Janki - 35 books and stories free download online pdf in Gujarati

જાનકી - 35

જાનકી નો વારો આવી ગયો હતો.. જાનકી આગળ આવી ને બધા ને નમસ્તે કરી ને પોતાના વિષય પર બોલે છે...

"સ્ત્રી નું ગણિત"

જ્યારે કોઈ સ્ત્રી ના જીવન માં બે માંથી એક પુરૂષ નું ચયન કરવાનું હોય ત્યારે કોઈએ વિચાર્યું છે કે તે સ્ત્રી ના મન માં કેટલા તોફાન ચાલતાં હશે.. ચયન ભલે કોઈ વાત માં સાથ દેવાનો હોય કે બે માંથી એક ના સાથ નું ચયન હોય સ્ત્રી માટે દર વખતે મુશ્કેલી જ હોય છે..
ભલે ને પછી તે બે પુરૂષ કોઈ પણ હોય..
બે ભાઈઓ વચ્ચે...
પિતા અને ભાઈ વચ્ચે..
પિતા અને પતિ વચ્ચે....
પિતા અને પ્રેમી વચ્ચે...
પતિ અને પ્રેમી વચ્ચે..
પતિ અને ભાઈ વચ્ચે..
કે પછી,
પુત્ર અને પતિ વચ્ચે...
બે પુત્ર વચ્ચે...
તો એક સ્ત્રી કહે છે...
" મને જીવન નું ગણિત કોઈ દિવસ સમજાણું જ નથી... બધાં કહે છે કે એક મિયાન માં બે તલવાર ના રહે... પણ બધા ને એ વાત કોઈ સમજાવે કે મારે તલવાર રાખવી જ નથી... અહીં કોઈ યુધ્ધ થોડી ચાલે છે...!? મારે તો પ્રેમ ને ત્રાજવા માં સમાંતર રીતે જોખવું છે...ના કોઈ માટે વધારે કે ના બીજા માટે ઓછો... એક નહીં હોય તો પણ મને નહીં ચાલે... મારી ખુશી જો એ બંન્ને હશે તો જ બે વડે ગુણાય ને બમણી થશે... કોઈ એક ની ગેરહાજરી માં તે ખુશી નો ભાગાકાર થઈ જશે... તે કાયમ અધૂરી જ લાગશે મને... જ્યારે વાત તો ભાગાકાર ની છે તો ભલે દુઃખ કે મુશ્કેલી ના ભાગાકાર થતાં, ભલે તે બધાં વહેચાઈ જાય એ મંજૂર છે મને... સરવાળા માં એક અને એક બરાબર બે થતાં હોય પણ મારા માટે એ નિયમ લાગુ જ નથી પડતો, એ બંન્ને અને હું બરાબર એક હા ત્યારે જ હું એક બનું છું... તે બંન્ને હશે તો જ હું પૂરી થઈશ... મારા જીવન માંથી કે મારા માંથી કોઈ એક ની બાદબાકી મને શૂન્ય કરી દેશે..."


જાનકી ની એક લાઈન જેમાં વેદ નું ધ્યાન ના ગયું હતું.. નિહાન નું ઘ્યાન તેના પર ગયું હતું... તેથી તે આખી વાત સમજી ગયો કે જાનકી માટે તે અને વેદ બન્ને એટલા જ જરૂરી છે, કે જેટલા જીવવા માટે શ્વાસ અને ધબકારા... જાનકી ની સ્પીચ પછી ખૂબ તાળી વાગી લગભગ બધા માટે આ એક નોર્મલ વાત જ હતી જે કોઈ સ્ત્રી કદાચ આમ બધા ની સામે બોલી ના શકે.. પણ ખાલી નિહાન જ જાણતો હતો કે જાનકી ના મન માં શું ચાલી રહ્યું હતું... જ્યારે જાનકી પછી બેકસ્ટેજ આવે છે તો નિહાન ત્યાં પોતાના બંન્ને હાથ ખોલી ને જાનકી ની સામે જોઈ જાનકી ને પોતાની બાહો માં આવવા માટે ઈશારો કર્યો.. જાનકી પણ કંઈ પણ બોલ્યા વગર બસ તેની બાહો માં આવી ગઈ... શબ્દ નહીં આંખો થી બધું કહી દીધું એક બીજા ને... હજુ આમ જ હતા ને હરીન મેડમ આવ્યાં..
તે જાનકી ને કહે છે..
" Good જાનકી... "
"Thank you મેડમ" જાનકી બોલી...
હજુ પણ નિહાન તેના ખંભા ને પકડી ને પોતાના બાજુમાં જ રાખી ને ઉભો હતો...
મેડમ જતા જતા પેહલી વાર એમ બોલ્યા...
" સારા લાગો છો બંન્ને..."
જાનકી અને નિહાન કંઈ બોલી શક્યા નહીં.. માત્ર હસી ને એક બીજા ની સમ જોવે છે.. મેડમ ચાલ્યા ગયા હતા... થોડી વાર માં પ્રોગ્રામ પણ પૂરો થઈ ગયો.. બધાં પોત પોતાની રીતે જવા લાગ્યા.. નિહાન ને એમ હતું કે જાનકી પણ હમણાં ચાલી જશે.. એમ પણ આજ સાંજ સુધી અહીં જ હતી તો હવે તેને રોકવા માટે કહવાશે પણ નહીં... અને જાનકી તેને જ જોઈ રહી હતી... અને બોલી ચાલ...
" ચાલ, jaan"
નિહાન બોલ્યો...
" હા, કાલ મળ્યા... ધ્યાન રાખજે... આરામ કરજે...."
જાનકી ફરી થી બોલી
" Jaan ચાલ આપણે ઘરે..."
નિહાન હવે જાનકી તરફ જરા આશ્ચર્ય થી જોઈ ને બોલ્યો..
" શું બોલી આપણે ઘરે...!? તારે મોડું નહીં થાય...!? યુગ તારી રાહ જોતો હશે..."
જાનકી તેનો હાથ પકડી ને બોલી..
" હું આપણાં ઘરે જ રોકાઈશ આજ રાત.. અને કોઈ નથી ઘરે... ના યુગ ના વેદ... હવે ચાલીશ તું આપણાં ઘરે...!?"
નિહાન ની ખુશી નો કોઈ પાર ન ના હતો... તે બોલ્યો
" હા , jaana ચાલ..."

બંન્ને ઘરે પોહચે છે..સાંજ પણ ઢાળી ગઈ હતી..બંન્ને ને હવે ક્યાંય બહાર જવાનું મન ના હતું.. તેથી થોડી વાર આમ જ બેસી ને.. બંન્ને ફ્રેશ થવા ગયા.. નિહાન એક ટી-શર્ટ અને સોટ્સ પોહરી ને ચાઈ બનવા માટે આવે છે... જાનકી રૂમ માંથી નિહાન ને આવાજ આપી ને બોલાવી રહી હતી.. નિહાન ચાઈ નો ગેસ બંધ કરી ને ત્યાં ગયો...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED