સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-83 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-83

શાનવી સોહમની રજા લઇને ચેમ્બરમાં આવી. સોહમને વિસ્મયતા થઇ કે નૈનને કેવી રીતે ખબર કે હમણાં શાનવી અંદર આવશે ? શું નૈન પણ એનાં પિતા પાસે તંત્રમંત્ર ભણીને આવી છે ? બધી એને અગાઉથીજ ખબર પડી જાય છે.

શાનવીએ નૈનતારા સામે જોયું. નૈનતારાએ કહ્યું “તારો રીપોર્ટ તું મેઇલથી મોકલી શકી હોત. પણ આવી છે તો રૂબરૂજ સમજાવી દે. વાધવા સરનો ફોન આવી ગયો છે. કલાયન્ટ સાથે મીટીંગ નક્કી કરીને જણાવી દેશે.”

“બીજું... કે તું રીપોર્ટ કોપી કાઢીનેજ લાવી છે તો ડેસ્ક પર મૂકી દે.. થેંક્સ હવે જે ફાઇનલ થશે એ તને જાણ થશે. વાધવા સરનાં કન્ફરમેશન પછી મીટીંગ કઇ હોટલમાં ક્યારે ક્યા સમયે રાખવી બધું હું જોઇ લઇશ.... થેંક્યુ શાનવી.”. એમ કહી શાનવીને પાછા બહાર જવાનો સંકેત આપી દીધો અને મીઠું હસી. એણે સોહમ સાથે વાત કરવાનો મોકોજ ના આપ્યો.

શાનવીએ સોહમ સામે જોયું સોહમે હસીને કહ્યું “થેંક્યુ શાનવી હું તે આપેલાં પેપર્સ જોઇ લઊં છું... હવે તને નૈન જે કંઇ હશે જણાવી દેશે”.

નૈનતારાએ વિજયી સ્મિત શાનવી તરફ કર્યુ અને શાનવી વેલકમ કહીને તમતમતી બહાર જતી રહી. સોહમે એનાં ગયાં પછી નૈનતારાને કહ્યું “એને કંઇક બોલવા તો દેવું હતુ.. આપણને પણ ખબર પડત એનાં શું -વિચાર છે બચારી કંઇ બોલ્યા વિના સાંભળીને જતી રહી”.

નૈનતારાએ કહ્યું “સર એના માટે આટલી બધી લાગણી બતાવવાની જરૂર નથી.. તને.. સોરી તમને ખબર છે એ તમારી આ સક્ષેસ પચાવી નથી શકી.. તમારાં પેલાં ટ્રેઇનનાં મિત્ર દિવાકરને મળવાનું વિચારી રહી છે અને તમે કોઇ તાંત્રિક કે અઘોરીનાં સંપર્કમાં છો ? આ કોઇ તાંત્રિક વિદ્યાનો જાદુ તમારી સફળતા પાછળ નથીને ?”

સોહમ તો સાંભળીને ચોંકી ગયો.. એ બોલ્યો “હેં ? શુ વાત કરે છે ? એને મારી પાછળ આટલી બધી દિલચસ્પી છે ?” નૈને કહ્યું “તમારાં માટે દિલચસ્પી નથી તમારી સફળતાનો ભેદ જાણવાની છે. “

સોહમતો નૈન સામે જોઇજ રહ્યો. બોલ્યો “પણ તને આટલી બધી એની અંગત માહિતી કેવી રીતે ખબર પડે છે ?” નૈને હસીને કહ્યું “એ લોકોની બધી ઘૂસપૂસ હું સાંભળુ છું મારે બે નહીં ચાર કાન છે@ પછી હસીને કહ્યું “સર જ્યાં સુધી હું તમારી સાથે છું તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી...” નૈને જોયું એનાં ફોનમાં કોઇ નોટીફીકેશન આવ્યું... એણે ફોનમાં ચેક કર્યું અને ખુશ થતાં બોલી... “બોસ આનંદો.. વાધવા સરે બે દિવસ પછી શુક્રવારે... ફાઇડે સાંજે હોટલ તાજમાં સાંજે 7 વાગે કલાયન્ટ સાથે મીટીંગ ફાઇનલ કરી છે પહેલાં ડીસ્કશન અને પછી સાથે ડીનર.. મને બધુ રીઝર્વ કરવા કહ્યું છે બધુ મોસ્ટ લકઝરીયસ હોવું જોઇએ એવી મને તાકીદ પણ કરી છે. આ મીટીંગ કોન્ફીડેન્શીયલ છે હમણાં સ્ટાફમાં પણ ડીકલેર કરવાની ના પાડી છે.”

બધુ વાંચીને બોલીને નૈને સોહમને પૂછ્યું “સર વાધવા સર એક્ષપ્રેસ ગતિએ કામ કરી રહ્યાં છે હું બધુ રીઝર્વ કરી લઊં છું પણ એકવાત ના સમજાઈ કે સ્ટાફમાં ડીકલેર કરવા કેમ મનાઇ કરી ? ચોક્કસ કોઇ કારણ હશે.” ત્યાં બીજુ નોટીફીકેશન આવ્યું એ વાંચીને આશ્ચર્યચક્તિ થઇ ગઇ.

સોહમે પૂછ્યું “શું થયું ? તારો ચહેરો આટલો વિસ્મીત કેમ છે ?” નૈને કહ્યું “સરની બીજી નોટ આવી આ મીટીંગ પાછળનો ખર્ચ દીલ્હી મેઇન ઓફીસમાંથી ચૂકવાશે મુંબઇ બ્રાંચનાં એકાઉન્ટમાં લેવાનો નથી જે કઇ બીલ-ઇનવોઇસ આવે એ સ્કેન કરી દીલ્લી ઓફીસ મોકલી દેવા...”

નૈનતારા વિચારમાં પડી ગઇ.. એણે સોહમને કહ્યું “આટલી બધી સાવધાની સાવચેતી એવું તો શું છે આ મીટીંગમાં ? ના સમજાયું... “

સોહમે કહ્યું “તું તો બધુ અગાઉથી જાણી લે છે ને ? આ પણ જાણી લે ને શું વાત છે ?” એમ કહી કટાક્ષમય રીતે હસ્યો. નૈનતારાએ એ જોયું પણ એ રહસ્યમય રીતે હસી. એણે કહ્યું “વાહ સર તમે તો ટોણો માર્યો.”

સોહમ સાવધાન થયો અને બોલ્યો “ના... ના.. મારો એવો કોઇ ઇરાદો નહોતો. બાય ધ વે તું બધાં બુકીંગ કરાવી લે પેમેન્ટ અહીં બ્રાન્ચમાંથી કરવાનું નથી એટલે એમ પણ સ્ટાફમાં કોઇને ખબર નહીં પડે..” નૈનતારાએ કહ્યું “એટલેજ પેમેન્ટ મેઇન ઓફીસથી થવાનું લાગે છે. જે હોય એ હું બધુ બુકીંગ ફાઇનલ કરી લઊં આજે વેનસ ડે તો થયો વચ્ચે એકજ દિવસ છે.” એમ કહી એ લેપટોપ પર બેસી ગઇ અને વાધવા સરની સૂચના પ્રમાણે બુકીંગ કરવા લાગી.

સોહમ નૈનતારાનેજ ઘૂરી રહેલો એનાંજ વિચારોમાં પડી ગયેલો. નૈનતારાનો આકર્ષક ગોરો ચહેરો એની આંખમાં હતો એની લેપટોપ સ્ક્રીન પર ફરતી આંખો એનું ધ્યાન કામમાં હતું. અને એ એને જોઇ રહેલો.

નૈનતારાને જેટલું ધારી ધારી જોઇ રહેલો એમ એને એના માટે આકર્ષણ થઇ રહેલું એનો અંદરનો કામી જાનવર જાગી રહેલો. એણે ઉત્તેજના અનુભવી એ પોતાની સીટ પરથી ઉભો થયો અને નૈનતારાની નજીક આવી ગયો એ એની પાછળ ઉભો રહી ગયો.

નૈનતારાનું કામ પત્યું એણે એહસાસ કર્યો પાછળ જોયું સોહમ એ તાકીને ઉભો રહેલો એ ખુશ થઇ ગઇ એણે એની ચેર સોહમ તરફ ફેરવી સોહમનાં શર્ટનો કોલર બેઉ બાજુથી પકડીને એને પોતાની તરફ ખેંચ્યો.

નૈનતારાએ એને પોતાની તરફ ખેંચી એનાં લાલ લાલ હોઠ સોહમનાં ભીનાં પણ ગરમ હોઠ પર મૂકી દીધાં બંન્ને જણાં ચૂસ્ત ચુંબન કરી રહ્યાં અને એકબીજાનાં હોઠ ચૂસવા લાગ્યાં... સોહમે એને ખેંચીને પોતાની તરફ ખેંચી અને એની કેડનાં ફરતે એનાં હાથ વીંટાળી દીધાં. બંન્ને એકબીજાને હાથ ફેરવી રહેલાં.. બંન્નેનાં શ્વાસોશ્વાસ ઝડપથી વધી રહેલાં શ્વાસોશ્વાસમાં ગરમી વધી રહેલી...

નૈનતારાએ સોહમનાં હોઠ ચૂસવા માંડ્યાં બંન્ન જણાં એકબીજાને સ્પર્શ કરીને ઉત્તેજીત થઇ રહેલાં ત્યાં ચેમ્બરનાં દરવાજે...



વધુ આવતા અંકે ---- પ્રકરણ-84