આકર્ષાયુ હતુ.એ લલચામણી નજરે રાકેશને જોયા કરતી. મનોમન વિચારતી કે.વાહ શુ રાકેશના શરીરે કાઠું કાઢ્યું છે.અને આ ચારેક મહિનાથી ગૌતમીના રાકેશ પ્રત્યેના વિચારો પણ બદલાવા લાગ્યા હતા. અને એટલે કઈક વિશેષ એ રાકેશનુ ઘ્યાન રાખવા લાગેલી.
ઘનશ્યામની વાંદરાના લિંકિગ રોડ ઉપર રેડીમેડ ગારમેન્ટ ની દુકાન હતી. અને એ ધમધોકાર ચાલતી હતી.ઘરાકો સાથે આખો દિવસ મગજમારી કરીને ઘનશ્યામ રાતે મોડો મોડો ઘરે આવતો. ત્યારે થાકીને લોથ થઈ જતો.ગૌતમીની સામે પણ જોવાનો એને હોશ ન રહેતો. ખાધુ ન ખાધુ અને એ ઊંઘી જતો.
રંગીન મિજાજની ગૌતમીએ ઘરમા રસોડુ સભાળતા મહારાજ જટાશંકરને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધા હતા. ઘનશ્યામના રાતે ઘરે આવવાની પહેલા ઘનશ્યામના જ બેડરૂમમાં જટાશંકર ગોતમી સાથે મોજ માણતો.
પણ હમણા છ મહિનાથી મહારાજ ભુજ જઈને પોતાની ગોરાણીને લઈ આવ્યા હતા.ત્યારથી એ પણ ગૌતમીમા ઓછું ધ્યાન આપવા લાગ્યા હતા. ગૌતમીનો ઉપયોગ જટાશંકર હવે ફક્ત *સ્ટેપની* તરીકે જ કરતો. જ્યારે ગોરાણી પિરિયડમાં બેસતા ત્યારે જ મહારાજને ગૌતમીની જરૂર પડતી.એ દરમિયાન ગૌતમી રાત ભર અને દિવસે પણ પથારીમા આળોટ્યા કરતી.
હવે એની નજર રાકેશ ઉપર મંડાણી હતી.રાકેશને જ્યારે છ વર્ષ પહેલા એ લોકો વલસાડથી અહીં તેડી લાવ્યા હતા ત્યારે રાકેશ તો સાવ બાળક જ હતો. અને હવે સત્તર વર્ષનો ફૂટડો જુવાન થઈ ગયો હતો.મૂછનો દોરો ફુટુ ફુટુ થઈ રહ્યો હતો.રેશમી કાળા અને માફકસર કપાયેલા વાળ.ગુલાબી હોઠ.લંબગોળ ચહેરો.
ઘણીવાર એ પોતાની જાતને ટોકતી.
"એલી ગૌતમી.તુ ગાંડી થઈ ગઈ છે કે શુ? એ તો તારો ભાણેજ છે.તારા પુત્રની બરાબર."
પણ મનમાં બેસેલો શેતાન એને ઉશ્કેરતો.
"તારો પુત્ર તો નથી ને? "
તનની આગ બુઝાવવા આનાથી સારું પાત્ર હાલ પૂરતું એકેય નથી.ઍક મહારાજ હતા.પણ એય જ્યારથી ગોરાણીને લઈને આવ્યા છે ત્યારથી નકામા થઈ ગયા છે.અને ગૌતમી ઘણા વખતથી લાગ શોધી રહી હતી રાકેશ નામના ઉંદરડા ને પોતાના પંજામા ઝકડવા માટે.. અને એ લાગ આજે એને મળી જ ગયો .
આજે રાકેશ જમ્યા વગર પોતાની રૂમમાં ચાલ્યો ગયો. ગૌતમીએ જમવાનુ ટેબલ ઉપર લગાવીને થોડીવાર સુધી રાકેશના ટેબલ પર આવવાની રાહ જોઈ.અને પછી પોતે જ રાકેશને બોલાવવા રાકેશના રૂમમાં ગઈ.
તો એણે જોયુ કે રાકેશ પલંગ ઉપર ઊંધો પડ્યો પડ્યો રડી રહ્યો હતો. ગૌતમીએ એના માથા પર હાથ ફેરવતા પૂછ્યુ.
"શા માટે રડે છે રાકેશ.શું વાત છે?"
જાણે ચોરી કરતા પકડાઈ ગયો હોય એમ રાકેશ સફાળો બેઠો થઈ ગયો. ગાલ પરથી દડી રહેલા આશ્રુઓને લૂછતા બોલ્યો.
"ક..ક.. કઈ નહી મામી."
"મારાથી છુપાવે છે? રાકેશ.કહે જોવ શુ થયુ? કોઈએ તારું દિલ દુભાવ્યુ છે?"
મામીના લાગણી ભર્યા શબ્દો સાંભળી રાકેશથી સાચું બોલાઈ ગયુ.
"હા મામી."
"કોણે?"
"દિવ્યા એ."
અને પછી રાકેશે મામી પાસે પોતાનુ હૃદય હળવુ કરી નાખ્યુ. મામીને ઈતિ થી અંત સુધી પોતાની અને દીવ્યાની સ્ટોરી સંભળાવી દીધી.રાકેશ ની લવ સ્ટોરી સાંભળીને થોડીવાર તો ગૌતમી મુક નજરે રાકેશને તાકી રહી.અને પછી થરથરતા સ્વરે પૂછ્યુ.
"દિવ્યા સાથે તું કેટલું આગળ વધ્યો હતો?"
"મામી દિવ્યાને મેં દિલથી ચાહી હતી.મેં ક્યારેય એને વાસના ભરી નજરે નહોતી જોઈ."
હજી પણ રાકેશના આંસુ થમતા ના હતા.ગૌતમીએ રાકેશની વધુ નજીક સરકતા કહ્યુ.
"રાકેશ દિવ્યાના જીવનમાં અત્યાર સુધીમાં તારા જેવા કેટલાય આવીને ગયા હશે.અને હજુ કોણ જાણે કેટલાય આવશે.આવી છોકરીને તારી ભૂલી જવી જોઈએ."
"કેવી રીતે ભુલાવુ એને."
રાકેશે રોતલ સ્વરે સવાલ કર્યો.અને જવાબમાં ગૌતમીએ પોતાના આધેડ હોઠ જુવાનીના ઉંબરે પગ મુકતા રાકેશના હોઠ ઉપર જડી દીધા.
"આ રીતે."
ગૌતમીની કામુક કાયાએ કાચા જુવાન રાકેશના શરીરમાં પણ કામ જગાવ્યો. અને પહેલીવાર એણે મામી સાથે મર્યાદાનુ ઉલ્લંઘન કરેલુ.

વધુ આવતા અંકે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED