Janki - 34 books and stories free download online pdf in Gujarati

જાનકી - 34

કોલેજ ના ગેટ પર કોઈ છોકરી હતી જેની તરફ નિહાન ની નજર પડે છે પણ તે કોણ છે તે હજુ ખબર પડી ના હતી... તે છોકરી નિહાન ની તરફ ફરે છે... નિહાન તેને જોઈ ને જોતો જ રહી જાય છે.... વાઈન કલર ના ચોલી તેમાં મીરર વર્ક હતું, અને તેની પર વાઇટ નેટ નો લખનવી વર્ક વાલો દુપટ્ટો.. કાન માં સિલ્વર અને વાઈન જૂમકા, નાક માં સિલ્વર મીરર વાળી નોઝ રિંગ, આંખ માં ગ્રીન અને બ્લેક બંન્ને મિક્સ માં કાજલ, જરા એવો વાઈન આયસેડ... વાળ માંથી બે લટ ને લઈ ડાબી બાજુ સફેદ કલર ના નાના ફૂલ લાગવું ને બાકી ના વાળ ખુલ્લા રાખ્યા હતા, હોઠ પર મરીન લિપસ્ટિક અને લાસ્ટ માં એક નાની વાઈન બિંદી... ના કંઈ વધારે ના કંઈ ઓછું... ચોલી નું બ્લાઉસ સ્લિવલેસ હતું.. અને વાઈન રંગ સાથે તેનો ગોરો રંગ વધુ જ ખીલી ને ઉઠી રહયો હતો... હવા થી તેના વાળ જરા ઉડ્યા ત્યારે તેના સરખા કરી રહી હતી ત્યારે તેના હાથ માં પેહરેલ લગભગ છત્રીસ બંગળી એક બીજા સાથે અથડાય ને એક મધુર અવાજ સંભળાવી રહી હતી... આ બાજુ કોઈ નહીં જાનકી જ હતી... નિહાન ની જાનકી... જાનકી નિહાન ને આમ સામે જોતા જોઈ રહી હતી... નિહાન પણ જાનકી એ કીધું એ વાઇટ જીન્સ અને વાઈન શર્ટ પહેરીને આવેલ હતો.. એટલે એક દમ મેચિંગ... જાણે સાથે બનાવ્યા હોય એવું... જાનકી આગળ આવી અને નિહાન ને હગ કરતા બોલી...
" Hi, Jaaan... ખબર છે થોડી મોડી છું... અને તું રાહ જોતો હતો એ પણ ખબર છે.. પણ લેટ થઈ ગયું... sorry..."
નિહાન હજું જાનકી ને જોઈ ને મન ને મન માં તેની નજર ઉતરતા બોલ્યો....
" Hiii, કોઈ નહીં... થાય એ તો... આટલું સારું દેખવા માટે સમય તો લાગે..."
જાનકી ને જાણે નિહાન પાસે થી આ જ સાંભળવા માંગતી હતી એમ શરમાઈ ગઈ...
જાનકી એ પૂછ્યું "કેવું લાગ્યું surprise...!?" જાનકી આ મેચિંગ ની વાત કરી રહી હતી...
નિહાન એ કહ્યું "મને ખબર ના હતી તું પણ આવું કંઈક પેહરી ને આવીશ... Jaaanna કેવી મસ્ત લાગે છે... મારી જ નજર ના લાગી જાય..."
જાનકી બોલી..." પોતાની ને પોતાની નજર થોડી લાગે... Jaan, આપણે તો એક જ છીએ ને..."
નિહાન તેના ખંભા પર હાથ રાખતા બોલ્યો " હા , બંન્ને એક જ છીએ... " બંન્ને હવે અંદર જાય છે.. ક્લાસ માં ઘણા હતા કે જેના આ બંન્ને વચ્ચે પ્રેમ છે તે ખબર હતી... બંન્ને એક બીજા સાથે અને એક બીજા માટે ને રીતે રહતા એ પર થી ખબર પડી જાય એમ જ હતું... અને આ બંન્ને ને કોઈ ના થી કંઈ ફેર પડતો ન હતો.. કોઈ ને ગમે કે ના ગમે.. ઘણા એવા પણ હતા જે આ બંન્ને ના સંબંધ ને સમજતા હતા.. અને ઘણા બોલતા પણ હતા.. બધાં નું નહીં સાંભળવું એ જ નક્કી કર્યું હતું આ બંન્ને એ....

જાનકી અને નિહાન હરીન મેડમ પાસે જાય છે.. હરીન મેડમ જાનકી ને કહે છે "તારે હમણાં નહીં છેલ્લે થી બીજા નંબર પર જવાનું થશે... તું તૈયાર છે ને.?"
જાનકી "હા મેડમ હું તૈયાર છું ગમે ત્યારે કહશો ત્યારે જવા..." એમ કહે છે..
મેડમે કહ્યું..." સારું તું અહીં બેક્સ્ટેજ જ બેસજે..."
જાનકી બોલી "હા"
જાનકી અને નિહાન ત્યાં જ એક બેન્ચ જેવું ગોતી ને બંન્ને બેસે છે.. એક બીજા નો હાથ પકડી ને.. થોડી વાર માં પ્રોગ્રામ ચાલુ થયો... એક સ્પીચ, એક કોઈ સંસ્કૃતિક ગીત ગાવા માં આવ્યું, એક ભરતનાટયમ નું નૃત્ય હતું.. પછી એક બે કલાક નું નાટક હતું ત્યાર બાદ જનાકી નો વારો હતો... અત્યારે નાટક ચાલુ હતું પણ જાનકી નિહાન ના ખંભા પર માથું રાખી ને સુઈ ગઈ હતી.. જાણે તેને ઠંડી પણ પડતી હતી જરા એવું લાગ્યું... તેથી નિહાન તેને પોતાની બાહો માં ભરી લે છે... નાટક પૂરું થવા માં દસ મિનિટ બાકી હતા ત્યારે હરીન મેડમ ત્યારે ત્યાં થી નીકળતા હતા તે જાનકી અને નિહાન ને આમ બેસેલ જોઈ ને ત્યાં બાજુ માં આવી ને બોલ્યા...
"નિહાન આના પછી જાનકી ને જવાનું છે.. તેને ઉઠાડી દે... તે ઠીક છે ને.?! કેમ સૂઈ ગઈ છે..!?"
નિહાન બોલ્યો...
" ઠીક જ છે.. નાટક જોતા જોતા આંખ લાગી ગઈ છે બસ... તે હમણાં ઉઠી ને તૈયાર રહશે.. આપ બોલાવશો એટલે આવી જશે..."
નિહાન જાનકી ને ખૂબ જ પ્રેમ થી ઉઠાડે છે...
" Jaana ઉઠ આના પછી તારે જવાનું છે મેડમ આવી ને કહી ગયા..."
જાનકી ધીરે થી આંખ ખોલી ને કહે છે...
" હા, ચાલ આપણે આગળ ચાલ્યા જઈએ..."
નાટક પૂરા થતાં જ હરીન મેડમ જાનકી વિશે જરા કહે છે કે તું શું કહેવા જઈ રહી છે.. જીવન નું ગણિત એક એવો વિષય જેમાં બધાં ના વિચાર અલગ હોય.. જાનકી સ્ટેજ પર આવે છે પેહલા તો બધાં ને આરદ પૂર્વક નમસ્તે કહી ને પોતાના વિષય પર બોલવા નું શરૂ કરે છે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED