Andhari Raatna Ochhaya - 27 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૭)

ગતાંકથી...


"આપ શું આ મકાનમાં એકલા રહો છો ?"
એકલો નથી મારી દીકરી પણ મારી સાથે રહે છે. આજે આખી રાત મકાનમાં કંઈક શોર બકોર ચાલતો હોય તેવું સાંભળ્યા કરું છું.સાચુ કહું તો મને બહુ ડર લાગતો હતો; એક તો શરીર સારું નથી તેમાં વળી આવી ધાંધલ સાંભળી મારાથી રૂમમાં રહી શકાયું નહીં. હકીકત શું છે તે જાણવા માટે બહાર આવ્યો છું."

હવે આગળ....મિસ્ટર રાજ શેખર સાહેબે કહ્યું : "હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી આપ નિશ્ચિત થાઓ અમે આવ્યા છીએ તો પછી આપને હવે કોઈ પણ જાતની વિપતિ કે મુશ્કેલી થશે નહીં. અમે આપના મકાનમાં તપાસ કરવા માંગીએ છીએ.
તેમની વાત સાંભળી વિશ્વનાથ બાબુ ધીમેથી બોલ્યા : "જે કરવું હોય તે કરો મારું શરીર સ્વસ્થ નથી ! મને કંઈ જ પૂછશો નહીં."
આટલું બોલતા બોલતા જ તેઓ સોફા પર લાંબા થઈ ગયા.
દરેક રૂમની બારીક તપાસ કરતા કરતા રાજશેખર સાહેબ વિશ્વનાથ બાબુના રૂમમાં આવી પહોંચ્યા. દરેક રૂમની દીવાલો તેઓ એકદમ ઝીણવટપૂર્વક તપાસી જોતા હતા ને દીવાલો પર લાકડી ઠોકી ઠોકીને ચકાસણી કરતા હતા. કોઈ પણ જાત પોકળ કે પોલું છે કે નહીં તે તપાસવા તેઓ બધા ઉપાયો અજમાવતા હતા.
વિશ્વનાથ બાબુના રૂમ વાળી દિવાલ તપાસતા તેઓની આ મહેનત સાર્થક ગઈ .દીવાલનો એક ભાગ લાકડી ઠપકારતા જ ત્યાં પોલો અવાજ થયો.

તેણે ચમકીને પવન સિંહ ને કહ્યું : " પવનસિંહ ટોર્ચ લાવ તો "!
ટોર્ચ ફેરવી તેમણે તે દિવાલને બરાબર ચકાસી પરંતુ દિવાલ ખસેડવાની કોઈ સ્પ્રિંગ કે બીજી કોઈ કરામત તેમને હાથ લાગી નહીં કે કોઈ શંકાસ્પદ સ્વીચ કે કંઈ પણ તેમને દેખાયું નહીં હવે દિવાલ તોડ્યા સિવાય બીજો કોઈ જ ઉપાય નહોતો.
પવનસિંહ ને કહ્યું : "ચારેક ડિનામાઈટ સાથે છે જો કહો તો....."
"થેન્ક્યુ પવન ! લગાડ ડિનામાઈટ !"
થોડીવારમાં જ મોટા અવાજ સાથે દીવાલનો કેટલોક ભાગ તૂટી પડ્યો. બધાએ જોઈએ કે દીવાલની પહેલી સાઈડ એક લાંબી શૂરંગ બહુ દૂર સુધી ચાલી જઈ રહી છે.
પવન સિંહે ટોર્ચ નો પ્રકાશ ફેંકી રસ્તો બરોબર નિહાળી જોયો ત્યારબાદ બધા એ છૂટે રસ્તે આગળ ચાલવા લાગ્યા.
થોડી દૂર જતા દિવાલ સાથે જોડાયેલ એક છુપી નાનકડી ઓરડી તેમની નજરે પડી. તેમાં લાઈટ ચાલુ હતી. બધા જ સ્તબ્ધ બની ગયા. તેઓ થોડી વાર એ ગુપ્ત ઓરડીની બહાર કાન માંડી ઉભા રહ્યા .અંદર કોઈ પણ જાતનો અવાજ થતો ન જોઈ ધીમે ડગલે અંદર ગયા.

ચારે તરફ નજર ફેરવી શ્રીવાસ્તવ્ય કહ્યું : "
એક પિસ્તોલ પડી લાગે છે !"
રાજશેખર સાહેબે કહ્યું : " કોઈ પણ ચીજ ને અડકતા નહીં જ્યાં હોય ત્યાં ભલે પડી."

પવનસિંહે થોડે દૂર પડેલી લોખંડની પેટીમાંથી નીકળેલા બે ભાલા તરફ દ્રષ્ટિ કરી કહ્યું : "સાહેબ !જુઓ તો ખરા પહેલા ભાલા !"
પેટીમાંથી બે તીક્ષ્ણ , અણીદાર,ધારદાર ભાલા તેમની તરફ તાકી રહ્યા છે.બધા ડરથી બે ડગલા પાછળ હટી ગયા.
પવન સિંહ એકદમ ઉશ્કેરાઈ જઈ પેટી તરફ દોડ્યો રાજશેખર સાહેબે મોટા અવાજે કહ્યું : " પવનસિંહ, સંભાળજે !" બધા ડરથી બે ડગલા પાછળ હટી ગયા.

પરંતુ પવનસિંહ એ શબ્દો સાંભળી શક્યો નહીં પેટી પાસે જે પથ્થરની શીલા હતી તે પર ચડી હેન્ડલ ફેરવવા તૈયાર થયો .પરંતુ એ સાથે જ એક અદભુત બનાવ બન્યો.

પથ્થરની શીલા નીચે આવેલી જમીનમાંથી એક પ્રકારની ઝણઝણાટી થઈ અને એક ક્ષણમાં જ જમીનમાંથી એક પ્રકારના લોખંડના પંજા બહાર નીકળી પવનસિંહના પગ આસપાસ ભિડાયા. તેના ઘૂંટણ સુધીનો ભાગ એ પંજામાં સપડાઈ ગયો.તે લગભગ કેદ થઈ ગયો એમ કહીએ તો ચાલે.એ સાથે જ મકાન ના કોઈ અદ્શ્ય સ્થાન માં સાયરન વાગવા લાગ્યું.

આ અચંબિત ઘટના નિહાળી ડરથી અને વિસ્મયથી બધા ચીસ પાડી ઉઠ્યા.
રાજશેખર સાહેબ ઉતાવળે પગલે પવનસિંહની મદદે જઈ પહોંચ્યા. બધાએ મળી માંડ માંડ પવનસિંહને એ ખૂની પંજા ના ભિડાણમાંથી છોડાવ્યા .જોકે એમ કરતા પવનસિંહના પગમાં ઠેકાણે છોલાઈ ગયું હતું.


મિસ્ટર રાજશેખર સાહેબે કહ્યું : " જેમણે પણ આ મશીન બનાવ્યું છે તેમની બુદ્ધિની પ્રશંસા કરવાનું મન થાય છે .કોઈપણ અજાણ્યો માણસ આ રૂમમાં ઘૂસી જાય તો તેમને કબજે કરવા માટે આ મશીન અતિશય નિપુણતાથી બનાવવામાં આવ્યું છે .આ બે ભાલા પણ ખુબ જ ઉપયોગી પુરવાર થયેલ છે કોઈપણ માણસ હેન્ડલ ફેરવે કે તરત જ તેના શરીરમાં ઘૂસી જાય. અને તે પણ એવી રીતે કે તેના પંજામાંથી છૂટવાનું કામ અશક્ય થઈ પડે .મને લાગે છે કે થોડીવાર પહેલા આ રૂમમાં કોઈ આવ્યું છે. જુઓ આ ભાલા પર લોહીના ટીપાં જામ્યાં છે.

બધા સ્તબ્ધ બની પોત પોતાના સ્થાને ઉભા રહી ચોમેર જોવા લાગ્યા. છુપા યંત્રો કે બીજો કાઈ તરખાટ મચાવી શકે એવો ગભરાટ દરેકના મુખ પર સ્પષ્ટ જણાતો હતો.આ સુરંગ ની ભયાનકતા તેમના ચહેરા પર વંચાઈ રહી હતી.

રાજશેખર સાહેબે કહ્યું : "પરંતુ હવે આ કાબેલે
દાદ
પેટી તો આપણે ખોલવી જ જોઈએ .શ્રીવાસ્તવ ,તારા ડિનામાઈટ નો ઉપયોગ કર .પેટીમાં ચાવીની કળ છે ત્યાં ડિનામાઈટ લગાવ."
"જેવી આજ્ઞા ." કહી ભયભીત બનેલ શ્રીવાસ્તવે સાહેબની આજ્ઞાનો અમલ કર્યો .રાજશેખર સાહેબે કહ્યું : "ડિનામાઈટ એવી રીતે સળગાવજે કે તું સૂરંગમાંથી બહાર નીકળે તે પછી જ ધડાકો થાય. પવનસિંહ ,તમે આ તરફ આવી જાઓ."

રાજશેખર સાહેબ પોતાની ટોળી સાથે સુરંગમાં થઈ વિશ્વનાથ બાબુ ના રૂમ તરફ જતા રહ્યા .થોડીવાર પછી શ્રીવાસ્તવ પણ દોડતો દોડતો તેમની પાસે આવી પહોંચ્યો. થોડીક ક્ષણમાં જ સુરંગવાળા રૂમમાં એક ધડાકાભેર અવાજ થયો અને એક ક્ષણ વાર આખુંય મકાન ધ્રુજી ઉઠ્યું.
મિ.રાજ શેખરે સાહેબે કહ્યું : "હવે ચાલો આપણે બધું જોઈએ. મને લાગે છે કે આપણને કંઈક ચમત્કાર જોવા મળશે."
રૂમમાં જઈ પેટી પાસે જતા તેઓની નજરે જે કંઈ પડ્યું તે જોઈ બધા અવાક્ બની ગયા.
પેટીનું ઢાંકણું તૂટી ગયું હતું. રાજ શેખર સાહેબે તેને હડસેલી ફેંકી દૂર દીધું. બધાની આંખો સમક્ષ અલાદીનની જાદુઈ ગુફા ખડી થઈ ગઈ .
મૂલ્યવાન હીરા, ઝવેરાત, અસંખ્ય સોના ચાંદી ની લગડીઓ, રૂપિયા, નોટો ,ભારે ભારે સોનાના બિસ્કીટ વગેરે લૂંટનો માલ પેટીમાં ગોઠવેલો હતો .પેટીની બીજી બાજુએ નાના મોટા અસંખ્ય કાગળના બાંધેલા બંડલો ગોઠવેલા હતા.

ડૉ. મિશ્રાની આગેવાની નીચે જે બદમાશોની ટોળકીવ લૂંટફાટ કરી જે કંઈ માલમતા હશે તે બધું આ પેટીમાં જમા રાખતા હશે !બધા જ વિસ્મિત નયનને આ લાખો રૂપિયાની મિલ્કત કે હાથ લાગ્યો ખજાનો નિહાળી રહ્યા હતા .તેવામાં અચાનક જ કોઈનો ધીમો અવાજ સંભળાવવા લાગ્યો .કોઈ જાણે મહા મહેનતે અવાજ કરતું ન હોય મદદ માટે આજીજી કરતું હોય એવું તેમને લાગ્યું.
પવનસિંહ બોલી ઉઠ્યો : "કોઈ પુરુષ નો અવાજ આ દિવાલમાંથી આવતો હોય એવું લાગે છે."
બધા એ દીવાલની નજીક ગયા અવાજ બંધ થયો. વળી, થોડીવાર રહીને ધીમો અવાજ આવ્યો :" બચાવો !!કૃપા કરી મને બચાવો!!"

પરંતુ એ અવાજ તે ઊભા હતા એ દીવાલની અંદરથી ત્ આવતો નહોતો. બીજી જ કોઈ દીવાલમાંથી અવાજ આવતો હોય એવો ભાસ થયો .રાજશેખર સાહેબે મકાનની દક્ષિણ બાજુની દીવાલ તરફ નજર કરી ઝીણવટ પૂર્વક જોવા લાગ્યા.ત્યાં ખૂણાની દિવાલ પાસે જ કદાચ એ માણસને રાખવામાં આવ્યો હોય. તેમણે ભોંય તળિયે બેસી નાનકડું એક કડું દેખાયું .તેમણે પવનસિંહને આદેશ કર્યો : " તે જરા ખેંચી જુઓ! કદાચ એથી આપણું કામ પાર પડે."
તેના કહેવા મુજબ પવનસિંહે એ કડું ખેચ્યું અને બધા ના અચંબા વચ્ચે જ દિવાલનો થોડો ભાગ ખસી ગયો. બધા જ સજ્જડ નયને આ દ્રશ્ય નિહાળી રહ્યા. અંદર એક નાની અંધારી ઓરડી હોય એવું માલૂમ પડ્યું. એ ઓરડામાંથી એક મરવા પડેલા માણસને પવનસિંહ એ બહાર કાઢ્યો.

સુરંગ માં એક પછી એક રહસ્ય ખુલી રહ્યા છે. છે કોણ આ માણસ?તે અહીં કેવી રીતે પહોંચ્યો? છે અનેક રહસ્યો અંકબંધ....વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED