Maand chhutyo Biladina panjamathi - 2 books and stories free download online pdf in Gujarati

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 2

અરવિંદભાઈએ ઘરની બાહર નીકળતા પહેલા રાકેશને કડક શબ્દોમાં તાકીદ કરતા કહ્યુ.
"પરીક્ષા નજીક આવે છે માટે ક્યાય ભલો થઈ ને રખડવા જતો નહી. બરાબર મન લગાવીને લેસન કરજે."
પછી ઘરની બહર નીકળતી વખતે શારદા ને પણ સૂચના આપી.
"શારદા આનુ ધ્યાન રાખજે અને બરાબર લેસન કરાવજે."
"હા ભાઈ હા.તમને એની ચિંતા છે તો અમને નહીં હોય?"
શારદાએ બ્રીફકેસ અરવિંદના હાથમાં પકડાવતા કહ્યુ.
ઘરની બાહર આવીને અરવિંદે રોજની જેમ રીક્ષા કરી અને રીક્ષાવાળાને પંજાબ નેશનલ બેંક લઈ જવા કહ્યુ. રિક્ષા બેંકની દિશામાં દોડવા લાગી. લગભગ અડધે રસ્તે પહોંચ્યા પછી અચાનક અરવિંદ ને યાદ આવ્યુ કે એક મહત્વની ફાઈલ બ્રીફકેસમાં નાખવાનુ તો ભુલાય જ ગયુ છે.
ખરેખર ભુલાઈ ગયુ છે કે નહી. એની ખાતરી કરવા બ્રીફકેસ ખોલીને ચેક કરવાનો એણે નિર્ણય કર્યો.ચેક કર્યું તો ખરેખર એમાં ફાઈલ ન હતી. હવે?..
પહેલા તેણે વિચાર્યું કે પ્યુનને ઘરે મોકલાવીને ફાઈલ મંગાવી લઈશ.
પણ પછી થયું કે કદાચ શારદા બજારમાં ચાલી જશે તો પ્યુનને એકાદ કલાક દરવાજે ઉભુ રહેવુ પડશે.અને ફાઈલ પણ મહત્વની છે. માટે ચાલને હું જ અહીંથી પાછો વળુ.અરવિંદે તુરંત નિર્ણય કર્યો.અને રિક્ષાવાળાને રીક્ષા પાછી ઘર તરફ વાળવા કહ્યુ.
"ભઈ.હુ ઘરે એક ફાઈલ ભૂલી ગયો છુ જરા પાછી ઘર તરફ લઈ લે તો."
અરવિંદના ઘરેથી નીકળતા જ હમેશા ની જેમ સલીમમિયાએ અરવિંદના ઘરમાં પ્રવેશ કર્યો.ત્યારે રાકેશ દફતર માંથી ચોપડા કાઢીને લેસન કરવા બેસવાની તૈયારી કરતો હતો.
"કેમ બેટા રાકેશ શું ચાલે છે?."
સલીમને જોતા જ રાકેશના કપાળે ત્રિશૂળ જેવી કરચલીઓ પડી.એક ઉડતી નજર પહેલા એણે સલીમમિયા ઉપર નાખી.પછી બીજી ક્ષણે પોતાની નજર ચોપડીમા પરોવતા કહ્યુ.
"લેસન કરવાની તૈયારી કરુ છુ મામા."
"આલે બેટા.આજે દસ રૂપિયા.હમણા બાર જઈને રમ.પછી આવીને લેસન કરજે.અને કલાક પહેલા ન આવતો હાં."
આજે દસ રુપિયાની નોટ જોઈને રાકેશની આંખમાં ચમક આવી ગઈ. ઘડીક પહેલા સલીમમિયા ઘરમા દાખલ થયો ત્યારે વિલન જેવો લાગેલો.પણ અત્યારે એમના હાથમાં દસ રૂપિયાની નોટ જોઈને એ એને હીરો જેવા લાગવા લાગ્યા.
દફતરને એક બાજુ ફગાવી દઈને રાકેશ સલીમના હાથમાંથી દસ રૂપિયાની નોટ ઝુંટવીને બાહર દોડી ગયો.
શારદાને જ્યારથી સલીમ મિયા સાથે લગાવ થયો.ત્યારથી એણે એવી આદત કેળવી હતી કે સલીમમિયા જ્યારે ઘરમાં આવ્યો હોય ત્યારે એ દરવાજો અંદરથી ક્યારેય લોક ન કરતા ફક્ત અટકાવેલો જ રાખતી.એનુ મનોવિજ્ઞાન કદાચ એમ કહેતુ હશે કે.દરવાજો જો અંદર થી લોક કરેલો હોય તો જ પાડોશીઓ વહેમાતા હોય છે. ફક્ત અટકાવેલો હોય તો કોઈ શંકા ન કરે. પણ એ નહોતી જાણતી કે પરાયા પુરુષનું રોજે રોજનું ઘરે આવવું જ શંકા ના બીજ વાવી દેતા હોય છે. સલીમની પણ શારદાના ઘરની અરવિંદની ગેરહાજરીમાં થતી રોજની વિઝીટ જોઈને પાડોશીઓમાં ગુસપુસ તો થવા જ લાગી હતી.અરવિંદના કાને પણ આ વાત તો આવી હતી.પણ એને પોતાની શારદા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો.એણે ક્યારે શારદા ઉપર શંકા સુધ્ધા નહોતી કરી.
અરવિંદની રીક્ષા ઘર તરફ પાછી ફરી રહી હતી.ત્યા ટાવર પાસે ચકરડી ઉપર જુગાર રમતા રાકેશ ઉપર અરવિંદની નજર પડી.એણે તરત જ રીક્ષા ઉભી રખાવી.પોતે નીચે ઉતરીને રાકેશને ઢસડીને રિક્ષામાં ખેચી લાવ્યો.
"તને લેસન કરવાનું કહીને હું નીકળ્યો હતો ને."
"પણ મમ્મીએ કહ્યું કે થોડીવાર બાર જઈને રમ."
"હં.એમ ત્યારે મમ્મીએ કહ્યુ કે જા જઈને જુગાર રમ કાં? સાલ્લા જુઠા. બોલ આ જુગાર રમવાના પૈસા તે ક્યાંથી કાઢ્યા.?"
એણે ઘાંટો પાડતા પૂછ્યુ. તો જવાબમાં રાકેશ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. રાકેશને રડતો જોઈને અરવિંદ વધુ ઉશ્કેરાયો.રાકેશની પીઠ ઉપર ધબ્બો મારતા એણે પોતાનો સવાલ ફરી દોહરાવ્યો.
"બોલ કોણે આપ્યા હતા પૈસા?"
"સલીમ મામાએ"
હીબકા ભરતા રાકેશે સાચે સાચું કહી દીધુ.
"સલીમે? એણે શુ કામ આપ્યા? કેટલા આપ્યા?"
અરવિંદે રાકેશની ઉલટ તપાસ આદરી.
અને રાકેશે પહેલીવાર વટાણા વેરી નાખ્યા.
"તમે બેંકમા જવા નીકળો કે તરત એ આપણા ઘરે આવે છે.અને રોજ પાંચ રૂપિયા આપે છે.આજે દસ રૂપિયા આપ્યા તા."
"શુ ઉં."
અરવિંદના ક્રોધ થી રુવાડા ઊભા થઈ ગયા.
"ક્યાં છે એ હરામજાદો?"
"આપણા ઘરમાં જ છે પપ્પા."
સલીમ ઉપર પપ્પાને ક્રોધે ભરાયેલા જોઈને રાકેશ ખુશ ખુશ થઈ ગયો. મનોમન એ બબડ્યો.
" સલીમ મામા હવે તારી ખેર નથી."
પણ હવે જે ઘટના બનવાની હતી એની ભયંકરતાનો માસુમ અને નાદાન રાકેશ ને ક્યાંથી ખયાલ હોય.
પોતાના ઘરની પહેલા સલીમ મિયાની લાકડાની વખાર આવતી હતી.
એ વખાર પાસે જ રીક્ષા ઉભી રખાવી. અરવિંદે એનુ ભાડુ ચૂકવી દઈ રીક્ષાને રવાના કરી દીધી. રીક્ષાવાળાએ જતા જતા એકવાર પૂછ્યુ પણ ખરુ.
"સાહેબ તમારે બેંકમા નથી જવુ?" જવાબમા પોતાની ગુસ્સાથી લાલ ઘુમ આંખે રિક્ષાવાળા તરફ જોતા કહ્યુ.
"જા તુ તારુ કામ કર."
અને રિક્ષાવાળો રવાના થઈ ગયો.એ સલીમ મિયાની વખારમાં ઘુસ્યો ત્યાથી લાકડા કાપવા માટે રાખેલો કુહાડો એણે ઉપાડ્યો.અને ત્યાં કામ કરતા માણસને કહ્યુ.
"આ કુહાડો હમણા સલીમ મિયા સાથે પાછો મોકલાવુ છુ."
રાકેશને ઘરની બહાર જ ઉભા રહેવાની તાકીદ કરીને અરવિંદ.હમેશાની જેમ ફકત અટકાવી રાખેલા દરવાજાને. હળવેથી ધકેલીને ઘરમાં દાખલ થયો. એ અંદર પ્રવેશ્યો ત્યારે સલીમમિયા નીચે અને શારદા તેની ઉપર હતી.બંને જણા મસ્તીમાં એટલા મસ્ત હતા કે. અરવિંદ ઘરમા દાખલ થયો ત્યા સુધી બંનેને ખબર જ ન પડી.પણ પછી જ્યારે અરવિંદે દરવાજાને લાત મારીને બંધ કર્યો ત્યારે દરવાજો બંધ થવાના
"ધડામ"
ના અવાજથી બંને જણા ચોંકી ગયા. સામે અરવિંદ હાથમાં કુહાડો લઈને સાક્ષાત યમરાજની જેમ ઉભો હતો. સલીમે શારદાને રીતસર ધક્કો મારીને પોતાના ઉપરથી ફગાવી દીધી.
શારદાની હાલત તો લાકડાની પૂતળી જેવી થઈ ગઈ.એવી તો એ ડઘાઈ ગઈ કે.પોતાના શરીરના કપડા પણ સરખા કરવા જેટલી એનામા હોશ ન રહી.અને સલીમમિયા તો હાથ જોડીને અરવિંદના પગમા બેસીને કરગરવા લાગ્યો.
"અરવિંદભાઈ.હુ સાવ નિર્દોષ છુ.આ આ શારદા જ સાલ્લી મને રોજ બોલાવે છે.હુ શુ કરુ?"
પણ સલીમનો કરગરાટ અરવિંદના બહેરા કાને અથડાયો.જાણે એણે કંઈ સાંભળ્યુ જ નહી.એણે કુહાડો હવામા વિંઝ્યો. અને કુહાડો સલીમના માથા પર અથડાયો.એક મરણતોલ ચીસ સલીમના મોઢામાંથી નીકળી.
"યા ખુદા..આ..આ"
નાળિયેરની કાચલી ફૂટે એમ.એની ખોપડીના ફુરચા ઉડી ગયા. સલીમની ખોપરીની દશા જોઈને શારદાને તમ્મર આવી ગયા.બીજી ક્ષણે એ જમીન પર પટકાય પડી.લાત મારીને શારદાના ચત્તા અર્ધ ચેતન શરીરને અરવિંદે ઊંધું કર્યું. અને રક્ત રંજિત કુહાડીનો એક જ ઘા એણે ગરદન ઉપર કર્યો.શારદાનુ ડોકુ ધડથી અલગ થઈ ગયુ.
અને અરવિંદ લોહી નીતરતો કુહાડો લઈને સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો..

વધુ આવતા અંકે..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED