Street No.69 - 84 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-84

નૈનતારાં અને સોહમ બંન્ને એકબીજાનાં શરીર પર હાથ ફેરવી એકબીજાને ઉત્તેજીત કરી રહેલાં ત્યાં ચેમ્બરનાં દરવાજે ટકોરા પડ્યાં પણ નૈનતારાએ આંખનાં ઇશારે ચેમ્બર અંદરથી લોક કરી.. આવનાર બીઝી છે સમજી ત્યાંથી જતો રહ્યો.

સોહમે કહ્યું “નૈન હું ખૂબ ઉત્તેજીત થઇ રહ્યો છું પણ ઓફીસનો સમય છે કોઇને કોઇ આવી શકે.. હવે મીટીંગ પતાવીને આનંદોત્સવ ઉજવીશું તું મને બહુ મીઠી લાગે છે લવ યુ” એમ કહીને નૈનને વળગી ગયેલો એમાંથી મુક્ત થયો. નૈનતારા હજી સંતોષાઇ ના હોય એમ એનાં હોઠ છોડતી નહોતી.

સોહમે ચૂસ્ત ચુંબન લઇ એને મુક્ત કરી. બંન્ને જણાં પ્રેમપરિશ્રમથી હાંફી રહેલાં. સોહમ તરત સ્વસ્થ થયો અને એની સીટ પર જઇને બેઠો. નૈનતારાએ એનાં લાળવાળાં હોઠ લૂંછયા એ હસી અને બોલી “તું બોલ્યો છું તો પાળજે.. આજનું ફરી અઘુરુ રહ્યું.”

સોહમે હાથનો અંગૂઠો બતાવી શ્યોર કહ્યું નૈનતારાએ કહ્યું “મસ્ત કડક ગરમ કોફી પીએ આમ પણ આજે સમય ક્યાં જતો રહ્યો ખબર ના પડી હમણાં કલાકમાં તો સ્ટાફ ઘરે જવા નીકળી જશે. આજે બુધવાર.. વચ્ચે રહ્યો ગુરુવાર અને તારાં આનંદોત્સવનો શુક્રવાર.’ એમ કહી મીઠું હસી.

એ લોકો વાતો કરતાં રહ્યાં અને ચેમ્બરનાં લોકને ખોલી નૈનતારાએ સુરેશને બોલાવ્યો. અને અંદર આવી. હાંફળો ફાંફળો સુરેશ આવ્યો એણે કહ્યું “યસ મેમ.. હું એકવાર આવી ગયો પણ..”

નૈનતારાએ કહ્યું “તો આવવું જોઇએ ને ? પણ તું કેમ આવેલો ?” સુરેશે કહ્યું “શાનવી મેમ અને તિવારી સર થોડાં વહેલાં બહાર નીકળ્યાં છે એ જણાવવા પણ..”

નૈનતારાએ કહ્યું “ઓહ ઓકે.. ભલે પણ તું બે લાર્જ મગમાં કડક કોફી લાવ હું જાણી લઇશ તું જા”. અને સુરેશ જતો રહ્યો. નૈનતારા વિચારમાં પડી પછી વિચારો ખંખેરીને સોહમની નજીક જઇને બેઠી.

થોડીવારમાં સુરેશ ગરમ ગરમ લાર્જ મગમાં બે કડક કોફી આપી ગયો ને બોલ્યો “મેમ હું 15 મીનીટમાં નીચે જઇને આવું છું.”. ખબર નહીં કેમ નૈનતારાએ કંઇ પૂછ્યું નહીં કોફી મગ લેતાં લેતાં બોલી ભલે.. અને સુરેશ નીકળી ગયો.

સોહમ અને નૈનતારા કોફીની ચૂસ્કીઓ લેતાં એકબીજાને પ્રેમથી નીરખી રહેલાં.. બહાર એકાઉન્ટસ ઓફીસમાં તરનેજા ને ડીસોઝા સુરેશને બહાર મોકલી એકબીજાને સટીને બેઠાં હતાં. તરનેજાએ કહ્યું “યાર ડીસુ આવો મોકો ક્યાં મળે છે પેલી શાનવી અને તિવારી.. સુરેશને સીગરેટ લેવા મોકલી દીધો પેલાં પ્રેમ પારેવડા અંદર ઘુટર ઘુ કરે છે...” એમ કહેતાં તરનેજા ડીસોઝાને વળગી ગયો.. એકાઉન્ટસની ચેમ્બર ગરમ શ્વાસોથી ભરાઇ ગઇ....

*************

શાનવીએ તિવારીને કહ્યું “તે વાત વાતમાં મને સંકેત આપી દીધો હું સમજી ગઇ તું બહુ લૂચ્ચો છે આમ ઉપરથી કડક અને અંદરથી રૂ જેવો પોચો છે આઇ લાઇક યું. તિવારી હું સાવ એકલી પડી ગઇ છું તું એકલો ના પડે મારાં વિનાં એવું તેં કીધુ સમજી ગઇ એટલેજ ઓફીસથી તારી સાથે વહેલી નીકળી ગઇ. ચાલ બીયર પીએ પેલી ખાસ બાર રેસ્ટોરાંમાં ત્યા બીયર સાથે પ્રાઇવેસી પણ મળશે. “

તિવારીએ હસીને કહ્યું “તું હસીનાં મૈં દીવાના.. બીયરનાં નશા કરતાં તારાં હોઠ જોઇ જોઇને હું તરસી ગયો છું અજાણ્યેજ હું તારાં તરફ આકર્ષાઇ ગયો છું ત્યાં તરનેજા અને ડીસોઝાને તક મળી ગઇ હશે અંદર પેલા બે જણાં મસ્તી કરતાં હશે. આપણી તો ઓફીસ છે કે લવ બર્ડનું સ્થાનક ?” એમ કહી હસ્યો.

ત્યાં શાનવીએ ટેક્ષી ઉભી રાખી અને એમાં બંન્ને જણાં ગોઠવાયા.. શાનવીએ કહ્યું “રેડ રોઝ બાર પર લઇ લો.” અને ટેક્ષીવાળો મલકાઇને બોલ્યો ”શ્યોર મેમ” અને ટેક્ષી નીકળી ગઇ....

**************

સાવી એનાં માં પાપા, તન્વી બધાં મહાકાળી મંદિરે પહોંચ્યા ત્યાં પ્રથમ માં નાં દર્શન કર્યા. પ્રાર્થના કરી સાવીએ માં ની સ્તુતિ ગાઈ બધાએ એસ્તુતિ સાંભળી બાકી દર્શન કરવા આવનાર સ્તુતિ સાંભળીને ભાવ-વિભોર થઇ ગયાં. શાસ્ત્રીજી પૂજારીજીએ સાવીને કહ્યું “બેટા તેં સુંદર સ્તુતિ ગાઇ ? ક્યા ગ્રંથમાં છે આ સ્તુતિ ?” આ સ્તુતિ સાંભળીને તો માં સાક્ષાત આવી જાય.

સાવીએ નમ્રતાથી કહ્યું “શાસ્ત્રીજી આતો મને મારાં ગુરુએ શીખવી હતી. પણ શાસ્ત્રીજી મારે મારી આ નાની બહેનનું સુરક્ષા કવચ કરાવવું છે એની જે વિધી કરવી પડે એ કરવા તૈયાર છીએ અને બધી સામગ્રી કાપડ બધું લઇ આવ્યાં છીએ.”

ત્યાં પાછળથી કોઇ મોટાં સાધુએ બૂમ પાડીને કહ્યું “એય છોકરી તમે બધાં મંદિરની પાછળનાં દરવાજે આવી જાવ. બધી વિધી પાછળ ગંગા કિનારે થાય છે..” સાવીએ નમ્રતાથી હાથ જોડીને કહ્યું “ભલે...”

સાવી તન્વી અને માં પાપાને લઇને મંદિરની પ્રદક્ષિણા કરી અને પાછળનાં દરવાજે પહોંચ્યા ત્યાં વિશાળ કદવાળાં મોટી દાઢી માથે વાળની અંબોડી વાળેલાં શાસ્ત્રીજીએ એમને બોલાવ્યાં.

શાસ્ત્રીજીએ કુટુંબ વિશે માહિતી લીધી અને આ લોકો જે કાપડ, સામગ્રી લઇને આવેલા એ જોઇને આશ્ચર્ય પામ્યા બોલ્યાં “આવી બધી સામગ્રી સુરક્ષા કવચમાં વિધીમાં જરૂર છે એ કોણે જણાવ્યું.”

સાવીએ કહ્યું “ભગવન, મને મારાં ગુરુએ આ શીખવેલું”. સાવીનાં માતા પિતા તન્વીનો હાથ પકડી ઉભા રહેલાં. શાસ્ત્રીએ સાવી તરફ બરોબર નીરખી ને કહ્યું “તું તાંત્રિક જાણકાર છે ? તારાં ચહેરાં પાછળ ઓરા કોનો છે ? તારી સાથે શું થયેલું છે ?”

સાવીએ હાથ જોડીને કહ્યું “મારી વાત પછી કરીશ પહેલાં મારી બહેનનું સુરક્ષા કવચ વિધી પુરી કરી એને ગળામાં અને હાથમાં દોરો બાંધી આપો.” શાસ્ત્રીજી એની સામે જોઇ રહ્યાં બોલ્યાં.....વધુ આવતા અંકે ---- પ્રકરણ-85


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED