માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 1 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 1

(વાચકો તમારા માટે એક નાની સસ્પેન્સ નવલિકા પ્રસ્તુત કરુ છુ આશા છે કદાચ ગમશે.)
ગૌતમીએ બ્લાઉઝ ના બટન બંધ કરતા કરતા પુછ્યુ.
"કેમ રાકેશ મજા આવીને?"
જવાબમાં રાકેશે ધ્રુજતા સ્વરે કહ્યુ.
"બસ મામી.બસ.બહુ થયુ હવે..હવેથી મારાથી આ બધું નહીં થાય."
આટલુ બોલતા બોલતા રાકેશ લગભગ રડી પડ્યો. અને રાકેશને રડતા જોઈને ગૌતમી ખંધુ હસવા લાગી.
"અરે! અરે.રડે છે શુ નાના કિકલાની માફક.ચલ ચુપ થઈ જા જોઉ."
"હું.હું ખરુ કહુ છુ મામી.હવેથી મારાથી આ બધુ નહીં થાય.તમે..તમે પ્લીઝ હવેથી મારા રૂમમાં ન આવતા."
બિલાડી ઉંદરને મારતા પહેલા ઘણીવાર પોતાના પંજામાં એને રમાડીને આનંદ મેળવતી હોય છે.એમ રાકેશની વાતો સાંભળીને ગૌતમીને જાણે ગમ્મત પડતી હોય એમ નેણા નચાવતા ગોતમી બોલી.
"હ.હ.હાં ખરેખર?"
"હા.હા મામી ખરેખર.હવેથી હુ તમારો સાથ નહીં આપુ."
રાકેશનો દ્રઢ સંકલ્પ સાંભળીને ગૌતમી રાકેશની અડોઅડ આવીને બેસી ગઈ. અને રાકેશ ની પીઠ ઉપર ધીમેધીમે હાથ પસરાવતા બોલી.
"શુ વાત છે રાકેશ.આખર પ્રોબ્લેમ શુ છે તારે?"
"પ્રોબ્લેમ હોય કે ના હોય.પણ હવેથી હુ આ કામમાં તમારો સાથ હરગીઝ નથી આપવાનો."
આ વખતે રાકેશના અવાજમાં દર્દ સાથે થોડો આક્રોશ પણ ભળ્યો.
"શા માટે રાકેશ.કંઈ કારણ?"
રાકેશની આનકાનીનુ કારણ ગૌતમીને સમજાતુ ન હોવાથી એણે રાકેશને પુછ્યુ. જવાબમા ભીની આંખે અને દર્દીલા સ્વરે રાકેશે કહ્યુ.
"અરે મામી.મામી.તમે કારણ પૂછો છો? આ આ પાપ છે.પાપ."
"પાપ?"
ગૌતમી પલંગ ઉપરથી ઊભી થઈ અને રાકેશની સામે બંને હાથ કમર પર રાખીને તાડુકતા બોલી.
"તારી અને મારી વચ્ચે આજે આ ચોથી વાર સંબંધ બંધાયો.અને આની પહેલા તને ક્યારેય પાપનો વિચાર ન આવ્યો. અને આજે એકાએક તુ સંત બની ગયો?"
"દરેક વખતે તમે જ મારી સાથે જબરજસ્તી સંબંધ બાંધ્યો છે મામી. અને દરેક વખતે હું પસ્તાવાની આગમાં સળગ્યો છુ..પણ હવે..બસ હવેથી હુ આ બધું નહીં કરી શકુ."
રાકેશે પોતાનો સંકલ્પ ફરીથી દોહરાવ્યો. ત્યારે ગૌતમી જાણે રાકેશની દયા ખાતી હોય એમ.પહેલા તો મોઢેથી ચચકારો બોલાવ્યો.
"ચ ચ ચ."
અને પછી દાદાગીરીથી પોતાનો હકક જતાવતા બોલી.
"તારે મારો હંમેશા સાથ આપવો જ પડશે મારા રાજ્જા."
"કોઈ.કોઈ જબરજસ્તી છે?"
રાકેશ થોથવાઈ ગયો.
"હા છે."
ગૌતમી નફ્ફટાઈથી બોલી
"શુ.શુ કરી લેશો તમે?"
હિંમત ભેગી કરતા રાકેશે પૂછ્યુ.
" ઘણું કરી શકુ એમ છું બેટા રાકેશ. બોલ ગણાવુ શુ શુ કરી શકું એમ છુ? તો લે ગણ નંબર એક તને પછાડીને જબરજસ્તી તારું પાટલુન ઉતારી લેવાની ત્રેવડ છે મારામા.નંબર બે તારી ઉપર બળાત્કાર કરી શકુ એમ છુ અને હવે નંબર ત્રણ ઘ્યાનથી સાંભળ મારા વાલા.મારા શરીરની ભુખ ભાંગવાની ફક્ત તારી ઉપર જ છાપ નથી મારી. આજુબાજુમાં પણ મારા બીજા કનેક્શન છે જ.મતલબ કે તને આ ઘરમાંથી હાંકી કાઢતા મને જરાય વાર નહીં લાગે સમજ્યો? અને તારા મામાને તો તું બરાબર ઓળખે છે ને? તું તો જુએ જ છે કે એ જેટલુ હુ પીવરાવુ એટલું જ પાણી પીવે છે એ.જેમ હુ નચાવુ એમ જ નાચે છે એ.માટે આ ખોટા વળ છોડ.અને ફક્ત મોજ કર. અને મને પણ કરાવ સમજ્યો,?"
રાકેશ બાઘાની જેમ મામીને તાકી રહ્યો.
સ્ત્રીઓ પ્રત્યેની નફરત.બળવત્તર થવા લાગી હતી રાકેશના મનમા.
મામી કંઈ પહેલી સ્ત્રી નહોતી જેને રાકેશે આ રુપમાં જોઈ હોય.
પતિવ્રતા સ્ત્રીનો ડોળ કરીને પતિની ગેરહાજરીમાં પરપુરુષો સાથે રંગરેલીયા મનાવતી હોય તેવી સ્ત્રીઓમાની એક સ્ત્રી એની પોતાની મા પણ હતી.
પોતે થોડો નાનો હતો.પણ સાવ અણસમજુ પણ ન હતો. બારેક વર્ષની ઉંમર હતી.
.પપ્પા અરવિંદભાઈ વલસાડની પંજાબ નેશનલ બેંકમાં મેનેજર હતા.મમ્મી શારદા.પપ્પા અને પોતે.એમ ત્રણ જણાનુ નાનુ એવુ સુખી કુટુંબ હતુ. પપ્પા દરેક રીતે મમ્મી અને પોતાને ખુશ રાખતા હતા.છતા પણ કોણ જાણે ક્યારે મમ્મી પાડોશમા લાકડાની વખાર ચલાવતા સલીમમિંયા સાથે પ્રેમમાં પડી ગયા.
અરવિંદ સવારે સાડા નવ વાગે રિક્ષામા બેસી બેંકમા જવા રવાના થાય.અને એમના ગયા પછી બરાબર અડધી કલાકે પોતાની વખાર નોકરના ભરોસે છોડી સલીમમિયા ઘરે આવી જતો.
"કેમ બેટા રાકેશ મજામાં છો ને?"
સલીમને જોતા જ રાકેશ ના રુવે રુવે આગ લાગી જતી.મનમાં સલીમમિયા ઉપર ખૂબ જ દાઝ ચડતી.છતા હસતુ મો રાખીને જવાબ આપતો.
"હા મજામાં છુ."
પછી સલીમમિયા ખિસ્સામાંથી પાંચની નોટ કાઢીને રાકેશને આપતા.
"લે બેટા.બહાર જઈને રમ હાં."
અને પોતાને પણ પાંચની નોટ જોઈને મોઢામાંથી પાણી ટપકવવા માંડતુ. સલીમમિયાના હાથમાંથી નોટ ઝુંટવીને એ બહાર દોડી જતો.દોડતા દોડતા એની પીઠ પાછળ મમ્મીના શબ્દો અફળાતા.
"કલાક પહેલા ન આવતો હો."
પણ પાંચ રૂપિયા વપરાઈ જતા વાર કેટલી લાગે? પૈસા વપરાઈ જતા એ ઘણીવાર ઘરે વહેલો પહોંચી જતો. મમ્મી એ અમસ્તો જ અટકાવી રાખેલો દરવાજો ધકેલીને એ અંદર પ્રવેશતો. ત્યારે કઢંડી હાલતમા એણે ઘણીવાર મમ્મી અને સલીમ મિયાને જોયેલા. જ્યારે એ આ રીતે ઘરમાં ઘૂસતો ત્યારે મમ્મી અને ખખડાવી નાખતી.
"તને કીધુ તુ ને કે કલાક પહેલા ન આવતો."
"પણ મારે પાણી પીવુ તુ ને."
"થોડીવાર તરસ્યો બાર બેઠો હોત તો કાઈ મરી ન જાત."
મમ્મી બરાડી ઉઠતી.ક્યારેક તો ગુસ્સામાં ધોલધપાટ પણ કરી લેતી.
અને પછી માથે હાથ ફેરવીને ફોસલાવતી પણ ખરી.
"જો બેટા સલીમ મામા અહી આવે છે એવુ કોઈને કહેવુ નહી હો.તારા પપ્પાને પણ નહી.તુ જે માંગીશ એ હું તને અપાવીશ સમજ્યો.પણ જો તે આ વાત કોઈને કરી છે ને તો તારી ચામડી ઉતરડી નાખીશ."
અને ખરેખર રાકેશે પોતે આ વાત ક્યારેય કોઈને નહોતી કરી. ચામડી ઉતરડી જવાના ભયથી.યા મમ્મી પોતે જે માંગશે એ અપાવશે જ એ લાલચ થી.શા કારણે આ વાત એણે કોઈને નોતી કરી.એ રાકેશ પોતે પણ નહતો જાણતો.
પણ પાપ તો આખર પાપ જ હોય છે ને? એ ક્યાં સુધી છુપાઈ રહે.એક દિવસ તો એ છાપરે ચડે જ છે ને? સલીમમિયા અને શારદા દેવીનું પાપ પણ એક દિવસે છાપરે ચડ્યું જ.


વઘુ આવતા અંકે.